રાશિફળ ૧૦ નવેમ્બર : આજે આ ૪ રાશિવાળા લોકોને સાથ આપી રહ્યું છે ભાગ્ય, વ્યવસાયમાં મળશે સારો નફો

મેષ રાશિ

આજે ઓફિસમાં કામનું ભારણ અને ઘરમાં તણાવ રહેવાના કારણે તમારો સ્વભાવ ચીડિયો રહેશે. અમુક કામમાં અડચણો આવવાથી તમારે થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવાથી તમારા બંનેના સંબંધ મજબૂત બનશે. દિવસની શરૂઆતમાં કામનું ભારણ વધારે રહેશે. પરિવારમાં માંગલિક આયોજનની તૈયારી થશે. કોઈ મોટા વ્યાવસાયિક લેવડ-દેવડને અંતિમ રૂપ આપી શકો છો. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું.

વૃષભ રાશિ

આજે ધનની પ્રાપ્તિ થઇ શકે છે. પારિવારિક જીવન સુખમય રીતે પસાર થશે. પ્રવાસ માટે દિવસ વધારે સારો રહેશે નહી. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે જે પણ કામ શરૂ કરશો તે સમયસર પૂર્ણ કરી લેશો. વેપારીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. વિદ્યાર્થીઓ નવા અવસરોની પ્રાપ્તિ કરશે. તમને કરિયર સાથે સંબંધિત અમુક નવા અવસર પ્રાપ્ત થશે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી મન પ્રસન્ન રહેશે. કરવામાં આવેલ સખત પરિશ્રમ સાર્થક થશે.

મિથુન રાશિ

કામકાજને લઈને આજે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ શાનદાર રહેશે. બોસ તમારા કામથી ખૂબ જ ખુશ થશે. તમને અચાનકથી કોઈ જગ્યાએથી ધન લાભ થશે. હસી મજાકમાં કહેવામાં આવેલી વાતોનાં પ્રત્યે કોઈના પર શંકા કરવાથી બચવું. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું. કોઈ સર્જનાત્મક કામમાં પોતાને વ્યસ્ત રાખશો તો સારું રહેશે. જીવનસાથીની  અણસમજનાં કારણે તમારામાં ક્રોધની માત્રા વધારે રહેશે. વિરોધીઓ સક્રિય રહેશે, તે તમારા વિશે ખોટી અફવા ફેલાવી શકે છે.

કર્ક રાશિ

આજે નિર્ણય ના લઈ શકવાનાં પરિણામ સ્વરૂપે નવા કાર્યોનો પ્રારંભ કરવો તમારા માટે નુકસાનકારક રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે. જીવનસાથી તમારી પ્રામાણિકતાથી પ્રભાવિત થશે. કાર્યસ્થળ પર મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડશે. સંપત્તિના કાર્યો લાભ આપશે. અમુક નવા અનુભવો માટે તમારે તૈયાર રહેવું જોઈએ. સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. આકસ્મિક કાર્ય આવવાથી નિર્ધારિત યોજનાઓમાં બદલાવ કરવો પડી શકે છે.

સિંહ રાશિ

તમારું ધેર્ય દિવસના અંત સુધીમાં ચીજોને બદલી નાખશે, જેનાથી દરેક ચીજ તમારા અનુકૂળ થઈ જશે. કોઈ ધાર્મિક આયોજનમાં જવાનો અવસર મળી શકે છે. નજીકના લોકોને તમારી પાસેથી અમુક અપેક્ષાઓ રહેશે. પોતાના સંબંધને બચાવવા માટે સમાધાન કરવું પડશે. કાર્યસ્થળ પર બિનજરૂરી ખર્ચાઓ થશે. વ્યવસાયનાં કામ સાથે જોડાયેલ કોઈ યાત્રા આજે તમારે કરવી પડી શકે છે. કામનું ભારણ પહેલા કરતાં થોડું ઓછું થઈ શકે છે. પોતાનો વ્યવહાર નરમ રાખવો અને વાણીમાં મીઠાશ લાવવી.

કન્યા રાશિ

તમારા જીવનસાથી કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર તમને આશ્વાસન આપશે. આર્થિક સ્થિતિને થોડુંક સંભાળવાની જરૂરિયાત રહેશે. તમારે અમુક ઉતાર ચઢાવ નો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં જરૂરી કામની યોજના બની શકે છે. તમે પોતાના અનુભવથી કાર્યને પૂર્ણ કરી શકશો. તમે જે લોકોની ક્યારેક મદદ કરી હતી તે આજે તમને દગો આપી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો. તમારે પોતાનું ધ્યાન તમારા મહત્ત્વના કામ પર જ રાખવું.

તુલા રાશિ

આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવવાની સંભાવના રહેલી છે. કોઈની સાથે વાતચીત કરતા સમયે શબ્દોનું ધ્યાન રાખવું. તમારું કોઈ નજીકનું તમને કોઈ પ્રતિકૂળ સ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. લેખન અને ગ્લેમર ક્ષેત્રમાં કામ કરતા લોકોને સફળતા મળી શકે છે. કોઈ વાદ-વિવાદથી દૂર રહેવાનો સમય છે. દિવસની શરૂઆતમાં આળસ તમારા પર હાવી રહેશે. અધિકારી વર્ગ કામનાં ભારણનાં લીધે વ્યાકુળ રહેશે. લવ લાઈફ ખૂબ જ સારી રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાની જરૂરિયાત રહેશે, જ્યાં તમારે દિલની જગ્યાએ મગજનો ઉપયોગ વધારે કરવો પડશે. કરિયરમાં પ્રગતિ મળવાના યોગ છે. જીવનસાથી તમારી કોઈ સલાહથી નારાજ થઈ શકે છે. ઘણા દિવસોથી રોકાયેલ કામ પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. વૈવાહિક જીવન આનંદમય રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે. કોઈ જગ્યાએ ફરવા જઈને ખુબ જ એન્જોય કરી શકશો. નોકરી-વ્યવસાયમાં અનુકૂળ પરિસ્થિતિ રહેશે. મિત્રો સાથે લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

ધન રાશિ

ગપ્પાબાજી અને અફવાઓથી દૂર રહેવું. આર્થિક જરૂરિયાત પૂરી ના થવાથી તમારા વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે. આજે ધનનાં આગમનથી મન પ્રસન્ન રહેશે. દાંપત્યજીવન સારું રહેશે. બીપીનાં દર્દીઓએ સાવધાની રાખવી પડશે. કોઇ ગરીબ વ્યક્તિને ધાબળાનું દાન કરવું. જો આજે તમે ઓફિસમાં વધારે સમય પસાર કરશો તો તમારા ઘરેલું જીવનમાં નકારાત્મક અસર પડી શકે છે. કોઈ ખાસ મીટીંગ થઇ શકે છે. સંતોનું સાનિધ્ય મળી શકે છે.

મકર રાશિ

ભાગ્ય પક્ષ મજબૂત થવાથી કોઇ મોટા લાભની સંભાવના રહેલી છે. તમારા ખર્ચાઓમાં વધારો થશે, જે તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. પરિવારનાં સદસ્યોની સાથે શાંતિપૂર્ણ દિવસનો આનંદ લઈ શકશો. દાંપત્યજીવનમાં ખુશહાલી રહેશે. પેટ દર્દથી પરેશાન રહી શકો છો. તમારો જિદ્દી સ્વભાવ તમારા માં-બાપની શાંતિ છીનવી શકે છે. આજે કોઈપણ સોદાઓ કરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની મદદ જરૂર લેવી. બિનજરૂરી ભાગદોડ રહેશે.

કુંભ રાશિ

આજે તમારે જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. આજે તમે અનુભવશો કે તમારા પ્રિયનો પ્રેમ તમારા પ્રત્યે ખૂબ જ ઊંડો છે. સહકર્મીઓ પાસેથી અપેક્ષા પ્રમાણે સહયોગ મળશે નહી, પરંતુ ધૈર્ય રાખવું. વ્યવસાયમાં નવા અવસરોની પ્રાપ્તિ થઇ શકે છે. ઉચ્ચ અધિકારી પાસેથી મળેલ સહયોગ તમને પ્રોત્સાહિત કરશે. પ્રયત્ન કરવાથી રોકાયેલા કામ પૂર્ણ થઇ શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે.

મીન રાશિ

આજે ધાર્મિક કાર્યોનું આયોજન કે ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યાં છે. આજે તમે કોઈનું દિલ તૂટવાથી બચાવી શકો છો. જે લોકો કલા અને રંગમંચ વગેરે ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને આજે પોતાનું કૌશલ્ય બતાવવા માટે નવા અવસર પ્રાપ્ત થશે. ધનની પ્રાપ્તિ થઇ શકે છે. તમારો પ્રેમ ભર્યો રોમેન્ટિક અંદાજ તમારા દાંપત્યજીવનને નવા રંગોથી ભરી દેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મહત્વપૂર્ણ કાર્યો પર નજર બનાવી રાખવી. મહત્વપૂર્ણ કાર્યો પ્રત્યે જવાબદારીઓ વધી શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૦ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.