રાશિફળ ૧૨ ઓક્ટોબર : આજે આ ૪ રાશિઓ રહેશે ભાગ્યશાળી, આર્થિક મામલાઓમાં અચાનક ખૂલી જશે ભાગ્ય

Posted by

મેષ રાશિ

આજે કંઈ ખરીદતા પહેલા તે ચીજોનો ઉપયોગ કરવો જે પહેલાથી તમારી પાસે છે. જમીન-મકાન વગેરે ખરીદવાના યોગ બની રહ્યા છે. સાસુ-વહુની વચ્ચે સારા સંબંધો જળવાઈ રહેશે. નોકરીમાં તમારા અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. ઉધારની લેવડ-દેવડ કરવાથી આજે તમારે બચવું જોઈએ. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું, ઇજા થવાની સંભાવના રહેલી છે. નાની-મોટી બીમારીઓને પણ નજરઅંદાજ કરવી નહિ.

વૃષભ રાશિ

આજે તમે ભાવનાઓમાં ઉતાર-ચઢાવ અને જીવનમાં બદલાવ મહેસૂસ કરી શકશો. વરિષ્ઠ વ્યક્તિ તમને આવક વધારવાના અમુક ગુણ શીખવવામાં સહાયક બની શકે છે. તમારી મહેનત અને પરિશ્રમની ભરપૂર પ્રશંસા થશે. આકર્ષક વ્યક્તિત્વનો લાભ તમને મળશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. પોતાનું કામ કરાવવા માટે ખોટો રસ્તો અપનાવવો નહી. શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેશો. વિવાદની બાબતમાં સમાધાનનો અભિગમ અપનાવવો સારો રહેશે.

મિથુન રાશિ

આજે વાહનનો પ્રયોગ સાવધાનીપૂર્વક કરવો. તમારા લાંબા સમયથી અટવાયેલ વળતર અને કરજ વગેરે તમને મળી શકે છે. ધન સંબંધી બાબતમાં આજે તમે રાહતનો અનુભવ કરશો. પરિવારના પ્રત્યે પોતાના કર્તવ્યોનું પ્રમાણિકતાથી પાલન કરવું. સંગીત અને કલાના પ્રત્યે આકર્ષણ વધશે. મિત્રોની સાથે ફરવા જઈ શકો છો. પોતાના કામને લઈને કોઈ પ્રકારનું સમાધાન કરવું નહી. સાંજના સમયે શુભ સમાચાર મળી શકે છે.

કર્ક રાશિ

કોઈ પ્રિયજન કે મિત્ર તરફથી ઉપહાર મેળવીને મન પ્રફુલ્લિત રહેશે. મોટા ખર્ચાઓને રોકવામાં તમે સફળ રહેશો. વ્યાપારિક અને કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિની પ્રાપ્તિ થઇ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. એવું કોઈ કામ કરવું નહી જેના લીધે તમારા કાર્યક્ષમતા પર સવાલો ઊઠે. તમને કાર્યાલયમાં પોતાના સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. જે વ્યક્તિ પાસેથી તમને વધારે આશા હશે, તેનાથી તમારું કામ થશે નહી. શંકાઓથી ઘેરાયેલા રહી શકો છો.

સિંહ રાશિ

આજે તમારા કે તમારા સાથી માટે ધન એકઠું કરવાથી પારિવારિક ધનમાં વધારો થશે. રોકાણ કરવા માટે આજનો દિવસ વધારે અનુકૂળ છે. આજે કાર્યોમાં અડચણ આવવાથી કાર્ય પૂર્ણ કરવામાં વિલંબ થઈ શકે છે. સહકર્મીઓ તરફથી સહયોગ ઓછો મળવાના સંકેત છે. નકામી વાતોમાં સમય અને બેકારની ચીજોમાં પોતાના પૈસા બરબાદ કરવા નહી. નવી ચીજો શીખવા માટે અને સમજવા માટે તક મળશે. જીવનસાથી સાથે સંબંધ મધુર થશે. વિદ્યાર્થીઓને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે.

કન્યા રાશિ

આજે તમારો જીવનસાથી હાલમાં થયેલ ખટપટને ભૂલીને પોતાના સારા સ્વભાવનો પરિચય આપશે. આર્થિક સ્થિતિ ઘણી હદ સુધી સુધરી જશે. યાત્રાથી ધનની પ્રાપ્તિ સંભવ છે. જમીન-મકાન ખરીદવાના યોગ બની રહ્યા છે. પોતાની છબીને સુધારવાની કોશિશમાં તમે સફળ રહેશો પરંતુ કામને લઈને બેદરકારી દાખવવી નહી. દુર્ઘટના થવાથી ઇજા પહોંચવાની સંભાવના રહેલી છે. હાલ પરિવર્તનના યોગ બની રહ્યા છે. બગડી રહેલા સંબંધોને સુધારવા માટે વિશેષ પ્રયાસો કરવા પડશે.

તુલા રાશિ

કાર્યક્ષેત્રમાં તમને ધન લાભના અવસર મળશે. પ્રેમની બાબતમાં આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. પોતાના સંબંધને મજબૂત બનાવવા માટે આજે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. વિવાહ અને માંગલિક કાર્યોના યોગ બની રહ્યા છે. ભાઈ અથવા મિત્રો સાથે મતભેદ થઈ શકે છે. આજે તમે અમુક એવા લોકોની સાથે જોડાશો જે તમારી દરેક રીતે મદદ કરવા માટે તૈયાર રહેશે. ઘણા દિવસોથી રોકાયેલી વાત ફરીથી શરૂ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

સહકર્મીઓ સાથે વિવાદની સ્થિતિ બનશે. જીવનસાથીની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવો કારણકે તમારી વાત કરવાની ખોટી રીત તમારા બંનેની વચ્ચે મતભેદ કરાવી શકે છે. જો તમે મહેનત કરો છો તો પ્રગતિના નવા દ્વાર ખુલી શકે છે. ખરાબ સંગતથી દૂર રહેવું. સંતાન પક્ષ તરફથી લાભ મળશે. તમારું થોડું ધન સ્વાસ્થ્ય અને દવા પર ખર્ચ થઈ શકે છે. રિટેલર વિક્રેતાઓ અને દુકાનદારોની આવકમાં વધારો થશે. યાત્રાની યોજના બની શકે છે.

ધન રાશિ

નોકરીમાં કરવામાં આવેલ કાર્ય ફળીભૂત થશે. તમારા ખાવાની આદતો પર નજર ના રાખવી નિશ્ચિત રૂપથી તમારા સ્વાસ્થ્યના અમુક રોગને આમંત્રિત કરશે. જો તમે પોતાના ઘરમાં સુખ અને શાંતિ ઇચ્છો છો તો તમારે પોતાનું દરેક કામ પૂરી જવાબદારી સાથે કરવું પડશે. તમે ભાગીદારી અને સહયોગના કાર્ય ખૂબ જ સારી રીતે કરશો. સ્વાસ્થયમાં પાચનતંત્રથી સંબંધિત રોગ કષ્ટ આપી શકે છે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે.

મકર રાશિ

અટવાયેલા તમામ કાર્યો પૂરા થશે. કોઈ સંબંધીઓ કે ખાસ મિત્ર આજે તમને દગો આપી શકે છે. આજનો દિવસ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે પડકારજનક રહેશે, વ્યવસાયિક વિકાસ માટે ખર્ચ કરવામાં આવેલું ધન આગળ જઈને સારા પરિણામ આપશે. કામ અને પરિવારની વચ્ચે તમારે સંતુલન બનાવવામાં અમુક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક સંબંધોમાં ખટાશ આવી શકે છે. રાજકીય પક્ષ તરફથી લાભ મળી શકે છે.

કુંભ રાશિ

આજે નોકરી સંબંધિત સમસ્યાનો ઉકેલ મળી શકે છે. યાત્રા કરવાની પણ તક મળી શકે છે. આર્થિક મોરચા પર આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. વ્યવસાયમાં નવી યોજનાઓનો શુભારંભ થશે. આ સમય પૈસા અને આર્થિક સંબંધિત મામલાઓમાં સારો રહેશે. આજે તમે વધારે ધન કમાઈ શકશો. તમારા પોતાના આજે તમારો વિરોધ કરી શકે છે. પગાર વધારો થઇ શકે છે. સામાજીક માન-સન્માન અને ભેટની પ્રાપ્તિ થઇ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું.

મીન રાશિ

પિતા તરફથી લાભ મળશે. ગરીબોને કપડા દાન કરવાથી તમને નસીબને આકર્ષિત કરવામાં મદદ મળશે. જીવનસાથીના સ્વભાવમાં ઉગ્રતા રહેશે. આજે નાની વાત પર પણ તમારા બંનેની વચ્ચે દલીલબાજી થઈ શકે છે. આજે તમારે પોતાના મિત્રોથી સાવધાન રહેવું પડશે કારણકે આ સમયમાં મિત્રો પણ દુશ્મનમાં બદલાઈ શકે છે. તમારે મામલાઓને ગંભીરતાથી સમજવા. ખાણી-પીણીમાં સાવધાની રાખવી. મનને ઉદાસ થવા દેવું નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *