મેષ રાશિ
સામાજિક ગતિવિધિઓમાં તમે સારૂ પ્રદર્શન કરશો. મિત્રોની સંખ્યામાં વધારો થશે. વ્યવસાયમાં નિવેશ કરવું લાભદાયક રહેશે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તમારે કોઈપણ પ્રકારની લાપરવાહીથી બચવું જોઈએ. જો સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કોઇ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો. સંપર્ક અને સૂચનાના ક્ષેત્રમાં તમે સારું કરતા રહેશો. વૈવાહિક સુખના દ્રષ્ટિકોણ થી આજે તમને કંઈક અનોખો ઉપહાર મળી શકે છે. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે. નજીકના સંબંધો વધારે ગાઢ બનશે.
વૃષભ રાશિ
કામકાજનો વિસ્તાર કરવા માટે દિવસ સારો રહેશે. આજે તમે પોતાને એક નવો લૂક આપવા માટે કંઇક બદલાવ કરી શકો છો. આજે રોમાન્સ તમારા મન અને હૃદય પર છવાયેલો રહેશે. કામમાં ધીમી પ્રગતિ તમને માનસિક તણાવ આપી શકે છે. પ્રેમની બાબતમાં આજનો દિવસ તમારા માટે સ્પેશિયલ રહેશે. તણાવપૂર્ણ પરિસ્થિતિને કોઈની પણ મદદ વિના હલ કરવી અશક્ય રહેશે. ઉપહાર અને માનસન્માનમાં વધારો થશે. પરંતુ જીવનસાથી પાસેથી તણાવ મળી શકે છે.
મિથુન રાશિ
આ રાશિના લોકો તમે તમારો સંબંધ સારો બનાવવા માટે પરિશ્રમ કરતા રહો. કોઈ એવી ઘટના બની શકે છે જે તમારા હિતમાં ના હોય. જો તમે તમારા ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્રશંસા અને સહયોગ મેળવવા માંગતા હોય તો તમારે હજુ વધારે મહેનત કરવી પડશે. નાણાકીય અનિશ્ચિતતા તમને માનસિક તણાવ આપી શકે છે. તમારા પરિવારની ભલાઈ માટે સખત મહેનત કરો. આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યને લઈને આજનો દિવસ શુભ સંકેત આપી રહ્યો છે.
કર્ક રાશિ
પોતાના પસંદ કરેલ કરિયરની દિશામાં આજે તમે એક ડગલું આગળ વધશો. પૈસાને લઇને ચાલી રહેલી તમારી ચિંતા આજે ખતમ થતી નજર આવી રહી છે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તમારા માટે તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે. એ વાતની પ્રબળ સંભાવના છે કે તમારા અટકેલ પૈસા પરત મળી શકે છે. વિદેશમાંથી કોઈ સારા સમાચાર મળશે. અનૈતિક પ્રવૃત્તિઓથી દુર રહો.
સિંહ રાશિ
નવા સંબંધ બનાવતા પહેલા વિચારો. આવાસની સમસ્યા દૂર થશે. કોઈ મિત્ર કે ઈર્ષાળુ સ્વભાવના વ્યક્તિ તમને પરેશાન કરી શકે છે. તમે આવા લોકોને નજરઅંદાજ કરતાં રહો. તમને તમારા લક્ષ્યને મેળવવા માટે એક સારો અવસર મળશે. આજે કોઈ કાર્યમાં તમારી હિંમત વધશે. વર્તમાન સમય શાંતિપૂર્વક પસાર કરવો પડશે. ગુસ્સાને કાબૂમાં રાખો. બુદ્ધિથી કરવામાં આવેલું કાર્ય સંપન્ન થશે. રાજકીય કાર્યમાં વ્યસ્ત થઈ શકો છો.
કન્યા રાશિ
અનૈતિક કાર્યોથી દૂર રહો. તમારું સપનું સાકાર થશે. જો તમે આપેલું ધન કોઈ જગ્યાએ અટકેલ પડ્યું છે તો તે પરત મળવાની આજે પૂરી સંભાવના છે. ઓફિસમાં આજે તમને તમારા બોસ તરફથી પ્રશંસા મળશે. મિલકત સંબંધી નિવેશ તમને સારો નફો આપશે. માતા-પિતાની તબિયતમાં સુધારો થશે. આજે આવકમાં અવરોધ આવી શકે છે. જીવનસાથીની સાથે આજે એક સારો દિવસ પસાર થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે.
તુલા રાશિ
આજે કોઈ નવો વિચાર તમારા માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. પારિવારિક રીતે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. માતા-પિતા દ્વારા આપવામાં આવેલી કોઈ મહત્વપૂર્ણ સલાહ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. અચાનક થયેલી રોમેન્ટિક મુલાકાત તમારા માટે મૂંઝવણકારક બની શકે છે. તમારી મનોકામના પૂર્ણ થશે. વ્યવસાયમાં લાભદાયક સોદા તમારું આત્મબળ વધારશે. આર્થિક પક્ષ મજબૂત થશે. જીવનસાથીનો સહયોગ મળશે.
વૃશ્ચિક રાશિ
તમારો આજનો દિવસ આનંદ અને ઉલ્લાસથી ભરેલો રહેશે. બની શકે છે કે આજે તમારા માતા-પિતા તરફથી તમને કોઈ સરપ્રાઈઝ પણ મળે. મુશ્કેલ મામલાઓથી બચવા માટે તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ પૈસાના મામલામાં કોઈપણ પ્રકારની ઉતાવળ ના કરો. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. સંપતિની જાળવણીની પાછળનો ખર્ચ વધશે. સંબંધોમાં મધુરતા આવશે.
ધન રાશિ
વિદ્યાર્થીઓ આજે કોઈ નવા કોર્સને જોઈન કરી શકે છે. તમારી આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો આજનો દિવસ સામાન્ય રહેશે. જોકે નાના મોટા ખર્ચા થઈ શકે છે પરંતુ બીજી કોઈ મોટી સમસ્યા નહી આવે. તમારો આજનો દિવસ ખુબ જ નિરાશાજનક પસાર થઈ શકે છે. જીવનસાથીની સાથે વાદ-વિવાદ થવાની પણ સંભાવના છે. સમય પહેલા કોઈપણ કાર્યને પૂરું કરવાનો વિચાર તમને સફળતા અપાવી શકે છે. અન્ય લોકો પાસેથી સહયોગ મેળવવામાં આજે તમે સફળ રહેશો.
મકર રાશિ
અધિકારીઓને તેમના કાર્યક્ષેત્રમાં પ્રોત્સાહન મળી શકે છે. કાર્યક્ષેત્રમાં અનુકૂળતા જળવાઈ રહેશે. જો તમે આવકના સ્ત્રોત શોધી રહ્યા છો તો સુરક્ષિત આર્થિક પ્રોજેક્ટમાં રોકાણ કરી શકો છો. મિત્રો વધારે સમય વિતાવવાની માંગ કરશે. આજે તમારા પર કામનું દબાણ હળવું રહેશે. નોકરીમાં તમારા સન્માનમાં વધારો થશે જેના પરિણામરૂપે તમારા પગારમાં પણ વધારો થશે.
કુંભ રાશિ
ધાર્મિક પ્રવૃતિમાં વૃદ્ધિ થશે. તમારો પ્રેમ જીવન સારી રીતે ખીલી ઉઠશે. આજે અચાનકથી તમારા પર એકસાથે ઘણી જવાબદારીઓ આવી શકે છે. તો બીજી તરફ તમારા પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. આજે તમે મહેસૂસ કરશો કે લગ્નજીવન તમારા માટે ખરેખર ખુશીઓ લઈને આવ્યું છે. વ્યાપારીઓ માટે આજે એક સારો દિવસ પસાર થશે કારણકે તેમને અચાનક અણધાર્યા લાભ મળશે. પારિવારિક અને વ્યાવસાયિક મામલાઓમાં સફળતા મળશે.
મીન રાશિ
આજે તમારા પ્રમોશન પર મહોર લાગી શકે છે. આજે તમે કોઈ રચનાત્મક પ્રોજેક્ટ પર કામ કરી શકો છો. તેનાથી તમને ખૂબ જ સારો અનુભવ થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે અને તમને તમારી પ્રગતિ સ્પષ્ટ નજર આવશે. જોકે ગપ્પાબાજી અને અફવાઓથી દુર રહેજો. ઉપરી અધિકારીઓ પાસેથી તમને સહયોગ મળવાની સંભાવના છે. તમે તમારી ક્ષમતા અનુસાર કોઈપણ કાર્યને મજબૂત રીતે કરી શકો છો.