રાશિફળ ૧ ઓક્ટોબર : મહિનાના પ્રથમ દિવસે જ ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ ૪ રાશિઓને અચાનક થશે ધન લાભ

Posted by

મેષ રાશિ

આજે તમારે કોઇ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પોતાના જીવનસાથી સાથે બહાર જતાં સમયે સારી રીતે વ્યવહાર કરવો. તમારે બેજવાબદાર વર્તન કરવાથી બચવું. માનસિક અસ્થિરતાને દૂર કરવી અને સમય પર સમાપ્ત કરવાના પ્રયાસ કરવા. આજે તાજગી મહેસૂસ કરશો. ઘરમાં મહેમાનની અવર-જવર થતી રહેશે. જૂના મિત્રોને મળીને આનંદ અનુભવશો. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં રોકાણ કરવા માટે સારો સમય છે. કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અવશ્ય લેવું.

વૃષભ રાશિ

આજે રાજકીય પ્રભુત્વ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથીની વાતોને મહત્વ આપવું. તેની કોઈ સલાહ તમારા કામમાં આવી શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. ઓફિસમાં આજે કામ કરવામાં તમને એક અલગ જ આનંદ આવશે. કામકાજમાં પણ તમારે થોડી પ્રતિકૂળતાનો અનુભવ કરવો પડશે. મિત્રોના હૃદયની નજીક રહેશો. કામ કરતા સમયે ધૈર્ય રાખવું. અચાનક કોઇ જગ્યાએથી ધન લાભ થઈ શકે છે. ઘરમાં નવા મહેમાનનું આગમન થઇ શકે છે.

મિથુન રાશિ

આજે તમને વ્યવસાયમાં સારો ફાયદો મળવાના અણસાર છે. દિવસના બીજા ભાગમાં અચાનક અમુક સંબંધીઓ આવી શકે છે તેનાથી ઘરનું વાતાવરણ ખુબ જ સારું રહેશે. સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું. વધારે પડતું તળેલું ભોજન તમારા માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે. પૈસાની બાબતમાં સ્થિતિ સારી રહેશે. તમે આ સમયનો સદુપયોગ પોતાના વ્યવસાયને વધારવામાં કરી શકો છો. જરૂરિયાતથી વધારે મધુર અને શુભચિંતકોથી સાવધાન રહેવું.

કર્ક રાશિ

રચનાત્મક કાર્ય પૂર્ણ અને સફળ થશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓની સાથે આજે તમારા વૈચારિક મતભેદ થવાની સંભાવના રહેલી છે. તેવામાં તમારે તમારા વર્તન પર ખાસ ધ્યાન આપવું. તમારામાંથી અમુક માટે આજનો દિવસ આરામમાં પસાર થઈ શકે છે. આજે તમારા ભાઈ-બહેન સાથે મતભેદ થઈ શકે છે. નવા સ્ત્રોત દ્વારા આજે તમને તમારી આશાથી વધારે ધન લાભ થશે જેને મેળવીને તમે માલા-માલ પણ થઈ શકો છો. પરિવાર અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે.

સિંહ રાશિ

તમારા લગ્નજીવનમાં સમસ્યાઓ આવવાની સંભાવના છે. વાહન સુખની પ્રાપ્તિ થઇ શકે છે. નોકરીયાત લોકોને આજે અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં પરિવર્તન આવી શકે છે. પ્રેમ-પ્રસંગમાં આગળ વધવું નહીં દગો મળી શકે છે. સારા સમયની રાહ જોવી. માતા-પિતાની ભાવનાઓનું સન્માન કરવું. કોઈ વસ્તુ ઉપહારમાં મળી શકે છે. પરિવારની જવાબદારી નિભાવવા માટે ત્યાગ કરવાની જરુરીયાત છે.

કન્યા રાશિ

આજે તમારી મહત્ત્વાકાંક્ષાઓ વધશે અને તમને નવા અવસર મળવાની પણ સંભાવનાઓ રહેલી છે. સમયસર જરૂરી કાર્યો પૂરા કરવા. વ્યવસાયમાં આજનો દિવસ સંઘર્ષભર્યો પસાર થશે. કોઈ નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો. કોઈ સંતના આશીર્વાદ મળી શકે છે. નવું કાર્ય પ્રારંભ કરવાની યોજના ટાળવી. વિરોધીઓ ખુલીને તમારો વિરોધ કરશે. કામકાજની વ્યસ્તતાના કારણે રોમાન્સમાં ઘટાડો આવશે. પોતાને એકલા મહેસૂસ કરશો. કાર્યમાં અસુવિધા થઈ શકે છે.

તુલા રાશિ

આજે તમે પોતાના બાળકોની સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો જેનાથી તમને માનસીક શાંતી પણ મળશે. પરિવારના સદસ્યોની મદદ કરવી. શાસન અને પ્રશાસન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. મિત્રોની સાથે મોજ મસ્તી પર પૈસા ખર્ચ થઈ શકે છે. વાહન સુખ મળશે. લાભના અવસર પ્રાપ્ત થઇ શકે છે. વ્યવસાયમાં વધારો થશે. ઉતાવળમાં કોઇ નિર્ણય ના લેવો. કોઈ જગ્યાએ અટવાયેલ નાણાં પરત મળવાના યોગ બની રહ્યા છે. પારિવારિક સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. સંતાનનું સ્વાસ્થ્ય ચિંતા આપી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા સંબંધોમાં મધુરતા આવશે. જમીન-મકાન સંબંધિત મામલાઓ ખૂબ જ જલ્દી એકબીજાની સહમતીથી જ હલ થશે. સંતાનની ચિંતા રહેશે. શિક્ષા અને પ્રતિયોગિતામાં સફળતાની પ્રાપ્તિ થશે. ધન આગમનના સંકેત છે. તમારા કાર્યસ્થળ પર કામનું ભારણ ઓછું થવાના લીધે તમને જીવનમાં અન્ય ચીજોનો આનંદ લેવા માટે પર્યાપ્ત સમય રહેશે. નોકરીમાં અધિકારો વધી શકે છે. તમારી પસંદગી પ્રમાણે ટ્રાન્સફર થઇ શકે છે. પોતાના લોકોના સહયોગથી આત્મબળમાં વધારો થશે.

ધન રાશિ

આજે તમારે સ્વાર્થી લોકોથી દૂર રહેવું. યાત્રાના યોગ બની રહ્યા છે. જૂની લેવડદેવડ આજે થઈ શકે છે. કોઈ જૂના વિવાદને લઈને આજે પરિવારમાં કલેશ થઈ શકે છે. શિક્ષા તથા પ્રતિયોગિતામાં સફળતાની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યમાં હવે સુધારો આવશે. તમારા માતા-પિતા તમારી ઉપલબ્ધિઓ પર ખુબ જ ગર્વ કરશે અને તમારી પ્રશંસા કરશે. આવક અને રોજગારમાં વધારો થશે. મિત્રો તેમજ સંબંધીઓ તમને સહાયતા કરવા માટે આગળ આવશે. તમારે જરૂરિયાતમંદ મિત્રોની સહાયતા કરવી. વ્યવસાયિક વિક્ષેપો દૂર થશે.

મકર રાશિ

આજે તમને નાણાકીય સંસ્થાઓ તરફથી પૂરો સહયોગ મળશે. એ કાર્યોમાં ભાગ લેવા માટેનો સારો સમય છે જેમાં યુવાનો જોડાયેલા હોય. સમાજમાં અમુક લોકો તમારો વિરોધ પણ કરી શકે છે. તમારી લોકપ્રિયતામાં વધારો થશે. યશ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. બિનજરૂરી ખર્ચા પર નિયંત્રણ રાખવું. કરજ લેવું પડી શકે છે. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થવાથી મન પરેશાન રહેશે. ઘરમાં કલેશના કારણે તમે તણાવમાં રહી શકો છો.

કુંભ રાશિ

તમને આજે કોઈ મોટી સમસ્યાઓમાંથી છુટકારો મળશે. તમારો કોઈ છુપાયેલ વિરોધી તમને ખોટા સાબિત કરવાની પૂરી કોશિશ કરશે. નવા સોદાઓ તમને વ્યવસાયમાં નવી ઊંચાઈએ લઈ જશે. ભાઈ-બહેનો સાથેનો વિવાદ મોટું રૂપ લઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. શાંતિથી સમય પસાર કરવો. ઈર્ષાળુ લોકોથી સાવધાન રહેવું. જોખમીભર્યા કામોને ટાળવા. સુખના સાધનો પર ખર્ચ થઈ શકે છે. સફળતાની તરફ આગળ વધી શકો છો. વ્યવસાયમાં નવા અવસર મળશે.

મીન રાશિ

આજે તમે પોતાના કાર્યસ્થળ પર ગુસ્સામાં તમારું સંતુલન ખોઈ શકો છો અને કોઈ સહકર્મી સાથે દલીલમાં પડી શકો છો. અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો નહી, દગો મળી શકે છે. લગ્ન સંબંધિત અવરોધો આવતા રહેશે. વિદ્યાર્થીઓને આજે લાભ થશે. વ્યવસાયમાં કોઈ નવા કરાર થઈ શકે છે. માતાપિતા તરફથી તમને પ્રેમ અને સહયોગ મળશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે. કોઈ અંગત વ્યક્તિનો વ્યવહાર તમને સમજમાં નહીં આવે. આજના દિવસે જુગાર અને શરતોથી દૂર રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *