રાશિફળ ૧૧ નવેમ્બર : આજે આ ૫ રાશિઓ પર ગણેશજી વરસાવશે પોતાની કૃપા, દરેક ઈચ્છા થશે પૂરી

Posted by

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોએ આજે પોતાનાં મનની વાત દરેક સાથે શેર ના કરવી. અમુક લોકોનો વ્યવહાર તમને સમજમાં નહી આવે. બોસની સાથે સંબંધ સારા રહેશે. પરિવારનાં લોકોની સાથે કોઈ જગ્યાએ અચાનક ફરવા જઈ શકો છો. યાત્રા કરતા સમયે પોતાનાં સામાનનું વિશેષ ધ્યાન રાખવું. કાર્યક્ષેત્ર પર ઉચ્ચ અધિકારી તમારાથી પ્રસન્ન રહેશે. ઘરનું વાતાવરણ સામાન્ય રહેશે. વ્યવસાય કરતા લોકોને વધારે મહેનત કરવી પડશે. વાહન સંભાળીને ચલાવવું. કોઈ શુભ કાર્ય થવાની સંભાવના રહેલી છે.

વૃષભ રાશિ

આજનો દિવસ થોડો અનિશ્ચિતતા ભરેલો રહેશે. તમારે સંવેદનશીલ લોકો સાથે વાત કરતાં સમયે સાવધાન રહેવું પડશે. એકલતાથી બચવું. આજે વિરોધીઓ તમારા માટે દુષ્પ્રચાર કરશે. નોકરીનું વાતાવરણ થોડું તણાવભર્યું રહેશે અને સ્થાન પરિવર્તનનાં યોગ છે. કાર્યક્ષેત્ર પર પોતાની ક્ષમતાઓનો ભરપૂર લાભ ઉઠાવવાનો સમય છે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. જીવનસાથીની સાથે તણાવપૂર્ણ સંબંધ રહી શકે છે.

મિથુન રાશિ

આજે માનસિક શાંતિ તો રહેશે, પરંતુ આત્મવિશ્વાસમાં કમી આવશે. વ્યવસાય માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. દાંપત્યજીવનમાં પરસ્પર સમજ વધશે. કોઈ વિપરીત લિંગનાં સંબંધમાં આકર્ષણ વધશે. અમુક નવા ઉત્સાહ અને કાર્યક્ષમતાની અનુભૂતિ કરશો. નવી સંપત્તિ ખરીદવા પર વિચાર કરશો. તમારા મનમાં અચાનક નવો વિચાર આવી શકે છે, જે તમારા માટે કારગર સાબિત થશે. ધ્યાન રાખવું કે કામના ચક્કરમાં ભોજન કરવાનું ભૂલવું નહી, તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

કર્ક રાશિ

આજે તમને તમારા જીવનસાથી તરફથી કંઈક ખાસ જોવા મળી શકે છે. આજે લોકો તમારી સાથે વાત કરીને ખુશ થશે. કોઈ નવી દિશામાં સકારાત્મક વિચાર અવશ્ય રંગ લાવશે. નવા કાર્યોનાં અમલીકરણ માટે પ્રયત્ન તીવ્ર કરશો. અચાનક લાભની પ્રાપ્તિ થશે. બિનજરૂરી વિવાદોથી દૂર રહેવાના પ્રયત્નો કરવા. તમે પોતાના કાર્યમાં સફળ થવાની પૂરી કોશિશ કરશો, પરંતુ કોઇ ત્રીજી વ્યક્તિ તમારા કામમાં અડચણ ઉત્પન્ન કરી શકે છે.

સિંહ રાશિ

આજે તમારા સગા-સંબંધીઓની સાથે મતભેદ થઈ શકે છે. આજે તમે પોતાના દરેક કાર્યો ખૂબ જ સરળતાપુર્વક પૂર્ણ કરશો. વિરોધીઓથી કાર્યક્ષેત્રમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. યાત્રાનો ભરપૂર આનંદ ઉઠાવશો. ગપ્પાબાજી અને અફવાઓથી દૂર રહેવું. બીજાની સફળતા જોઇને પોતાની અંદર હિન ભાવના પાળશો નહી. ખર્ચાઓ પર કંટ્રોલ ના થવાથી પરેશાન રહેશો. આજે તમને બીજા લોકોની મદદ કરવાનો અવસર મળશે, જેને કરીને તમને ખૂબ જ સારું લાગશે.

કન્યા રાશિ

આજે તમે પોતાને સ્વસ્થ મહેસૂસ કરશો. જીવનમાં પ્રગતિનાં નવા રસ્તા ખુલશે. આજે તમારું મન કામમાં લાગશે નહી પરંતુ તેમ છતાં પણ પૂર્ણ કરવું પડશે. જીવિકા ક્ષેત્રમાં નવા પરિણામો તમને ઉત્સાહિત કરશે. યોજનાઓમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. ઓફિસમાં શેડ્યુલ બદલી શકે છે. જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું દાન કરવું. સ્વાસ્થ્ય સારું રહેશે. લોકોને ઝડપથી પારખવાની ક્ષમતા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયરમાં પ્રગતિનાં મામલામાં અમુક અડચણો આવી શકે છે.

તુલા રાશિ

આજે તમારા બાળકો કોઇ મહત્વપૂર્ણ બાબતમાં તમારી સલાહ લેશે. આજે તમે નોકરી કે વ્યવસાય સાથે જોડાયેલ કોઇ મોટો નિર્ણય લઈ શકો છો. જીવનસાથી પાસેથી ગિફ્ટ મળી શકે છે. પરણિત લોકોનાં દાંપત્યજીવનમાં મધુરતા આવશે અને જીવનસાથી સાથે નિકટતા વધશે. પ્રેમીઓ માટે પણ સમય ખૂબ જ સારો રહેશે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઇ શકે છે. ઇચ્છિત ફળ મેળવવા માટે શ્રીગણેશજીને પ્રાર્થના અર્પિત કરવી. તમામ કાર્ય સમયસર પૂર્ણ થશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. કામમાંથી સમય કાઢીને થોડો સમય પોતાના પરિવારને આપવો. વ્યવસાયની બાબતમાં કોઈ અનુભવીની સલાહ જરૂર લેવી. ઉતાવળ કરવી નહિ. નવા લોકો સાથે મુલાકાત તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે. તમારે પોઝિટિવ રહેવાની જરૂરિયાત છે. અધૂરા રહેલા કામ પૂરા કરવામાં તમને પરેશાની થઇ શકે છે. પ્રેમ પ્રસંગમાં સાવધાની રાખવી, નહિતર માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે.

ધન રાશિ

આજે કોઈ એવા સંબંધીને ત્યાંથી નિમંત્રણ આવી શકે છે જ્યાં તમે ઘણા દિવસોથી જઈ શક્યા ના હોય. અટવાયેલા પૈસા પરત મળવાની સંભાવના રહેલી છે. આજે કોઈ નવા અને રોચક વ્યક્તિને મળવાની તક મળશે. અચાનક ફાયદો થઈ શકે છે. વ્યવસાયમાં નવા સોદા થઈ શકે છે. સાચા અને સકારાત્મક લોકો સાથે વાતચીતથી સહાયતા મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પારિવારિક સુખ અને સંતોષ રહેશે. વ્યવસાયમાં તમને સારો એવો નફો મળશે.

મકર રાશિ

આજનો દિવસ નફો આપનાર રહેશે. જો તમારા સાંધામાં દુખાવો હોય તો હવે તમને આરામ મળશે. અમુક નવા લોકો તમારા સાથે જોડાઈ શકે છે. લવ પાર્ટનરની મદદથી ધન લાભ થવાના યોગ છે. તમને ભાવનાત્મક સહયોગ મળી શકે છે. આજનો ગતિશીલ દિવસ સંભાવનાઓથી ભરેલો છે. સામાજિક અને સામૂહિક કામો માટે લોકો સાથે મુલાકાત થઇ શકે છે. મહિલાઓએ પોતાના અંગત દસ્તાવેજોને સુરક્ષિત રાખવાની આવશ્યકતા રહેશે.

કુંભ રાશિ

આજે તમે પોતાના પરિવારની આર્થિક સ્થિતિને મજબૂતી પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશો. જીવનસાથી તરફથી મદદ મળવાના યોગ બની રહ્યા છે. અવિવાહિત લોકોની લવ લાઇફ સારી રહેશે. પ્રગતિ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. જો તમે સમજી-વિચારીને કામ લેશો તો આજે વધારે ધન કમાઇ શકો છો. તમારી કામકાજની રીતમાં બદલાવ થઈ શકે છે, જેનાથી તમને ફાયદો થશે. પરિવારની કોઈ મોટી ચિંતામાંથી રાહત મળશે.

મીન રાશિ

આજે વ્યાવસાયિક ક્ષેત્રમાં અનુકૂળ વાતાવરણ રહેશે. કોઈ કામ કે વાતમાં ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. આજે તમે પોતાનું કાર્ય ખૂબ જ સરળતાપૂર્વક પૂર્ણ કરશો. તમે જેમને પ્રેમ કરી રહ્યા છો તેમની સામે આજે પોતાનો પ્રેમ વ્યક્ત કરવો. આજે તમે નવું વાહન કે મોબાઈલ ખરીદવાનું મન બનાવી શકો છો. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. સાવધાનીપૂર્વક પૈસાનું રોકાણ કરવું. ખર્ચાઓ પર થોડો કાબૂ રાખવો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૧ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *