રાશિફળ ૧૫ નવેમ્બર : રવિવારે આ ૫ રાશિઓની બદલાઈ જશે કિસ્મત, આર્થિક સુધારો થવાનાં બની રહ્યા છે યોગ

Posted by

મેષ રાશિ

ભૌતિક સાધનો અને વસ્ત્રો વગેરેની ખરીદી કરી શકો છો. આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો દિવસ છે. કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવા વિશે વિચારી રહ્યા હોય તો કોઈ પ્રોપર્ટી સાથે જોડાયેલ જાણકારની સલાહ જરૂર લેવી. કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. જો તમે ઈચ્છો તો આજે કોઇપણ કાર્યને પૂર્ણ કરી શકશો. પ્રણય સંબંધોમાં સફળતા મળી શકે છે. કામકાજમાં મન લાગશે નહી. વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃષભ રાશિ

આજે તમે કંઇક નવું કરવા માંગશો. આજે તમે જે પણ કામ કરશો તે તમને આકર્ષણનું કેન્દ્ર બનાવી દેશે. આધ્યાત્મિક તરફ રસ રહેશે. ઉપહાર કે સન્માનમાં વૃદ્ધિ થશે. તમારા હસમુખ સ્વભાવનાં કારણે આજે તમારા નવા મિત્રો બની શકે છે. ઊંચા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારા પ્રયાસોને ચાલુ રાખવા પડશે. પોતાના પાર્ટનર સાથે કઈપણ બોલતા પહેલા થોડું વિચારી લેવું કારણ કે આજે તેમના મૂડમાં ચીડિયાપણું મહેસુસ થશે.

મિથુન રાશિ

આજે તમારે સતર્ક રહેવાની આવશ્યકતા છે. આજે તમારું પારિવારિક જીવન સુખ-શાંતિ થી ભરેલું રહેશે તથા તમે તેનો પુરો આનંદ ઉઠાવી શકશો. પોતાના પરિવારનાં લોકોનો સાથ આપવો કારણકે આગળ જતાં તમારે તેમની જરૂર પડી શકે છે. પારિવારિક જવાબદારીઓની પૂર્તિ કરી શકશો. તમે અમુક કાર્યોના વિશે વધારે આત્મવિશ્વાસથી પ્રભાવિત થશો, જેનો નકારાત્મક પ્રભાવ પડશે. અન્ય લોકો પાસેથી સહયોગ લેવામાં સફળ થશો. મહિલા અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે.

કર્ક રાશિ

નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો સમય એકદમ ઉચિત છે. તમારે પોતાની આસપાસના અમુક લોકોથી સાવધાન રહેવાની જરૂર છે કારણકે તે તમારા પ્રત્યે ઈર્ષા રાખે છે. યાત્રામાં પોતાની વસ્તુઓની સુરક્ષા રાખવી. તમારી કોઈ મૂલ્યવાન વસ્તુ ખોવાઈ જવાની કે ચોરી થઇ જવાની આશંકા રહેલી છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. વાંચન લેખનમાં પરેશાની આવી શકે છે. તમારી લવ લાઇફ ખૂબ જ સારી રહેશે.

સિંહ રાશિ

આજે તમે પોતાના ઠંડા મગજથી જ પરિસ્થિતિને સંભાળી શકશો. તમારે બસ પોતાના કામ અને જવાબદારીઓ પર ધ્યાન આપવાનું રહેશે, આવું કરવાથી બધું જ ઠીક થઈ જશે. શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. પિતા કે ઘરના મુખ્ય સદસ્યનો સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથી તરફથી કોઈ મોટી ખુશખબરી મળશે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. પોતાના પાર્ટનરને પોતાના દિલની વાત ખુલીને જણાવવી. માનસિક શાંતિ તો રહેશે તેમ છતાં પણ વ્યર્થના વિવાદોથી બચવાના પ્રયાસ કરવા.

કન્યા રાશિ

આ દિવાળીએ તમને આર્થિક ક્ષેત્રમાં લાભ થવાની સંભાવના રહેલી છે. આજના દિવસે કોઈ લાંબી યાત્રા પર ના જવું. કોઈને પોતાની તરફ આકર્ષિત કરી શકો છો. વ્યવસાય સાથે જોડાયેલી કોઇ મોટી ખુશખબરી મળી શકે છે, જેના લીધે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. વ્યવસાયનાં મામલામાં તમને કોઈ નજીકના મિત્ર પાસેથી મદદ મળશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો પરંતુ સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે. નોકરીમાં પ્રગતિના માર્ગ પ્રશસ્ત થશે.

તુલા રાશિ

આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમને પોતાનો સાચો પ્રેમ મળશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઇ કામ ના કરવું. સમાજમાં કોઈની મદદ કરવા માટે આગળ આવી શકો છો. આજે તમારો દિવસ સુસ્ત રહી શકે છે તેથી સાવધાન રહેવું. તમારા જીવનસાથીનો સહયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમે પોતાના સાથીની સાથે સમય પસાર કરવાનું પસંદ કરશો. તમારા જીવનમાં આવનારી તમામ પ્રકારની સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોને આજે લાભના અવસર પ્રાપ્ત થશે. ક્યાં રોકાણ કરવું તેના વિશે નસીબનો ઈશારો મળી શકે છે. કાર્યક્ષેત્ર પર કોઈને કરવામાં આવેલી પ્રતિબદ્ધતા પર ઉભા રહેવાની જરુર છે. અચાનક મળનાર આર્થિક લાભ તમને ખુશ કરી દેશે. તમારું પારિવારિક જીવન ખૂબ જ સારું રહેશે. સડક માર્ગની કોઈ યાત્રાને તમે ખૂબ જ એન્જોય કરી શકશો. આર્થિક સ્થિતિ સુદ્રઢ રહેવાના સંકેત છે. દાંપત્યજીવનમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું.

ધન રાશિ

પરિવારથી દૂર રહેલા લોકોને પરિવારનો સપોર્ટ મળશે. તમારા દૈનિક કાર્યોમાં અમુક સમસ્યાઓ આવશે. તમે પોતાના જીવનસાથી સાથે ખટાશમાં પડી શકો છો. જો તમે પોતાની જવાબદારીઓને સારી રીતે પૂર્ણ કરો છો તો નિશ્ચિત રૂપથી તમારું જીવન ખુશહાલ અને સંતોષજનક રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઈ મામલામાં તમારી પાસેથી કોઈ સલાહ માંગી શકે છે. પાર્ટનરશીપમાં બિઝનેસ કરી રહેલા લોકોને આજે કોઈ સારો ફાઇનાન્સર મળશે.

મકર રાશિ

નોકરી બદલવા વિશે વિચારી રહ્યા લોકોને ભાગ્યનો સાથ મળશે. આજે તમને કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે પોતાનાં વૈવાહિક અને પારિવારિક જીવનમાં સુમેળ જાળવી રાખવામાં સફળ રહેશો. તમારા બોસ કામની બાબતમાં તમારું સમર્થન કરશે કારણ કે તમારી દ્રઢતાથી તેમને કામ સાથે જોડાયેલ પોતાનો નિર્ણય બદલવામાં મદદ મળશે. પોતાનાં સાથીની સાથે સમય પસાર કરવા માટે અલગ વિચારવું પડશે. વિદ્યાર્થીઓને આજે થોડી રાહત મળશે.

કુંભ રાશિ

દિવાળીનાં સમયમાં ઘર-પરિવારમાં પ્રસન્નતાનું વાતાવરણ જળવાઈ રહેશે. તમને અનૈતિક કાર્યોમાં ના પડવાની સલાહ આપવામાં આવે છે. જુના રોકાણનું ફળ સારું મળશે. કાર્યક્ષેત્રમાં તમારે ખૂબ જ ભાગદોડ કરવી પડશે. પોતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કારણ કે તમને પેટ સાથે જોડાયેલી કોઇ સમસ્યા થવાની સંભાવના રહેલી છે. જીવનસાથી સાથે સાધારણ વાદ-વિવાદ તમને અપમાનજનક બનાવી દેશે. પૈસાની લેવડ-દેવડમાં તમારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. ઓફિસમાં કોઈની સાથે તકરારની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

મીન રાશિ

મકાન, જમીન અને સંપત્તિમાં રોકાણ કરવા માટે સારો દિવસ છે. કાર્યક્ષેત્ર પર કોઈ સિનિયર અધિકારી તમારાથી નારાજ થઈ શકે છે. પ્રેમ પ્રસંગ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. તમારા વ્યવસાયમાં વિસ્તરણ માટેની સંભાવના રહેલી છે. પરિવારનાં લોકો તરફથી કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. પૈતૃક વ્યવસાયનો વિસ્તાર થઈ શકે છે. જ્વેલરીનો વ્યવસાય કરી રહેલા લોકોને આજે મોટો ફાયદો થશે. કરિયરમાં આગળ વધવા માટે ગુરુનો સહયોગ મળશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૫ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *