આજનું રાશિફળ ૨૫ જુન ૨૦૨૩ : સોમવારનો દિવસ આ ૮ રાશિ વાળા લોકો માટે સંઘર્ષપુર્ણ રહેશે, આજે ખુબ જ સાંભળીને રહેવું પડશે

મેષ રાશિ : આજનો દિવસ તમારા માટે સુખમય રહેશે. આજે તમને દાંપત્યજીવનનો ભરપુર સહયોગ મળશે કારણકે આજે તમારા બંનેની વચ્ચે વાતચીત ખુબ જ સારી થશે અને તમે એકબીજાનાં સહયોગથી પોતાની તમામ સમસ્યાઓને સરળતાથી ઉકેલી શકશો. નાના વેપારીઓને આજે ધનની લેવડદેવડ કરતા પહેલા સાવધાની રાખવી પડશે નહીંતર તે કોઈ ખોટી લેવડદેવડમાં ફસાઇ શકે છે. નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે પોતાનાં ઉચ્ચ અધિકારીઓની કૃપાથી પ્રમોશન અથવા વેતનમાં વધારો જેવી કોઈ શુભ સુચનાં સાંભળવા મળી શકે છે. આજે તમે પોતાનાં કોઈ પ્રિયજન સાથે પોતાનાં સંતાનનાં વિવાહમાં આવી રહેલી સમસ્યાઓને શેર કરશો.

વૃષભ રાશિ : આજનો દિવસ તમારા માટે આર્થિક દ્રષ્ટિકોણથી મજબુત રહી શકે છે કારણકે આજે તમને પોતાનાં વ્યવસાયમાં નાના-મોટા લાભનાં અવસર મળતા રહેશે, જેને ઓળખીને તમારે તેમનાં પર અમલ કરવો પડશે ત્યારબાદ તમને ધન લાભ થશે, જેનાં લીધે તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે અને તમે પોતાની અને પોતાનાં પરિવારનાં સદસ્યોની મહત્વકાંક્ષાઓની પુર્તિ કરવામાં પણ સફળ રહેશો. આજે તમારે અગાઉ કરવામાં આવેલ કોઈ ભુલનાં લીધે પરિવારનાં કોઈ સદસ્યની માફી માંગવી પડી શકે છે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં જીવનસાથીને લઈને સાસરિયા પક્ષનાં લોકોને મળવા માટે જઇ શકો છો જ્યાં તમારે પોતાનાં મનની વાત કોઇની સાથે પણ શેર કરવાથી બચવું પડશે.

મિથુન રાશિ : આજે તમારા વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી કરવામાં આવેલા પ્રયાસો ફળીભુત થશે. આજે તમારા અંગત સુખમાં અમુક અડચણો આવી શકે છે, જેનાં લીધે તમે પરેશાન રહેશો અને આજે તમને કોઇ નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાં લીધે તમારે આકસ્મિક યાત્રા પર પણ જવું પડી શકે છે. આજે તમારા પરિવારનું વાતાવરણ અશાંતિપુર્ણ રહેશે કારણકે તમારા પરિવારનાં સદસ્યો વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે નહી, જેનાં લીધે વડીલ સદસ્ય પણ નિરાશ થશે. આજે તમારે પોતાનાં કોઈ મિત્ર માટે અમુક પૈસાની વ્યવસ્થા પણ કરવી પડી શકે છે. આજે સાંજ નો સમય તમે પોતાનાં માતા-પિતાની સેવામાં પસાર કરી શકો છો.

કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે સ્વાસ્થ્યનાં દ્રષ્ટિકોણથી પરેશાની વાળો રહી શકે છે તેથી આજે તમારે પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે કારણકે આજે અમુક ઋતુઓની બિમારીઓ તમને પોતાની ચપેટમાં લઈ શકે છે, જેનાં લીધે તમે પરેશાન રહેશો પરંતુ તમે યોગ અને વ્યાયામથી તેને દુર કરવામાં સફળ રહેશો. આજે તમારે પોતાનાં સાસરિયા પક્ષનાં કોઇપણ વ્યક્તિને ધન ઉધાર આપવાથી બચવું પડશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોએ આજે પોતાનાં સાથી સાથે વાતચીત કરતા સમયે પોતાની વાણી પર મધુરતા રાખવી પડશે નહીંતર બાદમાં તેમને કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે તમે પોતાનાં લાંબા સમયથી અધુરા રહેલા કાર્ય માટે પ્રયાસ કરશો અને તેને પુર્ણ કરીને જ રાહતનો શ્વાસ લેશો.

સિંહ રાશિ : આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહી શકે છે તેથી આજે તમારે પોતાનાં બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે ત્યારે જ તમે પોતાની આર્થિક સ્થિતિને મજબુત બનાવી શકશો નહીંતર તમારા ધન કોષમાં ઘટાડો થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય આજે તમને ભરપુર માત્રામાં મળી શકે છે. આજે તમારે પોતાનાં વ્યવસાયની કોઈપણ ડીલ પોતાનાં કોઈપણ પરિજનની સલાહ લઈને જ ફાઇનલ કરવી, નહીંતર તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સામાજિક ક્ષેત્રમાં કાર્યરત લોકોને પણ આજે કોઈ શુભ સુચના સાંભળવા મળી શકે છે. આજે તમે સાંજનાં સમયે તમે પોતાની માતાજીને પિયર પક્ષનાં લોકો સાથે મુલાકાત કરાવવા માટે લઈ જઈ શકો છો.

કન્યા રાશિ : આજે તમે પોતાની બુદ્ધિ અને વિવેકથી નિર્ણય લઈને પોતાનાં શત્રુઓને પરાસ્ત કરી શકશો, જેનાં લીધે તે પરેશાન રહેશે. આજે તમારી બુદ્ધિ તમને ચારેય તરફથી માન-સન્માન અપાવશે. પારિવારિક દાયિત્વની પુર્તિ થવાથી આજે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમને શાસન અને સત્તાનો પણ ભરપુર સહયોગ મળી શકે છે. આજે તમારા પોતાનાં કોઈ પરીજનનાં સ્વાસ્થ્યમાં ખરાબી આવવાનાં લીધે તમારું મન થોડું દુઃખી રહેશે પરંતુ સાંજ સુધીમાં તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો આવી જશે. જો આજે તમારે પોતાની માતાજી સાથે કોઈ વાદવિવાદ થાય છે તો તમારે તેમાં પોતાની વાણી પર મધુરતા રાખવી પડશે.

તુલા રાશિ : આજનો દિવસ તમારા માટે મધ્યમરૂપથી ફળદાયક રહેશે. આજે તમારી પારિવારિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે તેમનું કોઈ મનપસંદ કાર્ય મળી શકે છે, જેનાં લીધે તે પ્રસન્ન રહેશે પરંતુ તેમણે પોતાનાં જુનિયર સાથે ખરાબ વ્યવહાર કરવાથી બચવું પડશે નહીંતર તેમણે પોતાનાં સિનિયર તરફથી ઠપકો સાંભળવો પડી શકે છે. જો તમારું કોઇ કાયદાકીય કાર્ય લાંબા સમયથી ચાલી રહ્યું હતું તો તેમાં પણ આજે તમને વિજય પ્રાપ્ત થઇ શકે છે. આજે તમને પોતાનાં કોઈ પરિજન તરફથી સમયસર મદદ ના મળવાનાં લીધે તમે નિરાશ રહેશો.

વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારા માટે ઉત્તમરૂપથી ફળદાયક રહેશે કારણકે સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોનાં વેતનમાં વધારો થઈ શકે છે, જેનાં લીધે તે પ્રસન્ન રહેશે અને તેમનાં પોતાનાં પરિવારનાં સદસ્યો દ્વારા પણ કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરવામાં આવી શકે છે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં મિત્રો સાથે જુની ચાલી રહેલ ગેરસમજણ દુર કરશો. આજે વિદ્યાર્થીઓને પણ શિક્ષણનાં ક્ષેત્રમાં સફળતા મળવાની પુરી સંભાવનાં રહેલી છે. જે લોકો ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરી રહ્યા છે, તેમણે આજે પોતાનાં પાર્ટનરની વાત સમજવી પડશે નહીંતર ભવિષ્યમાં તે તેમનાં માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે.

ધન રાશિ : આજનો દિવસ તમારા માટે કોઈ સંપત્તિ પ્રાપ્તિ માટેનો દિવસ રહેશે. જે લોકો કોઈ મકાન, દુકાન, ફલેટ, પ્લોટ વગેરેની ખરીદી કરવા જઈ રહ્યા છે તો તેમનો તે સોદો આજે ફાઇનલ થઇ શકે છે, જેનાં લીધે તે પ્રસન્ન થશે અને તેમનાં મનમાં રહેલી ઇચ્છા પુરી થશે. નવવિવાહિત જાતકોને આજે કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. આજે તમે પોતાનાં માતાજી દ્વારા સોંપવામાં આવેલ કોઈ કાર્યને સમયસર પુર્ણ કરશો. જો આજે તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તેમાં તમારે પોતાનાં પિતાજીનાં આશીર્વાદ લઈને શરૂઆત કરવી, તો તેમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે.

મકર રાશિ : આજનાં દિવસે તમે પોતાની દૈનિક આવશ્યકતાઓની પુર્તિ માટે પણ અમુક ધન ખર્ચ કરશો પરંતુ તમારે ત્યાં ધ્યાન આપવું પડશે કે તમારે પોતાની આવકને ધ્યાનમાં રાખીને જ ખર્ચાઓ કરવા નહિતર બાદમાં તમારે પસ્તાવું પડી શકે છે. જો તમારા સ્વાસ્થ્યમાં કોઈ કમી ચાલી રહી હતી તો આજે તેમાં સુધારો થઈ શકે છે, જેનાં લીધે તમારું મન પણ પ્રસન્ન રહેશે અને તમે પોતાનાં કાર્ય તરફ ધ્યાન આપી શકશો. જે લોકો કોઈની પાસેથી ધન ઉધાર લેવાનું વિચારી રહ્યા છે તો તે તેમને આજે સરળતાથી મળી જશે. પોતાનાં ઘરથી દુર નોકરી કરી રહેલા લોકોને આજે પોતાનાં પરિવાર સાથે મળવાનો અવસર મળી શકે છે, જેનાં લીધે તે પ્રસન્ન રહેશે.

કુંભ રાશિ : આજનો દિવસ તમારા માટે મિશ્રિતરૂપથી ફળદાયક રહેશે. આજે તમે પોતાનાં સંતાનનાં શિક્ષણને લઈને થોડા ચિંતિત રહી શકો છો, જેનાં લીધે તમે પોતાનાં ગુરુજન અથવા પરિવારનાં કોઈ વડીલ સદસ્ય સાથે વાતચીત કરી શકો છો. જે લોકો વિદેશમાં શિક્ષા ગ્રહણ કરવા માંગે છે, તેમને પણ આજે અમુક સારા અવસર મળી શકે છે. આજે તમને પોતાનાં વ્યવસાયમાં આકસ્મિક ધન લાભ થવાનાં લીધે તમે ખુબ જ પ્રસન્ન રહેશો, જેનાં લીધે આજે તમે ખુબ જ ખર્ચાઓ કરી શકો છો પરંતુ તમારે આવું કરવું નહી, નહીંતર ભવિષ્યમાં તમારે ધન માટે પરેશાન થવું પડી શકે છે.

મીન રાશિ : રોજગારની દિશામાં કાર્યરત લોકો માટે આજનો દિવસ ખુબ જ સારો પસાર થશે કારણકે તેમને આજે તેમનાં મન મુજબ કોઈ સારો અવસર મળી શકે છે. રાજકારણની દિશામાં કાર્યરત લોકો એ આજે પોતાનાં ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે નહીંતર તે તેમનાં માટે કોઈ નવી સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. આજે તમને પોતાનાં સંતાન તરફથી કોઈ પ્રસન્નતાદાયક સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાં લીધે તમે પ્રસન્ન રહેશો. આજે તમારી વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. આજે તમારે પોતાનાં જીવનસાથી સાથે થોડી તકરાર થઈ શકે છે, જો આવું થાય છે તો તમારે તેમને મનાવવાની પુરી કોશિશ કરવી જોઈએ.

નોંધ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૪ માર્ચ ૨૦૨૨ થી અમુક વિભિન્નતા હોય શકે છે. સંપુર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.