રાશિફળ ૫ નવેમ્બર : આ ૭ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે આજનો દિવસ, તમામ કાર્યો સફળતાપૂર્વક થશે પૂર્ણ

Posted by

મેષ રાશિ

આજે તમને અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિના નવા રસ્તા ખુલશે, પ્રમોશનના યોગ બની રહ્યા છે. કર્મનિષ્ઠ થઈને હાથ પર લેવાયેલા કામને પૂર્ણ કરવાના પ્રયાસ કરવા. ગુસ્સાથી બચવું પડશે. નાની-નાની વાતો પર ગુસ્સો આવી શકે છે. ગુસ્સો કરવો ઉચિત નથી. સરકારી કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થશે. સામાજિક દ્રષ્ટિકોણથી તમારું માન-સન્માન વધશે. ધનનાં રોકાણ માટે સમય અનુકૂળ છે. તમારા દ્વારા કોઈ ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન થશે.

વૃષભ રાશિ

આજે બહાર ખાવા-પીવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે. ઘરની સજાવટમાં આજનો દિવસ પસાર થશે. કોઈની સાથે નકામી દલીલ કરવી નહી. આજે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારીઓ માટે સમય ઉત્તમ છે. તમારા તમામ દુઃખ-દર્દ દૂર થઈ જશે અને ખુશીઓનો વરસાદ આવશે. આર્થિક ઉન્નતિની સાથે માનસિક અને ભૌતિક ઉત્થાન થશે. આજે યાત્રા કરતાં પહેલાં પોતાના સામાનને યોગ્ય રીતે તપાસી લેવો.

મિથુન રાશિ

આજે કોઈ નજીકનો મિત્ર તમને સાથ આપશે. ખર્ચ કરતા સમયે સાવધાની રાખવી. ધન લાભના યોગ બની રહ્યા છે પરંતુ કોઈને પણ પૈસા ઉધાર દેવાથી બચવું. આજના દિવસે તમારે થોડી સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે અને લાંબી યાત્રાથી લાભ મળશે. પિતાનો સહયોગ મળશે અને ભાગ્ય પણ તમને સાથ આપશે. ઘર, કાર્યાલય કે વ્યાવસાયિક સ્થળ પર ઉપરી કર્મચારીઓનો વ્યવહાર નકારાત્મક રહેશે.

કર્ક રાશિ

પરિવારનાં સદસ્યોની સાથે મતભેદ થવાની સંભાવના રહેલી છે. માન-સન્માનમાં વધારો થશે. નવા લોકો સાથે મુલાકાત થશે. આજે ક્રોધથી બચવું પડશે. તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. આજે માનસિક તણાવના શિકાર થઈ શકો છો, તેથી પોતાના માટે સમય કાઢશો તો સારું રહેશે. સંતાનો માટે ચિંતા ઉપસ્થિત થશે. શારીરિક અને માનસિક અસ્વસ્થતાથી તમે વ્યગ્ર રહેશો.

સિંહ રાશિ

ઉચ્ચ શિક્ષણ માટે યાત્રા પર જઈ શકો છો. સિંહ રાશિવાળા લોકો માટે સમય સારો રહેશે. દિવસભર ઉતાર-ચઢાવ રહેશે. તમારો મૂડ બદલાતો રહેશે. આવકમાં વધારો થવાની સંભાવના રહેલી છે. શિક્ષાના ક્ષેત્રમાં સારા પરિણામ મેળવી શકશો. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના રહેલી છે. ધનનાં માર્ગમાં અનેક અવરોધો આવશે. સ્વાસ્થ્યનું ખુબ જ ધ્યાન રાખવુ. બહારની ખાણીપીણીથી બચવું. દિવસ સામાન્ય રહેશે. નોકરી બદલવાના અવસર મળી શકે છે.

કન્યા રાશિ

આજે કરવામાં આવેલ તમામ પ્રયાસોમાં સફળતા મળશે. સમય તમારા અનુરૂપ છે. પરિવારનાં સદસ્યોનો સહયોગ મળશે. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવું, સારો લાભ મળશે. લાંબી દૂરની યાત્રા કરવાથી બચવું. આજે તમે પોતાને ઉર્જાવાન મહેસૂસ કરશો અને કોઇ મોટા કાર્યક્રમમાં ભાગ લેશો. કોઈ જગ્યાએ અટવાયેલું ધન પરત મળશે. સંબંધીઓ સાથે હરવા-ફરવાનો અને ખાણીપીણીનો પ્રસંગ ઉપસ્થિત થશે. લવ લાઇફમાં થોડો તણાવ રહેશે.

તુલા રાશિ

ચિંતા અને તણાવમાં વધારો થશે પરંતુ તમારા બાળકો ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ જાળવી રાખશે. કોઈ દૂરની યાત્રાથી લાભ થશે. મન થોડું વિચલિત રહી શકે છે. આજે તમારે પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ વધારે ધ્યાન રાખવાની આવશ્યકતા રહેશે. ભાઈ-બહેનો તરફથી સ્નેહ પ્રાપ્ત થશે અને દિવસ ખૂબ જ સારો પસાર થશે. મિત્રોની સાથે તમે પોતાની વાત શેર કરી શકશો અને સમાધાન મેળવી શકશો. લાભના અવસર હાથમાંથી જતા રહેશે. મીડિયા અને આઇટીનાં જાતકો સફળતાની પ્રાપ્તિ કરશે.

વૃશ્ચિક રાશિ

આજે તમે ઉત્સાહ અને ઊર્જાથી ભરપુર રહેશો. ધીરજ અને સંયમથી કરવામાં આવેલ દરેક કાર્યમાં તમને સફળતા મળશે. જીદ્દથી તમારે પોતાના વ્યવહારિક સંબંધ બગાડવા નહી. તમારે પોતાની જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવવી પડશે ત્યારે જ તમારી પ્રગતિ સંભવ છે. સામાજિક રૂપથી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. મધ્યાહન પછી તમે મનોરંજનનો કાર્યક્રમ બનાવી શકશો. રાજનીતિ અને પ્રશાસન સંબંધિત જાતકોને સફળતાની પ્રાપ્તિ થશે.

ધન રાશિ

આજે તમારી સામે કોઈ અપ્રત્યાશિત ખર્ચ આવશે. કરજ લેવું પડી શકે છે. જીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. શિક્ષા પ્રતિયોગિતાનાં ક્ષેત્રમાં ચાલી રહેલ શ્રમ સાર્થક થશે. જુનો રોગ પરેશાનીનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. પ્રિય પાત્ર સાથે થયેલી ભેટ આનંદદાયક રહેશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. ગરીબોમાં ધાબળાનું દાન કરવું.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોનો આજનો દિવસ ઉપલબ્ધિઓથી ભરેલો રહેશે. આજે તમારા ઘણા કાર્યો સમયસર પૂર્ણ થઇ જશે. વ્યવસાય પ્રતિષ્ઠામાં વધારો થશે. ધન સન્માનમાં વૃદ્ધિ થશે. તમને તમારો સાચો પ્રેમ મળવાની પૂરી સંભાવના રહેલી છે. તમારા સંબંધ મજબૂત થશે. પારિવારિક સુખમાં કમી નાં યોગ બની રહ્યા છે. આજે ભાઈઓ સાથે વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. જમીન સંપત્તિના મામલાઓમાં વિવાદની સંભાવના બની રહી છે.

કુંભ રાશિ

આજે તમને પ્રેમમાં સફળતા મળશે અને જીવનમાં ખુશીઓ આવશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. કોઈ સ્ત્રી મિત્રનાં સહયોગનાં કારણે લાભ મળશે. માતા-પિતાની સાથે થોડો સમય પસાર કરવો. ભાઈ-બહેનો તરફથી પૂર્ણ સહયોગ મળશે. આર્થિક પક્ષ મજબૂત થશે. જો કોઈ જગ્યાએ બહાર જવાની યોજના હોય તો તે અંતિમ ક્ષણે ટળી શકે છે. લવ લાઈફ ખૂબ જ સારી રહેશે.

મીન રાશિ

આજે તમે પોતાના જીવનમાં દિવસ-રાત ચાર ગણી પ્રગતિ પ્રાપ્ત કરીને સમાજમાં પોતાની અલગ ઓળખાણ બનાવવામાં સફળ રહેશો. સખત પરિશ્રમથી તમને સફળતા જરૂર મળશે અને પિતાનો સહયોગ મળશે. વ્યવસાયમાં સફળતાની પ્રાપ્તિ કરશો. ધનનાં આગમનની સંભાવના રહેલી છે. પારિવારિક કે વ્યાવસાયિક મામલામાં સફળતા મળશે. વિદ્યાર્થીઓએ સખત પરિશ્રમ કરવો પડશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૫ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *