રાશિફળ ૧૨ નવેમ્બર : દિવાળીનાં બે દિવસ પહેલાં આ ૭ રાશિઓનું ચમકશે ભાગ્ય, પૂરી થશે તમામ મનોકામના

મેષ રાશિ

અધ્યયન કે કોઈ અટવાયેલા કામની સફળતામાં આવી રહેલી અડચણો દૂર થશે. અમુક લોકો તમારા કામનો વિરોધ પણ કરી શકે છે. તમે કંઈક નવું અને વધારે કરવા વિશે વિચારી શકો છો. કલ્પનાઓમાં જીવવાનું છોડીને ભૌતિક જગતનાં અનુરૂપ ચાલવું. આર્થિક પ્રગતિ માટે મનમાં નવી નવી યુક્તિઓ ઉત્પન્ન થશે. આવનારા થોડા દિવસોમાં તમે મોટું કામ કરવાની યોજના બનાવી શકો છો. આવનારા અમુક દિવસો તમારા જીવન માટે ખૂબ જ ઉચિત સાબિત થઈ શકે છે.

વૃષભ રાશિ

આજે તમારા ઘરેલું જીવનમાં અશાંતિનું વાતાવરણ જોવા મળી શકે છે. તમે આજે કોઈ મોટી જવાબદારીઓ પણ પૂરી કરી શકો છો. થોડા સારા અવસર મળી શકે છે. વ્યાવસાયિક નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને લેવા. કોઈ મોટો ફાયદો થવાના યોગ બની રહ્યા છે. ઘણા પ્રકારની જવાબદારીઓ તમારા પર આવી શકે છે. વ્યાવસાયિક લેવડ-દેવડમાં તુરંત નિર્ણય લેવો. અનાથ આશ્રમમાં જઈને બાળકોને કંઈક ભેટ આપવી. નોકરીમાં પ્રગતિનાં યોગ બની રહ્યા છે.

મિથુન રાશિ

આજે તમારી સંપત્તિની સમસ્યા ઉકેલાઇ શકે છે. કામકાજની બાબતમાં બહાર જવું પડી શકે છે. તમારી લવ લાઈફમાં કંઇક બદલાવ થવાનાં યોગ છે. નૈતિક-અનૈતિક વિચારવા વાળુ મન ભૌતિક તાલમેલ બેસાડવામાં અસમર્થ હશે. રોજગારને લઇને મન ચિંતિત રહેશે. અવિવાહિત લોકો માટે સમય સારો રહેશે. અધ્યાપનનાં ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે શિક્ષાનાં ક્ષેત્રમાં સારા અને મોટા અવસર મળશે.

કર્ક રાશિ

આજે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થઇ શકે છે. જુના વિશેષ દિવસો ખતમ થશે. આજે તમારું એનર્જી લેવલ વધી શકે છે. કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ના કરવો. કોઈ જૂના સંબંધી સાથે આકસ્મિક ભેટ થઈ શકે છે. જે સમય પસાર થઈ ગયો છે તેને ભૂલીને વર્તમાનમાં જીવવાની કોશિશ કરવી. પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું. સ્વાસ્થ્યની બાબતમાં દિવસ સામાન્ય રહેશે. ઘરનાં વડીલો પાસેથી તમને મોટા આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે.

સિંહ રાશિ

આજે માંગલિક પ્રસંગો આયોજિત કરવામાં આવશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાયેલું રહેશે. બિનજરૂરી ખર્ચાઓ પર કંટ્રોલ આવી શકે છે. રોજગારમાં અમુક આકસ્મિક સફળતાના યોગ છે. પરિવારની જવાબદારીઓ પૂરી કરવામાં ખર્ચ થઈ શકે છે. નવા આવકના સોર્સ મળવાના યોગ છે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સાવચેત રહેવું. ઓફિસમાં નવું કામ કે નવી જવાબદારી મળી શકે છે. લાંબા સમયથી રોકાયેલા તમારા કાર્યો પૂર્ણ થઈ શકે છે. તમને કોઈ ધાર્મિક આયોજનમાં જવાનો અવસર મળશે.

કન્યા રાશિ

રોકાયેલી પ્રગતિ મળવાના અણસાર છે. અનુકૂળ પદ પ્રાપ્તિનાં પ્રબળ યોગ છે. ઓફિસ અને બિઝનેસમાં અનુભવી લોકો પાસેથી સલાહ મળી શકે છે. ધૈર્યપૂર્વક સમયની રાહ જોશો તો આજે તમારી બધી જ સમસ્યાઓ ખૂબ જ સરળતાથી ઉકેલાઈ જશે. ધન લાભ થઈ શકે છે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થવાના યોગ છે. તમારા માતા-પિતાની તમારી બાબતમાં દખલગીરીથી તમે પોતાના સ્વભાવમાં ચીડિયાપણું મહેસૂસ કરશો. વિદ્યાર્થીઓનું ધ્યાન વાંચન-લેખન પર કેન્દ્રિત રહેશે.

તુલા રાશિ

તુલા રાશિનાં જાતકોને આજે વ્યવસાયમાં બરકત થશે. પરિણામ સ્વરૂપ મુંઝવણનો અનુભવ થશે. તબિયત થોડી નરમ-ગરમ રહેશે. કાર્યક્ષેત્રમાં ફાયદો મળશે. આજે તમને બધા જ પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓની પ્રાપ્તિ થશે. તમારા બધા જ અધૂરા કાર્યો પૂરા થશે. તમને પોતાના લવ પાર્ટનરની તરફથી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. પરિવારનાં કોઈ સદસ્યને લઇને ચિંતિત રહેશો. પ્રવાસનું આયોજન થવાની સંભાવના રહેલી છે.

વૃશ્ચિક રાશિ

આર્થિક મોરચા પર નુકસાન ઉઠાવવું પડી શકે છે કારણ કે તમારૂ કોઈ અંગત વ્યક્તિ તમને દગો આપી શકે છે. તમારી દરેક ઈચ્છા પૂરી થતી જોવા મળશે અને તમને એક નવી ઓળખાણ મળશે. ભાઈ-બહેન સાથે સંબંધ સારા રહેશે. પોતાના મગજની વાત સાંભળવી અને યોગ્ય લોકો સાથે વાતચીત કરવાથી તમને મદદ મળશે. પ્રોપર્ટીની બાબતમાં આજનો દિવસ સારો કહી શકાય છે. વિવાદિત મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે. બિઝનેસમેનને પોતાના કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ઉપલબ્ધિ હાથ લાગી શકે છે.

ધન રાશિ

ધન રાશિવાળા લોકોને આર્થિક બાબતોમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે. નવી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. આજે તમારી પાસે અમુક નવી જવાબદારીઓ આવશે, જેને પૂરી કરવામાં તમે પૂરી રીતે સફળ રહેશો. કોઈ મોટી યાત્રાનાં પ્રત્યે મન ઉત્સાહિત રહેશે. અન્ય લોકોની વાતો એકબીજાને કરવી તમારા માટે યોગ્ય નથી. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓમાંથી રાહત મળશે. ઘણા બધા મહેમાનોનું આગમન તમારો મૂડ ખરાબ કરી શકે છે.

મકર રાશિ

અન્ય લોકો પર ખોટો પ્રભાવ નાખવો સરળ રહેશે. અગાઉ કોઇ કાર્યમાં કરવામાં આવેલી મહેનત આજે ફાયદો આપશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે. ભવિષ્યને લઈને યોજના બનાવી શકો છો અને માતા-પિતાનાં આશીર્વાદ પ્રાપ્ત થશે. પારિવારિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. આજે જીવનસાથીની સાથે સારો સમય પસાર કરી શકશો. તમારી દિલચસ્પ રચનાત્મકતા આજે ઘરનાં વાતાવરણને સુખદ બનાવશે. સાયન્સ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે.

કુંભ રાશિ

આજે જમીન સંપત્તિ સુખમાં વધારો થશે. પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આજનો દિવસ સામાન્ય રહેશે. જીવનસાથી ધનલાભનો માર્ગ પ્રશસ્ત કરશે જેના લીધે તમને ધન સંબંધિત સારા પરિણામો પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં પણ સફળતા મળશે. ભોગ વિલાસમાં ધન ખર્ચ થશે. આજે વ્યવસાયમાં તમે કોઈની સાથે પાર્ટનરશિપ કરી શકો છો, જેનાથી તમને સારો એવો લાભ પણ મળશે. આજે જીવનસાથીની સાથે સારો સમય પસાર કરવાથી તમારા બંનેની વચ્ચે સંબંધોમાં મધુરતા આવશે.

મીન રાશિ

આજે તમારા બધા જ કષ્ટોનું નિવારણ થશે. તમારા તરફથી સમર્પિત દિલ અને બહાદુરીનું ઉદાહરણ તમારા જીવનસાથીને ખુશ કરશે. ભવિષ્યને લઈને યોજના બનાવી શકો છો. મિત્રો અને સગા-સંબંધીઓની સાથે સારો સમય પસાર થશે. વૈવાહિક જીવનમાં ખુશી રહેશે. માતા-પિતાનાં આશીર્વાદ પ્રાપ્ત થશે. તીર્થ યાત્રા સાથે જોડાયેલ વિચાર આવી શકે છે. દિવસનાં અંતમાં એક સામાજિક પ્રતિબદ્ધતા તમને ખુશ કરશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૨ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.