રાશિફળ ૧૦ ડિસેમ્બર : આ ૩ રાશિનાં જાતકો માટે અનેક રીતે ખાસ રહેશે આજનો દિવસ

Posted by

મેષ રાશિ

આજે બેંકની કોઈ લોન ચુકવી શકશો. કામકાજની બાબત પર આજનો દિવસ પ્રતિકૂળ રહેશે, કારણકે અમુક ચીજો તમારી અપેક્ષાઓ વિરુદ્ધ જઈ શકે છે. અભ્યાસમાં તમારું પ્રદર્શન ખૂબ જ સારું રહેશે. વેપારીઓએ વધારે કેશની લેવડ-દેવડ કરવાથી બચવું જોઈએ. આજે કોઈ સુંદર યાત્રા પર જવાની સંભાવના રહેલી છે. પરિવારના લોકોનો સાથ મળશે. પ્રેમ જીવનમાં પણ સફળતા મળશે. કાયદાકીય કાર્યોથી સંભાળીને ચાલવું.

વૃષભ રાશિ

આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. કામકાજની દ્રષ્ટિએ આજે કંઈક સકારાત્મક જરૂર થશે. તમારા મિત્રનું સમર્થન તમારા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં તમને સક્ષમ બનાવશે. કોઈ તીર્થયાત્રા પર જવાનો અવસર મળી શકે છે. કોઈની તરફ આકર્ષિત થઇ શકો છો. તમારે પોતાના શહેરથી બહાર યાત્રા કરવી પડી શકે છે. તમારા નજીકના સંબંધીઓ કે મિત્ર રોજગારનાં વિશે તમારી મદદ લઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે.

મિથુન રાશિ

આજે તમારે પોતાના વિરોધીઓથી થોડું સતર્ક રહેવું. આજે તમને વધારે વિચારો આવવાના લીધે માનસિક થાકથી ઊંઘ નહી આવી શકે અને તેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. પરિવારની સાથે સમય પસાર કરીને સારું મહેસૂસ કરશો. પરિવારથી દૂર રહેતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. પ્રેમ જીવન માટે દિવસ સારો રહેશે. આજે તમારો પ્રિય વ્યક્તિ તમારી પાસેથી હકીકતની માંગણી કરી શકે છે.

કર્ક રાશિ

ધાર્મિક કાર્યોમાં સાચા મનથી સહયોગ કરશો. દાંપત્યજીવનમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. તમારા નાણાકીય રોકાણ અને કમાણીનું નિરીક્ષણ કરી શકો છો. આજે તમારે પોતાના પરિવારની તરફ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. આજે કોઇપણ પ્રકારની ઉતાવળ કરવાથી બચવું. આજનો દિવસ તમારી નોકરી કે વ્યવસાયમાં ખૂબ જ વધારે લાભ આપનારો દિવસ રહેશે. આજે તમે પોતાના બાળકની દેખરેખમાં વ્યસ્ત રહી શકો છો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

સિંહ રાશિ

વિરોધીઓને પરાસ્ત કરી શકશો. તમારા કાર્યોની યોગ્ય પ્રશંસા પણ થશે. તમે જે પણ કાર્ય કરવા વિચારશો, તેને લઈને પોઝિટિવ દ્રષ્ટિકોણ રાખવાથી બધા જ કામ ખૂબ જ સારી રીતે પૂર્ણ થશે. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે. આજે તમે શત્રુઓ પર ભારે પડશો. કામનું ભારણ તમારા સ્વાસ્થ્ય પર અસર કરશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં સ્થિર રહેશે. સામાજિક રૂપથી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. સમાજમાં લોકોનું દિલ જીતવામાં સફળ રહેશો.

કન્યા રાશિ

આજે તમારે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. આકસ્મિક ધન-લાભ થવાથી મન પ્રસન્ન રહેશે. વ્યવસાય કરતા લોકો અસામાન્ય રૂપથી સારો લાભ મેળવશે. તમારા વૈવાહિક જીવનનો આનંદ ઉઠાવી શકશો. જરૂરી કાર્યો માટે થોડા સમય માટે ઘરથી દૂર જવું પડી શકે છે. આજે યાત્રા દરમિયાન થોડી અસુવિધા પણ રહી શકે છે. વધારે પૈસા કમાવવા માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવાના તમારા પ્રયાસોમાં ગતિ આવશે. નોકરી પરિવર્તન વિશે વિચાર આવી શકે છે.

તુલા રાશિ

સ્વભાવમાં ઉગ્રતા અને ક્રોધ રહેશે, તેથી કોઈની સાથે વ્યવહાર કરતા સમયે ધ્યાન રાખવું. તમારા પ્રિય વ્યક્તિની સાથે કોઈ વાતને લઈને તકરાર થઇ શકે છે. જો તમે પરણિત હોય તો દાંપત્યજીવન ખૂબ જ સારું રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે. શુભ સમાચાર મળી શકે છે. તમારા સંતાન તરફથી શુભ સમાચાર મળશે. તમે પોતાના વિરોધીઓને પરાસ્ત કરશો. સાધના-ઉપાસનાનો સહારો લેવો અને ખુશ રહેવાના પ્રયાસ કરવા. કારણ વગર કોઈની સાથે ઝઘડાઓ કરવા નહી.

વૃશ્ચિક રાશિ

આજે ખૂબ જ સમજી-વિચારીને કોઈ જગ્યાએ રોકાણ કરવું, નહિતર નુકસાન ભોગવવું પડી શકે છે. આર્થિક સ્થિતિ અને ખર્ચાઓમાં સારું સંતુલન જળવાઈ રહેશે. જો કે તમે ખર્ચાળ સાબિત થઈ શકો છો, પરંતુ ત્યારે પણ અનપેક્ષિત સ્ત્રોતોથી આવક થતી રહેશે. અમુક લોકો સાથે કારણ વગર પણ દલીલ થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું. કુટુંબના લોકો સાથે તકરાર કરવી નહી. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. અકસ્માત થવાની સંભાવના રહેલી છે.

ધન રાશિ

આજે તમારા માન-સન્માનમાં વધારો થશે. જીવનસાથીની સાથે તમારો તાલમેલ સારો રહેશે. આજે તમને વ્યવસાયમાં ભારે નફો થઈ શકે છે. પરિવારિક મોરચા પર કોઈ કઠિન સમસ્યાનો સામનો કરવો પડશે. જરૂરિયાત પ્રમાણે જ પૈસા ખર્ચ કરવા. મહિલાઓ માટે આજનો દિવસ રાહત આપનારો રહેશે. વિદ્યાર્થીઓને આજે કંઈક નવું શીખવા મળશે. તમારા જીવનસાથી તમને વિશેષ મહેસૂસ કરાવશે.

મકર રાશિ

અવિવાહિત જાતકોને તેમના વિવાહ સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. ધન પ્રાપ્તિના વિશેષ યોગ છે અને કોઈ જગ્યાએથી મદદ મળવાના સંકેત પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. તમે જેટલી મહેનત કરશો તેટલા જ સારા પરિણામ જોવા મળશે. બોસ તમારા કાર્યોની પ્રશંસા કરશે. પ્રયાસોથી જ સફળતા પ્રાપ્ત થશે. તમારી મહેનત અનુસાર જ તમને લાભ મળશે. રોકાણ કરતાં પહેલા યોજના વિશે ખૂબ જ સારી રીતે જાણકારી મેળવી લેવી.

કુંભ રાશિ

આજે ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની રૂપરેખા બનશે. વડીલોની મદદ કરવાથી તમને રાહત મહેસુસ થશે. કાર્યક્ષેત્ર પર પડકારોનો સામનો કરવામાં સક્ષમ રહેશો. પૈસા એક તરફથી આવશે તો બીજી તરફથી ખર્ચ થવાની પણ સંભાવના રહેલી છે. બિનજરૂરી ચીજોમાં ધન ખર્ચ થવાથી પરેશાન રહેશો. તમારા ખુશનુમા વ્યવહારથી ઘરમાં રોનકનું વાતાવરણ જોવા મળશે. તમારા અંગત સંબંધોમાં મધુરતા આવવાની સંભાવના છે.

મીન રાશિ

વેપારીઓને વ્યવસાયમાં વધારો થવાની સાથે સાથે સફળતા અને ધન પણ પ્રાપ્ત થશે. આજે રોકાણના જે નવા અવસર તમારી સામે આવશે તેમના પર વિચાર કરવો, પરંતુ ધનનું રોકાણ ત્યારે જ કરવું જ્યારે તમે તે યોજનાઓનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી લો. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે મજબૂત થશે. પરંતુ કોઈ કામમાં બેદરકારી રાખવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. મહેનતની અપેક્ષા પ્રમાણે લાભ અવશ્ય પ્રાપ્ત થશે. પરિવારના લોકો તરફથી પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *