આજનું રાશિફળ ૦૨ જુલાઇ ૨૦૨૩ : જુલાઇ મહિનાનો પહેલો રવિવાર આ રાશિ વાળા લોકોનાં જીવનમાંથી દુ:ખ હંમેશા માટે દુર કરી દેશે, હવે અઢળક ખુશીઓ આવશે

મેષ રાશિ : તમારો આજનો દિવસ રચનાત્મક દ્રષ્ટિકોણથી ઉત્તમ રહેશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોએ જો હજુ સુધી પોતાનાં સાથીને પોતાનાં પરિવારનાં લોકો સાથે મુલાકાત કરાવી નથી તો તે આજે કરાવી શકે છે અને પરિવારનાં સદસ્ય દ્વારા તેમનાં વિવાહ પ્રસ્તાવને પણ મંજુરી મળી શકે છે. આજે તમારી મનની કોઈ ઇચ્છા પુરી થવાનાં લીધે તમે પ્રસન્ન રહેશો. આજે તમારા માતાજીનાં સ્વાસ્થ્યમાં થોડી ખરાબી આવવાનાં લીધે તમારે ભાગદોડ પણ કરવી પડી શકે છે, જેનાં લીધે તમે પરેશાન રહેશો. જો આજે તમારી આસપાસ કોઈ વાદવિવાદ ઉત્પન્ન થાય છે તો તમારે તેમાં શાંતિ જાળવી રાખવી પડશે.

વૃષભ રાશિ : આજે તમારે પોતાનાં પારિવારિક સંબંધોને સંભાળવાની જરૂરિયાત રહેશે તેમ છતાં પણ તેમાં થોડો તણાવ ઉત્પન્ન થઇ શકે છે તેથી આજે તમારે સાવચેત રહેવું પડશે. આજે વ્યવસાયમાં પણ અમુક લોકો તમારી સાથે સારો વ્યવહાર રાખીને તમારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે, જેનાથી તમારે સતર્ક રહેવું પડશે. જે લોકો આજે કોઈ પારિવારિક ફંકશનમાં જઈ રહ્યા છે તેમણે ત્યાં પોતાની વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર તમારા કોઈ પરીજનને તમારી વાતનું દુઃખ લાગી શકે છે તેથી તમારે સાવધાન રહેવાની આવશ્યકતા રહેશે.

મિથુન રાશિ : આજે તમારે કોઇની પણ મદદ કરતા પહેલાં ધ્યાન આપવું પડશે કે લોકો તેને તમારો સ્વાર્થ ના સમજે નહીંતર બાદમાં તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે તમારે પોતાના અન્ય કામ તરફ પણ ધ્યાન આપવું પડશે. આજે તમને સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં કોઈ મિત્રનાં ઘરે જન્મદિવસ, લગ્નપ્રસંગ વગેરેમાં સામેલ થઇ શકો છો. આજે તમારે પોતાનાં જીવનસાથી સાથે વાતચીત કરતા સમયે પોતાનાં દિલની તમામ વાતો શેર કરવી પડશે અને તે તમારી વાતને સમજશે અને તેમનું સમાધાન પણ તમને આપશે.

કર્ક રાશિ : આજે તમારું સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહી શકે છે. જો તમને પહેલાથી કોઇ કષ્ટ હતું તો આજે તેમાં થોડો વધારો થઈ શકે છે. આજે તમારે પોતાનાં કામની સાથે-સાથે પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે પણ સાવચેત રહેવું પડશે તેથી યોગ, વ્યાયામ વગેરે પણ કરવા પડશે ત્યારે જ તમે પોતાનાં આ કષ્ટમાંથી બહાર નીકળી શકો છો. વિદ્યાર્થીઓએ આજે શિક્ષણનાં ક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે ત્યારે જ તે સફળતા પ્રાપ્ત કરી શકશે. આજે તમારા પરિવારનું કોઈ સદસ્ય રિટાયર થવાનાં લીધે તમારા પરિવારનાં સદસ્યો તેમનાં માટે કોઈ પાર્ટીનું આયોજન કરી શકે છે, જેમાં તમે પોતાનાં અન્ય પરિજનોને પણ આમંત્રિત કરી શકો છો પરંતુ આજે તમારે પોતાની વાણી પર મધુરતા રાખવી પડશે.

સિંહ રાશિ : આજનો દિવસ સામાજિક ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે ઉત્તમ રહી શકે છે કારણકે આજે તેમની પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. જો નાના વેપારીઓને અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે આજે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને તે સમસ્યાઓને સમાપ્ત કરી શકે છે. જો તમારો કોઇ કાયદાકીય મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે તો તેમાં આજે તમને વિજય પ્રાપ્ત થઇ શકે છે. જે લોકો કોઈની પાસેથી ધન ઉધાર લેવાનું વિચારી રહ્યા છે તો તે પણ આજે તેમને સરળતાથી મળી જશે. આજે તમને પોતાનાં સંતાન તરફથી કોઈ નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાં માટે તમે પોતાનાં કોઇ મિત્રની મદદ માંગી શકો છો.

કન્યા રાશિ : આજનો દિવસ તમારા માટે આર્થિક દ્રષ્ટિકોણથી ઉત્તમ રહેશે કારણકે આજે તમે પોતાની આર્થિક સ્થિતિને મજબુત કરવા માટે જેટલા પણ પ્રયાસો કરશો, તેમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. જો તમે અગાઉ કોઇને ધન ઉધાર આપેલું હતું તો તે પણ આજે તમને પરત મળી શકે છે અને તમે પોતાનાં સંતાનને વિદેશમાં શિક્ષા ગ્રહણ કરવા માટે મોકલી શકો છો. આજે તમે પોતાની દૈનિક આવશ્યકતાઓની પુર્તિ માટે પણ અમુક ધન ખર્ચ કરશો પરંતુ તમારે બિનજરૂરી ખર્ચાઓ કરવાથી બચવું પડશે નહીંતર તમે જમા કરેલા પૈસા ખર્ચ થઈ શકે છે.

તુલા રાશિ : આજનો દિવસ સરકારી નોકરી સાથે જોડાયેલા લોકો માટે સારો રહી શકે છે કારણકે આજે તેમને તેમના દ્વારા કરવામાં આવેલ કાર્ય માટે પ્રશંસા સાંભળવા મળી શકે છે અને તેમનાં અધિકારીઓ પણ તેમનાથી પ્રસન્ન રહેશે. આજે તમે પોતાની કોઇ ધન સંબંધિત સમસ્યાઓને લઈને પરેશાન રહેશો, જેનાં લીધે તમારા અમુક કાર્ય અધુરા રહી શકે છે. જો તમારા પરિવારનાં સદસ્યોમાં કોઈ કલેશ ચાલી રહ્યો હતો અને જો તમે પોતાનાં પરિવારમાં તાલમેલ જાળવી રાખવા માંગો છો તો તેમાં તમારે બંને પક્ષની વાત સાંભળવી પડશે ત્યારબાદ જ કોઈ નિર્ણય પર પહોંચવું પડશે.

વૃશ્ચિક રાશિ : આજનાં દિવસે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે તમને શાસનનો પણ ભરપુર સહયોગ મળી શકે છે, જેનાં લીધે તમારું રાજનીતિક કરિયર વધારે ચમકશે. જે લોકો પોતાની કોઇ ડીલ ને લઈને પરેશાન છે તો આજે તેમની તે ડીલ તેમનાં કોઈ પરીજનની મદદથી પુરી થઈ શકે છે. આજે પરિવારનાં કોઈ સદસ્યને ઈજા પહોચવાનાં લીધે તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે, જેનાં લીધે તમારે ભાગદોડ વધારે રહેશે અને તમારા ધન ખર્ચમાં વધારો થઈ શકે છે. આજે તમારા પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમ પર પણ ચર્ચા થઇ શકે છે, જેમાં પરિવારનાં સદસ્યની સલાહ લેવી આવશ્યક રહેશે નહીતર તે તમારાથી નારાજ થઈ શકે છે.

ધન રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહી શકે છે. આજે તમે પોતાનાં સંતાનોની જવાબદારીઓને પુર્ણ કરવામાં સફળ રહેશો અને તમે પોતાનાં મનમાં શાંતિ મહેસુસ કરશો. જો આજે તમારે પોતાનાં ભાઈ-બહેન પાસેથી ધન ઉધાર લેવું પડે છે તો અવશ્ય લેવું અને તે તમને સરળતાથી મળી પણ જશે. આજે તમારે પોતાનાં પરિવારમાં અગાઉ કરવામાં આવેલ ભુલનાં લીધે પરિવારનાં સદસ્યો પાસે માફી માંગવી પડી શકે છે. આજે તમારે પોતાની કોઈ સમસ્યાને પોતાનાં જીવનસાથી સાથે શેર કરવી પડશે ત્યારે જ તમે તેનો ઉકેલ શોધવામાં સફળ રહેશો. વિદ્યાર્થીઓએ પણ આજે પોતાનાં નબળા વિષયો પર એકાગ્ર થઈને ધ્યાન આપવું પડશે ત્યારે જ તે સફળતા પ્રાપ્ત કરી શકશે.

મકર રાશિ : આજનો દિવસ તમારા માટે પોતાની બુદ્ધિ અને વિવેકથી નિર્ણય લેવા માટેનો રહેશે તેથી આજે તમારે કોઇપણ નિર્ણય કોઈપણ પરિજનની વાતોમાં આવીને લેવો નહી. જો આજે તમારે પરિવારનાં કોઈ સદસ્ય સંબંધિત કોઇ નિર્ણય લેવો પડે છે તો તેમાં પરિવારનાં વડિલ સદસ્યની સલાહ લેવી આવશ્યક રહેશે. જો તમે પોતાનાં સંતાનનાં કરીયરને લઈને થોડા પરેશાન છો તો આજે તેમનાં માટે કોઈ સારો અવસર આવી શકે છે, જેનાં લીધે તે પોતાનાં પરિવારનાં સદસ્યોથી દુર થઈ શકે છે. આજનાં દિવસે તમારે પોતાનાં જીવનસાથીની સલાહ લઈને જ પોતાનાં ધનનું રોકાણ કરવું સારું રહેશે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં કોઈ પરિજનનાં ઘરે જઈ શકો છો.

કુંભ રાશિ : આજનાં દિવસે તમારું દાંપત્યજીવન સુખમય રહેશે. આજે તમારી કીર્તિમાં વધારો થશે, જેનાં લીધે તમે પ્રસન્ન રહેશો. આજે સાંજનાં સમયે તમે કોઇ માંગલિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લઇ શકો છો, જેમાં તમારે ધન ખર્ચ થઈ શકે છે. આજે નાના વેપારીઓને પોતાનાં વ્યવસાયમાં મન મુજબ લાભ થવાનાં લીધે તે પોતાનાં ધનને ખુબ જ ખર્ચ કરી શકે છે પરંતુ આવું કરવું નહી અને જો તમે આવું કરો છો તો તમે જમા કરેલ ધન ખર્ચ થઈ શકે છે અને બાદમાં તમારે ધન માટે પરેશાન થવું પડી શકે છે. આજે તમે પોતાનાં વ્યવસાય માટે જે યોજનાઓ બનાવશો, તે તમારા માટે લાભદાયક રહેશે.

મીન રાશિ : આજનાં દિવસે તમારી રચનાત્મક કાર્યમાં પ્રગતિ થશે. આજે તમારે મહિલાઓ સાથે વાતચીત કરતા સમયે પોતાની વાણી પર મધુરતા રાખવી પડશે નહીતર કોઈ વાદવિવાદ ઉત્પન્ન થઈ શકે છે. આજે તમારા માન-સન્માનમાં વધારો થશે, જેનાં લીધે તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. રોજગારની દિશામાં પ્રયાસ કરી રહેલા લોકોને આજે કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. વ્યવસાય કરી રહેલા લોકોને આજે નાના-મોટા લાભનાં અવસર મળશે પરંતુ તેમણે તેમને ઓળખીને તેમનાં પર અમલ કરવો પડશે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં વ્યવસાયની કોઇ ડીલ ને લઈને થોડા ચિંતિત રહેશો પરંતુ તે અવશ્ય પુર્ણ થશે.