રાશિફળ ૧૫ જાન્યુઆરી : આજે આ ૬ રાશિનાં જાતકોને મળશે ભાગ્યનો સાથ, નોકરીમાં મળશે પ્રમોશન

Posted by

મેષ રાશિ

આજે યાત્રા કરવી ફાયદાકારક રહેશે પરંતુ મોંઘી પણ સાબિત થશે. માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે, તેવામાં તમારે વધારે તણાવ લેવાથી બચવું પડશે અને કોઈપણ ચીજનાં વિશે વધારે વિચારવું નહી. જો તમે કોઈ ઈન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હોય તો સંપૂર્ણ તૈયારી સાથે જવું, તેમાં તમને સફળતા મળવાની પણ સંભાવના છે. નવવિવાહિત કપલને એકબીજાની સાથે સમય પસાર કરીને આનંદ મહેસૂસ કરશે. કાર્યસ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે. ઈજા, ચોરી કે વિવાદ વગેરેથી હાની પહોંચવાની સંભાવના છે.

વૃષભ રાશિ

આજે તમારે શારીરિક ક્ષમતાને વધારવાનાં પ્રયાસ કરવા પડશે. યોગ અને મેડિટેશન કરવું લાભદાયક સાબિત થઈ શકે છે. કામનું વધારે પડતું ભારણ તમારા માનસિક તણાવને વધારી શકે છે. પરિવારના કોઈ સદસ્યને તમારી મદદની જરૂર પડી શકે છે. એક પછી એક સમસ્યા આવવાના કારણે તમારી માનસિક શાંતિ ભંગ થઈ શકે છે, તેનો ઉપાય એ રહેશે કે તમારે એક પછી એક સમસ્યાઓનો ઉકેલ લાવવો.

મિથુન રાશિ

વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે. સામાજિક સ્તર પર માન-સન્માનની પ્રાપ્તિ થશે. જુના વિવાદોના કારણે સંબંધમાં ખટાશ આવી શકે છે પરંતુ સંબંધને તૂટવા દેશો નહી. આજે તમે કોઇ વાતને લઇને પરેશાન પણ રહેશો, તેવામાં તમારું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે. મિત્રોની સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો. શિક્ષણ કાર્યમાં સંબંધિત લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. પોતાના પરિવારની સાથે જેટલો બની શકે તેટલો વધારે સમય પસાર કરવો.

કર્ક રાશિ

જો આજે તમે મહેનત કરશો તો પ્રગતિના નવા માર્ગ ખુલી શકે છે. આજે તમારા જીવનસાથી તમારી જરૂરિયાતોને પૂરી કરવા માટે પોતાના હાથ ઉંચા કરી શકે છે, જેના લીધે તમારું મન ઉદાસ થવાની સંભાવના છે. આજે તમારે કોઇ એવી જગ્યાએ ફરવા જેવું જ્યાં તમને શાંતિ મળે. રોકાયેલા કાર્યો ફરી શરૂ થતા જોવા મળી રહ્યા છે, તેના માટે તમારે આજે ફરીથી પ્રયાસ કરવા જોઈએ. તમારું ધન સ્વાસ્થ્ય અને દવા પર ખર્ચ થઈ શકે છે. ક્ષમા કરતા અને ભુલતા શીખવું.

સિંહ રાશિ

કાર્યક્ષેત્રમાં ઉન્નતીનાં અવસર મળશે. તમારે ભવિષ્ય માટે પૈસા જમા કરવા જોઈએ. એકલતા મહેસૂસ થઇ શકે છે. આજે તમને એવું લાગશે કે જાણે ભાગ્ય તમને સાથ આપી રહ્યું નથી પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણકે આવતીકાલનો સૂર્ય તમારા માટે આશાની નવી કિરણ લઈને આવશે. કોઈપણ પ્રકારનો તણાવ લેવો નહી, નહિતર માથું દુખવાની સમસ્યાનો સામનો કરવો પડશે. વેપારીઓ કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે.

કન્યા રાશિ

આજે તમારી બૌદ્ધિક શક્તિ તમને કંઈક સારું કરવા માટે પ્રેરિત કરશે. ઓફિસમાં યોજનાબદ્ધ રીતે કાર્ય કરવું પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતામાં રહી શકો છો. જૂની સમસ્યાઓ ફરીથી સામે આવવાથી તમે માનસિક તણાવમાં રહી શકો છો. જો સંભવ હોય તો તમારી કાર્યની સૂચિ પહેલાથી જ તૈયાર કરી લેવી. આળસનો ત્યાગ કરીને પુરી ઉર્જા અને ઉત્સાહની સાથે કાર્ય કરશો તો સારો લાભ મળશે.

તુલા રાશિ

આજે તમારે આવક અને ખર્ચાઓમાં સંતુલન જાળવીને ચાલવું પડશે. આજે તમને મનોરંજન કાર્ય કરવાનો અવસર મળશે. બાળકો તમારી સાથે આજે કોઈ રમત રમવાની જીદ કરશે. શિક્ષણનાં ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે. સાંજ સુધીમાં તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. લોકો તમારા કામની પ્રશંસા કરશે. હાલના સમયનો પૂરો આનંદ લેવો કારણ કે બાદમાં તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર મળશે. વિદ્યાર્થીઓ નવી યોજના બનાવીને તૈયારી કરશે તો કરિયરમાં ઉન્નતીના સારા માર્ગ ખુલશે. ઘરેલુ મામલાઓ અને ઘણા લાંબા સમયથી ઘરના કામકાજનાં હિસાબથી દિવસ સારો રહેશે. પરિવારનાં લોકોની સાથે થોડો સમય પસાર કરવાથી સંબંધોમાં મધુરતા આવશે. આજે તમારી ઈચ્છા ના હોવા છતાં પણ તમારે સામાજિક સમારોહમાં ભાગ લેવો પડશે, જેના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ પણ થઈ શકે છે.

ધન રાશિ

આજે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે પૂર્ણ થઈ જશે. ઉચિત દિશામાં મહેનત કરવાથી તમને સફળતા જરૂર મળશે. અભ્યાસ પ્રત્યે તમારી રુચિમાં વધારો થશે. શિક્ષણ સાથે જોડાયેલ કામ તમારી જાગૃતતામાં વધારો કરશે. આર્થિક રૂપથી કોઈપણ નિર્ણય માટે તમારે વધુ સતર્ક રહીને કામ કરવું જોઈએ. ભાઈની સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનશે. વ્યવસાય અને રિયલ એસ્ટેટમાં સંભાવના ઉજ્જવળ દેખાઈ રહી છે.

મકર રાશિ

વ્યવસાયની બાબતમાં તમારે યાત્રા કરવી પડી શકે છે. પ્રેમના મામલામાં તમારે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. કોઈની સાથે વાત કરતા સમયે તમારે વિનમ્ર સ્વભાવનો ઉપયોગ કરવો જોઈએ. નોકર અને સહકર્મીઓ તરફથી પરેશાની થવાની સંભાવના રહેલી છે. શૈક્ષણિક મોરચા પર સમયના અભાવે કોઈ પ્રોજેક્ટ અધુરો રહી જવાના સંકેત છે. તમારે પોતાની જીવનશૈલીમાં બદલાવ કરવાની જરૂરિયાત રહેશે.

કુંભ રાશિ

આર્થિક દ્રષ્ટિકોણથી પરિસ્થિતિ મદદગાર રહેશે, અચાનક ધન લાભ પણ થઇ શકે છે. જીવનસાથી સાથે ફોન પર લાંબી વાત થશે. તમારી ક્રિએટિવિટીથી લોકો પ્રભાવિત થશે. કોઈના પર ગુસ્સો કરવો તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. જૂની વાતોમાં પડવું નહી અને બની શકે તેટલો આરામ કરવાની કોશિશ કરવી. સંબંધીઓ તમારા કાર્યોમાં પૂર્ણ સહયોગ કરશે. સમજ્યા-વિચાર્યા વગર પૈસા સાથે જોડાયેલ નિર્ણય લેવાથી તમારે નુકશાનીનો સામનો કરવો પડી શકે છે.

મીન રાશિ

આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. ઓફિસમાં તમારા કામને લઈને બોસ તમારી પ્રશંસા કરશે. લવમેટની સાથે તમારા સંબંધો સારા રહેશે, સાથે જ કોઈ જગ્યાએ ફરવા જવાનો પણ પ્લાન બનાવશો. વ્યવસાયમાં તમને ધન લાભ થશે. આજે તમારે પોતાના જિદ્દી વલણથી બચવું પડશે અને ખાસ મિત્રોની સાથે. તમારી સકારાત્મક વિચારસરણી તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવશે. આજનો દિવસ તમારા બાળકો માટે એક દુર્ઘટના ગ્રસ્ત દિવસ બની શકે છે, તેથી વધારે સતર્ક રહેવું.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૫ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *