રાશિફળ ૧૫ ઓક્ટોબર : ભગવાન વિષ્ણુ આજે આ ૭ રાશિઓને આપશે અપેક્ષા કરતાં પણ વધારે લાભ, કંગાળ પણ થઈ જશે માલામાલ

મેષ રાશિ

આજે તમારા ચૂપ રહેવાથી લોકો તમને ખોટા સમજશે અને તેના પર સવાલો ઊભા કરશે. તમારી મહેનતથી ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે. ગેરસમજણો દૂર થશે. આજે ઓફિસમાં કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે અને આ તકનો ફાયદો ઉઠાવવામાં તમને સહકર્મીઓનો સહયોગ મળશે. કોઈપણને પૂછ્યા વગર તમારું મંતવ્ય આપવું નહી. તમારા જિદ્દી સ્વભાવના લીધે લોકો તમારાથી દૂર રહેશે. વ્યાપારિક ગતિવિધિઓ નબળી રહેશે.

Advertisement

વૃષભ રાશિ

આજે તમારે પોતાના ઉતાવળિયા સ્વભાવ પર નિયંત્રણ રાખવું. ઘરમાં પોતાના લોકોની ચિંતા રહેશે તો તેની અસર તમારી માનસિકતા પર પડી શકે છે. જેના લીધે તમારા વિચારો અન્ય લોકો સાથે મળશે નહી. તમારા સંબંધોમાં વૈચારિક મતભેદ ઉભા થઇ શકે છે અને કંઈક ને કંઈક વિકટ પરિસ્થિતિ સામે આવી શકે છે. આજે કોઈ કામની યોજનાઓને આગળ વધારવા માટે યોગ્ય દિવસ છે. આજે તમે પોતાના અધૂરા સપનાઓને પુરા કરી શકશો. વ્યવસાયમાં નવા પગલા ખુશીઓ લઈને આવશે.

મિથુન રાશિ

સારું રહેશે કે આજે તમે કોઈને તમારી વિરુદ્ધ મંતવ્ય આપવાનો અવસર ના આપો. આજે તમે અમુક બાબતમાં જરૂરિયાતથી વધારે જીદ ના કરો તો સારું રહેશે. ભૂતકાળની બાબતોમાં પોતાનો સમય બગાડવો નહી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી પૈસા કમાવવાનું વિચારવું નહી, નહિતર ફસાઈ શકો છો. બિનજરૂરી કામોમાં પણ આજનો દિવસ ખરાબ થઈ શકે છે. આજે પારિવારિક જવાબદારીનું સંપૂર્ણ ધ્યાન રાખવું. પોતાના અધિકારોનો ખોટો પ્રયોગ કરવો નહી. યાત્રા લાભકારી સાબિત થશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાઓથી ભરેલો રહેશે. તમારા બધા જ રોકાયેલ કાર્યોમાં ગતિ આવશે. વસ્ત્રો વગેરે પ્રત્યે રસ વધશે. કામકાજની બાબતમાં વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. યાત્રા લાભદાયક સાબિત થશે. પૈસા કમાવવાના પ્રયાસમાં સફળતા મળી શકે છે. આજે તમારા ખર્ચાઓ ઘટાડવામાં ઘણી તકો મળશે. પોતાના પ્રયાસોમાં સફળતા મેળવવા માટે તમારે મહેનતની સાથે સાથે પોતાની બુદ્ધિથી પણ કામ લેવું પડશે.

સિંહ રાશિ

આજે આળસ તમારા પર હાવી રહેશે. નોકરીમાં અધિકારીઓ સાથે વૈચારિક મતભેદ રહેશે. આજે મકાન અને જમીન સંબંધિત કાર્યો સફળ રહેશે. સંતાન પર બિનજરૂરી રોક લગાવવી નહી. સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. કાર્ય ભાવમાં વૃદ્ધિ થશે. આવકમાં વધારો થશે. સારી ઊંઘ સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, આજે તમે વધારે ઊંઘ લઇ શકો છો. પરિવારમાં સુખદ વાતાવરણ જળવાઈ રહેશે પરંતુ સાંજ સુધીમાં કોઈ વિવાદ થઈ શકે છે તેથી આજે તમારે થોડું સતર્ક રહેવું.

કન્યા રાશિ

પારિવારિક જવાબદારીમાં વધારો થશે જે તમને માનસિક તણાવ આપી શકે છે. વૈવાહિક જીવનમાં થોડા મતભેદ થઈ શકે છે. પરિવારની સાથે ધાર્મિક સ્થળની યાત્રા પર જવું પડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી. ખર્ચાઓમાં વધારો થશે. તમારા લવ લાઈફ વિશે વાત કરીએ તો આજનો દિવસ ખૂબ જ પડકારજનક રહેશે. આજે પોતાના જવાબદારી અને શાસક વર્ગની સાથે સંબંધોનું પણ ધ્યાન રાખવું. આજે તમારું મન બહાર ફરવાનું થઈ શકે છે.

તુલા રાશિ

આજે બાળકોની સાથે ખૂબ જ સારો ટાઈમ પસાર થશે. તમારો શુભ સમય શરૂ થઇ રહ્યો છે. શૈક્ષિક અને બૌદ્ધિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. લેખન-બૌદ્ધિક કાર્યો આવકના સાધનો બનશે. કોઈ મિત્રનાં સહયોગથી નોકરી મળી શકે છે. કોઈ પાર્ટ ટાઈમ જોબ મળી શકે છે. આજે પરિવારમાં બાળકોને તેમની ઈચ્છિત વસ્તુઓ આપશો, જેનાથી તમારો સંબંધ બાળકો સાથે ખૂબ જ મજબૂત થશે. આજે યાત્રાના યોગ છે. અચાનક ધન હાનિ થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોને તેમની નોકરીના ઈન્ટરવ્યું માટે સુખદ પરિણામો મળશે. આવકમાં વધારો થશે. પરંતુ કોઈ બીજી જગ્યાએ જવું પડી શકે છે. તમારી પાસે બે વિકલ્પ છે, પાછળ હટવું અથવા તો સામનો કરવો. પછી એ જ કરવું જે તમારી ઉર્જાને શ્રેષ્ઠ બનાવે છે. વાહન અને મશીનરીનાં પ્રયોગમાં સાવધાની રાખવી. વસ્તુઓ સંભાળીને રાખવી. ઘરમાં તણાવ રહી શકે છે. ગરીબોને દાન કરવાથી તમારા સુખ-સૌભાગ્યમાં વધારો થશે.

ધન રાશિ

આજે લાંબા સમયથી ચાલી રહેલા પ્રેમ સંબંધોને નવું રૂપ આપવા માટે આજે સારો દિવસ છે. નોકરીમાં પરિવર્તનની સંભાવનાઓ બની રહી છે. માન સન્માનમાં વધારો થશે. શાસન સત્તાનો સહયોગ મળશે. વાહન સુખ મળી શકે છે. બહેન તરફથી પ્રેમ મળશે. બાકી રહેલ રકમ વસૂલ કરવામાં સફળ રહેશો. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. રોજગાર મળશે. આજે તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને અવિવાહિત લોકોને વિવાહ માટે થોડી રાહ જોવી પડી શકે છે.

મકર રાશિ

અંગત સંબંધોમાં આજે કોઈ નિર્ણય લેવો પડી શકે છે. સકારાત્મક રહેવું, પરેશાની ખૂબ જ જલદી દૂર થઈ જશે. નાના પ્રવાસનું આયોજન તમે કરી શકશો. માનસિક તણાવમાં વધારો થશે. પરિશ્રમ વધારે કરવો પડશે. મિત્રો તરફથી પૂરતો સહયોગ મળશે. વાહન સુખ મળી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવી. કોઈ અંગત વ્યક્તિ પાસેથી સલાહ લઈને કામ કરવું યોગ્ય રહેશે. આજે તમારા ચેહરા પર ખુશી છવાયેલી રહેશે. શાંતિની શોધ કરવામાં તમે આધ્યાત્મિકતા તરફ અગ્રેસર થઈ શકો છો.

કુંભ રાશિ

આજે તમારે અન્ય લોકોની બાબતમાં દખલગીરી કરવી નહી. રહેણી-કહેણીમાં થોડું કષ્ટ પડી શકે છે. અમુક જૂના મિત્રો સાથે સંપર્ક થઇ શકે છે. સ્વાદિષ્ટ ભોજન તરફ રસ રહેશે. સંતાન થોડું પરેશાન રહી શકે છે. જીવનની તરફ એક ઉદાર વલણ અપનાવવું. કાર્યોમાં નિર્ધારિત સફળતા પ્રાપ્ત કરી શકશો. ધન પ્રાપ્તિમાં વધારો થશે. માન-સન્માન મળશે. થોડા પ્રયાસોથી વધારે લાભ મળશે. આંખ સંબંધિત પીડા ઉત્પન્ન થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા પક્ષમાં અમુક પરિવર્તન થઈ શકે છે. સંતાન સુખમાં વધારો થશે.

મીન રાશિ

આજે તમારા છુપાયેલા દુશ્મન તમારા વિશે અફવાઓ ફેલાવા માટે તત્પર રહેશે. વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહેશે. વાતચીતમાં સંતુલિત રહેવું. પારિવારિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. શિક્ષણ, નોકરી અને વ્યાપારના ક્ષેત્રમાં નવી ખુશીઓ મળવાના યોગ બની રહ્યા છે. પ્રેમ જીવનમાં સમસ્યાઓ વધે તેનાથી સારું છે કે તમે થોડા સમય માટે ચૂપ રહો. આજે સારા સમયનો લાભ ઉઠાવતાં તમે તમારું બધું જ કામ આજે પૂરું કરી લેશો તો તમારા માટે સારું રહેશે.

Advertisement