રાશિફળ ૧૩ ડિસેમ્બર : આજે સૂર્યદેવ આ ૬ રાશિઓ પર થઈ રહ્યાં છે પ્રસન્ન, મળશે આવકનાં નવા અવસર

Posted by

મેષ રાશિ

પરિવારનાં કોઈ સદસ્યનાં ખરાબ સ્વાસ્થ્યની ચિંતા રહેશે. ઉત્પાદન કાર્ય તેજ ગતિથી પૂરું થશે. આજે તમે પોતાના જીવનસાથીની સાથે ડિનર કરવાનો પ્રોગ્રામ બનાવશો. તમને સંતાનસુખનો પણ લાભ મળશે. જુના રોગોને લઈને બેદરકાર રહી શકો છો. સાવધાની રાખવી. ધાર્મિક ગતિવિધિઓમાં સમય આનંદમય રીતે પસાર થશે. કોઈ નવી ટેક્નિકથી તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થવાની સંભાવના રહેલી છે. વ્યવસાયમાં આવનારી અડચણો દૂર થશે.

વૃષભ રાશિ

આજે અન્ય લોકોનું સારું કરવાના ચક્કરમાં તમે પોતાનું નુકસાન કરી બેસશો. વેપારીઓ આજે પોતાના નવા સોદાઓમાં ખૂબ જ સારું કરી શકે છે. તમારું પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે. ભય અને અસુરક્ષાની ભાવનાઓ તમારા પર હાવી થઈ શકે છે, પોતાનું ધ્યાન રાખવું. તમે પોતાના પરિવાર કે મિત્રોની સાથે ડિનર પર જઈ શકો છો. વ્યવસાયનાં ક્ષેત્રમાં તમને અચાનક ધન લાભ થવાની સંભાવના નજર આવી રહી છે.

મિથુન રાશિ

પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખવાથી સારો લાભ થશે. માતા-પિતાની સાથે સંબંધોમાં મધુરતા આવશે. આજે વ્યવસાયમાં કોઈ મોટી ઓફર મળવાથી ધન લાભ થવાના યોગ બની રહ્યા છે, જેના લીધે તમારો આર્થિક પક્ષ પહેલાની અપેક્ષામાં વધારે મજબૂત થશે. પૈસા કમાવવા માટે શોર્ટ કટનો ઉપયોગ કરવો નહી. તે લોકોની સાથે જોડાઈ રહેવું જેના પર તમે વિશ્વાસ કરો છો અને તમારી ગતિવિધિઓનો આનંદ ઉઠાવી શકો છો. તમે પરિવારનાં લોકોની સાથે મનોરંજન માટે બહાર જઈ શકો છો.

કર્ક રાશિ

પૈસાનું રોકાણ ખોટી જગ્યાએ ના થાય તેનું ધ્યાન રાખવું. કામને લઈને તમારા ઉત્સાહમાં વધારો થશે. વ્યવસાય કરી રહેલા લોકો આજે કોઈ નવી યોજના પર વિચાર કરી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. કોઈની સાથે ઉતાવળ અને અસભ્યતા કરવી નહી. તે આર્થિક મોરચા પર ભાગ્યશાળી દિવસ હશે, કારણકે સવારે તમને સારા સમાચાર સાંભળવા મળશે. નોકરી-ધંધામાં લાભ થશે. કોઈ યાત્રા પર જઈને સારું મહેસૂસ કરશો.

સિંહ રાશિ

આજે કાર્યાલયમાં કોઈ તમને સારી ખબર આપી શકે છે. તમને લાભનાં અમુક અવસર પ્રાપ્ત થશે. સવારે ઉઠીને ચાલવા જવાથી દિવસભર તમે પોતાનામાં તાજગી મહેસૂસ કરશો. આજે તમારે પૈસાથી જોડાયેલ કોઈ જોખમ ના લેવું. સંપત્તિને લઈને વાદ-વિવાદ ઊભા થઈ શકે છે. આજે તમને પોતાની મહેનતનું ફળ અવશ્ય મળશે. કોઈ નવા કોન્ટેકથી તમને ફાયદો થશે. પ્રતિસ્પર્ધા અને દ્વેષનો સામનો કરવો પડી શકે છે.

કન્યા રાશિ

તમારી મહેનતથી ચીજો તમારી અપેક્ષાઓ પર ખરી ઉતરશે. આજે તમે કંઇક મોંઘી અને સુંદર વસ્તુ ખરીદી શકો છો. વિદ્યાર્થીઓમાં આજે ઉપલબ્ધિઓનો ભાવ રહેશે. આજે થનાર ખર્ચાઓ તમારા જરૂરી કામોનું બજેટ બગાડી શકે છે. તમારામાંથી અમુક જાતકો પોતાના પિતાના કારણે લાભ કમાશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે દિવસભર ઉર્જાવાન રહેશો. આજે તમે વધારે ધન કમાઇ શકો છો. સંતાન અને પત્નિની તરફથી લાભ થશે.

તુલા રાશિ

વ્યવસાય ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રંગ લાવશે. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે. પ્રેમજીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે. નસીબનો સાથ મળી શકે છે. આજે મહેનતથી પૈસા કમાવવાનો દિવસ છે. તણાવ ઓછો થઇ શકે છે. તમે પોતાના વિરોધીઓને પરાસ્ત કરી શકશો. નોકરીની બાબતમાં આજનો દિવસ અનુકૂળ રહેશે. પોતાના પ્રિયથી દૂર થવા છતાં પણ તમે તેમની હાજરી મહેસૂસ કરશો.

વૃશ્ચિક રાશિ

કામકાજ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે સવારથી જ તમારી અંદર નવી શક્તિ અને ઊર્જાનો સંચાર થશે. સંઘર્ષની સાથે સફળતા અને ધન પ્રાપ્તિના યોગ છે. આજે આગળ વધવાના સારા અવસર પણ મળી શકે છે. લવ પાર્ટનર તરફથી સહયોગ અને પ્રેમ મળશે. વ્યવસાય હોય કે નોકરી તમામ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થશે. વ્યવસાયમાં લાભ મળશે. તમે પોતાની એક અલગ ઓળખાણ બનાવવામાં સફળતા મેળવશો.

ધન રાશિ

આજે તમે દિવસના અંતમાં વિજય પ્રાપ્ત કરશો. તમારું ભાગ્ય પ્રબળ થશે, તેથી બગડેલા તમામ કાર્ય પણ પૂર્ણ થશે. ધન પ્રાપ્તિથી મન પ્રફુલ્લિત રહેશે. તમારે પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે. પાડોશીઓની મદદ કરવી પડી શકે છે. પારિવારિક જીવનમાં હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે. પરિવારમાં ખુશીઓ આવશે. અમુક પ્રભાવશાળી લોકો જીવનના પ્રત્યે તમારા દૃષ્ટિકોણને બદલશે, જેના લીધે તમે અલગ રીતે વિચારશો.

મકર રાશિ

કોઈ મહત્વપૂર્ણ કાર્ય આજે પૂરું થઈ શકે છે. જે લોકો સાથે તમારી મુલાકાત ક્યારેક-ક્યારેક થાય છે, તેમની સાથે વાતચીત અને સંપર્ક કરવા માટે સારો દિવસ છે. જીવનસાથીનો સહયોગ અને પ્રિય વ્યક્તિનો સાથ મળશે. કાર્યસ્થળ પર યોજના લાભદાયક રહેશે. શેરબજારમાં રોકાણ કરતાં સમયે સાવધાની રાખવી, નહીતર નુકસાન થઈ શકે છે. માન-સન્માન અને ઉન્નતિથી સંબંધિત કોઈ અવસર તમને મળી શકે છે. સામાજિક કાર્યમાં તમારું મન લાગશે.

કુંભ રાશિ

આજે કાર્યમાં તમારું પ્રદર્શન ખૂબ જ સારું રહેશે. આર્થિક દૃષ્ટિએ ખૂબ જ સારા પરિણામ મળશે. પારિવારિક જીવનના દ્રષ્ટિકોણથી દિવસ ખૂબ જ સારો રહેશે. બિમારીમાં દવાઓ અસર નહી કરે, સારું રહેશે કે તમે પોતાના ડોક્ટર બદલો કે કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ લો. પ્રયત્ન કરતા રહેવું પડશે ત્યારે જ તમે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. માતા-પિતાનો સહયોગ પણ મળશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જીવનમાં પ્રેમની ઈચ્છા રાખનાર લોકોએ થોડી રાહ જોવી પડી શકે છે.

મીન રાશિ

આજે તમને પોતાના લક્ષ્યને મેળવવા માટે સારા અવસર મળશે. આજે પરિશ્રમ વધારે કરવો પડશે અને લાભ ઓછો મળશે, કાર્યોમાં અડચણો આવી શકે છે. યાત્રા ના કરવી અને વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. માતાનાં સ્વાસ્થ્યની ચિંતા રહેશે. કોઈપણ વ્યક્તિની વાતોમાં આવીને પોતાના અંગત સંબંધો તોડવાથી બચવું. પગમાં ઇજા પહોંચી શકે છે. આજે તમારે પોતાની શારીરિક ક્ષમતાથી વધારે કાર્ય કરવું પડી શકે છે. કાયદાકીય મામલાઓમાં આજનો દિવસ સંપન્ન થઈ શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૩ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *