રાશિફળ ૯ જાન્યુઆરી : આજે શનિદેવનાં આશીર્વાદથી આ ૪ રાશિ વાળા જાતકો પોતાના શત્રુઓને કરી શકશે પરાસ્ત, કિસ્મતનો પણ મળશે સાથ

Posted by

મેષ રાશિ

આજે મનમાં વ્યગ્રતા રહેશે. વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે. રોકાણ કરવા માટે આજે સારો દિવસ નથી. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી. પરિવારનાં લોકોની સાથે વાદ-વિવાદ થવાની સંભાવના રહેલી છે. પૈસાની લેવડદેવડ કે પૈસાનું રોકાણ કરતાં સમયે ધ્યાન રાખવું. તમારા ખર્ચાઓમાં વધારો થવાની સંભાવના છે. નોકરીમાં તમને આજે એવું કાર્ય સોંપવામાં આવી શકે છે, જે તમને પસંદ આવશે નહી. આજના દિવસે કાળા અડદનું સેવન કરવું.

વૃષભ રાશિ

આજે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવો નહી. તમારા જીવનસાથીને પૂરો સમય આપવો. બેરોજગાર લોકોને હજુ ભાગદોડ કરવી પડી શકે છે. લાઈફ પાર્ટનરની સાથે તમારા સંબંધો વધારે મધુર થશે. તમે રોમેન્ટિક મૂડમાં રહેશો. આજે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ જોવા મળશે. મહેમાનોના આગમનથી ઘરનાં તમામ લોકો વ્યસ્ત રહેશે. વ્યક્તિગત કાર્યો અધૂરા રહેશે. શેરબજારમાં પણ રોકાણ કરી શકો છો પરંતુ સફળતા મળવાની ઓછી સંભાવના છે. શારીરિક અને માનસિક અસ્વસ્થતા રહેશે.

મિથુન રાશિ

આજે પરિણામની ચિંતા કર્યા વગર મહેનત કરતા રહેવું, સફળતા અવશ્ય મળશે. સ્વાસ્થ્યને લઈને તમને ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. સ્ટોક માર્કેટમાં પૈસા લગાવવાથી બચવું. આવક અને ખર્ચાની વચ્ચે તાલમેલ જાળવી રાખવું. માતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે. તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારી ફરજ છે. એવી સંભાવનાઓ રહેલી છે કે તમને જમીન સંબંધિત સોદાઓથી સારો લાભ થઈ શકે છે. સંતાનનાં વિષયમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે. આવક સારી રહેશે.

કર્ક રાશિ

આજે ઓછા સમયમાં કાર્યને પૂર્ણ કરવાના તમારા પ્રયાસો સફળ રહેશે. વ્યવસાયમાં નવી યોજનાઓ પર વિચાર કરી શકો છો. આકસ્મિક ધન લાભ થવાની સંભાવના વધારે રહેલી છે. બાળપણના કે જૂના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે. શેરબજારમાં રોકાણ કરવું લાંબા સમયે લાભદાયક રહી શકે છે. આજે કોઈ લાંબી દૂરની યાત્રા પર જવું પડી શકે છે. કોઈ અસહાય વ્યક્તિની સહાયતા જરૂર કરવી. અન્ય લોકોના ઝઘડાઓમાં પડવું નહી, મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

સિંહ રાશિ

મિત્ર વર્ગ અને વિશેષ રીતે સ્ત્રી મિત્ર તરફથી તમને લાભ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સમસ્યાઓ આવી શકે છે. મહેનત કરવા માટે તૈયાર રહેવું પડશે. પારિવારિક જીવનમાં ખુશીઓ જળવાય રહેશે. ઘરના મોટા વડીલો સાથે કોઈ વિષય પર વિવાદ થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવું. સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે. વ્યવસાયમાં લાભ થશે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક મોરચા પર પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરશે.

કન્યા રાશિ

આજે તમને સાંસારિક ચીજોના પ્રત્યે લગાવ વધશે. કાર્યક્ષેત્રમાં તમારે સફળતા મેળવવા માટે વધારે પરિશ્રમ કરવો પડી શકે છે. અવિવાહિતો માટે નવા સંબંધો આવી શકે છે. કાર્યસ્થળ પર પ્રમોશન કે પ્રશંસા મળવાની સંભાવના છે. કાયદાકીય અડચણો દૂર થઈને સ્થિતિઓ અનુકૂળ રહેશે. કોઈ વિશેષ કામને લઈને ચિંતા રહી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે. ધાર્મિક ક્રિયામાં તમારી રુચિમાં વધારો થશે.

તુલા રાશિ

આજે તમે પોતાના દિવસની શરૂઆતથી જ તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. નિર્ણય લેવામાં સમર્થ રહેશો. નવી ખરીદી પણ કરી શકો છો. વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. બાળકો શૈક્ષણિક મોરચા પર ચમકશે અને ઉચ્ચ અધ્યયન માટે વિદેશ જઈ શકે છે. કોઈપણ કાર્ય કરવામાં બૌદ્ધિક અને ભાગ્ય સાથે હોવાથી પરિણામ તમારા હિતમાં આવશે. વૈવાહિક જીવનમાં નીરસતા આવી શકે છે. પરિવાર અથવા મિત્ર સાથે વિવાદ થવાના સંકેત મળી રહ્યા છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારે જરૂરિયાતથી વધારે પૈસા ખર્ચ કરવાથી બચવું પડશે. પરિસ્થિતિઓ વિપરિત હોવા છતાં પણ તમારી બૌદ્ધિક ક્ષમતા તમને નિર્ણય લેવામાં સાથ આપશે અને સમસ્યાઓમાંથી નીકળવાની સ્થિતિ બનશે. આર્થિક લેવડ-દેવડના મામલામાં આજનો દિવસ સંપન્ન થશે. સિંગલ લોકોને કોઈની સાથે પ્રેમ થઈ શકે છે. પોતાના ઉચ્ચ અધિકારી સાથે પણ સંબંધો સારા રહેશે, જેના લીધે તમારી વિચારસરણીમાં સ્થિરતા રહેશે. વૈવાહિક જીવન સારું રહેશે.

ધન રાશિ

આજે એક સુખદ દિવસ પસાર થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં વિવાહ થવાના યોગ બની રહ્યા છે. નાની-નાની વાતો પર પણ વિવાદ થઈ શકે છે. શેરમાર્કેટમાં રોકાણ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. વૈવાહિક જીવન પસાર કરી રહેલા લોકોની વચ્ચે પણ થોડી ખટપટ થઈ શકે છે. ઘર માટે કંઈક સારી વસ્તુ ખરીદી શકો છો. જો તમે શોપિંગ કરો છો તો તમે પોતાના માટે અને ઘરના સદસ્યો માટે સુંદર ચીજો ખરીદવાનું પસંદ કરશો.

મકર રાશિ

સંતાનના પ્રત્યે અતિ સંવેદનશીલતા હિતકારી રહેશે નહિ. આજે ભાગ્ય સાથ આપશે નહી. આજે જ્યાં તમે ભાગ્યનાં ભરોસે કાર્ય કરશો, તેમાં તમને નુકસાન પહોંચવાના યોગ છે. વૈવાહિક સુખ પ્રાપ્ત થશે. જે જાતકો નોકરીની તલાશમાં છે, તેમને નોકરી મળવાની સંભાવના રહેલી છે. નોકરિયાત લોકોને પ્રગતિ મળવાના પણ યોગ બની રહ્યા છે. મહિલાઓ માનસિક રીતે મૂંઝવણનો શિકાર થઇ શકે છે. પરિવારના લોકોની સાથે કલેશ કરવાથી બચવું. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન ઓછું લાગશે.

કુંભ રાશિ

પારિવારિક જીવનમાં આવી રહેલી સમસ્યાઓ હલ થાય તેવી સંભાવના રહેલી છે. ઉચ્ચ અધિકારી સાથે તણાવ થવાની સંભાવના રહેશે, જેના લીધે નોકરીયાત લોકોએ પરેશાનીનો સામનો કરવો પડશે. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે. સમય તમારા અનુકૂળ રહેશે. જેમનું કાર્ય બોલવા સાથે સંબંધિત છે તેમને લાભ થતો જોવા મળી રહ્યો છે. યોજના બનાવવાનો અને નિર્ણયો લેવાનો દિવસ રહેશે. મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના રહેલી છે.

મીન રાશિ

આજે વ્યવસાયમાં અચાનક લાભ થવાની સંભાવના છે. તમારી વિચારસરણી તમને ભૌતિકતા તરફ પ્રભાવિત કરશે. અધ્યાત્મની તરફ કમી રહેશે. આજે તમે ખુબ જ આક્રમક રહેશો. કામ કરવાનું સામર્થ્ય અને તુરંત નિર્ણય લેવાની સ્થિતિ ઉત્પન્ન થશે. માનસિક દબાણ તમને પરેશાનીમાં મૂકી શકે છે. પરિવારિક જીવનમાં ખુશહાલી આવશે. પરિવારમાં પણ પરિસ્થિતિ સામાન્ય રહેશે. સમાજમાં તમારી ખ્યાતિ અને માન-સન્માનમાં વધારો થશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૯ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *