રાશિફળ ૧૪ સપ્ટેમ્બર : આજે આ ૭ રાશિઓ પર ભગવાન ભોળાનાથ થશે મહેરબાન, વાંચો રાશિફળ

Posted by

મેષ રાશિ

આજે તમારે તમારા ક્રોધ પર સંયમ રાખવો પડશે. ઉતાવળમાં કોઇ નિર્ણય ના લો. નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય અને તમારી શક્તિ બગાડશો નહી. તમારા નિર્ણયો પર યોગ્ય ધ્યાન આપવું. તમારી આવકમાં નિશ્ચિતતા રહેશે. તમારા મન પર નિયંત્રણ રાખતા શીખો. કારણકે ઘણીવાર તમે તમારા મનની વાત માનીને તમારો કિંમતી સમય બગાડો છો. વ્યવસાય યોગ્ય રીતે ચાલશે. તમારા પરિવારમાં સારા દિવસો આવશે. કાર્યક્ષેત્રમાં ભાગદોડ વધારે રહેશે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

વૃષભ રાશિ

આજનો દિવસ કોઈને તમારા મનની વાત કહેવાનો દિવસ છે. ખૂબ જ જલ્દી તમને તમારો જીવનસાથી મળશે. કોઈ ઝઘડાળુ વ્યક્તિ સાથે વાદ-વિવાદ તમારો મૂડ ખરાબ કરી શકે છે. સમજદારીથી કામ લો અને જો સંભવ હોય તો તેનાથી બચવું જોઈએ. આજે તમારી બધી જ નિરાશાઓ અને ફરિયાદોને દૂર કરવાનો સમય છે. મકાન અને જમીનમાં રોકાણ કરવાથી ફાયદો થશે. તમે જે પણ કામને જેટલી જલ્દી શરૂ કરવા માંગતા હશો તેમાં એટલો જ વિલંબ થશે.

મિથુન રાશિ

આજે તમને રચનાત્મક કાર્યમાં મન લાગશે. તમારો જીવનસાથી તમને પ્રેમ અને ખુશીની યાત્રા કરાવી શકે છે. પેટ સંબંધિત સમસ્યા તમને પરેશાન કરી શકે છે. વિચારોમાં પરિવર્તન આવી શકે છે. વ્યવસાયમાં આર્થિક લાભ માટે વધારે મહેનત કરવી પડશે. તમારી મહત્વાકાંક્ષાઓની સંખ્યા વધી ગઈ છે અને તેથી તમારી ઈચ્છા તેને જલ્દી પૂરી કરવાની છે. વાદ-વિવાદથી ક્લેશ થઈ શકે છે. ધનનું આગમન થતું રહેશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ આવી શકે છે જે તમને જીવન માટે માર્ગદર્શન આપી શકે છે. દિવસની શરૂઆત શુભ સંકલ્પોથી થશે. સંતાનની ચિંતા રહેશે. વિવેકથી કાર્ય કરો, લાભ મળશે. તમે તમારા સાથીઓને ફાયદો પહોંચાડવા અને તેમને પ્રભાવિત કરવાના અવસરોનો પૂર્ણ લાભ ઉઠાવી શકશો. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. નવો સંબંધ લાભકારી રહેશે. ઉતાવળમાં લીધેલો નિર્ણય પરિણામ બદલી શકે છે.

સિંહ રાશિ

આજે તમે તમારું લક્ષ્ય બનાવો અને તેમને લઈને સાવધાન થઈ જાઓ. વ્યવસાયમાં પૈસાની વસૂલી કરી શકો છો. નોકરીમાં પ્રમોશનનો અવસર મળશે. પિતૃ સંપત્તિથી લાભ થશે. સહયોગીઓનો વિશ્વાસ મેળવીને તમે આવનાર દિવસોમાં સારી પ્રગતિ કરી શકશો. માનસિક તણાવના કારણે સ્વાસ્થ્ય અસ્થિર રહી શકે છે. તમે નકામી ચિંતા છોડો અને તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. મહેનત પણ વધારે કરવી પડી શકે છે.

કન્યા રાશિ

આજે સકારાત્મક વિચારસરણી રાખો. પરિસ્થિતિ એટલી પણ ખરાબ નથી જેટલી દેખાઈ રહી છે. તાજગી અને મનોરંજન માટે ખૂબ જ સારો દિવસ છે પરંતુ જો તમે કામ કરી રહ્યા છો તો વ્યાવસાયીક વ્યવહારમાં સાવધાની રાખવાની જરૂર છે. આજે ઘણા પ્રકારના લાભ મળી શકે છે. ઘરના વડીલો અને મિત્રો પાસેથી લાભ મળશે. વૈવાહિક જીવનમાં જીવનસાથીની સાથે નિકટતા વધશે. પરીક્ષાની સ્પર્ધામાં સફળતા થોડા પ્રયાસોથી જ મળી જશે.

તુલા રાશિ

આજે તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે. કોઈ નજીકના મિત્રની મદદથી આજે અમુક વેપારીઓને ધનલાભ થવાની સંભાવના છે. વ્યાપારના ક્ષેત્રમાં દરેક ચીજો તમારા પક્ષમાં રહેશે. તક તમારા રસ્તામાં આવશે અને તમે વિવેકપૂર્ણ રીતે તેનો સમય પર ઉપયોગ કરી શકશો. વિરોધીઓ તમારા કામમાં સમસ્યાઓ ઊભી કરશે તેમ છતાં પણ તમે સરળતાથી તમારા કામ પૂરા કરી શકશો. જીવનસાથીની ચિંતા રહેશે.

વૃશ્ચિક રાશિ

તમે ધન સંચય કરવામાં સફળ રહેશો. તમે તમારા જીવનની અમુક યાદગાર સાંજ માંથી એક આજે તમે તમારા જીવનસાથી સાથે વિતાવી શકશો. શારીરિક રૂપથી તાજગી મહેસૂસ કરી શકશો. ઉત્તમ ભોજનનો આનંદ મળશે. આર્થિક લાભનો અવસર મળશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારું મન શારીરિક નબળાઈ અને માનસિક અસ્વસ્થતાથી પરેશાન રહેશે. સંકુચિત વિચારધારા તમને પાછળ ધકેલી શકે છે. તમારે તમારી માનસિકતા બદલવી જોઈએ.

ધન રાશિ

આજે તમારું વર્તન ન્યાય પૂર્ણ રહેશે. પૈસા બનાવવા માટે તે નવા વિચારોનો ઉપયોગ કરો જે આજે તમારા મગજમાં આવે. આજે તમારા માટે પરિવારના સદસ્યોનો વ્યવહાર રહસ્યમય બની શકે છે. સામુદાયિક અને ભાગીદારીના કાર્યો યોગ્ય રીતે આગળ વધશે. શારીરિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં હોય તો તેના માટે વ્યાયામ અને યોગ્ય સારવાર શરૂ કરી દેવી જોઈએ. કોઈ પારિવારિક કામને લઈને મનમાં દુવિધાની સ્થિતિ બનેલી રહેશે.

મકર રાશિ

સ્વભાવમાં ઉગ્રતા અને વાણીમાં સંયમ રાખવું જોઈએ. બાળકો આજે રમત-ગમતમાં દિવસ પસાર કરી શકે છે. તેવામાં માતા-પિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણકે તેને ઇજા થવાની સંભાવના છે. તમે કોઈને આપેલા વચનો પુરા કરો અને બીજા લોકો પર વિશ્વાસ રાખજો. બ્રેકઅપથી બચવા માટે એકબીજાનો વિશ્વાસ તોડવો ના જોઈએ. સંગીતકાર લોકો માટે આવનાર સમય સારો રહેશે. નોકરી કરતા મિત્રોને સારી ઓફર મળી શકે છે. આ તમારી ક્ષમતાઓને બતાવવાનો યોગ્ય સમય છે.

કુંભ રાશિ

આજે તમારે નવી પરિયોજનાઓ માટે પોતાના માતા-પિતાને વિશ્વાસમાં લેવાનો યોગ્ય સમય છે. જ્યારે તમે એકલતાનો અનુભવ કરો છો તો તમારે તમારા પરિવારની મદદ લેવી જોઈએ. તે તમને હતાશાથી બચાવશે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ રહી શકે છે. કાર્યસ્થળ પર તમારો વિરોધ થઇ શકે છે. વિરોધીઓ તમારી પ્રતિષ્ઠા બગાડવાના પ્રયાસો કરી શકે છે. તમારી આવકમાં વધારો થવાથી ઉત્સાહ વધશે. વ્યવસાયમાં સારૂં પ્રદર્શન જોવા મળશે.

મીન રાશિ

આજે તમને સ્વાસ્થ્યને લઈને અમુક ફરિયાદો રહેશે. આશાવાદી બનો અને તેજસ્વી પક્ષને જુઓ. તમારો વિશ્વાસ તમારી ઈચ્છાઓ અને તમારી આશા માટે એક નવો દરવાજો ખોલશે. તમારા પરિવારના સભ્યોમાં શાંતિ જળવાઈ રહેશે અને તે તમારા બધા જ પ્રયાસોમાં તમને પૂરો સહયોગ આપશે. વિચારોમાં મૂંઝવણ બની રહેશે. નોકરી અથવા વ્યવસાયમાં પ્રતિસ્પર્ધાનું વાતાવરણ રહેશે. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખો. લાભના અવસર મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *