રાશિફળ ૭ નવેમ્બર : શનિવારનો દિવસ આ ૪ રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી, માન-સન્માનમાં થશે વધારો

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો પસાર થઈ શકે છે પરંતુ ધીરજ જાળવી રાખવી જ સૌથી મોટો પડકાર છે. મહેનતની સરખામણીમાં સફળતા પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. અટવાયેલા કામ પુરા થશે અને મનની નકારાત્મકતા ઓછી થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સાથે જ ખાણી-પીણી પર પણ ધ્યાન આપવું. સ્વાદિષ્ટ ભોજનથી સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળશે. સાંજે મિત્રો સાથે ભેટ થઈ શકે છે. તમે પોતાની આવકમાંથી એક નિશ્ચિત ભાગ અલગ કરી શકો છો.

વૃષભ રાશિ

તમે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સંપર્ક કરશો. જો ખૂબ જ જરૂરી ના હોય તો લેવડ-દેવડ પણ કરવી નહી. વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે. સખત પરિશ્રમ કરવો પડશે. યાત્રામાં કષ્ટ અને માનસિક પીડા થઈ શકે છે. અજ્ઞાત ભયના કારણે ઊંઘની સમસ્યા રહેશે. ચિંતા તણાવથી દૂર રહેવું. નોકરી અને વ્યવસાયમાં ધ્યાન રાખવું. ગ્રહો કહે છે કે તમારે કોઈ વિશેષ કામ કરવું પડી શકે છે. પાર્ટનરની વચ્ચે ભાવનાત્મક ઉતાર ચઢાવ રહેશે.

મિથુન રાશિ

ભાઈ બહેનોમાં સહયોગની ભાવના રહેશે. તમે દરરોજની જેમ પૂરી મહેનતથી પોતાનું કામ પૂર્ણ કરી શકશો. તમે જે રીતે સતત પરિશ્રમ કરી રહ્યા છો તેનાથી ખૂબ જ જલ્દી તમને ઉચિત ફળની પ્રાપ્તિ થશે. ઘરમાં ભાઈ-બહેનોની સાથે મળીને કોઈ નવું કાર્ય આરંભ કરશો અને તેમની સાથે દિવસ આનંદપૂર્વક પસાર થશે. જે લોકો પરણિત છે તેમનાં દાંપત્યજીવનમાં આજે મધુરતા આવશે અને જીવનસાથી સાથે નિકટતા વધશે.

કર્ક રાશિ

પરિવારનાં લોકો તરફથી તમને સહયોગ મળશે. લાંબા સમયથી ચાલી રહેલ કોઈ ઘરેલુ મુદ્દાનો આખરે આજે ઉકેલ મળવાથી તમને માનસિક શાંતિ મળશે. આજે પરિવારના લોકોની સાથે તમને થોડો સમય પસાર કરવાનો પણ અવસર મળશે. આજે કામકાજના મોરચા પર તમને સૌથી સ્નેહ અને સહયોગ પ્રાપ્ત થશે. સંતાન તરફથી કોઈ વાતને લઈને ચિંતા રહી શકે છે. નોકરીયાત લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારા સમાચાર લઇને આવશે. તમારા સ્વાસ્થ્યના ગ્રહો કમજોર છે.

સિંહ રાશિ

કામકાજના મોરચા પર દિવસ સકારાત્મક પરિણામ આપનારો સાબિત થશે. દાંપત્યજીવન માટે આ એક આનંદિત દિવસ રહેશે કારણ કે તમારા જીવનસાથી તમને તમારી પસંદગીની વસ્તુ આપીને આશ્ચર્યચકિત કરશે. આજનો દિવસ પ્રેમ સંબંધ રાખવા વાળા લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે અને તે પોતાના પ્રિયને ખુશ કરવામાં કોઈ કસર બાકી રાખશે નહી. તમે પોતાની દ્રઢ ઇચ્છાશક્તિથી આજે મુશ્કેલમાં મુશ્કેલ કોઈપણ કાર્ય ખૂબ જ સરળતાથી પૂર્ણ કરશો.

કન્યા રાશિ

આજે તમારે પોતાની વાણી પર થોડું સંયમ રાખવાની આવશ્યકતા છે, નહીંતર તમારા સંબંધોમાં તિરાડ પડી શકે છે. આજે કોઈ અંગત વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ ફરીથી શરૂ થઈ શકે છે. સ્વાસ્થ્ય તમારું ખૂબ જ સારું રહેશે અને આજે તમે ખૂબ જ ઉર્જાવાન પણ રહેશો. તમે ખૂબ જ સમજદારીપૂર્વક નિર્ણય લેશો અને અમુક મહત્વપૂર્ણ નિર્ણય એ રીતે લેશો જે તમને ખૂબ જ કામ આવશે. તમારા કાર્યસ્થળ પર બદલાવ થઈ શકે છે.

તુલા રાશિ

આજે માનસિક રૂપથી તમારા મનમાં હતાશા છવાયેલી રહેશે. તમને પોતાના પાર્ટનર તરફથી પૂર્ણ સહયોગ મળશે. ધનના પ્રવાહની પ્રબળ સંભાવના રહેલી છે. જો તમે કોઈ નવું ઘર લેવાનું સપનું જોઈ રહ્યા હોય તો આજે તમને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. કામકાજની બાબતમાં તમને સારા પરિણામ મળશે પરંતુ મહેનત પણ કરવી પડશે અને પોતાના મનને કાબુમાં રાખવું પડશે. કોઈનું સારું કરવામાં નુકસાની પણ સહન કરવી પડી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે પોતાની શારીરિક સ્ફૂર્તિ અને માનસિક પ્રસન્નતા જાળવી રાખવા માટે તમારે કષ્ટનો અનુભવ થશે. રોજગારની શોધ કરી રહેલા જાતકોએ આજે નિરાશાનો સામનો કરવો પડી શકે છે કારણકે આજે તમને સફળતા મળવાની ખૂબ જ ઓછી સંભાવના રહેલી છે પરંતુ હિંમત ના હારવી અને પ્રયાસ ચાલુ રાખવા. તમારું પારિવારિક જીવન ખૂબ જ સુખદ રહેશે. તમને આજે તમારા જીવનમાં અમુક સારી ક્ષણોને ફરીથી યાદ કરવાની તક મળશે.

ધન રાશિ

તમને ઉપરી અધિકારી વર્ગ તરફથી સહાયતા મળશે. વિરોધીઓ નિર્બળ રહેશે. અટવાયેલા કાર્ય આજે પૂર્ણ કરી શકશો. નસીબનો પુરો સાથ મળશે. પારિવારિક દબાણના કારણે આજે તમારો સ્વભાવ થોડો ચિડીયો રહેશે પરંતુ તમારા સાથી તમને આ મુદ્દાને ઉકેલવામાં મદદ કરશે. અમુક ધાર્મિક કાર્યો પણ કરશો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી રહેશે. યાત્રા કરવા માટે દિવસ અનુકૂળ નથી. ભૂતકાળમાં કરવામાં આવેલી એક પરિયોજના તમારા માટે પુરસ્કાર લાવી શકે છે.

મકર રાશિ

આજે તમારે પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવું ખૂબ જ આવશ્યક છે નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે. આજે નોકરિયાત અને વેપારીઓ માટે દિવસ ખૂબ જ સારો છે. કોઈ કાર્યમાં પરેશાની ઉઠાવવી પડી શકે છે. પિતા અને પુત્રમાં મતભેદ થઈ શકે છે. શત્રુ નિર્બળ રહેશે. માન-સન્માનમાં વધારો થશે. તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ થશે. પારિવારિક જીવન આનંદમય અને કષ્ટ રહિત પસાર થશે.

કુંભ રાશિ

આજે કોઈ કારણવશ પરિવારમાં વિઘટનની સ્થિતિઓ ઉત્પન્ન થઇ શકે છે. એકલતાથી પરેશાન રહેશો. ઓફિસમાં અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. શત્રુઓ પર વિજય મેળવશો અને માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. બાળકોનું ધ્યાન રાખવું. પ્રેમ સંબંધ માટે દિવસ સારો નથી. કોઈ પ્રિય વ્યક્તિ સાથે ભેટ થઈ શકે છે. આજે તમારું નસીબ ચમકી શકે છે. બપોર બાદ જ પરિસ્થિતિ સુધરશે. ઘરમાં મહેમાનનું આગમન થશે.

મીન રાશિ

આજે થોડી મહેનતથી તમને પૂરું ફળ મળવાની સંભાવના રહેલી છે. વ્યવસાયમાં નુકસાન થવાથી મન દુ:ખી રહેશે પરંતુ સાથે જ સંતાન સુખની ખબરથી તમારું મન પ્રસન્ન થઈ જશે. બધા જ કામ ખૂબ જ સરળતાથી પૂરા થશે. બુદ્ધિ અને વિવેકથી કામ લેશો તો તમામ કાર્યોમાં સફળતા મેળવી શકશો. નોકરીમાં સારું પેકેજ મળશે. પ્રેમ સંબંધ પ્રગાઢ બનશે. તમારા જીવનમાં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે જેનાથી તમને પ્રસન્નતાની અનુભૂતિ થઈ શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૭ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *