મેષ રાશિ : મન પ્રસન્ન રહેશે. દાંપત્યજીવનની ખુશીમાં વધારો થશે. પરિવારનાં કોઈ વડીલ વ્યક્તિ પાસેથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. વાહન સુખમાં વધારો થઈ શકે છે. ખર્ચ વધશે. ભાઈ-બહેનનો સહયોગ વેપારની સ્થિતિમાં સુધારો કરી શકે છે. પારિવારિક જીવન દુઃખી રહેશે. તમારે સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવું. નોકરીમાં અધિકારીઓ સાથે મતભેદ થવાની સંભાવના નજર આવી રહી છે. આવક વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
વૃષભ રાશિ : પરિવારમાં શાંતિ જાળવવાનાં પ્રયત્ન કરવા. શૈક્ષણિક કાર્ય માટે વિદેશ પ્રવાસ પર જવાનાં યોગ બની રહ્યા છે. શાસન-સત્તાનો સહયોગ મળશે. ધીરજ નો અભાવ રહેશે. મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. માનસિક શાંતિ મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. યાત્રાઓમાં મુશ્કેલીઓ આવી શકે છે. મિત્રોનો સહયોગ મળશે. નોકરીમાં બદલાવ આવવાની સંભાવના રહેલી છે.
મિથુન રાશિ : કાર્યસ્થળની સ્થિતિમાં સુધરો થશે. મહેનત વધુ કરવી પડશે. નોકરી માટે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યુથી સુખદ પરિણામ મળશે. સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. તમારી માતાજીને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યા પરેશાન કરી શકે છે. વાતચીતમાં સંતુલિત રહેવું. વાણીમાં કઠોરતાની અસર જોવા મળી શકે છે. નોકરી અને કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે. ધાર્મિક કાર્યમાં વ્યસ્તતા વધી શકે છે.
કર્ક રાશિ : મકાન સુખમાં વધારો થશે. મન પ્રસન્ન રહેશે. પરિવારમાં ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ શકે છે. કોઈ વૃદ્ધ વ્યક્તિ પાસેથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે. આત્મવિશ્વાસની કમી રહેશે. તમારામાં ધીરજનો અભાવ રહેશે. નોકરીમાં અધિકારીઓ સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. કાર્યસ્થળ પર અનુકુળ સ્થિતિ રહેશે. વાહનની જાળવણી પાછળ ખર્ચાઓ વધશે.
સિંહ રાશિ : મનમાં આશા અને નિરાશાની લાગણી રહી શકે છે. તમારી માતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. રહેણી-કહેણી પીડાદાયક હોય શકે છે. વાતચીતમાં શાંતિ જાળવી રાખવી. પરિવારનાં લોકો નો સાથ મળશે. માનસિક સમસ્યાઓ વધી શકે છે. બિનઆયોજિત ખર્ચમાં વધારો થશે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. વધારે ખર્ચાઓ થવાથી પરેશાન થઈ શકો છો. તમે કેટલાક જુના મિત્રોને મળી શકો છો. માતા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
કન્યા રાશિ : અભ્યાસમાં રુચિ વધશે. શૈક્ષણિક કાર્ય માટે તમે અન્ય સ્થળે જઈ શકો છો. કોઈ મિત્ર તમને મળવા આવી શકે છે. ભાગદોડ વધુ રહેશે. આજે તમને માનસિક શાંતિ મળશે. ભાઈ-બહેન સાથે વૈચારિક મતભેદ વધી શકે છે. નોકરીનાં કાર્યક્ષેત્રમાં ફેરફાર થઈ શકે છે. અધિકારીઓ સાથે મતભેદ વધી શકે છે. આજે તમને વધારાની જવાબદારીઓ પણ મળી શકે છે.
તુલા રાશિ : માનસિક શાંતિ મળશે. બિઝનેસમાં બદલાવ આવવાની સંભાવના રહેલી છે. તમને કોઈ મિત્રનો સહયોગ મળશે. પિતા પાસેથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. પરિવારની જવાબદારીઓ વધશે. જીવનસાથીને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. શૈક્ષણિક અને સંશોધન કાર્યમાં સફળતા મળશે. તમારા જીવનમાં પરિવર્તન થવાની સંભાવના રહેલી છે.
વૃશ્ચિક રાશિ : તમે આત્મવિશ્વાસથી ભરપુર રહી શકો છો. શાંત રહેવું. નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે. આવકમાં વધારો થશે. મનમાં નિરાશા અને અસંતોષની લાગણી રહેશે. ક્રોધ કરવો નહિ. જીવનસાથી સાથે મતભેદ વધી શકે છે. માતાજીનાં સ્વાસ્થય પ્રત્યે સાવચેત રહેવું. પરિવારનાં લોકો નો સાથ મળશે. લાંબી યાત્રા પર જવાનાં યોગ બની રહ્યાં છે. પરિવારમાં ધાર્મિક કાર્યક્રમો થશે.
ધન રાશિ : મન અશાંત રહી શકે છે. પરિવારમાં શાંતિ જાળવવાનાં પ્રયત્ન કરવા. કાર્યક્ષેત્રનાં કામ માં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું. કલા અને સંગીત તરફ રુચિ વધી શકે છે. નકારાત્મક વિચારોની અસર થશે. નોકરીમાં અધિકારીઓ સાથે મતભેદ થવાની સંભાવના રહેલી છે. બિઝનેસમાં લાભની નવી તક મળશે. દાંપત્યજીવનની ખુશીમાં વધારો થશે. તણાવની સ્થિતિ બની શકે છે.
મકર રાશિ : ધર્મ પ્રત્યે આદરભાવ રહેશે. બિઝનેસમાં બદલાવ આવવાની સંભાવના રહેલી છે. તમને કોઈ મિત્ર તરફથી વ્યવસાયિક પ્રસ્તાવ મળી શકે છે. માતા પિતાનો સાથ મળશે. લેખન-બૌદ્ધિક કાર્યમાં રુચિ વધશે. પરિવારમાં મતભેદ થઈ શકે છે. કુટુંબનાં કોઈ વ્યક્તિ પાસેથી ધન પ્રાપ્ત થવાનાં યોગ બની રહ્યાં છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તણાવથી દુર રહેવું.
કુંભ રાશિ : માનસિક શાંતિ મળશે પરંતુ વાતચીત કરતી વખતે ધ્યાન રાખવું. પૈતૃક સંપત્તિથી ધન પ્રાપ્ત થઈ શકે છે. નોકરીમાં અધિકારીઓ સાથે સારા સંબંધો રાખવા. મનમાં રહેલા નકારાત્મક વિચારોની અસર થઈ શકે છે. ધીરજ નો અભાવ રહેશે. નોકરીમાં બદલાવ થવાની સંભાવના રહેલી છે. બીજી જગ્યાએ તમારું ટ્રાન્સફર થઈ શકે છે. શૈક્ષણિક કાર્યની સ્થિતિમાં સુધારો થશે.
મીન રાશિ : નોકરીમાં બદલાવ આવવાની સાથે જ પ્રમોશનનાં યોગ બની રહ્યા છે પરંતુ બીજી જગ્યાએ ટ્રાન્સફર પણ થઈ શકે છે. પારિવારિક સુખમાં કમી આવશે. મહેનત વધુ કરવી પડશે. સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. મનમાં સુખ-શાંતિની લાગણી રહેશે. જુનો કોઈ મિત્ર મળવા આવી શકે છે. તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત થઈ શકો છો. તમે તમારા માતા-પિતાનો સહયોગ મેળવી શકો છો. ખર્ચાઓ વધશે. વિવાદોથી દુર રહેવું.