રાશિફળ ૧૫ મે ૨૦૨૨ : આજે સુર્યદેવની કૃપાથી આ ૭ રાશિવાળા લોકોનાં અધુરા કામ પુરા થશે, દાંપત્યજીવનમાં આવશે મધુરતા

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહી શકે છે. આજે તમે કોઇ જરૂરી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો અથવા તો પછી જો તમારા વ્યવસાયમાં ધન અટવાયેલું હતું તો તે પણ આજે તમને પરત મળી શકે છે. તમારા વ્યવસાયમાં કોઈને ભાગીદાર બનાવવો તમારા માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. તમારે પોતાનાં ઘરનાં અમુક કાર્યો પ્રત્યે પણ ધ્યાન આપવું પડશે નહીંતર તે લાંબા સમય માટે અધુરા રહી શકે છે. તમે પોતાનાં ઘરની રંગરોગાન કરવાની યોજના પણ બનાવી શકો છો. જે લોકો કોઈ નવા વાહનની ખરીદી કરવા જઈ રહ્યા છે, તેમણે હજુ થોડો સમય માટે થોભી જવું સારું રહેશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા આત્મસન્માનમાં વધારો કરવાનો દિવસ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારે કડવાશને મીઠાશમાં બદલવાની કળા શીખવી પડશે ત્યારે જ તમે લોકો પાસેથી કામ કઢાવવામાં સફળ રહેશો. તમારો કોઈ સંપત્તિ સંબંધિત વાદવિવાદ પણ આજે સમાપ્ત થઈ શકે છે, જે તમારા માટે લાભદાયક રહેશે. જો આજે તમારા મનમાં કોઈ આઈડિયા આવે છે તો તમારે તેમને પોતાનાં વ્યવસાયમાં તરત જ આગળ વધારવો પડશે, ત્યારે જ તમે તેનો લાભ ઉઠાવવામાં સફળ રહેશો. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય તમને ભરપુર માત્રામાં મળી શકે છે, જેનાં લીધે તમારી ઘણી બધી સમસ્યાઓ દુર થશે.

મિથુન રાશિ

આજનો દિવસ તે લોકો માટે પરેશાની વાળો રહી શકે છે, જે પોતાનાં કરિયરમાં બદલાવ કરવાનું વિચારી રહ્યા છે, તેમણે હજુ થોડો સમય માટે થોભી જવું પડશે કારણકે હાલનાં સમયમાં પરિસ્થિતિઓ તમારા માટે યોગ્ય નથી. જો તમે પોતાનાં ધનનું રોકાણ કરશો તો તે તમને ભરપુર લાભ આપી શકે છે. તમારો ખરાબ વ્યવહાર તમારા પરિવારનાં સદસ્યો માટે પરેશાની વાળો રહી શકે છે. તમારે પોતાનાં સંતાનની સમસ્યાઓ સાંભળવી અને સમજવી પડશે અને જીવનસાથી સાથે મળીને તેનો ઉપાય શોધવો પડશે. તમને પોતાનાં વ્યવસાયમાં અટવાયેલું ધન પ્રાપ્ત થશે, જે તમારી ખુશીનું કારણ બનશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે આર્થિક દ્રષ્ટિકોણથી ઉત્તમ રહેશે. તમે પોતાનાં વ્યવસાયમાં કોઈ પ્રોજેક્ટ પર કાર્ય કરશો અને તે તમારું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરશે. જો તમારે વ્યવસાય સંબંધિત કોઈની સલાહ લેવી પડે છે તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી સારું રહેશે. તમે પોતાનાં કોઈ મિત્ર પાસેથી ધન ઉધાર લેવા માંગો છો તો તે તમને સરળતાથી મળી જશે. જીવનસાથી દ્વારા કોઈ એવું કાર્ય કરવામાં આવશે, જેનાં લીધે તમારું મન પ્રસન્ન થશે. તમને કોઈ નેત્ર સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે તેથી તમારે સાવધાન રહેવું પડશે અને ડોક્ટરની સલાહ લેવી પડશે.

સિંહ રાશિ

આજે તમારા વ્યવસાયની અમુક યોજનાઓને બળ મળશે. તમારે પોતાનાં કોઈ પરિજનનાં કહેવા પર ધનનું રોકાણ કરવાથી બચવું પડશે નહીંતર તે તમને કોઈ ખોટી સલાહ આપી શકે છે. જો તમે પોતાનાં મિત્રો સાથે હરવા-ફરવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં તમારે પોતાનાં પિતાજીની સલાહ લઈને જવું સારું રહેશે નહીંતર તે તમારાથી નારાજ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારે ઉતાવળમાં કોઈપણ કાર્ય કરવું નહીં નહીંતર તમારાથી કોઈ ભુલ થઈ શકે છે અને તમારે પોતાનાં અધિકારીઓનાં ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. તમારા અમુક અધુરા રહેલા કાર્યો પુરા થશે, જેનાં લીધે તમને પ્રસન્નતા થશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે તણાવગ્રસ્ત રહેશે. જે લોકો પ્રેમ જીવન જીવી રહ્યા છે, તેમને પોતાનાં સાથી સાથે ઝઘડો થઈ શકે છે અને તેમનો સંબંધ તુટી શકે છે. જો દાંપત્યજીવનમાં તમે લાંબા સમયથી કોઈ વાત છુપાવીને રાખી હતી તો તેનાં વિશે તમારા સાથીને જાણ થઈ શકે છે. આજે સાંજનાં સમયે તમારા પરિવારમાં ચાલી રહેલા ઝઘડા સમાપ્ત થશે. તમારે પરિવારનાં વડીલ સદસ્યો સાથે વાતચીત કરતા સમયે પોતાની વાણી પર મધુરતા રાખવી પડશે. કાર્યક્ષેત્રમાં પણ કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઉત્પન્ન થવા પર તમારે ધીરજ જાળવી રાખવી પડશે નહીંતર તમારા શત્રુઓ તેનો ફાયદો ઉઠાવવાની પુરી કોશિશ કરી શકે છે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. જો વિદ્યાર્થીઓ કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો તે પોતાનાં ઘરથી દુર જઈને કરી શકે છે, તે તેમનાં માટે વધારે લાભદાયક રહેશે. પરિવારનાં સદસ્યો વચ્ચે કોઈ પરસ્પર વાદવિવાદ ઉત્પન્ન થઇ શકે છે. તમે પોતાનાં માતા-પિતાને તીર્થસ્થાનની યાત્રા પર લઈ જવા માટે વિચારી શકો છો. જે લોકો વિવાહ યોગ્ય છે તેમનાં માટે સારા અવસર આવી શકે છે. તમારે પોતાનાં કોઇ મિત્રની સમસ્યાઓને લઈને તેમનાં માટે અમુક પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. તમારે કોઇની સાથે ખાલી બેસીને સમય પસાર કરવાની જગ્યાએ પોતાનાં કામ તરફ ધ્યાન આપવું પડશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન લઈને આવશે. જો તમારા પર કોઈ નાનું-મોટું કરજ બાકી છે તો તમે તેને ચુકવવામાં સફળ રહેશો, જેનાં લીધે તમારા મન પરનું ભારણ હળવું થશે. પરિવારનું કોઈ સદસ્ય તમારી પાસે અમુક ફરમાઇશ કરી શકે છે, જેને તમારે અવશ્ય પુરી કરવી પડશે. તમારે અમુક મજબુરીમાં એવા ખર્ચાઓ કરવા પડી શકે છે, જેને તમારે ના ઇચ્છવા છતાં પણ કરવા પડશે. સાસરીયા પક્ષ તરફથી તમને માન-સન્માન મળી શકે છે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે નિશ્ચિત રૂપથી ફળદાયક રહેશે. જો તમે કોઈ યાત્રા પર જાઓ છો તો તે તમારા માટે લાભદાયક રહેશે. નોકરીમાં કાર્યરત લોકોને પોતાનાં ઘરથી દુર નવી નોકરી પ્રાપ્ત થઇ શકે છે પરંતુ હજુ પણ તમારે નવી નોકરીમાં ટકી રહેવું પડશે. જો કાર્યક્ષેત્રમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તે પણ હજુ લાંબો ખેંચાઇ શકે છે, ત્યારબાદ જ તમને થોડી રાહત મળશે. જીવનસાથી તરફથી તમને કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. તમે પોતાનાં કોઈ મિત્રને લાંબા સમય બાદ મળીને પ્રસન્ન થશો.

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે સ્વાસ્થ્યનાં દ્રષ્ટિકોણથી થોડો પરેશાની વાળો રહી શકે છે. જો તમને કમરમાં કોઈ દુખાવો વગેરે જેવી સમસ્યા હોય તો તમે તેમનાં માટે યોગ અને એક્સરસાઇઝ થી સારું પરિણામ મેળવી શકો છો. તમારા સંતાન દ્વારા આજે કોઈ એવું કાર્ય કરવામાં આવશે, જેનાં લીધે તમને પ્રસન્નતા થશે. જો તમારી કોઈ વસ્તુ લાંબા સમયથી ખરાબ છે તો તે આજે ફરી શરૂ થઈ શકે છે. તમારે પોતાનાં કોઇ પરિવારનાં સદસ્ય સાથે કોઈ વાદવિવાદ ઉત્પન્ન થઈ શકે છે, જેમાં તમારી ચુપ રહેવું પડશે.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. નોકરીમાં કાર્યરત લોકોને પોતાનાં બોસ દ્વારા કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. તમે પોતાનાં મિત્ર સાથે કોઈ હિલ સ્ટેશન પર ફરવા જવાની યોજના બનાવી શકો છો. જો કાર્યક્ષેત્રમાં તમારે પોતાનાં કોઈ સાથી સાથે કોઈ તકરાર ચાલી રહી હતી તો તે આજે સમાપ્ત થશે. વિદ્યાર્થીઓએ શિક્ષણનાં ક્ષેત્રમાં વધારે પરિશ્રમ કરવાની આવશ્યકતા રહેશે ત્યારે જ તે સફળતા પ્રાપ્ત કરી શકશે. તમારે પોતાનાં મનમાં ચાલી રહેલી સમસ્યાઓ પોતાનાં પિતાજી સાથે શેર કરવી પડશે ત્યારે જ તમે તેનું સમાધાન શોધવામાં સફળ રહેશો.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે થોડો પરેશાન વાળો રહી શકે છે. તમને પોતાનાં કાર્યક્ષેત્રમાં અમુક ખરાબ પરિસ્થિતિઓનાં લીધે પોતાનાં મન મુજબ લાભ ના મળવાનાં લીધે પરેશાન રહેશો. તમારે પોતાનાં જીવનસાથીનો વિશ્વાસ જીતવો પડશે ત્યારે જ તમે તેમની પાસેથી પોતાનું કામ કઢાવવામાં સફળ રહેશો. જે યુવાનો સામાજિક ક્ષેત્ર સાથે જોડાવા માંગે છે, આજે તેમની તે ઇચ્છા પુરી થશે. આજે તમારી સામે અમુક એવા જરૂરી ખર્ચાઓ આવશે, જેને તમારે ના ઇચ્છવા છતાં પણ કરવા પડી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ પર તેની અસર પડશે. જો તમારા પરિવારમાં કોઈ કલેશ ચાલી રહ્યો છે તો તે તમને પરેશાન કરવામાં કોઈ કસર બાકી રાખશે નહી તેથી તમારે પરિવારનાં સદસ્યોની મદદ લેવી પડશે.