રાશિફળ ૧૬ નવેમ્બર : આ ૫ રાશિઓ માટે શાનદાર રહેશે આજનો દિવસ, ઘરમાં જળવાઈ રહેશે સુખ–સમૃદ્ધિ

Posted by

મેષ રાશિ

આજે તમારે સામાજિક જવાબદારીઓ નિભાવવી પડી શકે છે. જીવનસાથીની સાથે વાત કરતાં સમયે શબ્દોનો ખ્યાલ રાખવો. કોઈ ખાસ મામલાને લઈને તમારી વિચારસરણી બદલી શકે છે. આજે કોઈ જરૂરી સામાનની ખરીદીની યોજના બનાવશો. કોઈ દૂર સ્થાન પર યાત્રા માટે જઈ શકો છો. તમારું મન પ્રસન્ન રહેશે. વૈવાહિક જીવન ઉત્તમ રહેશે. સંતાનના જવાબદારીની પૂર્તિ કરી શકશો. પોતાના માટે પણ થોડો સમય કાઢી શકશો.

વૃષભ રાશિ

આજે તમે પાર્ટી અને મોજ મસ્તીના મૂડમાં રહેશો. નજીકના પરિચિત વ્યક્તિના કારણે નોકરી સંબંધિત મામલામાં લાભ થવાની સ્થિતિ બની શકે છે. વ્યવસાયમાં લેવામાં આવેલ નિર્ણયો કારગર સાબિત થશે. તમારા વ્યવહારની પ્રશંસા થશે. પોતાના અને પારકાની ઓળખ કરી શકશો. તમારા ખર્ચાઓ બજેટને બગાડી શકે છે તેથી ઘણી યોજનાઓ વચ્ચે જ અટકી શકે છે. તમારા પરિવારમાંથી અમુક લોકોને લાંબી સફર કરવી પડી શકે છે, જે ખૂબ જ ભાગદોડ ભરેલી રહેશે.

મિથુન રાશિ

આજે તમે પોતાના માતા-પિતાને અનુકૂળ રહેશો કારણ કે તે તમારા નિર્ણયને સ્વીકાર કરશે. કાર્યક્ષેત્ર પર કોઈ કામને લઈને સંતુષ્ટ મહેસૂસ કરશો. આજે કોઈ જરૂરી કામથી તમારે કોઈ બહાર યાત્રા પર જવું પડી શકે છે પરંતુ યાત્રા કરતા સમયે પોતાના પર્સનું ધ્યાન રાખવું. ગૃહિણીઓ ઘરમાં સુધારો કરવા માટે બજેટ વધારી શકે છે. સમાજમાં તમારી લોકપ્રિયતામાં વધારો થશે. બાળકો પોતાના મિત્રો સાથે મળીને યોજના બનાવી શકે છે.

કર્ક રાશિ

સામાજિક માન-સન્માનમાં વધારો થશે. તમારી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે. રાજનીતિ કરિયરમાં કોઈ ખાસ હલચલનો સંકેત મળી શકે છે વિદ્યાર્થીઓને પોતાની યોગ્યતા માટે પુરસ્કાર મળશે. લવ મેટ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. પાડોશીઓ તમારા ધાર્મિક કામોમાં તમારી મદદ કરશે. પુત્રના કરિયર સાથે સંબંધિત કોઇ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યની બાબતે સંભાળીને રહેવું. પેટ સંબંધિત બીમારીઓ થવાની સંભાવના રહેલી છે. તમારા વિરોધીઓ પરાસ્ત થશે.

સિંહ રાશિ

આજે ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાના કાર્યને પૂર્ણ કરવું. તમારું કોઇ અંગત તમારા ઘરના વાતાવરણને ખુશનુમા બનાવવામાં મદદ કરશે. વડીલોએ પોતાની ખાણી-પીણી પર ધ્યાન આપવું, સાથે જ દવાઓ સમય પર લેવી. કોઈ મહત્વપૂર્ણ સમારોહમાં ભાગ નહી લઈ શકો. મિત્રો અને અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. રોજગારમાં કરવામાં આવેલ રોકાણ લાભદાયક રહેશે. તમે પોતાના વૈવાહિક જીવનની સારી-ખરાબ યાદો ભૂલી જશો અને આજના દિવસનો ભરપૂર આનંદ ઉઠાવી શકશો.

કન્યા રાશિ

તમારે પોતાના ક્રોધ અને જલન પર નિયંત્રણ રાખવું. પોતાના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું. ભાગીદારીમાં ચાલી રહેલ કરાર લાભ અપાવી શકે છે. પોતાના પાર્ટનરની સાથે ખૂબ જ સમજી-વિચારીને વાત કરવાની જરૂર છે. એક નાની પણ ખોટી વાત તમારા સંબંધને ખરાબ કરી શકે છે. પરિવારની મહિલાને કરિયરમાં લાભ થઈ શકે છે. કામકાજના મોરચા પર તમારી સખત મહેનત જરૂર રંગ લાવશે. પોતાના સ્વાસ્થ્યના સુધારા માટે ખાણી-પીણીમાં સુધારો કરવો.

તુલા રાશિ

દિવસના અંતમાં કોઈ અંગત વ્યક્તિ સાથે એક મામૂલી વાદવિવાદ થઈ શકે છે. તમને કોઈ ખોટી જાણકારી મળી શકે છે, જેના લીધે તમે માનસિક તણાવનો શિકાર થઈ શકો છો. લાંબા સમયથી અટવાયેલા કાર્યોને ગતિ મળી શકે છે. મિત્ર વર્ગ તરફથી સારો સહયોગ મળી શકે છે. આજે તમારા વ્યવસાય માટે ખૂબ જ સારો દિવસ રહેશે. આજના દિવસે જીવનસાથી પર કરવામાં આવેલી શંકા આવનારા દિવસોમાં તમારા વૈવાહિક જીવન પર ખરાબ પ્રભાવ નાખી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા વિરોધીઓ તમને નીચા બતાવવાની કોશિશ કરી શકે છે તેથી સતર્ક રહેવું. કામકાજ સાથે જોડાયેલ નિર્ણયોમાં વારંવાર કોઈ એવું પરિવર્તન ના કરવું જેનાથી તમને કોઈ નુકસાન થાય કે તમારા પર દબાણ વધતું જાય. પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. જો તમે પોતાના પાર્ટનરની સાથે ખુબ જ સખત વલણ અપનાવશો તો તે તમારા સંબંધને ખરાબ કરી શકે છે. મ્યુચલ ફંડમાં રોકાણ કરવા માટે આજનો દિવસ લાભદાયક રહેશે.

ધન રાશિ

આજે અચાનકથી કોઈ જગ્યાએથી અટવાયેલું ધન પરત મળી શકે છે. આજે તમે આવકના નવા સાધન પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓએ આજે વધારે પ્રયાસ કરવા પડશે. આજે થોડો બિનજરૂરી ખર્ચ થશે. કાનૂની બાબતોના કારણે તણાવ રહી શકે છે. તમારે પોતાના પર ધ્યાન આપવું પડશે ત્યારે જ તમે તેમાં સફળ થઈ શકશો. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. તમારા વિન્રમ સ્વભાવની પ્રસંશા થશે. ઘણા લોકો તમારી ઘણી પ્રસંશા કરી શકે છે.

મકર રાશિ

શરીરમાં થાક અને આળસ મહેસુસ થશે. સંતાન વિષયમાં ચિંતા જળવાઈ રહેશે. ખાણીપીણીમાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. આજે તમારા જીવનમાં ઘણું પરિવર્તન થઈ શકે છે. થોડું સારું થશે તો થોડું ખરાબ પણ થશે. પરંતુ તમારે આ વાતથી જરા પણ ગભરાવાની જરૂર નથી. તમને અમુક નવા વ્યાપારિક કરાર કે પ્રોજેક્ટ મળી શકે છે. જૂનું કરજ ચૂકવવામાં ભાગદોડ કરવી પડી શકે છે. પરિવારના લોકોની સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે.

કુંભ રાશિ

આજે તમારા કાર્યક્ષેત્રમાં અડચણો આવી શકે છે તેથી આજે પોતાના કાર્ય પ્રત્યે જરા પણ બેદરકારી દાખવવી નહીં. તમારું પારિવારિક જીવન સૌહાર્દપૂર્ણ રહેશે. જો તમે કોઈ સંકટનો સામનો કરી રહ્યા હોય તો તેનો ઉકેલ આજે મળી જશે. તમારી આવકમાં વધારો થશે. મિત્રો પાસેથી તમને પ્રેમ અને સન્માન મળશે. શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યોના સુખદ પરિણામ મળશે. આજે તમારું કોઇ છુપાયેલ વિરોધી તમને ખોટા સાબિત કરવાના તમામ પ્રયાસ કરશે.

મીન રાશિ

આજે આવકથી વધારે ખર્ચ થવાની સંભાવના રહેલી છે. જે તમને મુસીબતમાં નાખી શકે છે. આજે તમને અચાનક ધન પ્રાપ્તિ થવાની સંભાવના રહેલી છે. મિત્ર કે માતા-પિતા સાથે બેસીને વાતચીત કરવી, આવું કરવાથી તમારી પરેશાની ઓછી થઇ શકે છે. તમે પ્રસન્ન થશો કારણ કે તમારા બધા જ કામ તમારી ઈચ્છા અનુસાર પૂર્ણ થશે. ધંધા રોજગાર માટે વાતાવરણ અનુકૂળ રહેશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ વધી શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૬ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *