રાશિફળ ૧૬ ડિસેમ્બર : બુધવારનાં દિવસે આ ૫ રાશિઓ પર વરસશે ગણેશજીની કૃપા, સુખ-સંતોષ મળશે

Posted by

મેષ રાશિ

આજે પ્રભાવશાળી લોકોનો સહયોગ તમારા ઉત્સાહને બે ગણો કરી દેશે. તમે પાછલા ઘણા સમયમાં ખૂબ જ પૈસા ખર્ચ કર્યા છે, જેની કિંમત આજે તમારે ભોગવવી પડી શકે છે. આજે તમને પૈસાની જરૂરિયાત રહેશે પરંતુ તે તમને મળી શકશે નહી. તમારી મોટી સમસ્યાઓ પણ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ શકે છે. કરજ લેવાનું મન બનાવી શકો છો. લેવડ-દેવડનાં મામલાઓમાં સતર્કતા રાખવી પડશે, નહિતર ધન હાનિ થઈ શકે છે.

વૃષભ રાશિ

તન-મનની સ્વસ્થતા સાથે આજનો ખુશહાલ દિવસ તમને વિવિધ લાભનો ઉપહાર આપશે. કોઈના પણ કાર્યમાં વિઘ્ન ના નાખવું. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં મન લાગેલું રહેશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને મિત્ર તમને ગિફ્ટ આપી શકે છે. આજે તમારી પાસે પૈસાની કોઇ કમી રહેશે નહી. પરિવારની સાથે સારો સમય પસાર કરી શકશો. આવકના નવા સ્ત્રોત મળશે. આજે તમારું મનોબળ ખૂબ જ ઊંચું રહેશે, જેના લીધે તમારા કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થશે.

મિથુન રાશિ

આજે તમે પોતાના મનને ખુશ અને હળવું કરવા માટે મનોરંજનનો સહારો લેશો. તમે સ્નેહીજનો અને મિત્રોને પણ આ આનંદમાં સહભાગી બનાવશો. તમે નાની દૂરની યાત્રા પર જઈ શકો છો. જો ઘરમાં કોઈ લાંબા સમયથી કોઈના સ્વાસ્થ્યમાં ખરાબી ચાલી રહી હોય તો તેમાં સુધારો જોવા મળી શકે છે. મનમાં નકારાત્મક વિચાર લાવવાથી બચવું, નહિતર તમારે કોઈની સાથે મતભેદ થઈ શકે છે, તે તમારા મિત્ર પણ હોઈ શકે છે. અટવાયેલા તમામ કાર્યો પૂર્ણ થશે.

કર્ક રાશિ

જીવનસાથી સાથે વૈચારિક મતભેદ એકદમ સમાપ્ત થશે. વ્યવસાય મધ્યમ રહેશે. તમારી આધ્યાત્મિક વિષયોની તરફ રૂચિ રહેશે. પ્રયત્ન કરવા કે નકારાત્મક ચીજોથી દૂર રહેવું, જેના લીધે તમને માનસિક પ્રસન્નતાનો અહેસાસ થશે. બપોર બાદ તમને ધાર્મિક કાર્યો પ્રત્યે આકર્ષણ વધશે. શિક્ષણના ક્ષેત્રમાં આજે તમને સફળતા મળશે. કાર્યની પ્રબળતા રહેશે, જેના લીધે મન ભટકશે નહી અને કાર્યોને પૂર્ણ કરવામાં મન લાગેલું રહેશે.

સિંહ રાશિ

જીવનસાથીનું બગડતું સ્વાસ્થ્ય તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. શારીરિક અને માનસિક રૂપથી થોડા પરેશાન રહી શકો છો. આજે કોઇપણ સંપત્તિના દસ્તાવેજમાં હસ્તાક્ષર કરતા સમયે સાવધાની રાખવી. સંતાન તરફથી યોગદાન મળી શકે છે. જીવનસાથીનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. બગડેલા કાર્યો પૂર્ણ થશે. પ્રગતિ અને લાભ માટે દરરોજ ગાયને રોટલી ખવડાવવી.

કન્યા રાશિ

આજે પરિશ્રમના પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થશે. જો તમે વિદ્યાર્થી છો તો તમે અભ્યાસમાં પોતાને આગળ અનુભવશો. ધનને વધારે ખર્ચ કરવાથી બચવું, કારણકે આકસ્મિક ખર્ચાઓ વધવાના યોગ છે. બપોર બાદ સફળતા મળવાથી માનસિક રૂપથી તમે પ્રસન્ન રહેશો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. વ્યવસાયમાં તમે ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી શકો છો. મનમાં સંયમ જાળવીને ચાલવું તમારા માટે ફાયદાકારક રહેશે.

તુલા રાશિ

આજે તમે પોતાનો કોઈ નવો વ્યવસાય શરૂ કરી શકો છો. મહિલાઓને પિયરમાંથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. થોડો ખર્ચાળ દિવસ રહેશે. તમારા સ્વભાવમાં ગુસ્સો જોવા મળી શકે છે, જેનો સીધો પ્રભાવ તમારા કામ પર પડશે. તમે પ્રવાસ અને પર્યટનની યોજના બનાવી શકો છો. ખૂબ જ સમય લેનાર તમારું કોઇ અધૂરું કામ પૂરું કરી શકો છો. સમયની અનુકૂળતાનો લાભ ઉઠાવવાથી ચૂકવું નહી.

વૃશ્ચિક રાશિ

કોઈપણ કાર્ય કરવામાં મોડું ના કરવું. પરિવારમાં વાદ-વિવાદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવાની કોશિશ કરવી. કાર્યક્ષેત્રમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે, યાત્રા પર પણ જવું પડી શકે છે, જે તમને શુભ પરિણામ આપશે. વધારે ખર્ચાઓનાં લીધે આર્થિક તંગી આવી શકે છે. અમુક લોકો જૂના કાર્ય પ્રત્યે ફરીથી ઉત્સાહિત થશે, પરંતુ સમય આવવા પર જ તેમાં તેમને સફળતા મળશે. મિત્રોનો સહયોગ તમારા મનોબળને ઊંચો રાખશે.

ધન રાશિ

આજે તમને પોતાના સંબંધીઓ તરફથી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે, જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહી હોય. લેવડદેવડના મામલાઓમાં પણ સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. બપોર બાદ થોડી શાંતિ પ્રાપ્ત થશે, મન પર દબાણ ઓછું રહેશે. માનસિક રૂપથી અસ્વસ્થ રહેતા હતાં તેમાં થોડી રાહત મળશે. સંતાન સંબંધિત ચિંતા રહેશે અને ઓફિસમાં અધિકારીઓનો વ્યવહાર તમારા મનને દુઃખી કરી શકે છે. તમારો જીવનસાથી તમારી સાથે રહેશે.

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. કામ માટે તમારે બીજી કંપનીમાં જવું પડી શકે છે. આજે તમારે થોડી સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે. પરિવારનાં લોકોનું હસી-મજાકભર્યુ વર્તન ઘરનાં વાતાવરણને ખુશનુમા બનાવી દેશે. પોતાના પ્રતિસ્પર્ધીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ-વિવાદ કરવાથી બચવું. જો કે વ્યાવસાયિક ક્ષેત્રમાં વાતાવરણ સારું રહેશે. માતા-પિતા અને ભાઇ- બહેન તરફથી પ્રેમ અને સ્નેહ મળશે.

કુંભ રાશિ

આજે કોઈપણ મોટું કાર્ય કરતાં પહેલાં પોતાના જીવનસાથીની સલાહ અવશ્ય લેવી. કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થશે અને તે કાર્યથી લાભ પણ થશે. વ્યવસાયમાં લાભ થવાના યોગ છે. દાંપત્યજીવનમાં પ્રેમમાં વધારો થશે. તમારા દ્વારા બચાવવામાં આવેલું ધન આગળ જતાં તમને ખૂબ જ કામ આવી શકે છે. નવા કાર્યોનું આયોજન કરવા માટે સમય ખૂબ જ સારો છે. સાથે જ કોઈ જગ્યાએ ફરવાનો પણ પ્લાન બનાવી શકો છો. સ્વાસ્થ્ય સાથે જોડાયેલ તમામ પ્રકારની સમસ્યાઓ આજે ખતમ થઈ શકે છે.

મીન રાશિ

આજે તમારો કોઈ મિત્ર તમારી સહનશક્તિ અને સમજશક્તિની પરીક્ષા લઈ શકે છે. વિવાહ કરવા વિશે વિચારી રહેલા લોકો માટે સારો અવસર અને સફળતા મળશે. આજે ખાલી સમયનો યોગ્ય ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનો પ્લાન બનાવી શકો છો. આજે તમારું સ્વાસ્થ્ય બપોર બાદ બગડી શકે છે, જેના લીધે તમારે સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે. ઘરમાં નવા વાહન, આભૂષણ કે પૈસાનું આગમન થઇ શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *