રાશિફળ ૫ એપ્રિલ : સોમવારે સૂર્યની જેમ ચમકશે આ ૫ રાશિઓનું ભાગ્ય, દરેક કાર્યમાં મળશે સફળતા

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. કાર્યક્ષેત્રમાં અમુક અડચણો આવવાના યોગ બની રહ્યા છે પરંતુ જો તમે સમજદારીપૂર્વક કાર્ય કરશો તો તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. જો આજે તમે કોઈને પૈસા ઉધાર આપો છો તો તે પરત આવવાની સંભાવના ઓછી રહેશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગિતા પરીક્ષા આપવા દરમિયાન અમુક અસુવિધા થઈ શકે છે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરવા વિશે વિચારી રહ્યા છો તો તે તમારા માટે ઉત્તમ રહેશે. આજે તમારે પૈસાની લેવડદેવડમાં પણ સાવધાની રાખવી પડશે. સાંજના સમયે વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી.

વૃષભ રાશિ

જો તમે નોકરી કરી રહ્યા છો તો આજે તમારે પોતાના અધિકારી વર્ગ સાથે સારા સંબંધો રાખવા પડશે અને પોતાની વાણી પર નિયંત્રણ રાખવું પડશે, ત્યારે જ તમને સફળતા મળતી નજર આવી રહી છે. આજનો દિવસ તમારી પારિવારિક સંપત્તિમાં વધારો કરવાનો રહેશે અને વિરોધીઓ પ્રશસ્ત થશે. આજે તમારા પરિવારના ખર્ચાઓ અચાનકથી વધી શકે છે, જે તમારા માટે માનસિક તણાવ પેદા કરી શકે છે પરંતુ તમારે આર્થિક સ્થિતિનું ધ્યાન રાખીને જ ખર્ચાઓ કરવા પડશે નહીંતર તમે ભવિષ્યમાં આર્થિક સંકટની ચપેટમાં આવી શકો છો. આજે તમને રાજનીતિક સહયોગ મળશે અને તમારા અટવાયેલા સરકારી કાર્ય પણ પૂર્ણ થશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળદાયી રહેશે. જીવનસાથીની સાથે સારો સમય પસાર કરી શકશો અને પરિવારની સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો. નાના બાળકો ખૂબ જ ખુશ નજર આવશે. આજે તમને ધનની બાબતમાં સાસરીયા પક્ષ તરફથી થોડો તણાવ મળી શકે છે તેથી સાવધાન રહેવું. વાતાવરણમાં પરિવર્તનના કારણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું નહીતર તમારે શારીરિક કષ્ટનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાય માટે કરવામાં આવેલી યાત્રા સફળતાદાયક રહેશે અને તમારી કોઈ નવી ડીલ ફાઇનલ થઇ શકે છે. સાંજનો સમય આજે તમે પોતાના મિત્રોની સાથે મોજ-મસ્તીમાં પસાર કરશો.

કર્ક રાશિ

આજનો દિવસ લવમેરેજ કરવાં માંગતા જાતકો માટે ઉત્તમ રહેશે. શરૂઆતમાં અમુક અવરોધ આવશે પરંતુ અંતમાં તમામ લોકો તમારી વાતો સાથે સહમત નજર આવશે. દાંપત્યજીવન સુખમય રહેશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થવાના સંકેત મળી રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો સાર્થક થશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને ડોક્ટર પાસે ચેકઅપ કરાવતા રહેવું. જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવા માંગો છો તો તેમના માટે આજે યોગ્ય દિવસ નથી.

સિંહ રાશિ

આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે ગુરુજનોની મદદથી ભવિષ્યની રણનીતિ બનાવવા માટેનો રહેશે. રોજગારની દિશામાં કરવામાં આવેલ પ્રયાસોમાં આજે સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં તમારા પ્રોજેક્ટ સમય પહેલાં પૂર્ણ થવાથી તમારા પ્રભાવમાં વધારો થશે. મિત્રોની સાથે કરવામાં આવેલી યાત્રા સુખદ અને લાભપ્રદ રહેશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ ઉપહાર લાવી શકે છે. જરૂરી કાર્યોને પુરા કરવા માટે અન્ય લોકોનો સહયોગ લેવામાં સફળ રહેશો. સાંજના સમયે તમે પોતાના માતા-પિતાને નાની યાત્રા પર લઈ જઈ શકો છો.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે થોડા ખર્ચાઓ અને ભાગદોડ ભરેલો રહેશે. આજે તમારે પોતાના પરિવારની આવશ્યકતા માટે ધન ખર્ચ કરવું પડી શકે છે. આજે તમારે બહારની ખાણીપીણી પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર તમને પેટમાં દુખાવાની ફરિયાદ થઇ શકે છે. જીવનસાથી તમારી રચનાત્મક ક્રિયાથી પ્રભાવિત થશે અને જરૂરી કાર્યોમાં તમારી સલાહ લેશે, જેના લીધે તમારું પ્રેમજીવન સુખમય રહેશે. આજે તમે ધાર્મિક ક્રિયાકલાપોમાં પણ ભાગ લેશો, જેમાં ધન ખર્ચ પણ થશે પરંતુ તેનાથી તમારી કીર્તિમાં વધારો થશે. સંતાનના ભવિષ્યના પ્રત્યે જે તમારા મનમાં ચિંતા હતી, તે આજે સમાપ્ત થશે.

તુલા રાશિ

આજે તમારા દ્વારા રાજકરણની દિશામાં કરવામાં આવેલ પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત થશે, સારું જન સમર્થન મળશે, શાસન સત્તાનો સહયોગ પણ મળશે અને ભવિષ્યમાં તમને તેમનાથી સારો લાભ પણ થશે. આજે તમારે પોતાની આવક અને ખર્ચાઓમાં સંતુલન જાળવી રાખવું પડશે નહીંતર તમારા ધન કોષમાં પણ કમી આવી શકે છે અને ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ પરિણામ પ્રાપ્ત થશે. આજે તમારું સામાજિક વર્તુળ પણ વધેલું નજર આવશે. જો તમારા પરિવારમાં કોઈ કલેશ ચાલી રહ્યો છે તો તે આજે ફરીથી ઉત્પન્ન થઈ શકે છે અને તમને પરેશાન કરી શકે છે.

વૃશ્ચિક રાશિ

જે લોકો વિદેશમાં વ્યવસાય કરી રહ્યા છે, તેમના માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા નેતૃત્વમાં કરવામાં આવેલ કાર્યોમાં તમને સફળતા મળશે અને અધિકારીઓ અને સાથીઓની વચ્ચે તમારી છબીમાં પણ સુધારો આવશે. જીવન સુખમય રહેશે પરંતુ તમારે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે અને તમારે જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે ત્યારે જ તે તમારી સાથે તાલમેલ જાળવીને આગળ વધશે. જો આજે તમે કોઈ મોટું રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તો કોઇ વિશેષજ્ઞની સલાહ લઈને જ કરવું ત્યારે જ સફળતા પ્રાપ્ત થશે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લઇને આવશે. વિદ્યાર્થીઓ માટે વિદેશમાં શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સમય સારો છે પરંતુ નોકરી સાથે જોડાયેલ વિદ્યાર્થીઓએ પોતાના કાર્યમાં એકાગ્રતા બનાવી રાખવી પડશે અને પોતાની વાણીથી અધિકારીઓને પ્રસન્ન કરવા પડશે. જો કોઈ સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે કોઈ મોટા અધિકારીની મદદથી સમાપ્ત થશે. વ્યવસાયમાં ધન આગમન થવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મામા પક્ષ તરફથી ધન લાભ થવાની સંભાવના નજર આવી રહી છે. આજે સાંજના સમયે તમે પોતાની માતા માટે કોઈ ઉપહાર પણ લઈ શકો છો.

મકર રાશિ

આજના દિવસે તમે પોતાના વ્યવસાયમાં સારી ઇચ્છાશક્તિ અને સંકલ્પના કારણે સારો લાભ પ્રાપ્ત કરશો અને મિત્રોના સહયોગથી વ્યવસ્થાની યોજનાને આજે બળ મળશે. આજે તમારે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાના શત્રુઓથી સાવધાન રહેવું પડશે કારણકે તે દરેક સંભવ તમને પરેશાન કરવાની કોશિશ કરશે પરંતુ તમારે પોતાના કામ પર ધ્યાન આપવાનું રહેશે, બિનજરૂરી વાતોમાં પોતાનો સમય બગાડવો નહિ અને સતર્ક રહેવું. પરિવારની વ્યવસ્થાને જાળવી રાખવા માટે સમય કાઢવામાં સફળ રહેશો. સાંજના સમયે તમે પોતાના મિત્રોની સાથે કોઇ માંગલિક સમારોહમાં જઈ શકો છો.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે વ્યવસાયમાં લાભની સ્થિતિઓ ઉત્પન્ન થશે અને તમને નવા નવા અવસર પ્રાપ્ત થશે, જે તમારા વ્યવસાયને ચરમસીમા સુધી પહોંચાડશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોજગારની દિશામાં પ્રયાસ કરી રહેલા લોકોને સફળતા મળશે. જીવનસાથીનો આજે તમને ભરપૂર સહયોગ મળશે. પ્રેમ જીવન આનંદમય રહેશે. ચિકિત્સા સાથે જોડાયેલા જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. સંતાનના સ્વાસ્થ્યમાં કમી આવી શકે છે, તેથી તેમની બહારની ખાણી-પીણી પર ધ્યાન રાખવું.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળદાયી રહેશે. જો તમારે કોઈ મામલો કોર્ટ-કચેરીમાં ચાલી રહ્યો છે તો તેમાં આજે તમને સફળતા મળશે, તેમાં તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષામાં આવી રહેલી અડચણો સમાપ્ત થશે, જેના લીધે તેમની સફળતાના માર્ગ પ્રશસ્ત થશે પરંતુ તમારે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું નહીતર તમને હાનિ પહોંચી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. જો કોઈ પ્રકારનું રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તો તેમના માટે ઉત્તમ દિવસ રહેશે. સાસરિયા પક્ષના કોઇ વ્યક્તિ સાથે આજે વૈચારિક મતભેદ થઈ શકે છે પરંતુ તેમાં જીવનસાથી તમારા પક્ષમાં નજર આવશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૫ એપ્રિલ ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *