રાશિફળ ૧૪ નવેમ્બર : દિવાળી પર બની રહ્યો છે સર્વાર્થસિદ્ધિ યોગ, આ ૪ રાશિઓનાં ઘરે આવશે ધન લક્ષ્મી

Posted by

મેષ રાશિ

આજે કરિયર અને અંગત સંબંધોનાં ક્ષેત્રમાં સારી પ્રગતિ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવવાની સંભાવનાઓ રહેલી છે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. જેનાથી તમે શાંતિ મહેસૂસ કરી શકશો. દાંપત્યજીવન અનુકૂળ રહેશે. કોઈ મોટા ખર્ચાથી બચવા માટે વિશેષ પ્રયાસ કરશો. જો તમારી પાસે રોકાણ કરવા માટે ધન હોય તો હાલનો સમય યોગ્ય છે. સોનુ, ચાંદી, વાસણ, ઘરેણાં, વસ્ત્રો વગેરે ચીજો ખરીદવું શુભ રહેશે.

વૃષભ રાશિ

આજે બપોર બાદ કાર્યમાં પ્રગતિ થશે. વધારે ખર્ચપૂર્ણ સમય ચાલી રહ્યો છે. કામકાજની બાબતમાં આજે તમને સારા પરિણામ મળશે પરંતુ મહેનત પણ વધારે કરવી પડશે. પોતાના મનને કાબુમાં રાખવું. પોતાનું ધન કોઈ એવા પ્રસ્તાવ કે નિમંત્રણ પર કેન્દ્રિત કરવું જે તમારા જીવનની અમુક ચીજોને બદલી શકે છે. બધા જ પ્રકારની વસ્તુઓની ખરીદારીથી લાભ મળશે. વસ્ત્રો અને સોનું ખરીદવું વધારે શુભ રહેશે. પારિવારિક જીવનની અડચણો દૂર થશે.

મિથુન રાશિ

આજે બિનજરૂરી વાતો કરવાથી દૂર રહેવું. જીવનસાથી સાથે પારિવારિક વિચાર-વિમર્શ કરી શકો છો. આજે તમારું સ્વાસ્થ્ય થોડું કમજોર રહી શકે છે પરંતુ આધ્યાત્મિક કાર્યમાં તમારું મન લાગેલું રહેશે. સંભવ છે કે તમને કરિયરનાં ક્ષેત્રમાં કોઈ મોટી ઉપલબ્ધિ હાથ લાગી શકે છે. આજે પોતાની વાણી પર નિયંત્રણ રાખવું, નહીતર તમે પોતાના પ્રિયજનોને ઠેસ પહોંચાડી શકો છો. આજે તમે ઇલેક્ટ્રોનિક સામાન ખરીદી શકો છો.

કર્ક રાશિ

વાહન અને મશીનરી વગેરેના પ્રયોગમાં સાવધાની રાખવી. આજે તમને એ પ્રશંસા મળશે જેની તમે ક્યારેય અપેક્ષા પણ નહી કરી હોય. દાંપત્યજીવન માટે દિવસ થોડો કમજોર છે. જીવનસાથી કોઈ વાતને મનાવવા માટે જીદ કરી શકે છે. તમે મહેનતથી જે કામ કર્યું હતું તેનું ફળ તમને હવે મળશે. રોજગારમાં વૃદ્ધિની સંભાવના રહેલી છે. રાજનીતિમાં તમને મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થશે. બજારમાંથી વસ્ત્રો કે આભૂષણ ખરીદી શકો છો.

સિંહ રાશિ

આજે તમને ઈનામ મળી શકે છે. વિરોધીઓ પર તમે હાવી રહેશો. કરિયર સાથે જોડાયેલા નિર્ણય તમારે પોતાએ કરવા, બાદમાં તેમનો લાભ તમને મળશે. પરિવારમાં પ્રોપર્ટીને લઈને કોઈ વિવાદ થઈ શકે છે, તેનાથી બચવાના પ્રયાસ કરવા. દાંપત્યજીવનમાં ખુશનુમા સમય રહેશે. તમારે પોતાની વાણી પર કાબૂ રાખવું જોઈએ. અન્ય લોકોના મામલાઓમાં દખલગીરી કરવાથી આજે બચવું. મૂલ્યવાન ધાતુઓથી પણ લાભ મળી શકે છે.

કન્યા રાશિ

તમારા લાંબા સમયથી રોકાયેલા કામ પૂરા થઈ જશે. ગુસ્સો કરવો નહી, યાદ રાખવું કે તમે ઠંડા મગજથી જ પરિસ્થિતિને સંભાળી શકશો. પોતાના કામ પર પૂરું ધ્યાન આપવું અને પોતાના બોસની નજરમાં સારું પ્રદર્શન કરવું. પરિવારમાં વડીલોનું સન્માન કરવું. લાંબાગાળાના કામકાજ માટે કરવામાં આવેલી યાત્રા ફાયદાકારક સાબિત થશે. કોઈ જરૂરી ખરીદારી કરવી હોય તો તમે પોતાના પરિવારના કોઈ અન્ય સદસ્યના નામથી કરી શકો છો.

તુલા રાશિ

આજે તમારે આર્થિક મામલાઓમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. તમે ખૂબ જ કોશિશ કરવા છતાં પણ પોતાના ખર્ચાઓને રોકી નહી શકો. પરિવારનાં લોકો પર વિશ્વાસ જાળવી રાખવો. આજે કોઈ અધૂરા પડેલા કામની ફરીથી શરૂઆત થઇ શકે છે. દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તપાસી લેવા. પોતાની સંપૂર્ણ કાર્યપ્રણાલીમાં પરિવર્તન કરવા વિશે વિચારી શકો છો. દાંપત્યજીવન સુખદ રહેશે. પ્રેમ જીવનમાં સારા પરિણામ મળશે. આકસ્મિક ખર્ચમાં વૃદ્ધિ થશે.

વૃશ્ચિક રાશિ

આજે તમને ભાગ્ય સાથ આપશે. વિરોધીઓ સક્રિય રહેશે. ધન ખર્ચ થશે. મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થશે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું અને દલીલબાજીથી દૂર રહેવું. દુર્ઘટના થવાની આશંકા દેખાઈ રહી છે. સંભાળીને રહેવું અને કાર્ય કરવું. આજે કોઈ ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે. વ્યક્તિગત સંબંધો વધારે મજબૂત થશે. આજે તમારો સ્વભાવ સામાન્યથી કંઈક વધારે જ આક્રમક થઇ શકે છે. જમીન, ઘર વગેરેના સોદા કરવા માટે દિવસ સારો છે.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકો આજે પોતાના જીવનસાથી સાથે વાત કરે અને મસ્તીભરી યોજના બનાવવી. કાનૂની વિવાદોથી સાવધાન રહેવું. કોઈ નવો વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. મહેનતના અનુસાર લાભ મળશે. પ્રયાસ કરતા રહેવા, સફળતા અવશ્ય મળશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. ઋણની લેવડ-દેવડને લઈને મનમાં ચિંતા રહેશે. વાહન, વીજળી, ઉપકરણો, તાંબુ, પિત્તળ, વાસણ ખરીદી શકો છો.

મકર રાશિ

પરણિત યુગલ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. સરકારી કચેરીઓનું કામ આજે સરળતાપૂર્વક પૂર્ણ થશે. નોકરિયાત લોકોને અધિકારી વર્ગ તરફથી પ્રશંસા મળશે. નવા લોકો સાથે પરિચય તમને લાભ અપાવી શકે છે. ધન લાભ મળશે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી દાખવવી નહી. સોનું-ચાંદી, વાહન, આભૂષણ ખરીદી શકો છો. આજે તમારે કોઇપણ જૂની ચીજ ખરીદવાથી બચવું જોઈએ.

કુંભ રાશિ

આજે તમને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે. આજે સ્થાનીય ભાગદોડ તો રહેશે પરંતુ બહારની યાત્રાનો કાર્યક્રમ ટાળવો વધારે ઉચિત રહેશે. વેપારીઓને આજે ધનની બાબતમાં પણ લાભ મળશે. દૈનિક કામકાજમાં ગતિ લાવવા માટે તમારે તેજ ગતિથી નિર્ણય લેવા પડશે. પ્રોપર્ટીથી જોડાયેલ લેવડ-દેવડ પૂરી થશે અને લાભ મળશે. નાના ભાઈ-બહેન તમારું મંતવ્ય માંગી શકે છે. જમીન મકાન પ્લોટ વગેરે ખરીદવા માટે આજનો દિવસ સારો છે.

મીન રાશિ

આજે તમારા કાર્યને પ્રશંસા મળશે, સાથે જ તમારા કામ પણ સફળ થશે. ભાગ્ય તમને સાથ આપી રહ્યું છે. થોડી મહેનત કરવાથી તમારું કામ પણ પૂર્ણ થશે અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. પૈસાનું રોકાણ અથવા સ્થિર સંપત્તિના વિશે કોઈ નિર્ણય લેતા પહેલા અનુભવી લોકો અને પોતાના લોકો સાથે વિચાર વિમર્શ કરવો. જે લોકો તમારી સાથે ભાવનાત્મક રૂપથી જોડાયેલા છે તે તમારી મદદ કરશે. બાળકો પ્રસન્નતાના સ્ત્રોત રહેશે. કોમ્પ્યુટર, વાસણ વગેરે ખરીદી શકો છો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૪ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *