રાશિફળ ૧૬ ઓક્ટોબર : માં લક્ષ્મી આજે આ ૫ રાશિઓ પર રહેશે મહેરબાન, પ્રગતિનાં માર્ગ ખુલશે

મેષ રાશિ

આજે તમારો દિવસ ખૂબ જ સારો પસાર થશે. તમે રચનાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. તમે કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવામાં સક્ષમ રહેશો. નવા સોદાઓ અને કરારો પર હસ્તાક્ષર કરવા માટે આજે સારો દિવસ છે. જીવનસાથીની સાથે રોમેન્ટિક સાંજ પસાર કરવાનો પ્રોગ્રામ બનશે, જેના લીધે સંબંધોમાં મીઠાસ આવશે. આર્થિક દ્રષ્ટિએ અમુક ઉતાર-ચઢાવની પરિસ્થિતિ રહેશે. જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો તેમાં પણ તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.

Advertisement

વૃષભ રાશિ

આજે તમને તમારા જૂના કરજમાંથી મુક્તિ મળી શકે છે. અમુક લોકો તમારાથી પ્રભાવિત થશે, સાથે જ તે તમારી સાથે જોડાવાની કોશિશ પણ કરશે. તમારી આવકમાં વધારો થવાની સંભાવનાઓ રહેલી છે. તમારું સ્વાસ્થ્ય ખૂબ જ ચિંતાનો વિષય બની રહેશે. આજે તમારે વધારે પડતો ગુસ્સો કરવાથી બચવું જોઈએ. બિઝનેસમેનને ખૂબ જ સારી એવી તક મળશે. વૈવાહિક જીવનની સૌથી ખરાબ ક્ષણો જોવા મળી શકે છે. પોતાના જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં વધારો થઈ શકે છે.

મિથુન રાશિ

આજે તમારે બહારની ખાણીપીણીથી બચવું. જરૂરિયાત થવા પર ફળોનો ઉપયોગ કરવો. તમારા સ્વાસ્થ્યને સારું જાળવી રાખવા માટે તમારે સવારના સમયે ચાલવું જોઈએ, જે તમને તાજગીથી ભરપૂર રાખશે. તમને ઈજા થવાની સંભાવનાઓ રહેલી છે તેથી દરેક વસ્તુઓને કાળજીપૂર્વક સંભાળવી. વિવાદિત મામલાઓના નિર્ણયો તમારા પક્ષમાં નજર આવી રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમે વધારે વ્યસ્ત થઈ શકો છો જેના લીધે પરિવારને પૂરતો સમય આપી શકશો નહી.

કર્ક રાશિ

તમે જેમને પ્રેમ કરી રહ્યા છો આજે તે તમને મળી શકે છે. તમે અને તમારો પાર્ટનર એકબીજા સાથે સમય પસાર કરી શકશો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ અને પરિણામોથી ખુશ રહેશે. તમારું વૈવાહિક જીવન આનંદમય પસાર થશે. આજનો દિવસ તે લોકો માટે ખૂબ જ સારો રહેશે જે નવા સંબંધોની શરૂઆત કરવા માંગે છે. અધિકારીઓ પાસેથી પ્રોત્સાહન મળશે. માન-સન્માન અને આવકમાં વધારો થશે. સ્વાસ્થ્ય પ્રત્યે નાની બેદરકારી પણ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.

સિંહ રાશિ

આજે તમને વ્યવસાયમાં નફો થઈ શકે છે. દાંપત્યજીવનમાં સલાહ-સુચનના લીધે પરસ્પર સમજમાં વધારો થશે. તમારું સ્વાસ્થ્ય પહેલાની અપેક્ષામાં ખૂબ જ સારું રહેશે. જ્ઞાનની પ્રત્યે તમારી ભૂખ ગતિ પકડશે અને તમે પોતાના હાથમાં જે પણ રાખશો તેમાં તમે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. પરિવારના લોકોની સાથે તમે કોઈ સામાજિક સમારોહમાં જઈ શકો છો. આજે તમારે પોતાની વાણીનો ખૂબ જ સમજી વિચારીને ઉપયોગ કરવો.

કન્યા રાશિ

આજે તમે પોતાને કોઈ રચનાત્મક કામમાં લગાવશો. આજે તમારી લવ લાઇફ ખૂબ જ સારી રહેશે. પોતાની ભાવનાઓને પોતાના પાર્ટનર સાથે જરૂર શેર કરવી. તમારું પારિવારિક જીવન સૌહાર્દપૂર્ણ રહેશે. આજે તમારે અમુક આર્થિક પરેશાનીઓનો પણ સામનો કરવો પડી શકે છે. તમારે કોઈની સારવાર પાછળ પૈસા ખર્ચ કરવા પડી શકે છે. માનસિક શાંતિ માટે તમારી બેસી રહેવાની આદત ખતરનાક સાબિત થઈ શકે છે.

તુલા રાશિ

આજનો દિવસ ઈશ્વરના સ્મરણમાં પસાર થશે. જો કોર્ટમાં કોઈ મામલો લંબાયેલ છે અને પરિણામ અપેક્ષિત હોય તો બની શકે છે કે તે નિર્ણય તમારા પક્ષમાં આવે નહી. પગારદાર લોકોને પોતાના નિયમિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અડચણોનો સામનો કરવો પડશે. તમને તમારો પાર્ટનર મળી શકે છે. તેના સિવાય તમને તમારા પાર્ટનર પાસેથી ખૂબ જ સારી સરપ્રાઈઝ પણ મળી શકે છે. કાયદાકીય મામલાઓમાં ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિક રાશિ

આજે કોઈ નાની વાત પર પણ તમે ઉદાસ થઇ જશો અથવા તો તમારા જુના શ્રેષ્ઠ સમયને યાદ કરવા લાગશો. મુશ્કેલ પ્રોજેક્ટમાં અચાનક સકારાત્મક વિકાસની સંભાવનાઓ રહેશે. જો પૈસાને લઇને તમારી અને તમારા પાર્ટનરની વચ્ચે કોઇ પ્રકારની પરેશાની આવી રહી છે તો તમારે તે વાત વિશે વાતચીત કરવી. તમને આર્થિક લાભ થઈ શકે છે. તમારી માનસિક ઉર્જા ચરમસીમા પર રહેશે. ધન સાથે જોડાયેલ ચિંતાઓ છુમંતર થઇ જશે.

ધન રાશિ

જીવનસાથીના કોઈ અચાનક કામના લીધે તમારી યોજનાઓ બગડી શકે છે. ઉપરના અધિકારીઓ તમારાથી પ્રસન્ન થઈ શકે છે. ઘરે મહેમાનોનું આગમન થઇ શકે છે. ભૂતકાળમાં કરવામાં આવેલા નાણાકીય રોકાણોનો સારો એવો નફો મળી શકે છે. તમે પોતાના પરિવાર અને મિત્રોની સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. કરિયરમાં કોઈ મોટી સફળતા મળી શકે છે. તમારા પ્રેમમાં આવતી અડચણો આજે દૂર થઈ જશે.

મકર રાશિ

આજે તમારા મનોબળમાં વધારો થશે. વાદ-વિવાદ કરવાથી બચવું. તમારે કોઇપણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી બચવું જોઈએ. તમે ઘર પર પ્રેમ અને શાંતિનો આનંદ માણી શકશો. તમે નાના બાળકો સાથે સારો સમય પસાર કરી શકશો. તમે જરૂરિયાત લોકોની મદદ કરવા માટે આગળ આવી શકો છો. કોઈ મોટું રોકાણ કરવા માટે અનુભવી લોકોની સલાહ લેવી યોગ્ય રહેશે. વિકાસ માટે કોઈપણ સૂચનો અને તક માટે હંમેશા તૈયાર રહેવું.

કુંભ રાશિ

જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની તમારી ખાસિયત આજે તમને સન્માન અપાવશે. કાર્યક્ષમતાના બળ પર તમને આગળ વધવાના ઘણા અવસર મળશે. રોકાણની યોજનાનાં કારણે આર્થિક લાભ કમાઈ શકશો. લાભ તમારી અપેક્ષાઓ કરતા ખૂબ જ વધારે રહેશે. ઊંઘ પૂરી થવાના કારણે તમે ખૂબ જ સારુ મહેસૂસ કરશો. વૈવાહિક જીવન ખૂબ જ સારું પસાર થશે. યાત્રા જોખમી બની શકે છે. પોતાની બુદ્ધિના દમ પર આ લોકો કાર્યક્ષેત્રનાં વ્યવસાયમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી શકશે.

મીન રાશિ

આજે તમને એક અપ્રત્યાશિત સ્ત્રોતથી ધન લાભ થવાની સંભાવના રહેલી છે. મિત્રોની સાથે કોઈ વાતને લઈને થોડી દલીલ થઈ શકે છે. પોતાના કરિયર સાથે જોડાયેલ અમુક સારી ખબરો મળવાની સંભાવના રહેલી છે. પ્રેમીઓ અને ભાગીદારોની વચ્ચે એક સારું આકર્ષણ રહેશે. તમારા વધારે પડતા ક્રોધના કારણે કોઈ બનેલું કામ પણ બગડી શકે છે, તેથી તમારે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું. જમીન સંપત્તિના મામલામાં વિક્ષેપ ઉત્પન્ન થઇ શકે છે.

Advertisement