રાશિફળ ૧૭ જાન્યુઆરી : આજે આ ૭ રાશિઓનાં જીવનમાં આવી શકે છે નવા પડકારો, ખરાબ સંગતથી દૂર રહેવું

Posted by

મેષ રાશિ

આજે તમે કોઈ જૂના મિત્ર કે પરિવારની સાથે બહાર ફરવા જવાનો આનંદ લઇ શકશો અથવા તો વાતચીત કરવાનો આનંદ ઉઠાવી શકશો. દુષ્ટ લોકોથી બની શકે તેટલું દૂર રહેવાની કોશિશ કરવી, આવા લોકો ફક્ત તમને હાનિ જ પહોંચાડી શકે છે. તમારી વાણી અને તમારો વ્યવહાર વાદવિવાદનું કારણ બની શકે છે, તેવામાં જરૂરી રહેશે કે તમે જે પણ કાર્ય કરો તેને ખૂબ જ સમજી-વિચારીને કરવું. ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખવું. આજે તમારા વ્યવસાયની ગતિ ધીમી રહી શકે છે. તમારા માર્ગમાં અમુક અડચણો આવશે પરંતુ તમારે તેમનો સામનો કરવો પડશે.

વૃષભ રાશિ

આજનો દિવસ મોટાભાગે ખરીદી કે અન્ય કોઈ ગતિવિધિમાં પસાર થશે. વ્યવસાયમાં વધારો થશે. આજે તમારા મનમાં નવા વિચારો આવશે. આજના દિવસે વાહન ચલાવવામાં વિશેષ સાવધાની રાખવાની સલાહ તમને આપવામાં આવી રહી છે. શારીરિક રૂપથી આજે તમે થોડા કમજોર મહેસૂસ કરી શકો છો. નોકરીમાં દરેક કાર્ય સમયસર પૂર્ણ થશે. ઉચ્ચ અધિકારીઓની પ્રસન્નતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ મધ્યમ પરિણામ આપનાર રહેશે. સ્વાસ્થ્યનો પાયો કમજોર રહી શકે છે.

મિથુન રાશિ

રોજગાર સાથે જોડાયેલા અવસર આજે તમને પ્રાપ્ત થઇ શકે છે. આજે તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તેમાં સફળતા મળવાના પણ યોગ બની રહ્યા છે. બેરોજગારી દૂર કરવાના તમારા પ્રયાસો સફળ રહેશે. ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે. સમયની અનુકૂળતાનો લાભ લેવો. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખવી. આજના દિવસે તમે કોઈ મોટા કાર્યના પ્રત્યે ચિંતિત રહી શકો છો. વ્યવસાયમાં તમને મોટો લાભ થવાની સંભાવના છે. ઘરેથી નિકળતા પહેલા તમારે પોતાના માતા-પિતાના આશીર્વાદ જરૂર લેવા.

કર્ક રાશિ

વ્યવસાયમાં અનુકૂળ લાભ પ્રાપ્ત થશે. તમારી ખુશીઓને અન્ય લોકો સાથે શેર કરવી તમારા સ્વાસ્થ્યને સારું જાળવી રાખશે. આજે ભાગ્ય તમારી સાથે રહેશે. કાર્યક્ષેત્રમાં તમે આનંદપૂર્વક કામ પૂર્ણ કરી શકશો. કોઈ વ્યવસાયમાં સામેલ થવા માટે તમને પ્રસ્તાવ મળી શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તરફથી સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થશે. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. પારિવારિક જીવન સારું પસાર થશે.

સિંહ રાશિ

આજે તમે મનપસંદ ભોજનનો આનંદ ઉઠાવી શકશો. સ્વાસ્થ્ય કમજોર રહી શકે છે. ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વિવાદ થવાથી કલેશ સંભવ છે. આજે ઘર પરિવાર અને કાર્યક્ષેત્રમાં તમને તમામ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જોકે તમારે પણ તેમને પૂરી ધગશથી પૂર્ણ કરવાની રહેશે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. નોકરીમાં કાર્યનું ભારણ વધારે રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આજે વધારે વ્યસ્ત રહેવાના કારણે તમારા તણાવમાં વધારો થઇ શકે છે.

કન્યા રાશિ

વડીલો કે બાળકો તમારી પાસે સમયની વધારે માંગણી કરી શકે છે. આજે કોઈ સાધુ સંતના આશીર્વાદ મળી શકે છે. તીર્થયાત્રા પર જવાની યોજના બની શકે છે. કોઈ કલાત્મક કાર્યોમાં તમારી રુચિ વધવાના અણસાર નજર આવી રહ્યા છે, તેના સિવાય આજે તમને દરેક કાર્યમાં જીવનસાથી તરફથી સહયોગ મળી શકે છે. આજે ભ્રમની સ્થિતિ બની શકે છે. વ્યવસાયમાં વધારો થશે. આજે ઇજા કે રોગથી બચવું પડશે. તમારે પોતાના સાથીને ભાવનાત્મક રીતે સાથ આપવો પડશે.

તુલા રાશિ

ઇચ્છાશક્તિની ખામી તમને ભાવનાત્મક અને માનસિક પરેશાનીઓમાં ફસાવી શકે છે. આજે તમારું ભાગ્ય તમારી સાથે રહેશે. અવિવાહિત લોકોને સંબંધનો પ્રસ્તાવ મળી શકે છે. કંપનીમાં સહકર્મીઓનો સહયોગ મળશે. બગડેલા સંબંધોને સુધારવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. પરિવારના લોકોને આજે તમે ઘણો સમય આપી શકશો. રમત-ગમતમાં તમને પોતાની પ્રતિભા બતાવવાનો અવસર મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલ સમસ્યા હલ થવાની સંભાવના રહેલી છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારે પોતાના માતા-પિતાની કોઇપણ વાત ટાળવાથી બચવું જોઈએ. પરિવારમાં કોઈ વિષયમાં તમારે પોતાની સહમતી બતાવવી પડશે. કોઈ જૂનો મિત્ર તમારી અંગત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. સંબંધીઓ સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું. સંબંધમાં સુધારો લાવવા માટે આજનો દિવસ શુભ છે. લાંબા સમયથી કરી રહેલા પ્રયાસોમાં આજે તમને સફળતા મળશે. ઘરનાં ખર્ચાઓમાં ખૂબ જ વધારો થશે. રોકાણ કરતા પહેલા કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિનું મંતવ્ય લેશો તો સારું રહેશે.

ધન રાશિ

આજે પરસ્પર વિવાદોથી બચીને રહેવું પડશે. વ્યવસાયમાં શાનદાર પ્રગતિ થશે. મોટા ભાઈ-બહેનની સાથે સંબંધોમાં મધુરતા આવશે. જીવનસાથીની સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. વેપારીઓને અપાર ધન લાભ થવાના યોગ છે. બેરોજગાર લોકોને રોજગાર પ્રાપ્ત થશે. દાંપત્યજીવનની પરેશાનીઓ સમાપ્ત થશે. શેરબજારમાં ધન પ્રાપ્ત થઇ શકે છે પરંતુ બની શકે તો તેમાં રોકાણ કરવાથી બચવું.

મકર રાશિ

આજે ભાગ્ય તમારી સાથે છે અને સફળતા તમને અવશ્ય મળશે. આર્થિક બાબતોમાં સમસ્યા આવી શકે છે. કાર્યક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડશે. તમે જમીન ખરીદવાની યોજના પણ બનાવી શકો છો. આજે કોઈ મોટી કંપનીમાંથી ઇન્ટરવ્યૂ માટે તમને બોલાવવામાં આવી શકે છે. કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થવાથી આજે વિશેષ લાભ પ્રાપ્ત થશે. આજે મહત્વપૂર્ણ કાર્યોને ટાળવા નહી. શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની મૂંઝવણમાં વધારો થશે. વાહન ચલાવતા સમયે તમારે સાવધાની રાખવી પડશે.

કુંભ રાશિ

આજે કાર્યનું ભારણ વધારે રહેવાથી તમે વ્યસ્ત રહેશો. કાર્યસ્થળ પર કોઈની સાથે ઝઘડો કરવો નહી. કામકાજની બાબતમાં બેદરકારી રાખવી નહી. પરિવારનું વાતાવરણ શાંત રહેશે. આર્થિક લાભ થવાના યોગ બની શકે છે. પરિવારમાં અપાર ખુશીઓનું આગમન થશે. કોઈ મોટા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. તમારા વ્યવહારમાં વિનમ્રતા રહેશે. નોકરીમાં તમને પોતાની રચનાત્મકતા બતાવવાનો અવસર મળશે અને તે અન્ય લોકોને આશ્ચર્યચકિત કરી દેશે.

મીન રાશિ

આજે તમારી અંગત યોજનાને બળ મળશે. પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. ધીરજ અને સહનશીલતાથી કામ કરવું. આજનો દિવસ સુખ-શાંતિથી પસાર થશે. આજે તમારી વિચારસરણીમાં મોટા બદલાવ આવી શકે છે. આજે જીવનમાં ખુશીઓનું આગમન થશે. તમે પોતાના લક્ષ્ય પર ધ્યાન આપશો તો વધારે લાભ પ્રાપ્ત થશે. પ્રતિસ્પર્ધીઓ પર સરળતાથી વિજય પ્રાપ્ત કરી શકશો. વડીલો સાથે સંબંધ મજબૂત થશે. દૈનિક કાર્ય આત્મવિશ્વાસ અને એકાગ્ર મનથી પૂર્ણ કરી શકશો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૭ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *