ગાંધીનગરની ગલીઓમાં બાળકો સાથે ક્રિકેટ રમ્યા રાશિદ ખાન, ગાંધીનગરનાં મેદાનમાં રાશિદ ખાને કરી છગ્ગા વાળી, જુઓ વિડીયો

રાશિદ ખાન ને ભારતીય ચાહકોનો ખુબ જ પ્રેમ મળે છે. આ જ કારણ છે કે તે ફેન્સ સાથે ઘણો સમય પણ પસાર કરે છે. આઇપીએલની આ શાનદાર સિઝનમાં ચાહકોને તેમનાં ફેવરિટ ખેલાડીઓ સાથે મળવાની તક મળી રહી છે. આ દરમિયાન ગુજરાત ટાઇટન્સનાં રાશિદ ખાન ફેન્સને મળ્યા હતાં. તે નાના છોકરાઓ સાથે ગલીઓમાં ક્રિકેટ રમ્યા હતાં. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

હકિકતમાં આ વીડિયોમાં અફઘાનિસ્તાનનાં અને આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સનાં ખેલાડી રાશિદ ખાન જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં રાશિદ ખાન બાળકો સાથે ગલી ક્રિકેટ રમી રહ્યા છે. તેની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ગુજરાતનાં ગાંધીનગરનો છે. રાશિદ ખાન ગુજરાતનાં ગાંધીનગરમાં બાળકો સાથે ગલી ક્રિકેટની મજા માણી રહ્યા છે.

ત્યારે ગાંધીનગરમાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમતા રાશિદ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર લોકો સતત કોમેન્ટ કરીને પોતાનો ફીડબેક આપી રહ્યા છે. ક્રિકેટ ચાહકોને રાશિદ ખાનની આ સ્ટાઇલ ખુબ જ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે રાશિદ ખાન સૌથી ઉદાર ક્રિકેટરોમાંથી એક છે. તેથી જ તે ગાંધીનગરમાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે રાશિદ ખાન આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમે છે. હાર્દિક પાંડયાની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઇટન્સે આઇપીએલ ૨૦૨૨ નો ખિતાબ જીત્યો હતો. ગુજરાત ટાઇટન્સની ટાઇટલ જીતમાં રાશિદ ખાનનો મહત્વનો ફાળો માનવામાં આવે છે. વળી હાલનાં સમયમાં પણ તેમણે ગુજરાત ટાઇટન્સ આઈપીએલ ૨૦૨૩ માં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. હાલમાં પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ ટોપ પર છે.

હાર્દિક પાંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સનાં ૧૨ પોઇન્ટ છે. રાશિદ ખાન આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે અને તે સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ ૯ મેચ રમી છે અને ૧૫ વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ ૨૦ ની આસપાસ રહી છે. તેમની ઈકોનોમી ૮.૫૫ રહી છે.

જરૂર પડવા પર તેમણે બેટથી પણ ધમાલ મચાવી છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને ખુબ જ ખુશ થઈ ગયા છે અને તેમણે વખાણ કરવાનું શરૂ કરી દીધું છે. તન્મય નામના એક યુઝરે લખ્યું કે, “ભારતમાં સૌથી વધુ પસંદ કરાયેલ અફઘાની”. અન્ય એક યુઝર રાહુલ શર્માએ લખ્યું કે, “સ્ટ્રીટ ક્રિકેટનાં નિયમ નંબર એક, “હંમેશાં પ્રથમ બેટિંગ કરો, પછી ભલે તમારું મુખ્ય કામ ટીમમાં બોલિંગ કરવાનું હોય. ઓકે… રાશિદ ખાન”.