રામ તેરી ગંગા મૈલી માં બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવી હતી મંદાકિની, હજુ પણ દેખાય છે આટલી સુંદર

પૂર્વ બોલિવૂડ અભિનેત્રી મંદાકિનીને રાજ કપૂરની શોધ કહેવામાં આવે છે. રામ તેરી ગંગા મેલી હો ગઈ નામની ફિલ્મ જે ૧૯૮૫માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એ તેમને ખૂબ જ મશહૂર બનાવી દીધી હતી. ખાસ કરીને આ ફિલ્મમાં જે તેમનો ઝરણામાં નહાવા વાળો સીન જોવા મળ્યો હતો તેના કારણે ઘણા લોકોએ આ ફિલ્મને વારંવાર જોઈ હતી.

એક સમયે બોલ્ડ અને બિંદાસ અદાઓના કારણે મંદાકિની ખૂબ જ ચર્ચા થતી હતી. તેમને ઘણી ફિલ્મોમાં મીથુન ચક્રવતીની સાથે ડાન્સ કરતા તો ઘણી ફિલ્મોમાં ગોવિંદાની સાથે પ્રેમ કરતા જોવા મળી હતી. તેમ છતાં પણ મંદાકિની અચાનકથી ૮૦નાં દશકમાં મોટા પડદા પરથી ગાયબ થઈ ગઈ હતી.

તેમાં કોઈ શંકા નથી કે ફિલ્મ રામ તેરી ગંગા મેલી હો ગઇ તેમના જીવનની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. ત્યારબાદ મંદાકિનીને “લોહા” અને “તેજાબ” જેવી ફિલ્મમાં પણ કામ કરવાની તક મળી હતી પરંતુ જે પ્રકારની ભૂમિકા તેમણે ફિલ્મ “રામ તેરી ગંગા મેલી” માં મળી હતી તે પ્રકારનું પાત્ર તેમને અન્ય કોઈ ફિલ્મમાં મળી શક્યું નહી.

મંદાકિનીને હવાલાત, શેષનાગ, કમાન્ડો, જીતે હૈ શાન સે અને જીવા જેવી લગભગ ૪૨ ફિલ્મોમાં કામ કરતાં જોવા મળી હતી પરંતુ મોટાભાગની તેમની ફિલ્મો કંઈ ખાસ કમાલ કરી શકી નહી. મંદાકિનીનું અસલી નામ યાસ્મીન જોસેફ હતું. વર્ષ ૧૯૬૯ માં ૩૦ જુલાઈના રોજ તેમનો જન્મ થયો હતો. તેમની માં મુસ્લિમ હતી જ્યારે પિતા ઈસાઈ હતા.

નાનપણથી જ એક્ટિંગનો શોખ રાખવાવાળી મંદાકિનીને ફક્ત ૧૬ વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનો અવસર મળી ગયો હતો. હિન્દી ફિલ્મો સિવાય બાંગ્લા અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે. મંદાકિનીનું કરિયર નાનું પરંતુ ખૂબ જ વિવાદોથી ભરેલું રહ્યું હતું.

દાઉદ સાથે સંબંધ

જણાવવામાં આવે છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને મંદાકિનીનો પ્રેમ ૯૦ નાં દશકનાં શરૂઆતી દિવસોમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. ત્યાં સુધી કે બંને સાર્વજનિક જગ્યાઓ પર પણ સાથે જોવા મળતા હતા. દાઉદને મંદાકિની પણ એટલી પસંદ કરી રહી હતી કે તેમને મળવા માટે તે દુબઈ સુધી જતી હતી.

ડોનની જેટલી પણ પાર્ટી થતી હતી તે બધામાં મંદાકિની ભાગ લેતી નજર આવતી હતી. બંનેને સાથે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ પણ જોતા નજર આવ્યા હતાં.

પરિસ્થિતિ તો ત્યાં સુધી આવી ગઈ હતી કે દાઉદની પત્ની મહજબીનને તો હવે છૂટાછેડાનો ડર સતાવવા લાગ્યો હતો. બાદમાં કોઈ કારણથી મંદાકિની અને દાઉદની વચ્ચે અંતર વધવા લાગ્યું. ત્યારબાદ તે મુંબઈ પરત આવી ગઈ. એવું પણ કહેવામાં આવે છે કે મંદાકિનીથી દાઉદને એક પુત્ર પણ હતો.

આમની સાથે થયા લગ્ન

ફિલ્મી દુનિયાને જ્યારે મંદાકિનીએ અલવિદા કહી દીધું તો એક બુદ્ધિષ્ટ સંત કાગ્યુર ટી રીનપોચે ઠાકુર સાથે તેમણે ૧૯૯૫ માં લગ્ન કરી લીધા. વર્તમાન સમયમાં તે મુંબઈમાં રહે છે અને તિબ્બતી હર્બલ સેન્ટર ચલાવી રહી છે. અહીંયા તે તિબ્બતી યોગા શીખવે છે.

એટલું જ નહી તેમણે હવે બૌદ્ધ ધર્મ પણ અપનાવી લીધો છે. મંદાકિનીને રબ્બિલ નામનો એક દિકરો અને રાબ્જે નામની એક પુત્રી પણ છે. ફિલ્મની ઝાકઝમાળ વાળી દુનિયાથી તે હવે સંપૂર્ણ રીતે અલગ છે. તેમનો સંપૂર્ણ પરિવાર યોગાનો નિયમિત રૂપથી અભ્યાસ કરે છે. દલાઈ લામાના પણ તે અનુયાયી છે.