રણવીર સિંહ સાથે લગ્ન કરતા પહેલાં આ ૭ લોકોને પણ ડેટ કરી ચૂકી છે દિપીકા પાદુકોણ, પહેલું અફેર થયું હતું ફક્ત ૧૩ વર્ષની ઉમરમાં

રણવીર સિંહ સાથે લગ્ન કરતા પહેલા પણ દિપિકા પાદુકોણના ઘણા લવ અફેર રહી ચૂક્યા છે અને તેમનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. ખબરોના અનુસાર દિપિકાના અત્યાર સુધીમાં ૮ અફેર્સ રહી ચૂક્યા છે અને ખુદ દિપિકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ૧૩ વર્ષની ઉંમરથી જ તેમના અફેર્સ રહ્યા છે.

પરંતુ તેમના જે અફેરની ચર્ચા સૌથી વધારે થઈ હતી. તે હતી સિદ્ધાર્થ માલ્યાની સાથે તેમની રિલેશનશિપ. હકીકતમાં દિપિકા કિંગફિશર કેલેન્ડર ગર્લ હતી. તે જ સમયે દિપીકા અને વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા એકબીજાની નજીક આવવા લાગ્યા. દિપીકા કિંગફિશરની પાર્ટીઓમાં નજર આવતી હતી અને સિદ્ધાર્થ દિપીકાનો ફેશન શો અટેન્ડ કરતા હતાં.

બંને બે વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા. આ બે વર્ષમાં તે બંને એક સાથે ઘણીવાર જોવા મળ્યાં હતાં. દિપીકા સિદ્ધાર્થ માલ્યાની પ્રાઇવેટ પાર્ટી થી લઈને સોશિયલ ઈવેન્ટ સુધી નજર આવતી હતી. બાદમાં અચાનક તેમના બ્રેકઅપની ખબરો સામે આવી અને દિપીકાએ સિદ્ધાર્થની છીછોરી હરકતોને તેમના બ્રેકઅપનું કારણ બતાવ્યું.

હકીકતમાં ૨૦૧૧માં એક આઈપીએલની મેચ દરમિયાન સિદ્ધાર્થે દિપીકાને ભરેલા સ્ટેડિયમમાં બધાની વચ્ચે જ કિસ કરી લીધી હતી. આ વાતથી ખૂબ હંગામો થયો હતો અને દિપીકા સિદ્ધાર્થની આ હરકતથી ખૂબ જ નારાજ થઈ હતી.

તેના સિવાય એક બીજી ઘટના પણ તેમના અંતરનું કારણ બન્યું. એકવાર સિદ્ધાર્થ દિપીકાની સાથે બેંગ્લોરની તાજ હોટલ ગયા હતા. ત્યાં સિદ્ધાર્થે દિપીકાને હોટલનું બધું જ બિલ ચૂકવવા માટે કહ્યું. આ વાતથી દિપીકા એટલી બધી નારાજ થઈ ગઈ કે તેમણે પોતાની કોલ્ડ્રિંક્સ સિદ્ધાર્થના બીયરમાં ઉડાવી હતી અને ત્યાંથી નીકળી ગઈ હતી.

દિપીકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ઘણી જગ્યાએ સિદ્ધાર્થ એ પૈસાને લઇને ખુબ જ છીછોરી હરકતો કરી હતી જેના કારણે તેમને શરમાવવું પડ્યું હતું. આવા ઘણા કારણો હતા કે ત્યારબાદ મેં તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. વળી સિદ્ધાર્થ એ આ મામલા પર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દિપીકા ક્રેઝી મહિલા છે. મેં તેને કહ્યું હતું કે એકવાર મારા પિતા બધા જ કરજ ચૂકવી દે અને સરકાર તેમને છોડી દે તો હું તેમના બધા જ પૈસા ચૂકવી દઈશ પરંતુ તે માની નહી.

આમની સાથે પણ રહ્યું છે અફેર

સૌથી પહેલા દિપીકા પાદુકોણ જે વ્યક્તિના પ્રેમમાં પડી હતી તે છે નિહાર પાંડયા. બંનેની મુલાકાત એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી અને અહીંયાથી જ બન્નેની વચ્ચે પ્રેમની શરૂઆત થઇ હતી. તે સમયે દિપીકા નિહારની સાથે લિવ-ઇનમાં રહી હતી પરંતુ ત્રણ વર્ષના અફેર બાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. નિહાર પાંડયા બાદ દિપીકાનું નામ એક્ટર ઉપેન પટેલની સાથે જોડાયું પરંતુ તે રિલેશનશિપ પણ વધારે સમય સુધી ચાલી નહી.

ત્યારબાદ દિપીકાના જીવનમાં ક્રિકેટર યુવરાજ સિંહે એન્ટ્રી મારી. બંનેને સાથે ઘણી જગ્યાઓ પર ફરતા જોવામાં આવ્યા હતા. પરંતુ આ રિલેશન પણ લાંબા સમય સુધી ચાલી નહીં અને થોડા સમય બાદ જ બંને અલગ થઈ ગયા.

યુવરાજ પહેલા દિપીકાનું નામ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ જોડાઇ ચુક્યુ હતું. પરંતુ એવું કહેવામાં આવે છે કે તે પહેલાં જ દિપીકાના જીવનમાં યુવરાજ સિંઘની એન્ટ્રી થઇ ગઇ જેના કારણે ધોનીએ દિપીકાથી અંતર બનાવી લીધું અને તેની સાથે સંબંધ તોડી નાખ્યો.

આ સિવાય દિપીકાનું લવ અફેર કશ્મીર હેન્ડસમ હંક અને બોલિવૂડ એક્ટર મુજામિલ ઇબ્રાહિમ સાથે પણ જોડાયું. પરંતુ બીજા રીલેશનશીપની જેમ જ તેમનો આ સંબંધ પણ વધારે સમય સુધી ચાલી શક્યો નહી. ત્યારબાદ દિપીકાની મુલાકાત થઇ રણબીર કપૂર સાથે. બંનેએ “બચના એ હસીનો” ની શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

દિપીકા રણબીરને લઈને ખુબ જ ગંભીર હતી ત્યાં સુધી કે તેમણે પોતાના ગળા પર RK નું ટેટુ પણ બનાવી લીધું હતું. પરંતુ બાદમાં બંને અલગ થઇ ગયા અને તેની જવાબદાર કેટરીના કૈફને ગણવામાં આવી. દિપીકાને જાણ થઈ કે રણબીર તેમને કેટરિનાને લઈને ચીટ કરી રહ્યા છે અને આ જ તેના બ્રેકઅપનું કારણ બન્યું.

રણબીર સાથે બ્રેકઅપ બાદ દિપીકા એકલી થઈ ગઈ. વારંવાર પ્રેમમાં મળેલી નિરાશાના કારણે તે ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી. તેવામાં તેમની લાઇફમાં રણવીર સિંહની એન્ટ્રી થઇ. તે દિપીકા ને ખુબ જ પ્રેમ કરતા હતા અને દિપીકા પણ તેમને પ્રેમ કરવા લાગી હતી. પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ આખરે બંને એ લગ્ન કરી લીધા.