રાશિફળ ૧૨ ડિસેમ્બર : આજે સતર્ક થઈ જાય આ ૬ રાશિઓનાં જાતકો, શનિની ઢૈય્યા કરશે પરેશાન

Posted by

મેષ રાશિ

આજે તમારી રોજની દિનચર્યામાં બદલાવ આવશે. ભાગ્ય બુલંદ રહેશે, જેના લીધે તમને દરેક કામમાં સફળતા મળશે. કામકાજની બાબતમાં કરવામાં આવેલ તમામ પ્રયાસો કારગર સાબિત થશે. તમે પોતાની આવકમાં વધારો કરવા માટે ખૂબ જ પ્રયાસ કરશો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કમાં આવવાથી લાભ મળશે. પરિવારના લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમે કોઈ અન્ય લોકોની ઈર્ષા પણ કરી શકો છો કે તમે એવું ઇચ્છશો કે તમારી પાસે પણ એવું જ હોય.

વૃષભ રાશિ

આર્થિક મોરચા પર આજનો દિવસ લાભકારી રહેશે. ભાગ્ય આજે તમારો સાથ આપવા માટે તત્પર છે, નવા અવસર પ્રાપ્ત થશે. દરેક અવસરનો લાભ ઉઠાવવો અને આગળ વધતા રહેવું. શેરબજારમાં પૈસાનું રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું, બની શકે તો દૂર જ રહેવું. કોઇ વાહનમાં અચાનકથી ખરાબી આવવાના કારણે ખર્ચાઓ વધી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે અને જીવનસાથીના સહયોગથી આજનો દિવસ શાંતિથી પસાર થશે. અટવાયેલું ધન પરત મળી શકે છે. યાત્રા કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે.

મિથુન રાશિ

તમારી પાસે અપાર પ્રતિભા હોવા છતાં પણ આજે તમે હીનતાના કારણે પ્રતિભાઓના લાભથી વંચિત રહેશો. આજે તમને ધનલાભ થશે અને તમને કરજમાંથી મુક્તિ મળી શકે છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાના પ્રયાસ કરવા. ભાગીદારીના કામોમાં નફો થશે. લાભ પ્રાપ્ત કરવાના ઘણા અવસર સામે આવશે. આવકમાં વધારો થશે. પ્રેમ જીવન થોડું કમજોર રહેશે. દાંપત્યજીવન સામાન્ય રહેશે. પારિવારિક જીવન સુખી રહેશે.

કર્ક રાશિ

દિવસના પહેલા ભાગમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, સાંજનો સમય ખુબ જ શાંતિથી પસાર થશે. આજે અમુક લોકોના જીવનમાં નવા અવસર આવશે, જેને નજરઅંદાજ કરવા નહી, નહીતર બાદમાં પછતાવવું પડી શકે છે. નોકરીમાં દુશ્મન તમારા કામ બગાડવાની કોશિશ કરી શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું અને અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ના કરવો, નહીતર મુશ્કેલીમાં મુકાઇ શકો છો. સમસ્યાઓનું જેટલી ધૈર્યની સાથે સમાધાન કરશો, ભવિષ્યમાં તમને એટલો જ લાભ થશે.

સિંહ રાશિ

વ્યાવસાયિક મોરચા પર કોઈ મહત્વપૂર્ણ મુદ્દાને ઉકેલવામાં સફળ રહેશો. તમે જેટલી મહેનત કરશો એટલા જ સારા પરિણામ પ્રાપ્ત થશે. અભ્યાસમાં પોતાના લક્ષ્યને મેળવવા માટે સફળ લોકોના સંપર્કમાં રહેવું. કોઈની સાથે પ્રેમ સંબંધોની શરૂઆત થઇ શકે છે. તમે પોતાની વાતને સકારાત્મક રૂપથી લોકોની સામે રાખશો તો ફાયદો થશે. ગાયને રોટલી ખવડાવવી, મહેનતનું ફળ મળશે. તમારા બાળકો પરિવારના મહત્વને સમજી શકશે અને ઘર પર સમય પસાર કરશે.

કન્યા રાશિ

શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થઈ શકે છે. ધનની બાબતમાં પણ આજે લાભ થશે. આજે નાની યાત્રાઓ કરવાના યોગ બની રહ્યા છે. ખર્ચાઓમાં વધારો થશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. તમારું પ્રિય વ્યક્તિ તમારા પર પ્રેમ અને સ્નેહ વરસાવશે. કોઈ એવું વ્યક્તિ કે જેના પર તમે વિશ્વાસ કરતા હશો તે તમને સંપૂર્ણ સત્ય જણાવશે નહી, સંપૂર્ણ સત્યને જાણવા માટે થોડી તપાસ કરવી પડશે. પોતાના કાર્યોમાં પ્રયાસ કરતા રહેવાથી સફળતા મળશે.

તુલા રાશિ

બપોર બાદ તમે કોઈ વાતને લઈને ચિંતામાં રહી શકો છો. કામ કે વ્યવસાયને લઈને ઘણા પ્રકારની ચિંતા રહી શકે છે, તેવામાં તમારે પોતાના કામ પર ધ્યાન આપવું અને પરિવારના વાતાવરણને પણ સુધારવાના પ્રયાસ કરવા. આજે પરિવારમાં ઘરના વડીલોનો સહકાર મળી શકે છે. સર્જનાત્મક કાર્ય પર ધન લગાવી શકો છો. પ્રેમ જીવન માટે દિવસ ખૂબ જ કમજોર રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ આજે સારું રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારે આર્થિક બાબતોમાં જોખમ લેવાથી બચવું જોઈએ. આજે તમે પોતાનામાં સ્ફૂર્તિ અને ઉર્જાનો અનુભવ કરશો. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે. કાર્યસ્થળમાં પોતાના સિનિયર અને સહકર્મીઓની સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવા. આજે કોઈ તમારા દિવસને અનમોલ બનાવી શકે છે. કોઈની સાથે પ્રેમ સંબંધોની શરૂઆત થઇ શકે છે. તમારા માતા-પિતા તમને આશીર્વાદ આપશે. આજે કોઈ સમસ્યાને હળવાશમાં લેવી નહી, નહીતર નુકસાન થઈ શકે છે.

ધન રાશિ

આજે માનસિક રૂપથી ખૂબ જ આનંદિત રહી શકશો. પરિણીત લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. રચનાત્મક કામથી તમને ધન લાભ થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા સાથીની સાથે મતભેદ થઈ શકે છે. તમને પરિવારના લોકોનો સાથ મળશે માતા-પિતાના આશીર્વાદનું ફળ આજે તમને મળતું નજર આવશે. કોઈ કાર્યમાં થોડી પણ કોશિશ કરશો તો નસીબ તરફથી તમને તેમનું પૂરું ફળ જરૂર મળશે.

મકર રાશિ

પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થશે. સામાન્ય રૂપથી શારીરિક-માનસિક તાજગીની સાથે આજે કાર્ય કરી શકશો. તમારી સમસ્યાઓના ઝડપી ઉકેલ શોધવાની કોશિશ કરવી નહી. અભ્યાસમાં ભાગ્યનો સાથ મળી શકે છે. આજે કોઈ વાદ-વિવાદનાં કારણે વધારે ધન ખર્ચ કરવાથી બચવું. વિદ્યાર્થીઓએ આજે અમુક અડચણોને દૂર કરવી પડશે. નાણાંકીય મોરચે સારા સમાચાર મળી શકે છે. નકારાત્મક વિચારોથી મન વિચલિત રહી શકે છે.

કુંભ રાશિ

કામના મોરચા પર આજે એક સામાન્ય દિવસ રહેશે, કારણકે તમે પોતાના લાંબા સમયથી અટવાયેલા કાર્યોને પૂર્ણ કરવામાં સફળ રહેશો. અમુક જૂની બાબતોનો ઉકેલ આવશે. કોઈ એક જ વિષય પર ધ્યાન આપશો તો સારું રહેશે. કોઈની સાથે શોપિંગ પર જઈ શકો છો. અભ્યાસમાં અમુક સમસ્યાઓનો સામનો કરવો પડશે. અન્ય લોકોના કામમાં દખલગીરી કરવાથી બચવું જોઈએ. દિવસભરના કામથી આળસ મહેસુસ થશે. અન્ય લોકોને પ્રભાવિત કરવા માટે જરૂરિયાતથી વધારે ખર્ચાઓ કરવા નહી.

મીન રાશિ

આજે તમારે અતિ ઉત્સાહમાં આવવાથી બચવું જોઈએ. વાતચીતમાં સંતુલિત રહેવું. તમે પોતાના કામના ભારણ સામે ટકી શકશો નહિ, અન્ય લોકોને જવાબદારી સોંપવી પડી શકે છે. પરિવારના અમુક મામલાઓ પર તરત જ ધ્યાન આપવાની જરૂરિયાત છે. તમે એક ઝડપી અને કુશળ કાર્યકર્તાના રૂપમાં કાર્ય કરશો અને કોઈપણ પ્રકારે નિયંત્રણ મેળવી શકશો. ભાઈઓ સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. નવા વ્યવસાયમાં રોકાણ કરવાથી તમને લાભ થશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૨ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *