રાશિફળ ૧૩ ઓક્ટોબર : મંગળવારનો દિવસ આ ૩ રાશિઓને આપશે આ વર્ષની સૌથી મોટી ખુશી

Posted by

મેષ રાશિ

આજે તમારી કામ કરવાની જિજ્ઞાસામાં વધારો થશે. કોઈની સાથે વિવાદ થઈ શકે છે. તમારે સમજદારી દેખાડવી પડશે અને મામલાને તરત જ ખતમ કરવાની કોશિશ કરવી નહિતર તમે કોર્ટ કચેરીનાં મામલામાં ફસાઈ શકો છો. તમારી સામે કેટલાક અવરોધો આવશે પરંતુ તમે તેને દૂર કરવામાં સફળ રહેશો. નોકરિયાત જાતકોને પ્રમોશન મળી શકે છે. પિતા તરફથી પૂરતો સહયોગ મળશે. સરકારી કાર્યોમાં તમને સફળતા મળવાના અણસાર નજર આવી રહ્યા છે.

વૃષભ રાશિ

આજે વિરોધીઓ તમારા પર હાવી રહેશે. આજે તમારે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. તમે તમારી બુદ્ધિથી પરિસ્થિતિને મજબૂત કરવામાં સમર્થ રહેશો. સંતાન ઉજ્જવળ ભવિષ્યની તરફ અગ્રેસર થશે. બની શકે છે કે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવામાં આજે તમારે ખૂબ જ મહેનત કરવી પડે. તમને સલાહ આપવામાં આવે છે કે તમે પોતાની આસપાસના લોકો સાથે સારો વ્યવહાર રાખો. વેપારમાં પરિશ્રમ વધારે કરવો પડશે. રોમાંસ કરવાના ઘણા અવસર તમને મળી શકે છે.

મિથુન રાશિ

ઘણા લાંબા સમય પછી બાળપણના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે, જેનાથી તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. આજીવિકા ક્ષેત્રમાં પણ પરિવર્તનમાં આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે કષ્ટદાયક રહેશે. તમે પોતાના વ્યક્તિત્વને નિખારવાનો પૂરતા પ્રયાસ કરશો. આજે તમે પુરા પરિવારની સાથે કોઇ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો છો. નોકરીમાં પરિવર્તન કે પગાર વધવાના યોગ છે. પારિવારિક ખર્ચમાં વધારો થશે.

કર્ક રાશિ

આજે તમને પોતાની જવાબદારીઓને લઈને પરેશાની થઇ શકે છે. પરિવારના લોકોની વચ્ચે ગેરસમજણ દૂર થવાથી ઘરનું વાતાવરણ આજે શાંત રહેશે. મહેમાનોનું આગમન થઇ શકે છે. સંતાન પક્ષ તરફથી સહયોગ મળશે. આજે માતા-પિતાની મદદથી તમે કોઈ મોટું કામ પૂરું કરી શકો છો. કસરતની સાથે આજના દિવસની શરૂઆત કરવી. તમે પોતાના લવમેટની સાથે ખૂબ જ સારો સમય પસાર કરશો અને તેમની મનપસંદ જગ્યાએ ફરવા પણ જઈ શકો છો.

સિંહ રાશિ

સુખમાં વૃદ્ધિ અને પારિવારિક પ્રગતિ થશે. પ્રેમ જીવનમાં આશાની નવી કિરણ આવશે. સંતાન સાથે જોડાયેલ ચિંતામાંથી મુક્તિ મળશે. તે તમારું સન્માન કરશે અને તમારી વાતોને પણ મહત્વ આપશે. નોકરિયાત જાતક માટે ભાગદોડની સ્થિતિ રહેશે. જમીન અને નિર્માણ કાર્યોમાં યશ મળશે. પોતાના શાનદાર પ્રદર્શનથી આજે પણ તમે ટોચ પર જળવાઈ રહેશો. સરકારી ક્ષેત્રમાં કાર્યરત લોકોની નવી યોજનાનો લાભ મળશે. થોડી ઘણી પરેશાનીઓ દાંપત્યજીવનમાં આવી શકે છે.

કન્યા રાશિ

આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવી. આજનો દિવસ તમારા સામાન્ય પરિણીત જીવનથી કંઈક અલગ રહેશે. વ્યવસાયમાં લાભકારી પરિવર્તન થઈ શકે છે. જો આજે તમે યાત્રા કરવા માંગતા હોય તો ખૂબ જ સાવધાની રાખવી નહિતર મુશ્કેલીમાં પડી શકો છો. પૈસા અને મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ સંભાળીને રાખવા. શિક્ષણ ક્ષેત્રમાં પણ પ્રગતિના યોગ છે. પરિવારના લોકોનો પુરો સહયોગ મળશે.

તુલા રાશિ

બીજાના કાર્યોમાં હસ્તક્ષેપ કરવું નહી. રોકાણ-નોકરી અનુકૂળ રહેશે. તમારી સકારાત્મક વિચારસરણી તમને કોઈ મોટી જીત અપાવી શકે છે. વેપાર-વ્યવસાયમાં ધન હાનિના સંકેત મળી રહ્યા છે. ખર્ચને પહોંચી વળવા માટે કરજ લેવું પડી શકે છે. જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો આજે તમે પોતાના વિરોધીઓ પર ભારી પડશો. અગાઉ કરવામાં આવેલી ભૂલોનું પુનરાવર્તન કરવું નહી, કારણ કે તેના લીધે તમે અસ્વસ્થ મહેસૂસ કરશો. વાહનનો પ્રયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો.

વૃશ્ચિક રાશિ

આર્થિક લક્ષ્ય મેળવવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. જો તમે કોઈ પ્રતિયોગિતા કે સકારાત્મક કાર્યમાં લાગેલા છો તો સફળતા જરૂર મળશે. માનસિક રૂપથી પોતાને ચિંતા મુક્ત રાખવા. સામાજિક જીવનમાં નવી તાજગી આવશે. ભાઈ-બહેનની વચ્ચે સંબંધ મધુર બનશે. પ્રેમ-પ્રસંગની આ બાબતમાં ઉતાવળ કરવી નહી. આજે તમારે પોતાના જીવનસાથીને સમય આપવો પડશે. તમારા હૃદયની વાત તેમની સાથે શેર કરવી. તમારી સામે જે કામ છે તેને તમારે સમય પહેલા પૂરું કરવું.

ધન રાશિ

આજે તમારા સિનિયર તમારી મહેનતથી ખૂબ જ પ્રભાવિત થશે અને તમારી પ્રશંસા પણ કરશે. નોકરીયાત લોકોએ પોતાના સહયોગીઓ સાથે સંબંધ સારા રાખવા. બિનજરૂરી ચિંતાઓથી ઘેરાયેલા રહેશો. ગુપ્ત શત્રુ તમને પરેશાન કરી શકે છે. રોકાણ કરવાથી લાભ થશે. સંબંધોમાં મધુરતા આવશે. ધનના મામલામાં સાવધાની રાખવી. આવક સ્થિર રહેશે પરંતુ ખર્ચમાં વધારો થશે. પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે આ મહિનામાં તમારે થોડું સતર્ક રહેવું પડશે.

મકર રાશિ

પરિવારમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. સમયની અવધિ તમારા વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દેશે. પ્રેમ પ્રસંગો માટે આજનો દિવસ સારો રહેશે. લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશો. વ્યવસાયિક ગતિવિધિઓ ઝડપી બનશે. કાર્ય પ્રત્યે ઉત્સાહ જળવાઈ રહેશે. આજે સંબંધોને લઈને બેદરકારી દાખવવી નહી. તમારા આર્થિક પક્ષ પર નજર નાખશો તો કોઈ મોટી પરેશાની તમને આવશે નહી. કંઈક નવું કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.

કુંભ રાશિ

આજે થોડી ધીરજ અને સહનશીલતાથી કામ લેવું. જો તમારો વ્યવસાય ભાગીદારીમાં છે તો મહેનતનું ફળ જરૂર મળશે. સમય જતાં તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો આવશે. પોતાને નુકસાન પહોંચાડવા વાળી ભાગીદારી ના કરવી. બહાર જવાનો કાર્યક્રમ બનાવો તો સારું રહેશે. કાર્યક્ષેત્રમાં સંતુલન બનાવવાના પ્રયાસ કરવા. જોકે અમુક સહકર્મી તમારી છબી ખરાબ કરવાની કોશિશ કરશે.

મીન રાશિ

આજે તમે પોતાના લોકોની પ્રગતિથી ખુશીનો અનુભવ કરશો. ધનલાભ થવાની સંભાવના બની રહી છે. વેપાર કરવાવાળા લોકોને સખત મહેનત કરવા પર સફળતા જરૂર મળશે. આજે શારીરિક સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે તથા માનસિક રૂપથી પણ તમે પ્રસન્ન રહેશો. આજે તમને વડીલો માર્ગદર્શન આપવા માટે આગળ આવશે. સ્વાર્થી થઈને કોઈ નિર્ણય લેવો નહી. નોકરીમાં તમારા અધિકારી તમને કોઈ નવી જવાબદારી આપી શકે છે. નકારાત્મક વિચાર તમારા પર હાવી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *