મેષ રાશિ
પારિવારિક જીવનમાં જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. શુભચિંતકોની સલાહ પર ધ્યાન આપવું. અન્ય લોકોના મામલાઓથી પોતાને દૂર રાખવાના પ્રયત્નો કરવા. ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આજે તમે ફરી એકવાર સમયમાં પાછળ જઈને લગ્નના શરૂઆતના દિવસોના પ્રેમને મહેસૂસ કરી શકશો. આજે તમે મનોરંજનના કાર્ય કરી શકો છો. માન-સન્માનમાં વધારો થશે. રિયલ એસ્ટેટમા ધનનું રોકાણ થશે.
વૃષભ રાશિ
આજે સારી ભાવનાત્મક અભિવ્યક્તિથી સંબંધોમાં મધુરતા વધશે. તમારે પોતાની વિચારસરણી અને વ્યવહારને સંતુલિત રાખવા જોઈએ. આજે કોઈના પર વધારે ભરોસો કરવાથી તમારે બચવું પડશે. આજે સમજી-વિચારીને કોઈ મોટો નિર્ણય લેશો તો સારું રહેશે. જો તમે કોઈ પ્રોપર્ટી લેવા વિશે વિચારી રહ્યા હોય તો દિવસ સારો છે. કોઈ મુશ્કેલ પરિસ્થિતિનું સરળતાથી સમાધાન મળી જવાથી મોટી રાહત મળશે.
મિથુન રાશિ
તમારો સાથી અમુક બાબતો પર તમારી સાથે રહેવા માટે દરેક સંભવ કોશિશ કરશે. આજના દિવસની શરૂઆત સુખ-શાંતિ અને આનંદના વાતાવરણમાં થશે. વિરોધીઓ પાસેથી પણ આજે તમે સહયોગ પ્રાપ્ત કરી શકશો, પ્રયાસ જરૂર કરવા. કોઈ નવા વ્યવસાયનાં પ્રોજેક્ટ પર કાર્ય પ્રારંભ કરી શકશો. અધૂરા રહેલા કાર્યો સંપન્ન થશે. કોઈ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્યમા ધીમે ધીમે સુધારો જોવા મળશે. પરિવારના લોકો સાથે વાદ-વિવાદ કરવાથી બચવું.
કર્ક રાશિ
આજે અમુક મહત્વપૂર્ણ અભિલાષાઓ પૂરી થવાની સંભાવના છે. ઘરની સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં તમે સફળ રહેશો. આ રાશિના જે જાતકો નોકરી કરી રહ્યા છે, આજે તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ઘરમાં મહેમાનોનું આગમન થશે. કોઈ જૂના કાર્યને પૂર્ણ કરવામાં મિત્રોની મદદ મળશે. રોજગાર અને પરિવારમાં સંવાદિતા સ્થાપિત થશે. સખત પરિશ્રમનું પરિણામ પૂર્ણ રૂપથી મળશે.
સિંહ રાશિ
આજે તમારું મન મિત્રો અને સ્નેહીજનોની સાથે મજાક-મસ્તી અને પ્રેમ સંબંધોના કારણે ખુશ રહેશે. સાહિત્ય અને કલામાં તમારી રુચિમાં વધારો થશે. રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે દિવસ લાભદાયક રહેશે. ધનનું આગમન થઈ શકે છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લઈ શકશો. માન-સન્માન મળશે. ધર્મ-કર્મનાં કાર્ય કરી શકશો. ખાણી-પીણી પર સંયમ રાખવું. રાજકીય બાબતોમાં તમારે સંભાળીને રહેવું પડશે. આજે ઓફિસમાં કોઈની સાથે વિવાદ થઈ શકે છે.
કન્યા રાશિ
ન્યાય પક્ષ મજબૂત થશે. એવી જાણકારીને જાહેર ના કરવી, જે વ્યક્તિગત રીતે ગોપનીય હોય. વિદ્યાર્થીઓને પોતાના શિક્ષકો તરફથી પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. સાથે જ કરિયરમાં આગળ વધવા માટે નવા અવસર પણ સામે આવશે. જો તમારો જ્વેલરીનો વ્યવસાય છે તો રોજની અપેક્ષા પ્રમાણે આજે વધારે ફાયદો થશે. સંતાન પક્ષ તરફથી તમને કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. વાહન અને મશીનરી વગેરેના ઉપયોગમાં સાવધાની રાખવી.
તુલા રાશિ
આજે વધારે પડતું કામ કરવાથી બચવું પડશે અને થોડો આરામ પણ કરી લેવો. જરૂરી કાર્યો પૂરા કરવા માટે તમે રજા પર જઈ શકો છો. તમે ધાર્મિક કાર્યોમાં વધારે ભાગ લઈ શકશો. સરકાર સાથે જોડાયેલા કાર્યોમાં અમુક અડચણો આવી શકે છે. મૌદ્રીક લાભની પ્રબળ સંભાવનાઓ રહેલી છે. તમારે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું પડશે, તેમાં સુસ્તી અને થાક રહેવાની સંભાવના છે. કોઈ કાર્યમાં સાવધાની ના રાખવાથી પૈસા સંબંધિત નુકસાન ઉઠાવવું પડી શકે છે. વ્યવસાયમાં સફળતાનો સમય છે.
વૃશ્ચિક રાશિ
વિપરીત લિંગ પ્રત્યે આકર્ષિત થઇ શકો છો. આજે તમારી માતા તરફથી સુખ મળશે અને પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. લવ લાઈફની વાત કરવામાં આવે તો તમારે થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત રહેશે. આવક વધારવાની દિશામાં તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે અને તમારા માન-સન્માનમાં વધારો થશે. સમાજના લોકોનો સાથ મળશે. વ્યવસાયમાં લાભકારી પરિવર્તન થઈ શકે છે. તમારે પોતાના આત્મબળને જાળવી રાખવું.
ધન રાશિ
ધન રાશિવાળા લોકોએ પારિવારિક તણાવથી બચવું પડશે. જૂના મિત્રો તમને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે. વિદ્યાર્થીઓને કોઈ વિશેષ ઉપલબ્ધિ મળવાની સંભાવના રહેલી છે. આજે તમને પોતાની માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. આજનો દિવસ તમારી લવ-લાઈફ માટે સારો રહેશે નહી. સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે પોતાની ઉપસ્થિતિ પર વધારે ધ્યાન આપી શકશો. કામકાજની બાબતમાં આજે તમને વધારે ફાયદો થવાની સંભાવના રહેલી છે.
મકર રાશિ
કામકાજની બાબતમાં આજનો દિવસ શાનદાર રહેશે અને તમને પોતાની મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થશે. આજે તમે પોતાના કાર્યને થોડું વિલંબથી શરૂ કરી શકશો કારણ કે કામના ભારણના કારણે તમે પોતાનામાં થાક મહેસૂસ કરશો. તમારા પ્રેમ જીવન માટે આજે સમય કમજોર રહેશે. તમારે પોતાના કામ ઉપર ધ્યાન રાખવું અને તમારા પરિવારના લોકોને પણ આજે તમારી જરૂર પડી શકે છે. નોકરીમાં નવા અવસરોની પ્રાપ્તિ થશે.
કુંભ રાશિ
આજના દિવસે કુંભ રાશિવાળા થોડા ગભરાયેલા રહેશે. તમારી આર્થિક પ્રોફાઈલ આજે થોડી મજબૂત થઈ શકે છે. તમારા વ્યવસાયમાં લાભ કમાવવાની ગતિવિધિઓ આજે ગતિ પકડશે. વિદ્યાર્થીઓ આજે સારું પ્રદર્શન કરી શકશે. પ્રેમીની સાથે તમારા સંબંધો સુમેળભર્યા રહેશે. આજે તમને જીવનસાથી તરફથી કોઈ ખાસ ગિફ્ટ મળી શકે છે. કોઈ અજાણ્યા ભયના કારણે તમે પરેશાન જોવા મળશો, હકીકતમાં તમારે ગભરાવાની કોઈ જરૂર નથી.
મીન રાશિ
આજે તમારા આત્મવિશ્વાસમાં પહેલા કરતા વધારે સુધારો જોવા મળી શકે છે. પ્રેમ જીવનમાં સફળતા મળશે. નવા સંબંધની શરૂઆત કરવા વિશે વિચારી રહ્યા હોય તો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. જે લોકો પરણિત છે તેમને પણ આજે સુખ મળશે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવી. પ્રેમ જીવનમાં ખુશીઓનો સમય આવશે. તમારી વાણી પર નિયંત્રણ તમે લાવી શકો છો. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે.
નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૨ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.