રામ મંદિરને બનાવવા માટે ખાસ રીતે લાવવામાં આવી રહી છે ફલ્ગુ નદીની રેતી, રામાયણમાં લખેલ છે તેનું કારણ

૫ ઓગસ્ટના રોજ રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. રામ ભગવાનનાં મંદિરને ભવ્ય રીતે બનાવવામાં આવશે. રામ મંદિર બનાવવા માટે ઘણી પવિત્ર જગ્યાએ થી માટી લાવવામાં આવી છે અને આ માટીનો પ્રયોગ નિર્માણ કાર્ય દરમિયાન કરવામાં આવશે. અયોધ્યામાં બની રહેલ રામ મંદિર બનાવવામાં ફલ્ગુ નદીની રેતીનો ઉપયોગ કરવામાં આવશે. હકીકતમાં રામાયણ ગ્રંથ અનુસાર ફલ્ગુ નદીનાં કિનારે ભગવાન રામે પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતાની સાથે રાજા દશરથનું પિંડદાન કર્યું હતું. જેના કારણે હવે ફલ્ગુ નદીની રેતીનો ઉપયોગ રામજીના મંદિર બનાવવામાં કરવામાં આવશે.

૫ ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન દરમિયાન ચાંદીની ઈંટો અને ફલ્ગુ નદી માંથી મંગાવવામાં આવેલ રેતીનો ઉપયોગ કરવામાં આવશે. ગર્ભગૃહની અંદર આ ઇંટોને રાખવામાં આવશે. આ ૫ ઈંટો ૫ નક્ષત્રોનું પ્રતીક હશે. વળી ભૂમિપૂજન થતાની સાથે જ મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરી દેવામાં આવશે.

સાત સમુદ્રનાં પાણીનો થશે ઉપયોગ

ફલ્ગુ નદી ની રેતી સિવાય રામ મંદિર બનાવવા માટે સાત સમુદ્રનાં પાણી, દેશની બધી જ ધાર્મિક નદીઓનું પાણી અને પ્રમુખ ધામોની માટીનો ઉપયોગ કરવામાં આવશે. ગયા માં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અર્ચક પુરોહિત પ્રમુખ પ્રેમનાથ ટઈયાએ આ વાતની જાણકારી આપતા કહ્યું હતું કે અયોધ્યામાં મંદિરના નિર્માણમાં સાત સમુદ્રનું પાણી અને ધાર્મિક નદીઓનાં પાણીનો પણ ઉપયોગ કરવામાં આવશે. સાથો સાથ પ્રમુખ ધામોની માટી અને ફલ્ગુ નદીની રેતીનો ઉપયોગ પણ નિર્માણ કાર્ય દરમ્યાન કરવામાં આવશે. ગયા થી ફલ્ગુ નદીની રેતીને અંદાજે એક મહિના પહેલાં જ અયોધ્યામાં લાવવામાં આવેલ છે. વળી ગયા ધામથી મંદિર માટે સવા કિલો ચાંદીની ઈંટો પણ અયોધ્યા મોકલવામાં આવી છે.

ફલ્ગુ નદી બિહારના ગયામાં છે અને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં આવીને પોતાના પૂર્વજોની મોક્ષ પ્રાપ્તિ માટે પિંડદાન કરે છે. ઘણા લોકો આ જગ્યા પર આવીને પર ફલ્ગુ નદીની રેતી માંથી પિંડ પણ બનાવે છે. માન્યતા છે કે આ જગ્યા પર પિંડદાન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને આ નદીના કિનારે રામ ભગવાને પણ પિંડદાન કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદી કરશે ભૂમિ પૂજન

મહત્વપૂર્ણ છે કે ભૂમિ પૂજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવશે અને પૂજન માટે ૧૨:૧૫ વાગ્યાનું શુભ મુહૂર્ત કાઢવામાં આવેલ છે. આ ભૂમિપૂજન ૧૧ પંડિતો દ્વારા કરાવવામાં આવશે આ દરમિયાન બધા દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર રહેશે.

રામ મંદિરને ભવ્ય રીતે બનાવવામાં આવશે અને તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થવામાં ૨ વર્ષનો સમય લાગી શકે છે. આશા છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં આ મંદિર બનીને તૈયાર થઇ જશે. રામ મંદિરને બનાવમાં કુલ ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. વળી આ મંદિરને બનાવવા માટે ભારતનાં શ્રેષ્ઠ શિલ્પ કલાકારોને અયોધ્યા બોલાવવામાં આવ્યા છે. જે દિવસ-રાત આ મંદિરને બનાવવાનું કામ કરી રહ્યા છે. મંદિરમાં ઉપયોગમાં આવતા પથ્થરોને તોડવાનું શરૂ કરી દેવામાં આવેલ છે અને મંદિરની આસપાસ ખોદકામ પણ કરી લેવામાં આવ્યું છે.