રાશિફળ ૧૦ માર્ચ ૨૦૨૨ : આજે આ ૩ રાશિવાળા લોકોનું અચાનક બદલાય શકે છે ભાગ્ય, ગ્રહો આપી રહ્યા છે સંકેત

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમે પોતાની વ્યવસાયની અમુક નવી યોજનાઓ બનાવવામાં પસાર કરી શકો છો, જેનાં લીધે ભવિષ્યમાં તમને લાભ અવશ્ય મળશે અને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. મિત્રોનાં સહયોગથી આજે તમે પોતાનાં લાંબા સમયથી અધુરા રહેલા કાર્ય પુર્ણ કરીને પ્રસન્ન રહેશો પરંતુ તમારી પ્રગતિ જોઇને તમારા અમુક શત્રુઓ તમારી ઈર્ષા કરી શકે છે, જેનાથી તમારે સાવધાન રહેવું પડશે નહીંતર તે તમારા બની રહેલા કામમાં અડચણો ઉત્પન્ન કરી શકે છે. આજે તમે પોતાનાં કાર્યક્ષેત્રમાં પણ અમુક બદલાવ કરવાનું વિચારી શકો છો, જે તમારા માટે લાભદાયક રહેશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે અનુકુળ રહી શકે છે. આજે તમને પોતાનાં ભાગીદારીમાં ચાલી રહેલા વ્યવસાયમાં મન મુજબ લાભ મળશે અને તમને પોતાનાં પાર્ટનર પર વિશ્વાસ વધી શકે છે. પ્રેમજીવન જીવી રહેલા લોકોમાં આજે કોઈ તણાવ ઉત્પન્ન થઇ શકે છે તેથી આજે તમારે પોતાનાં જીવનસાથી સાથે વાતચીત કરતા સમયે તેમની વાતો સાંભળવી પડશે. આજે સાંજનાં સમયે તમને ઇજા પહોંચવાની સંભાવનાં રહેલી છે તેથી જો આજે તમારે કોઈ યાત્રા પર જવું પડે છે તો તેને સ્થગિત કરી દેવી. જે લોકો રોજગારની દિશામાં પ્રયાસ કરી રહ્યા છે, તેમને આજે કોઈ શુભ સુચનાં સાંભળવા મળી શકે છે, જેનાં લીધે તે પ્રસન્ન રહેશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે કારણકે આજે તમને નોકરીમાં તમારો કોઈ શત્રુ તમને ફસાવવાની કોશિશ કરી શકે છે અને તમે તેમની વાતોમાં આવીને પોતાનાં અધિકારીઓ સાથે કોઈ વાદવિવાદમાં પડી શકો છો, જે તમારા માટે નુકસાનદાયક રહેશે. જો તમારું કોઇ કાયદાકીય કાર્ય લાંબા સમયથી ચાલી રહ્યું છે તો તેમાં આજે નિર્ણય તમને નિરાશા અપાવનાર રહેશે. આજે તમારે પોતાનાં સંતાનની સંગત તરફ પણ ધ્યાન આપવું પડશે નહીંતર તે કોઈ ખોટી સંગત તરફ અગ્રેસર થઈ શકે છે. જો આજે સાંજનાં સમયે તમારી આસપાસમાં કોઈ વાદવિવાદ થાય છે તો તમારે તેમાં શાંતિ જાળવી રાખવી પડશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે પ્રસન્નતા વાળો રહી શકે છે કારણકે આજે તમારા સંતાનનાં વિવાહની વાત નક્કી થઈ શકે છે, જેનાં લીધે તમે પ્રસન્ન રહેશો અને પરિવારમાં પણ તહેવાર જેવું વાતાવરણ રહેશે. આજે તમે પોતાનાં ઘરમાં સુખ-શાંતિનો અનુભવ મહેસુસ કરશો. આજે તમે પોતાનું અટવાયેલું ધન પરત લેવા માટે પ્રયાસ કરી શકો છો, જેમાં તમને સફળતા મળશે. જો આજે વિદ્યાર્થીઓ કોઈ પ્રતિયોગીમાં ભાગ લેવાનું વિચારી રહ્યા છે તો તે આજે આવેદન કરી શકે છે, તેમનાં માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે તમારે પોતાનાં વ્યવસાય માટે પણ અમુક યાત્રાઓ કરવી પડી શકે છે.

સિંહ રાશિ

આજનાં દિવસે તમે અમુક મોટા-મોટા કાર્ય કરવામાં પસાર કરી શકો છો. આજે તમારા આત્મસન્માનમાં પણ વધારો થશે. આજે તમે પોતાનાં વ્યવસાયની કોઈ મોટી ડીલ ફાઇનલ કરવામાં વ્યસ્ત રહેશો, જેને તમે સાંજ સુધીમાં ફાઇનલ કરી શકો છો. જે લોકો પોતાનાં ધનનું રોકાણ કરવા માંગે છે, તે શેરબજાર અથવા મ્યુચલ ફંડ વગેરેમાં રોકાણ કરી શકે છે, જે તેમનાં માટે ભવિષ્યમાં લાભદાયક રહેશે. આજે તમે પોતાનાં સંતાનનાં વધી રહેલા ખર્ચાઓનાં લીધે થોડા પરેશાન રહેશો, જેનાં પર તમારે નિયંત્રણ રાખવું પડશે નહીંતર બાદમાં તમને પસ્તાવો થઇ શકે છે. આજે તમે પોતાનાં જીવનસાથી સાથે પોતાનાં મનની અમુક વાતો શેર કરશો અને તેનું સમાધાન પણ તમને સરળતાથી મળી જશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રૂપથી ફળદાયક રહેશે તેથી આજે તમારે પોતાનું કોઈપણ કાર્ય ઉતાવળમાં કરવાથી બચવું પડશે. જો તમારો કોઈ સંપત્તિ સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે તો તેમાં પણ આજે અમુક અડચણો આવી શકે છે, જેને દુર કરવા માટે તમે પોતાનાં કોઈ પરીજનની મદદ લઈ શકો છો. નાના વેપારીઓને આજે પોતાનાં વ્યવસાયમાં મન મુજબ લાભ મળવાનાં લીધે તે પ્રસન્ન રહેશે પરંતુ તે પોતાનાં દૈનિક આવશ્યકતાઓની પુર્તિ માટે પણ અમુક ધન ખર્ચ કરશે, જેમાં તેમણે પોતાની આવકને ધ્યાનમાં રાખીને જ ખર્ચાઓ કરવા પડશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમરૂપથી ફળદાયક રહી શકે છે. નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે વધારાનું કામ સોંપવામાં આવી શકે છે, જેનાં લીધે તે પરેશાન રહેશે પરંતુ તે પોતાનાં જુનિયર્સની મદદથી તેને સમયસર પુર્ણ કરવામાં સફળ રહેશે. આજે તમને પોતાનાં પરિવારનાં કોઈ સદસ્યની સમસ્યાનું સમાધાન પણ સરળતાથી મળી જશે. આજે તમને પોતાનાં સંતાન પક્ષ તરફથી કોઈ નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે, પરંતુ તમારે પોતાનાં ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે અને ધીરજથી કોઈપણ મામલાને ઉકેલવો પડશે. આજે તમારા અમુક મિત્રો તમારા કાર્યો અટકાવવાની કોશિશ કરી શકે છે, જેને તમારે ઓળખવા પડશે કારણકે તે લોકો તમારા મિત્રનાં રૂપમાં તમારા શત્રુ હશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉન્નતિવાળો રહેશે. આજે તમને ઘર અને બહાર બધા જ લોકોનો પુરો સાથ મળશે, જેનાં લીધે તમે પોતાનાં તમામ કાર્યો સરળતાથી પુર્ણ કરી શકશો. આજે તમે પોતાનો કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેવા માટે પરેશાન રહેશો, જેમાં તમારે પોતાનાં ભાઈઓ અને પોતાનાં માતા-પિતા ની સલાહની આવશ્યકતા રહેશે. આજે તમારી સામે લાભનાં ઘણા અવસર આવશે પરંતુ જો તમે તેને ઓળખીને તેમનાં પર અમલ કરશો ત્યારે જ તમે તેનો લાભ ઉઠાવી શકશો. આજે તમારો વ્યવસાય સામાન્ય ચાલશે પરંતુ આજે તમે અમુક વ્યક્તિની વાતોમાં આવીને કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે મુશ્કેલીવાળો રહી શકે છે કારણકે તમારા દ્વારા અગાઉ ઉતાવળમાં લેવામાં આવેલ કોઈ નિર્ણય આજે તમારા માટે નવી પરેશાની ઉત્પન્ન કરી શકે છે, જેનાં લીધે આજે તમારે પોતાનાં પરિવારનાં સદસ્યો તરફથી ખરું-ખોટું સાંભળવું પડી શકે છે. આજનાં દિવસે તમારે કોઈપણ વાદવિવાદમાં પડવાથી બચવું પડશે નહીંતર તે બાદમાં તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. આજે તમારે ભાગદોડ પણ વધારે રહેશે, જેનાં લીધે આજે સાંજનાં સમયે તમને થાકનાં લીધે માથામાં દુખાવો, તાવ વગેરે જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. નોકરી સાથે જોડાયેલા જાતકોએ આજે પોતાનાં અધિકારીઓ સાથે વાતચીત કરતા સમયે પોતાની વાણી પર મધુરતા રાખવી પડશે.

મકર રાશિ

આજનો દિવસ તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરવાનો દિવસ રહેશે. આજે તમારે કોઇપણ મોટું કામ હાથમાં લેવાથી બચવું પડશે નહીંતર તે તમારા માટે પરેશાનીનો સોદો સાબિત થઈ શકે છે. આજે કોઇપણ પ્રકારની મુશ્કેલીમાં તમારા મિત્રોનો તમને પુરો સાથ મળશે. જો આજે તમે કોઈ નવું કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો તેમાં થોડા સમય માટે થોભી જવું સારું રહેશે. આજે તમે પોતાનાં લાંબા સમયથી અધુરા રહેલા કાર્યને પુર્ણ કરવા માટે પ્રયાસ કરી શકો છો અને તેને પુર્ણ કરીને જ રાહતનો શ્વાસ લેશો. આજે તમે પોતાનાં કોઇ પારિવારિક સદસ્યનાં સ્વભાવનાં લીધે થોડા પરેશાન રહેશો.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે ખુશહાલ રહેશે. નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે કોઈ શુભ સુચનાં સાંભળવા મળી શકે છે, જેનાં લીધે તે પ્રસન્ન રહેશે. જે લોકો આજે પોતાનાં ધનનું કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગે છે તો આજે તેમણે દિલ ખોલીને રોકાણ કરવું કારણકે તે ભવિષ્યમાં તમને ભરપુર લાભ આપી શકે છે. આજે તમારે પોતાનાં ભાગીદારીમાં ચાલી રહેલા વ્યવસાય તરફ પણ ધ્યાન આપવું પડશે કારણકે આજે તમારો પાર્ટનર તમને દગો આપવાની કોશિશ કરી શકે છે. આજે તમારે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાથી બચવું પડશે નહીંતર બાદમાં તમને પસ્તાવો થઇ શકે છે. આજે સાંજનાં સમયે તમે પોતાનાં કોઈ જરૂરી કાર્ય માટે યાત્રા પર જઈ શકો છો.

મીન રાશિ

આજનાં દિવસે તમે વ્યસ્ત રહી શકો છો. આજે તમે પોતાની આવકમાં વધારો કરવાનાં કારણો શોધવામાં વ્યસ્ત રહેશો, જેનાં માટે તમે પોતાનાં અમુક જરૂરી કાર્યને પણ આગળ માટે ધકેલી શકો છો. વ્યવસાય કરી રહેલા લોકોને આજે પોતાનાં વ્યવસાયમાં લાભ થઈ શકે છે. આજે તમારી મધુર વાણીથી તમારા ઘર અને બહાર બંને જગ્યાએ લોકો તમારાથી પ્રસન્ન રહેશે અને અન્ય લોકો તમારી સાથે મિત્રતા કરવાની ચેષ્ટા કરી શકે છે. આજે તમે પોતાનાં મિત્રો સાથે કોઈ પિકનિક પર પણ જઈ શકો છો, જેમાં તમે પોતાનાં અમુક જુનાં મિત્રોને પણ આમંત્રિત કરી શકો છો, જેને મળીને તમે પ્રસન્ન રહેશો.

નોંધ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૦ માર્ચ ૨૦૨૨ થી અમુક વિભિન્નતા હોય શકે છે. સંપુર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.