રાશિફળ ૨ જાન્યુઆરી : શનિદેવનાં આશીર્વાદથી આજે આ ૬ રાશિઓનો થશે ભાગ્યોદય, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

Posted by

મેષ રાશિ

આજે તમારા જીવનના બધા જ પ્રકારનાં કષ્ટોનું નિવારણ થશે. પૈસાની લેવડદેવડ કરવાથી બચવું. પારિવારિક જીવન પણ ખુશનુમા રહેશે. મહેમાનોની અવરજવર રહી શકે છે. પરિવારમાં કોઈ ફંકશન કે પાર્ટીનું આયોજન થઇ શકે છે. વ્યવસાયના ક્ષેત્રમાં તેમની સાથે જોડાયેલ અનુભવી લોકો તરફથી તમને મદદ મળશે. તમારે પોતાના વ્યવહાર પર થોડું ધ્યાન આપવું પડશે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો.

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા લોકો આજે સંપૂર્ણ દિવસ તે કાર્યની પાછળ વ્યસ્ત રહેશે, જેમનો સંબંધ સરકારી કાર્યથી હશે. કામકાજની બાબતોમાં સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે પરંતુ તમારે થોડી વધારે મહેનત કરવી પડશે. સંબંધોમાં સકારાત્મકતા આવશે. આજે તમારે કોઇ સંબંધીના ઘરે અચાનક જવું પડી શકે છે. ઘરના વાતાવરણમાં થોડું પરિવર્તન આવશે. આવક માટે પણ સારો દિવસ છે. સખત મહેનત કર્યા બાદ સફળતાની પ્રાપ્તિ થશે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોએ પોતાની વિચારસરણીને સકારાત્મક રાખીને સાવધાનીપૂર્વક નિર્ણયો લેવા. પરિવારના લોકો પ્રત્યે તમારો પ્રેમ વધશે. તેમનો સહયોગ તમને દરેક કાર્યમાં મળશે. ખર્ચાઓમાં થોડો વધારો થઇ શકે છે. તમે આજના દિવસનો સંપૂર્ણ આનંદ લઇ શકશો. પોતાના ઇષ્ટદેવને પ્રણામ કરવા, સમાજમાં તમારા માન-સન્માનમાં વધારો થશે. ઘરથી અલગ રહેવા મજબૂર લોકો શરૂઆતમાં થોડી પરેશાનીનો સામનો કરી શકે છે. તમને પોતાના કાર્યક્ષેત્રથી સંબંધિત સારા સમાચાર મળી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના ઓફિસ વાળા લોકોએ પોતાની ઉપયોગીતા જાળવી રાખવી નહિતર ષડયંત્રના શિકાર થઈ શકો છો. કોઈ વાતને લઈને તમારી ખૂબ જ પ્રશંસા થશે અને ઊંચું પદ પ્રાપ્ત થઇ શકે છે. આવકમાં પણ વધારો થવાના સંકેત છે. આજે તમે સુખ-સુવિધાઓ પર ખૂબ જ ખર્ચ કરશો અને જીવનને આનંદપૂર્વક માણી શકશો. આર્થિક મોરચા પર પરિસ્થિતિઓ સુધરશે, જેના લીધે તમને થોડી રાહત મળશે.

સિંહ રાશિ

તમારું અટવાયેલું ધન પ્રયત્ન કરવા પર મળશે. યાત્રા, રોકાણ અને નોકરીમાં લાભ મળશે. માનસિક રૂપથી તમે પ્રસન્ન રહેશો. પરિવારમાં પણ ખુશીઓ આવશે. પ્રોપર્ટીથી લાભ મળી શકે છે. તમારી ઓફિસમાં તમને કોઈ કામથી યાત્રા પર મોકલવાની વાત ચાલી શકે છે. પ્રેમજીવન જીવી રહેલા લોકોને તેમના પ્રિયનો પુરો સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.

કન્યા રાશિ

બિનજરૂરી ઝંઝટનાં કારણે લાભકારી પ્રયાસો ઠંડા પડી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. જરૂરીયાતમંદને ભોજન કરાવવું. પારિવારિક મોરચા પર એક સહજ દિવસ તમને વધારે શાંતિનો અહેસાસ કરાવશે. તમે સામાજિક કાર્યોમાં આગળ ચાલીને ભાગ લેશો પરંતુ ધ્યાન રાખવું કે કોઈપણ પરેશાની વાળા કામથી તમારે બચીને રહેવું જોઈએ. મનમાં કોઈપણ પ્રકારની મૂંઝવણ રાખવી નહિ, તે તમારા માટે સારું રહેશે.

તુલા રાશિ

આજે તમે પોતાના બધા જ પ્રયાસોમાં સફળ રહેશો. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. અધૂરા કાર્યો સંપન્ન થશે. કોઈ શુભ સૂચના તમારા મનને પ્રસન્ન રાખશે. કોઇ નવા કાર્યને પ્રારંભ કરવા માટે આજે સમય અનુકૂળ છે. કોઈની સાથે વાત કરતા સમયે તમારે પોતાની વાણી પર સંયમ રાખવાની જરૂરિયાત રહેશે, નહિતર બની રહેલું કામ પણ બગડી શકે છે. સરકારી ક્ષેત્રમાં લાભ થવાની સંભાવના છે. તમારી અમુક ઈચ્છાઓની પૂર્તિ થશે.

વૃશ્ચિક રાશિ

વ્યવસાયમાં ઉન્નતિના અસર જોવા મળી રહ્યા છે. પરિજનોની સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. કાર્યમાં યશ મળશે. એકંદરે દિવસ મંગળમય રહેશે. તમને પિતા તરફથી કોઈ મોટો ઉપહાર મળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઇને આવશે. મિત્રો તરફથી તમને કોઈ કાર્યમાં સહયોગ મળશે, જેની તમે ક્યારેય કલ્પના પણ કરી નહી હોય. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે.

ધન રાશિ

અન્ય લોકોના મામલાઓમાં દખલગીરી કરવાની જગ્યાએ તમારે પોતાના કામ પર ધ્યાન આપવું. આજે આપવામાં આવેલા પૈસા પરત આવવાની સંભાવના ઓછી છે. શત્રુઓ પરાસ્ત થશે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં મહેમાનોનાં આગમનથી પ્રસન્નતા જળવાય રહેશે. તમને પોતાની મહેનતનું પૂરું ફળ મળશે. કાર્યક્ષેત્ર પર કામના ભારણના લીધે થાક મહેસુસ થશે. તમને પોતાના દૈનિક જીવનમાં અપાર સફળતા મળવાના યોગ નજર આવી રહ્યા છે.

મકર રાશિ

ધાર્મિક અને માંગલિક કાર્યોમાં વ્યસ્ત રહેવાની સંભાવનાઓ નજર આવી રહી છે. નવા સંપર્કો બનશે અને લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રથી લાભ મળશે. કાર્યક્ષેત્રમાં સહકર્મી તરફથી સહયોગ પ્રાપ્ત કરી શકશો. જો તમે આજે કોઈ સામાજિક સમારોહમાં જવા વિશે વિચારી રહ્યા હોય તો અવશ્ય જવું અને તેનો ફાયદો પોતાને ખુશ કરવા માટે ઉઠાવવો જોઈએ. સમસ્યાઓને ઉકેલવા માટે પણ તમારે થોડી શાંતિ જાળવી રાખવી જોઈએ. શેરબજારમાં રોકાણ કરી શકો છો.

કુંભ રાશિ

આજે તમારા વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. જીવનસાથી સાથે સામાન્ય તકરાર થઇ શકે છે. નોકરીમાં તમારા ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. દરેક કાર્ય મન લગાવીને કરવાથી તમને ફાયદો મળશે. તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. આજનો દિવસ આનંદ અને ઉલ્લાસમાં પસાર થશે. તમારે પોતાને ચીજોને સારી રીતે પ્રબંધિત કરવી જોઈએ. બધા જ કાર્યો ફળીભૂત થશે.

મીન રાશિ

આજે તમને કામકાજના મોરચા પર ધક્કો લાગી શકે છે. અભ્યાસ પ્રત્યે તમારે ધ્યાન આપવું પડી શકે છે. સમયના મહત્વને સમજીને કર્મ કરતા રહેવું, લાભ મળતો રહેશે. તમારે પોતાની વાત કહેવાની સાથે જ અન્ય લોકોની વાત પણ ધ્યાનથી સાંભળવી જોઈએ, તેનાથી તમને જ ફાયદો થશે. વાહન સુખ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ રહેશે. સ્વજનોની સાથે મતભેદ થવાની સંભાવના રહેલી છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *