રાશિફળ ૧૫ સપ્ટેમ્બર : આ પાંચ રાશિઓ પર રહેશે હનુમાનજીની વિશેષ કૃપા, મોટી સમસ્યાઓનું થશે નિરાકરણ

Posted by

મેષ રાશિ

વાહન ચલાવતા સમયે સાવધાન રહો. બસ થોડી મહેનત કરીને તમે તમારા ઉદેશ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. કોઈ જૂની સમસ્યાનું સમાધાન નીકળવાની સંભાવના બની રહી છે. મિત્રો સાથે સંબંધ સુધરી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. ધંધાની દ્રષ્ટિએ આજનો દિવસ સારો પસાર થશે. જે કામના પ્રયાસ તમે ઘણા દિવસોથી કરી રહ્યા હતા તે પ્રયાસનું આજે તમને ફળ મળશે.

વૃષભ રાશિ

આજે તમારા કાર્યસ્થળ પર તમારા કામની ખુબ જ પ્રશંસા કરવામાં આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે. તમારે એકદમ શાંતિથી અને સંયમ જાળવીને તમારી વાત સમજાવવી પડશે. અન્ય લોકો તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. પરિવારમાં મધુરતાની સાથે વિશ્વાસ પણ વધશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે. આજે સાંજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવી શકશો. બેરોજગારી દૂર થશે.

મિથુન રાશિ

આજે કોઈ શુભ સમાચાર મળી શકે છે. કોઈ જગ્યાએ રોકાણ સમજી-વિચારીને કરો. ભાગીદાર કે સંબંધોને લઈને તમારા મનમાં કોઈ પ્રકારની ચિંતા છે તો તેનું સમાધાન મળી શકે છે. પરિવારના સદસ્યોની સાથે એક સકારાત્મક અને નવી પહેલ કરવાની તક મળશે. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. તમારે લગભગ દરેક વાત પર જરૂરથી વધારે પ્રતિક્રિયા આપવી નહી. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવી શકશો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

કર્ક રાશિ

આજનો તમારો દિવસ મોજ, શોખ અને મનોરંજનની પાછળ ખર્ચ થઈ શકે છે. તમારો આર્થિક પક્ષ થોડો કમજોર થઈ શકે છે. આજના દિવસે તમારા કામને સફળતાથી પૂરું કરી શકશો. વળી બીજી તરફ સંપત્તિના મામલામાં પણ લાભ મળી શકે છે. પરિવારના અમુક મામલાઓમાં તમારે અવગણના કરવાથી બચવું જોઈએ. શત્રુઓનો પરાજય થશે. થોડા કામમાં સાવધાન રહેવું પડશે. અપરિચિત વ્યક્તિઓથી દૂર રહો. દગો મળી શકે છે.

સિંહ રાશી

આજે ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. તમારો વધતો આત્મવિશ્વાસ તમારા સંબંધો પર સારો પ્રભાવ પાડી શકે છે. પૈસાની સ્થિતિમાં સુધારો લાવવાની થોડી તકો મળી શકે છે. આજનો દિવસ રામ નામ ના જાપ થી શરૂ કરો. પૂજાપાઠ પર વિશેષ ધ્યાન આપો. ભાવનાત્મક રીતે તમે લગભગ પૂરી રીતે સંતુલિત રહેશો. આજે તમે કોઇ સંબંધીના ઘરે ડિનર માટે જઈ શકો છો. કોર્ટ અને કચેરીના કાર્યો તમારા માટે અનુકૂળ રહેશે.

કન્યા રાશિ

આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારે કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે. આવક વધશે અને કાર્યક્ષેત્રમાં આવી રહેલી અડચણો પણ દૂર થશે. આજના દિવસે તમે તમારા કામથી કામ રાખો. બીજા લોકોના મામલાઓમાં ના પડો તો જ તમારા માટે સારું રહેશે. જો ઓફિસની વાત કરવામાં આવે તો તમારા ગુપ્ત શત્રુઓથી તમારે સાવધાન રહેવું પડશે. તે તમારા માટે કોઈ સમસ્યા ઉભી કરી શકે છે. વધારે પડતી લાગણી તમને પરેશાનીમાં નાખી શકે છે. તેથી ભાવનાત્મક નિર્ણય લેવાથી બચવું જોઈએ.

તુલા રાશિ

આજે નોકરીમાં અધિકારો વધી શકે છે. કોઈ મોટી સમસ્યાનું નિવારણ થશે. આગળ વધવા માટે નવા અવસર મળી શકે છે. તમારી અપેક્ષાઓ પૂરી થશે. આજના દિવસે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. ઓફિસમાં બોસની સાથે સંબંધ સારા રાખવા માટે પ્રયત્ન કરો. વળી બીજી તરફ સહકર્મીઓ સાથે વિવાદ થવાની આશંકા છે. કોઇપણ સમસ્યાથી ગભરાશો નહી. વધારે પરેશાની હોય તો કોઈની પાસેથી સલાહ લો. પ્રસન્ન રહેશો. રસ્તા પર બેકાબુ થઇને ગાડી ચલાવશો નહી.

વૃશ્ચિક રાશિ

આજે તમારા પ્રયાસો સફળ થશે. ઉત્સાહ વર્ધક સૂચના પ્રાપ્ત થશે. તમારા પ્રયત્નો હશે કે તમારા ક્ષેત્રમાં તમારી છાપ સારી છોડવામાં આવે. કોઈ મોટા નિર્ણય લેવાથી બચવું પડશે. ઓફિસમાં કામને પૂરું કરવા માટે તમારું મનોબળ મજબૂત રાખવું પડશે. રોમાન્સ માટે આજનો દિવસ સારો પસાર થશે. જો પ્રેમીની સાથે કોઇ સમસ્યા છે તો તે આજે હલ થશે. શારીરિક કષ્ટથી કામમાં અડચણ પેદા થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું. સફળતા અને પદની ઇચ્છા રહેશે.

ધન રાશિ

વ્યવસાય સારો રહેશે. કોઈ કામમાં વધારે વ્યસ્ત રહેશો. પ્રમોશનના પણ યોગ બની રહ્યા છે. આત્મવિશ્વાસ સાથે જે પણ કાર્ય કરશો તેમાં સફળ થશો. ઓફિસમાં કાર્ય સફળતાપૂર્વક થઇ જશે. બેન્કિંગ સાથે જોડાયેલ લોકોને વધારે ધ્યાન આપવાની જરૂર છે. ધંધામાં સારો અને મોટો લાભ મળી શકે છે. જે વાત તમે પહેલા શીખી હતી કે સાંભળી હતી તે આજે તમને ખૂબ જ કામ આવી શકે છે. વિદ્યાર્થીઓ તેમના મિત્રો સાથે વધારે સમય પસાર કરી શકશે.

મકર રાશિ

આજે તમને અમુક કામ માટે સમય નહીં મળી શકે. પોતાને કંટ્રોલ કરવાની કોશિશ કરશો તો સફળ રહેશો. લોકોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. ઓફિસની વાત કરવામાં આવે તો તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે. શત્રુઓ પરાસ્ત થશે. આવકમાં વધારો થશે. પૈસાના ક્ષેત્રમાં નવા અને સારા અવસર મળી શકે છે. નોકરી ક્ષેત્ર થી લઈને વ્યવસાય ક્ષેત્રમાં પણ તમારી પ્રગતિ થઈ શકે છે.

કુંભ રાશિ

જો આજે તમે આગળ વધીને તેમની સામે તમારા વિચારો અભિવ્યક્ત કરશો તો તમને તમારા સમૂહમાંથી સમર્થન મળી શકે છે. કોઈ જૂના મિત્રને મળીને તમારું મન પ્રસન્ન થશે. તમારા પરિવારના લોકોથી કોઈ વાત છુપાવો નહી નહીંતર તે તમારાથી નારાજ થઈ શકે છે. જે ભવિષ્યના મોટા વિવાદનું કારણ પણ બની શકે છે. પ્રેમીઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. કોઈ સારા સમાચાર તમને મળી શકે છે. મહેનતનું પૂરું ફળ આજે તમને મળશે.

મીન રાશિ

આજે તમારા માટે કોઈ એવી નુકસાનની સ્થિતિ ના બનાવો જેમાં તમને તમારી જ ભૂલ નજર આવે. ભાઈ-બહેનની સાથે તમારા સંબંધો સારા રહેશે. તમારા મગજમાં એક સમયમાં ઘણી વાતો અને ઘણા પ્લાન રહેશે. જીવનસાથી તમારી વાતથી પ્રભાવિત થઈ શકે છે. વ્યવસાયના મામલામાં આજનો દિવસ સારો પસાર થઈ શકે છે. કોર્ટ-કચેરીના કામમાંથી તમને છુટકારો મળશે. જો કામને લઇને તમે તમારા પર ધ્યાન આપી શકતા નથી તો તે તરફ વધારે ધ્યાન આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *