રાશિફળ ૧૪ ડિસેમ્બર : આજે થવા જઇ રહ્યું છે વર્ષનું છેલ્લું સુર્યગ્રહણ, આ ૬ રાશિનાં જાતકોએ બચીને રહેવું

Posted by

મેષ રાશિ

આજે તમને આર્થિક બાબતમાં કોઈ મોટો ઝટકો લાગી શકે છે. તમારા માતા-પિતા એક મહત્વપૂર્ણ રીતે તમારી મદદ કરશે. તમારો વ્યવહાર લોકો પર અસર છોડવામાં કારગર સાબિત થઈ શકે છે. તમે દિવસભર પોતાના કામમાં વ્યસ્ત રહી શકો છો. વેપારીઓને આજે એક અસ્તવ્યસ્ત અને માંગ વાળો દિવસ લાગશે. વૈવાહિક જીવન ખૂબ જ સારું રહેશે અને જીવનસાથી તરફથી સહયોગ મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ રાશિ

આજે તમને કાર્યક્ષેત્રમાં પ્રગતિના અવસર મળશે. આજે તમે એક વિદેશી વસ્તુ ખરીદી શકો છો, જે ખૂબ જ મોંઘી હશે. કાર્યક્ષેત્રમાં તમે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરશો. મિત્રોની મદદથી તમને ધન લાભ થઈ શકે છે. તમારા વરિષ્ઠ અધિકારીઓ હૃદયપૂર્વક તમારી પ્રશંસા કરશે. નોકરીયાત લોકો માટે અને વ્યવસાય કરનાર લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. તમે પોતાના કામ માટે પ્રશંસા મેળવી શકશો. વિદ્યાર્થીઓને સખત મહેનત કર્યા બાદ સફળતા મળશે. ઉતાવળમાં કોઈના પર વિશ્વાસ કરવો નહી.

મિથુન રાશિ

કાર્યક્ષેત્રમાં નસીબનો સાથ મળી શકે છે. દુર્ઘટનાથી બચવા માટે વાહન સંભાળીને ચલાવવું. પરિવારમાં તણાવ અને મતભેદ થશે. કોઈ સંબંધીનો ખરાબ વ્યવહાર તમને દુઃખ પહોંચાડી શકે છે. આજે તમે કોઈ એવું કામ કરશો જેનાથી તમારા પાર્ટનરના દિલમાં તમારું માન વધશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસના વિશે અસાધારણ રૂપથી પ્રોત્સાહિત કઈક સાંભળશે. સ્વાસ્થ્ય સંબંધીત ચિંતાઓ તમારા મનને વિચલિત અને પરેશાન કરી શકે છે.

કર્ક રાશિ

આજે કોઈ નવા કાર્ય શરૂ થવાના યોગ છે. અમુક કાર્યોને લઇને તમારું મન ચિંતાગ્રસ્ત રહી શકે છે. આજે તમારા અમુક નવા મિત્રો બનશે. આજે તમને અમુક નવા બિઝનેસ પ્રપોઝલ પણ મળશે. આજીવિકાના નવા સ્ત્રોત સ્થાપિત થશે. જીવનસાથી સાથે તમારા સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. આજે તમારી સકારાત્મક વિચારસરણી કોઈના માટે હિતકારી સાબિત થશે. નવી જવાબદારીઓનો કાર્યભાર પણ સોંપવામાં આવી શકે છે. મહેનતનું ફળ તમારા પક્ષમાં આવશે.

સિંહ રાશિ

આજે તમારે સતર્ક રહેવું અને ઇજાથી બચવું. મનમાં આકસ્મિત બદલાવ આવી શકે છે, જે તમારા માટે લાભદાયક રહેશે. જીવનશૈલીમાં આવેલ પરિવર્તનથી ખુશ થશો. કોઈ મોટી ડીલ કરવા માટે પહેલા ખૂબ જ સમજી-વિચારી લેવું, ત્યારબાદ જ આગળ વધવું. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. વ્યવસાયમાં નવા લોકો સાથે જોડાવાનો અવસર મળશે. ઘરના સદસ્યોની સાથે કોઇ વાતને લઇને થોડો મતભેદ થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધોમાં અનુકૂળતા રહેશે.

કન્યા રાશિ

સામાજિક કાર્યોથી માન-પ્રતિષ્ઠામાં લાભ થશે, પરંતુ પરસ્પર વિવાદોથી બચીને રહેવું. અમુક લોકો તમારું કામ બગાડવાની કોશિશ કરી શકે છે. આજે કોઇપણ કામમાં વડીલોની સલાહ લેશો તો સારું રહેશે. તમારી જીવનશૈલીમાં અમુક પરિવર્તન તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વ્યવસાયમાં તમારે વિરોધીઓથી બચીને રહેવું જોઈએ. આજે વ્યવસાયમાં ભારે ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. પારિવારિક સૌહાર્દ જળવાઈ રહેશે.

તુલા રાશિ

યાત્રા કરવા માટે આજનો દિવસ કમજોર રહેશે. હાલના દિવસોમાં તમારા માટે ઘણાં નવા અવસર બહાર આવી રહ્યા છે. જુના વાદવિવાદોનું પરિણામ તમારા પક્ષમાં આવશે. કામકાજની બાબતમાં આજે તમે થોડા કમજોર પડી શકો છો. કાર્યસ્થળ પર પોતાની અલગ ઓળખાણ સ્થાપિત કરશો. તમને એવું મહેસુસ થઇ શકે છે કે આ જગ્યા તમારા કામ કરવા માટે યોગ્ય નથી, તેથી તમે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. આવનાર દિવસોમાં તમને લોટરી પણ લાગી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે મિત્રો તરફથી સુખ તથા લાભની સંભાવના છે. સરકારી કાર્યો સરળતાથી પૂર્ણ થશે. પરિવારના લોકોની સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. વ્યવસાયમાં પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થશે. તમે વિચારેલ દરેક કાર્ય સમયસર પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. ઓફિસમાં સાથે કામ કરતા લોકો પાસેથી સહયોગ મળશે. કાર્યમાં યશ મળશે. પ્રેમ-પ્રસંગના કારણે મન ઉદાસ રહેશે. સાંજના સમયે કોઇ નજીકના સંબંધી સાથે મુલાકાત થઇ શકે છે. વેપારીઓ માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે.

ધન રાશિ

આજે તમારી પારિવારિક સમસ્યાઓ સમાપ્ત થશે. આજે તમારા જીવનસાથી બહાર ફરવા જવાની માંગણી કરી શકે છે જે તમારે પૂરી કરવી પડશે. આજે કોઈપણ વિવાદમાં પડવાથી તમારે બચવું જોઈએ. પિતાના વ્યવહારથી મતભેદ થઈ શકે છે. દાંપત્યજીવનમાં આજનો દિવસ સારો રહેશે અને જીવનસાથી પ્રત્યે તમારા પ્રેમમાં વધારો થશે. પ્રેમ જીવનની વાત કરવામાં આવે તો પોતાના પ્રિય વ્યક્તિ પાસેથી તમે કોઈ ધાર્મિક દ્રષ્ટિકોણ પર વિચાર-વિમર્શ કરી શકો છો.

મકર રાશિ

આજે ધીમે શરૂઆત છતાં પણ વ્યવસાયમાં સારો લાભ થશે. લોકો સાથે વાદ-વિવાદમાં પડવું નહી, અજાણ્યા લોકોથી સતર્ક રહેવું. ખરીદ-વેચાણમાં સતર્ક રહેવું પડશે. જીવનશૈલીમાં પરિવર્તનનાં યોગ છે. આર્થિક દ્રષ્ટિકોણથી આજે આવકની તુલનામાં ખર્ચ વધારે રહેશે. જૂની દુશ્મનીના લીધે વિવાદ સંભવ છે. આંખોમાં તકલીફ થઈ શકે છે. તમારી પ્રગતિ થવાની વધારે સંભાવના છે, જોકે તેમાં થોડો સમય લાગશે.

કુંભ રાશિ

આજે તમારા કાર્યમાં પ્રગતિ થશે. તમારા જીવન માટે અનુકૂળ સમય તમારે પોતાએ જ કાઢવો પડશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય પીડિત થઈ શકે છે, પરંતુ તમારો સંબંધ ખૂબ જ સારી રીતે ચાલશે. એકબીજા પ્રત્યે સમજદારી વધશે. પોતાના અંગત જીવનમાં અન્ય લોકોને પ્રવેશ આપવો નહી. જો તમારા જીવનસાથીથી કોઈ ભૂલ થઈ હશે તો આજે તેમને પોતાની ભૂલનો અહેસાસ થશે. જે ક્ષેત્રમાં પ્રયાસ કરશો તેમાં પૂર્ણ સફળતા મળી શકે છે.

મીન રાશિ

આજના દિવસની શરૂઆત કાર્ય વ્યવહારથી જોડાયેલી સમસ્યાઓને હલ કરવાથી થશે. મનોરંજનના કાર્યમાં સમય વધારે પસાર થશે. બની શકે છે કે તે તમારા રોમેન્ટિક જીવનનો સૌથી મુશ્કેલ સમય હશે, જે તમારું દિલ સંપૂર્ણ રીતે તોડી શકે છે. સમયસર જરૂરી કાર્યો પૂર્ણ કરવા. મિત્રો અને પરિવારના લોકોની સાથે હરવા-ફરવાનો આનંદ ઉઠાવી શકો છો. તમારા માન-સન્માન અને લોકપ્રિયતામાં વધારો થઇ શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *