રાશિફળ ૪ નવેમ્બર : ગણેશજીની કૃપાથી આજે આ ૪ રાશિઓ માટે બની રહ્યા છે અપાર ધન લાભનાં યોગ

Posted by

મેષ રાશિ

આજે તમારી સમસ્યાઓ તમારા માનસિક સુખને નષ્ટ કરી શકે છે. મુસાફરીની સ્થિતિ સુખદ રહેશે. તમારા પરાક્રમ અને સાહસમાં વધારો થશે. સમાજમાં માન-સન્માન મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને આનંદનું વાતાવરણ જળવાયેલું રહેશે, પરંતુ મધ્યાહન પછી પરિસ્થિતિમાં તમને પ્રતિકૂળતા જોવા મળશે. આર્થિક યોજના ફળીભૂત થશે. જીવનસાથી તરફથી તમને ભરપૂર સહયોગની પ્રાપ્તિ થશે.

વૃષભ રાશિ

જો આર્થિક સ્થિતિ પર યોગ્ય ધ્યાન રાખવામાં ના આવ્યું તો નુકશાન ભોગવવું પડી શકે છે. મનમાં ક્રોધ અને આવેશની ભાવના રહેવાથી તમારે લોકોની સાથે ખૂબ જ સંભાળીને વ્યવહાર કરવો પડશે. વ્યક્તિ વિશેષના કારણે તણાવ મળશે. સ્વાસ્થ્ય અને પ્રતિષ્ઠાના પ્રત્યે સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓ માટે એક લાભદાયક દિવસ રહેશે કારણકે તમારા અટવાયેલા નાણા પરત મળશે. બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાના કરિયરને આજે એક નવો વળાંક આપશે.

મિથુન રાશિ

તમારા આજના દિવસનો પ્રારંભ શારીરિક અને માનસિક સ્વસ્થતાની સાથે થશે. આવનાર દિવસો તમારા જીવન માટે ખૂબ જ શુભ સાબિત થશે. અન્ય લોકો પાસેથી સહયોગ મેળવવામાં સફળ રહેશો. બહારના સંબંધોથી લાભ મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ કે સમાજના ઉચ્ચ વર્ગના લોકો સાથે સંપર્ક વધશે. નજીકના સંબંધો મજબૂત બનશે. નોકરીમાં તમને ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થઇ શકે છે. વિદ્યાર્થીઓના પ્રગતિના માર્ગમાં આવનારી અડચણો દૂર થશે.

કર્ક રાશિ

આજે તમારે ભાગ્યથી પ્રાપ્ત સારી-ખરાબ બધી જ પરિસ્થિતિઓ સાથે સમાધાન કરવું. અમુક નવી વ્યવસ્થાઓ સામે આવશે. મહિલા અધિકારી કે ઘરની મુખ્ય મહિલાનો સહયોગ મળશે. સારો સમય ચાલતો હોવા છતાં પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય ખૂબ જ પરેશાન કરી શકે છે. મૂડી રોકાણ કરનાર લોકોએ ખૂબ જ કાળજીપૂર્વક રોકાણ કરવું. આજે કોઈ નવા કાર્યનો પ્રારંભ કરવો નહી. લેખનકાર્યથી ધન લાભ થશે.

સિંહ રાશિ

પાછલા ઘણા સમયથી જે ગેરસમજણના લીધે તમારા સંબંધો યોગ્ય રીતે ચાલી રહ્યા ના હતા તે હવે આજે દૂર થઈ શકે છે. ફરીથી કોઈ ગેરસમજણ ઉભી ના થાય તેનું વિશેષ ધ્યાન રાખવું. પ્રયત્ન કરેલ દરેક કાર્યોમાં તમને સફળતા જરૂર મળશે. પરિશ્રમથી વધારે લાભ પ્રાપ્ત થવાની સંભાવના રહેલી છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. માતા-પિતા તરફથી પણ સહયોગ મળશે. મિત્રો અને શુભેચ્છકોના મિલનથી તમને આનંદ થશે.

કન્યા રાશિ

વાતચીત કરતાં સમયે કોઈની સાથે ઉગ્રતાપૂર્ણ શબ્દોનો પ્રયોગ કરવો નહી. તમારી તમામ ઈચ્છાઓ પૂરી થવાનો સમય છે. વ્યવસાય પ્રતિષ્ઠા વધશે પરંતુ દાંપત્ય જીવનમાં તણાવ મળી શકે છે. આજે તમારા તમામ કાર્ય ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે. નવા વ્યવસાયનો યોગ બની રહ્યો છે. તમે પોતાની વાતોને ખૂબ જ પ્રભાવશાળી રીતે રાખવામાં સફળ રહેશો. અચાનક ધન લાભ કે ધન હાનિની સંભાવના બની રહી છે. વિદ્યાર્થીઓ માટે આ ઉત્તમ સમય ચાલી રહ્યો છે.

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકોને આજે ભાગ્યનો પૂર્ણ સાથ પ્રાપ્ત થશે. પોતાના ઉત્સાહની સાથે તમે આસપાસ દરેકને પ્રભાવિત કરવામાં પણ સક્ષમ રહેશો. મનને શાંત કરવા માટે ભગવાન શ્રીરામનું ધ્યાન કરવું. શુભ સમાચાર પ્રાપ્ત થશે અને ધન લાભ થશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે પરંતુ રોકાણ સમજી વિચારીને કરવું. સંતાનના પ્રત્યે થોડુ સાવચેત રહેવું. પરિવારને સમય આપવો. કોઈ પ્રિય વ્યક્તિની સાથે ફરવા જઈ શકો છો.

વૃશ્ચિક રાશિ

આજે ઘર સાથે જોડાયેલી યોજનાઓ પર વિચાર કરવાની જરૂરિયાત છે. મન પ્રસન્ન રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાના યોગ બની રહ્યા છે. ધાર્મિક કાર્યોની તરફ રુચિ વધી શકે છે. દાંપત્યજીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને થોડી સાવચેતી રાખવાની જરૂરિયાત છે. રોકાણ કરતાં સમયે સાવધાની રાખવી. એક્સપર્ટની સલાહ લીધા બાદ જ કોઈ જગ્યાએ રોકાણ કરવું. તાજગી મહેસુસ થશે અને કામ કરવાની ઊર્જામાં વધારો થશે. સ્ત્રી મિત્ર તરફથી હાનિ પહોંચી શકે છે.

ધન રાશિ

જો આજે તમે વ્યવસાયમાં રોકાણ કરી રહ્યા છો તો તે તમારા માટે શુભ સાબિત થશે. ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવાના યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં લાભ થશે. સ્વાસ્થ્યના વિશે વિચારી શકશો. બહારની ખાણી-પીણીથી બચવું. વાહન ચલાવતા સમયે સાવચેત રહેવું. જો તમે ગ્લેમર કે મીડિયા જગત સાથે જોડાયેલા છો તો સન્માન મળી શકે છે. ભાગ્ય તમારી સાથે છે. પરિવારના સદસ્યોની સાથે મતભેદ ના થાય તેનું વિશેષ ધ્યાન રાખવું. નવા કાર્યના પ્રારંભમાં નિષ્ફળતા મળશે.

મકર રાશિ

જીવનસાથી પાસેથી સહયોગ અને સાનિધ્ય મળશે. ખાણી-પીણીમાં સંયમ રાખવાની આવશ્યકતા છે. તમને મળી રહેલી સૂચનાઓ પર તુરંત વિશ્વાસ કરવો ઉચિત રહેશે નહી. તમને કોઈ લાલચ આપવાની કોશિશ કરશે, જેનાથી તમારે બચવું પડશે. આળસનો ત્યાગ કરીને વિવેકપૂર્ણ રીતે કામ કરવું. સંતાન તરફથી ચાલી રહેલી ચિંતાઓમાંથી છુટકારો મળશે. જમીન-સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે. વકીલ પાસે જઈને કાનૂની સલાહ લેવા માટે આજે સારો દિવસ છે. ભાવુકતા પર નિયંત્રણ રાખવું.

કુંભ રાશિ

આજે નવું વાહન ખરીદવાનો યોગ છે. તમારા અનુકૂળ યોગ્ય પરિણામો માટે સક્રિયતા અને નિશ્ચિતતાની આવશ્યકતા રહેશે. પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે અને મિત્રોનો સહયોગ મળશે. સંપત્તિમાં લાભ થશે અને કોર્ટના નિર્ણયમાં તમને ન્યાય મળશે. જીવનસાથીને લઈને ચિંતામાં રહેશો. વ્યવસાયનું વિસ્તરણ કરી શકો છો. તમને કોઈ પાસેથી ધન મળવાના અણસાર છે. પારિવારિક મતભેદ વધશે. પિતા સાથે વૈચારિક મતભેદ અને અમુક કષ્ટ મળી શકે છે.

મીન રાશિ

આજના દિવસની શરૂઆત બેચેની સાથે થઈ શકે છે. પરિવારને થોડો સમય આપવો. દૈનિક કાર્યોમાં અમુક પરેશાની આવી શકે છે પરંતુ આજે તમને પ્રમોશન મળવાના રસ્તા ખુલશે. માતા ની સાથે સારો સમય પસાર કરી શકશો અને નવું વાહન ખરીદી શકો છો. ઉતાવળમાં કોઈપણ નિર્ણય ના લેવો. આર્થિક મામલાઓમાં તમને ચિંતા રહેશે. ઘરનું વાતાવરણ પણ થોડું પરેશાનીઓથી ભરેલું રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યના વિષયમાં ચિંતા રહેશે.

નોટ : તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૪ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *