રણબીર કપૂર સાથે ઈન્ટિમેટ થઈ હતી ઐશ્વર્યા રાય, ગુસ્સે થઈને સાસુ જયા બચ્ચને ઉઠાવ્યું હતું આ પગલું

Posted by

ધર્મા પ્રોડક્શનનાં બેનર હેઠળ બનેલી ફિલ્મ “એ દિલ હૈ મુશ્કિલ” ને રિલીઝ થયાના ૪ વર્ષ પુરા થઈ ચુક્યા છે. ઘણા મશહૂર અને લોકપ્રિય સ્ટારથી ભરેલી આ ફિલ્મ વર્ષ ૨૦૧૬ માં મોટા પડદા પર રિલીઝ થઈ હતી. જોકે આ ફિલ્મની ચોથી એનિવર્સરી પર ફિલ્મના નિર્માતા કરણ જોહરે દર્શકોનો આભાર માન્યો છે. એટલું જ નહીં પરંતુ કરણે પોતાના ઓફિશીયલી એકાઉન્ટથી એક નાની વીડીયો ક્લીપ પણ રજુ કરી છે. જેમાં ફિલ્મના સૌથી યાદગાર દ્રશ્યોને રાખવામાં આવ્યા છે.

આ વીડિયોને રજૂ કરતા કરણ જોહરે કેપ્શનમાં લખ્યું કે ફિલ્મ “એ દિલ હૈ મુશ્કિલ” ને રિલીઝ થયાના ૪ વર્ષ પૂરા થઈ ગયા છે. પ્રેમની ઉજવણી. ભલે પ્રેમ એક તરફી જ કેમ ના હોય. જોકે આજે અમે આ ફિલ્મમાં ઐશ્વર્યા અને રણબીરના ઇંટીમેટ સીનના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના પર ઐશ્વર્યાની સાસુ જયા બચ્ચન ગુસ્સે થઈ ગઈ હતી. ચાલો જાણી લઈએ આખરે જયાએ ઐશ્વર્યા પર શું રીએક્શન આપ્યું હતું.

જયાએ શ્વર્યાને સંભળાવ્યું હતું ખરું ખોટું

હકીકતમાં ઐશ્વર્યાની સાસુ જયા બચ્ચનને હંમેશાથી જ એક સ્ટ્રીક સાસુના રૂપમાં જ જાણવામાં આવે છે, તેથી આ ફિલ્મમાં ઐશ્વર્યાના ઇન્ટીમેન્ટ સીનને લઈને જયા એ તેમને ખૂબ જ ખરું ખોટું સંભળાવ્યું હતું. જણાવવામાં આવે છે કે તે દિવસોમાં બચ્ચન હાઉસમાં હોબાળો થઈ ગયો હતો. હકીકતમાં આ ફિલ્મમાં ઐશ્વર્યાએ પોતાનાથી ૯ વર્ષ નાના અભિનેતા રણબીર કપૂર સાથે ઘણા રોમેન્ટિક સીન આપ્યા હતા, જેને લઇને જયા બચ્ચન ખૂબ જ નારાજ હતી.

તેમને લઈને તેમણે એકવાર જાહેરમાં એવું પણ કહી દીધું હતું કે “શરમ તો હવે રહી જ નથી”. એક ફિલ્મ સમારોહ દરમિયાન જયા એ કહ્યું હતું કે “આજકાલની ફિલ્મોમાં બિલકુલ પણ શરમ બચી નથી”. પહેલા નિર્દેશક અને કલાકાર ફિલ્મોમાં ફક્ત પોતાની કળા બતાવતા હતા પરંતુ હવે ફિલ્મો વ્યવસાય બની ચૂકી છે.

શ્વર્યાના ન્ટીમેન્ટ સીન હટાવવાની થઈ હતી કોશિશ

જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયને આ ફિલ્મ માટે કિસિંગ સીન માટે પણ કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે એવું કહીને મનાઈ કરી દીધી કે તે પોતાને એવા સીન માટે કમ્ફર્ટેબલ માનતી નથી. જોકે તેમણે ઇન્ટીમેન્ટ સીન જરૂર આપ્યા હતા અને આ સીનના કારણે બચ્ચન પરિવારમાં તોફાન સર્જાઈ ગયું હતું.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બચ્ચન પરિવારે તે વાતની પૂરી કોશિશ કરી હતી કે ઐશ્વર્યાના ઇન્ટીમેન્ટ સીનને ફિલ્મમાંથી હટાવવામાં આવે પરંતુ કરણ જોહર તેના માટે કોઈપણ રૂપમાં રાજી થયા નહીં, જોકે આ ફિલ્મ બાદ બચ્ચન પરિવારે ઐશ્વર્યાને બોલ્ડ સીન કરવા માટે સંપૂર્ણ રીતે મનાઈ કરી રાખી છે.

જણાવી દઈએ કે ફિલ્મના પ્રમોશન માટે રણબીર અને ઐશ્વર્યા રાયે એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને તે તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. જણાવવામાં આવે છે કે આ ફોટોઝ પર પણ બચ્ચન પરિવારે નારાજગી બતાવી હતી. બીજી તરફ જ્યારે ફિલ્મની શૂટિંગ ચાલી રહી હતી તો રણબીર ઐશ્વર્યાની સાથે ઈન્ટિમેટ સીનને લઈને કમ્ફર્ટ નહોતા અને એ યોગ્ય રીતે શોટ આપી શકતા ના હતા. તેના માટે તેમને એકવાર તો ઐશ્વર્યાના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો હતો.

આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર મચાવી હતી ધમાલ

જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણબીર કપૂર, અનુષ્કા શર્મા, ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાન જેવા ઘણા સ્ટાર હતા. તેમાં ઐશ્વર્યા રાયની વાત કરીએ તો તેમણે આરાધ્યાના જન્મ પછી ફિલ્મોમાંથી થોડા સમય માટે બ્રેક લઇ લીધો હતો. ત્યારબાદ મોટા પડદા પર તે ફિલ્મ “જઝ્બા” થી પરત ફરી હતી પરંતુ તે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી ત્યારબાદ ઐશ્વર્યા ફિલ્મ “સરબજીત” માં જોવા મળી પરંતુ આ ફિલ્મ એ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન કર્યું નહી.

તે દિવસોમાં લોકો કહેવા લાગ્યા હતા કે ઐશ્વર્યાનું કરિયર હવે ખતમ થઈ ચૂક્યું છે. ત્યારબાદ તેમણે ફિલ્મ “એ દિલ હૈ મુશ્કિલ” માં જબરદસ્ત કમબેક કર્યું. આ ફિલ્મ એ ખૂબ જ સારી એવી કમાણી કરી હતી. જણાવી દઈએ કે ૫૯ કરોડ રૂપિયાની આ ફિલ્મ એ ૨૨૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *