મેષ રાશિ
આજે તમે માનસિક રૂપથી આનંદમાં રહી શકશો. આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરપૂર રહેશો. નોકરીમાં સહયોગીઓ તમારા પ્રત્યે ઈર્ષાનો ભાવ રાખશે. વિદ્યાર્થીઓને લાભ પ્રાપ્ત થશે, મનોરંજન કાર્ય પર ખર્ચ થશે. કોઈ ખોવાયેલી વસ્તુ આજે મળવાની સંભાવનાઓ વધારે છે. તમારું સ્વાસ્થ્ય આજે ખૂબ જ સારું રહેશે. આજે તમને કાર્યક્ષેત્રમાં નવા પરિણામ મળશે. પ્રોપર્ટી ડીલરો અને રિયલ એસ્ટેટ એજન્ટોએ ગંભીર અવરોધો દૂર કરવા પડશે.
વૃષભ રાશિ
આજે તમારી સામે નવા કામ અને નવી વ્યવસાય ડીલ આવી શકે છે. પરિવારના લોકો સાથે સંબંધ મધુર બનશે. અધિકારીઓની શુભ દ્રષ્ટિથી તમારો ઉત્સાહ વધશે. ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. કાર્યમાં યશની પ્રાપ્તિ થશે. નોકરિયાત લોકોને અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધારે પડતા કામના લીધે તણાવ વધી શકે છે. કોઇની વાતોમાં ફસાવાથી ઘરમાં કલેશ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ખુશીઓ આવી શકે છે.
મિથુન રાશિ
આજે મહિલાઓએ પોતાનો નિર્ણય સ્વયં લેવાની કોશિશ કરવી. સંતાન પ્રત્યે પોતાની જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવશો. નોકરીમાં અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવવી નહી. આજના દિવસે તમારે ક્રોધ અને અહંકારથી દૂર રહેવું. તમે પોતાના જ્ઞાનની સહાયતાથી પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકશો. તે લોકો માટે આજનો દિવસ સારો પસાર થશે જે પ્રેમમાં છે. તમને કંઈક સરપ્રાઈઝ મળી શકે છે.
કર્ક રાશિ
આજે સમસ્યાઓ સામે લડવા માટે દિવસ સારો રહેશે. મનની એકાગ્રતા ઓછી થવાના કારણે બેચેની થઈ શકે છે. ધર્મ કર્મના કાર્યોમાં રુચિ રહેશે. અધ્યાત્મ પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવાથી આનંદની પ્રાપ્તિ થશે. કાર્યમાં સફળતા અને યશ મળશે. શારીરિક રૂપથી નિષ્ક્રિયતાનો અનુભવ કરશો. કોઈ પ્રિય વસ્તુ તમારી પાસેથી છીનવાઇ શકે છે અથવા તો નષ્ટ થઈ શકે છે. માનસિક તણાવમાં રહેશો. મિત્રતા માટે ઉદારતા દાખવશો.
સિંહ રાશિ
આજે તમારું નાણાકીય ભાગ્ય ઉચ્ચ ચાલી રહ્યું છે. બસ તમારે પોતાના આવેગને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરવી. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. કોઈ જોખમ ભર્યું પગલું ભરવું નહી. મનોરંજનના કાર્યમાં સમય વધારે પસાર થશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત અને સહયોગ પ્રાપ્ત થશે. આર્થિક યોજનાઓ સફળ થશે. સંબંધીઓ અને અન્ય લોકોની ભલાઈ માટે આગળ રહેશો. તમે પોતાની નાણાકીય સુરક્ષાનો આનંદ પણ લઈ શકશો. આજના દિવસે વાહન સાવધાનીપૂર્વક ચલાવવું.
કન્યા રાશિ
આજે તમારે અધિકારીઓની અપેક્ષાઓને પહોંચી વળવા માટે સખત મહેનત કરવી જોઈએ. નાણાકીય હેતુ અને પૈસાના રોકાણ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. નિર્ધારિત કરેલા કાર્ય પૂરા થશે. આવકમાં વધારો થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. પારિવારિક મુદ્દાઓને શાંતિથી ઉકેલીને પ્રસન્નતાનો અનુભવ કરશો. સલાહકારના અભિપ્રાય મુજબ રોકાણ કરવું ફાયદાકારક સાબિત થશે. પોતાના પાર્ટનરને સમજવામાં થોડી પરેશાની થઇ શકે છે.
તુલા રાશિ
આજે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારો દિવસ ખૂબ જ સારો છે. શારીરિક રીતે તાજગીનો અનુભવ કરશો. વ્યવસાયમાં સહયોગ અને આર્થિક મજબૂતી મળશે. વ્યવસાય બાબતે કરવામાં આવેલા પ્રયાસો રંગ લાવશે. પ્રેમ જીવન માટે આજનો દિવસ થોડો કમજોર રહી શકે છે. પરિવારનું વાતાવરણ સામાન્ય રહેશે. આજે તમને મહેસુસ થશે કે તમે પોતાના નકારાત્મક વિચારોનો ત્યાગ કરી દીધો છે. પ્રેમમાં મધુરતા જળવાઈ રહેશે. કંઈપણ બોલતા પહેલા થોડું વિચારી લેવું.
વૃશ્ચિક રાશિ
પ્રેમીની તરફથી તમને શારીરિક અને માનસિક શાંતિ મળશે, જેના લીધે તમારું મન પ્રસન્ન રહેશે. આવકમાં થોડી કમી જોવા મળશે પરંતુ તેમ છતાં પણ તમારું કરિયર શ્રેષ્ઠ રહેશે. કોઈ જુના કામની ફરીથી શરૂ કરી શકો છો. આજનો દિવસ વ્યવસાય અને નોકરીયાત લોકો માટે એક ઉત્કૃષ્ટ દિવસ રહેશે. તમે પોતાના સંબંધને વધારે સારા બનાવી શકશો. આજે તમે પોતાના મિત્રોની સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો પસાર થશે.
ધન રાશિ
આજે તમારા સામાજિક માનમાં વધારો થશે. આવેશમાં આવીને આળસુ ના બનવું. ધર્મ-કર્મમાં તમારી રુચિ વધશે. ઘરેણા પર ખૂબ જ ખર્ચો થશે. પોતાના પ્રિય પાસે કોઈ ખાસ ડિમાન્ડ કરી શકો છો જેમને તે પૂરી પણ કરશે. પરિણીત લોકોના લગ્ન જીવનમાં તણાવ જોવા મળી શકે છે. જુનો રોગ ફરી બહાર આવી શકે છે. આર્થિક લાભની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. તમને પોતાના કાર્યક્ષેત્રમાં વધારે અધિકાર પ્રાપ્ત થશે.
મકર રાશિ
આજે તમારા જુનીયરના સમર્થનના કારણે તમારા વ્યવહારમાં ઉત્સાહ જોવા મળી શકે છે. આવકથી વધારે ધન ખર્ચ થવાથી તમારા મનમાં ગુસ્સાનો ભાવ રહેશે. કામકાજની બાબતમાં આજે તમે ખૂબ જ સાવધાનીપૂર્વક કામ કરશો અને આવક સામાન્ય રહેશે. કોઈ સાથે વિવાદ થઈ શકે છે. નોકરી કે કાર્ય વ્યવસાયના ક્ષેત્રમાં તમારા માટે ચૂપ રહેવું જ આજે લાભદાયક રહેશે. તમને પોતાના પરિવારના સદસ્યો અને સંતાનો તરફથી સમર્થન અને પ્રેમ મળશે.
કુંભ રાશિ
આજે તમારા નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે. દાંપત્ય જીવનમાં કોઈ શંકાને લઇને અસહજતા જળવાઈ રહેશે. બિનજરૂરી યાત્રા પર ખર્ચ થઈ શકે છે. અંગત જીવન સારું રહેશે અને આજનો દિવસ તમે ખૂબ જ સારી રીતે એન્જોય કરી શકશો. તમારા પ્રેમ-પ્રસંગમાં સકારાત્મક વિકાસ થશે. આજે ખર્ચા ઓછા થશે. ઉતાવળમાં કોઇ એવું પગલું ભરવું નહીં જેના લીધે બાદમાં પસ્તાવું પડે. તમારા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું.
મીન રાશિ
આજે ગુસ્સામાં તમે ખોટો નિર્ણય લઈ શકો છો. વધારે પડતી સમજદારી તમારા દુખનું કારણ બનશે. નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. કામકાજની બાબતમાં તમારે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. ભાગ્યનો પૂરો સાથ તમને પ્રાપ્ત થશે. દાંપત્ય જીવન સુખમય રીતે પસાર થશે. અચાનક યાત્રાના યોગ તમારી રાશિમાં જોવા મળી રહ્યા છે. કોઈ જૂનો મિત્ર કે પછી સંબંધી મળી શકે છે. તમારું લગ્ન જીવન આનંદમય જળવાઈ રહેશે.