રાશિફળ ૧૭ મે ૨૦૨૨ : આ ૪ રાશિ વાળા લોકો માટે ઉપલબ્ધિ વાળો રહેશે મંગળવારનો દિવસ, આવકમાં થશે જબરદસ્ત વધારો

મેષ રાશિ

આજનાં દિવસે તમારે દરેક મામલામાં સાવધાન રાખવી પડશે. જો તમે કોઈપણ મામલામાં આળસ કરી તો તે તમારા ઘણા બધા કામ બગાડી શકે છે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નબળા વિષયો પર એકચિત થઈને મહેનત કરવી પડશે તો જ તેઓ સફળતા પ્રાપ્ત કરી શકશે. તમને આજે થોડી આળસ રહેશે જેનાં લીધે તમારે પોતાનાં અમુક કાર્યોને આવતીકાલ સુધી મુલત્વી રાખવા પડી શકે છે, જે બાદમાં તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોને કોઈ જરૂરી જવાબદારી સોંપવામાં આવી શકે છે, જેનાં માટે તેઓ લાંબા સમયથી પ્રયત્નશીલ હતાં.

Advertisement

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. સાંજના સમયે તમને પરિવારનાં કોઈ સભ્ય પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે પરંતુ વ્યાવસાયિક મામલે તમારે સાવચેત રહેવું પડશે નહિતર તે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. નવી પ્રોપર્ટી ખરીદવાની તમારી ઈચ્છા પુરી થશે તેથી જો તમારા પિતાજી કોઈ કામ કરવાની ના પાડે છે તો તમારે તેમની વાત અવશ્ય માનવી પડશે કારણકે ક્યારેક વડીલોની વાત સાંભળવી સારી હોય છે. બિઝનેસમાં પૈસાને લગતી કોઈ સમસ્યા હતી તો તે પણ આજે ખતમ થઈ જશે.

મિથુન રાશિ

આજે તમે સવારથી જ ઉત્સાહથી ભરપુર રહેશો. વિદેશમાં રહેતા પરિવાર તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને તમે તમારા કોઈ મિત્રની મદદ માટે અમુક પૈસાની વ્યવસ્થા પણ કરી શકો છો. બિઝનેસ કરતા લોકો કોઈની નવી ટેક્નોલોજી અજમાવશે, જેનાથી તેમને ફાયદો થઈ શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તો જ તેઓ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શકશે. તમે તમારા ઘરે પુજા-પાઠ વગેરેનું આયોજન કરી શકો છો, તેમાં પરિવારનાં સભ્યો હાજર રહેશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ચારેય બાજુથી સારા સમાચાર લઈને આવશે કારણકે તમારા સંતાનને વિદેશમાંથી બીજી નોકરીની ઓફર મળી શકે છે. જો બિઝનેસમાં રિસ્ક લેવું પડે છે તો દિલ ખોલીને રોકાણ કરી શકો છો કારણ કે તેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે. જો તમારા ઘર-પરિવારમાં કેટલાક વિરોધીઓ છે તો તે પણ સચેત રહેશે તેથી તમારે બધા કામ કાળજીપુર્વક પુર્ણ કરવા પડશે. જો તમે કોઈ મિલકત ખરીદવા અને વેચવાનું વિચારી રહ્યા છો તો તેના જંગમ અને સ્થાવર પાસાઓની કાળજીપુર્વક તપાસ કરવી પડશે નહિતર તમને બાદમાં તેનો પસ્તાવો થઈ શકે છે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ લાભ ઉઠાવવા માટેનો રહેશે. તમે તમારા સંબંધીઓ અને પરિવારનાં સભ્યો સાથે ચાલી રહેલા વિવાદને સમાપ્ત કરી શકશો. વેપાર કરતા લોકોનાં મનમાં કોઈ નવો વિચાર આવે છે તો તેને તરત જ આગળ વધારવો પડશે તો જ તે તેમાંથી નફો મેળવી શકશે. વિદ્યાર્થીઓનાં ઉચ્ચ શિક્ષણ માટે માર્ગ મોકળો થશે. તમારે તમારા પરિવારનાં કોઈપણ સભ્ય સાથે દલીલો કરવી નહિ નહિતર તમારી સાથેનાં તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે. વાહન સંબંધિત સમસ્યા હોય તો તેનો ઉકેલ આવશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. જુના સમયથી ચાલી રહેલા અમુક તણાવમાંથી તમને છુટકારો મેળવશો. જો તમને બીજાની મદદ કરવાની તક મળે છે તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે લોકો તેને તમારો સ્વાર્થ ના સમજે. સમજદારીપુર્વક લીધેલા નિર્ણયોથી તમને ફાયદો થશે પરંતુ તમારે કોઈની વાતોમાં આવીને રોકાણ કરવું નહિ નહિતર તમારા પૈસા કોઈ જગ્યાએ ફસાઈ શકે છે. તમારો કોઈ મિલ્કત સંબંધીત વિવાદ પણ ઉકેલાઇ શકે છે. જો તમે ઈમાનદારીથી કામ કરશો તો તેમાં તમને સફળતા જરૂર મળશે.

તુલા રાશિ

આજનો દિવસ તમને ખુશી આપનાર રહેશે. તમારે કોઈ પૈસાની લેવડદેવડની સમસ્યાને બુદ્ધિનો ઉપયોગ કરીને તેનું નિરાકરણ લાવવું વધુ સારું રહેશે. ઓફિસમાં એકસાથે ઘણા બધા કામ તમારી સામે આવવાથી તમારી ચિંતામાં વધારો થઈ શકે છે. જો સાસરીયા પક્ષનું કોઈ વ્યક્તિ તમારી પાસેથી પૈસા ઉધાર માંગે છે તો તમારે તેમને આપવા નહિ નહિતર તે પૈસા ભવિષ્યમાં તમારા સંબંધોને પણ બગાડી શકે છે. દાંપત્યજીવનમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે. અમુક લોકો રાજકારણમાં હાથ અજમાવવા માંગતા હોય તો તેમના માટે આજનો દિવસ સારો રહેશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે મુશ્કેલીભર્યો રહેશે. બિઝનેસ કરતા લોકો મહેનત કરીને પોતાના બિઝનેસ પ્લાન પર ધ્યાન આપે છે તો જ તે નફો મેળવી શકશે. તમે એવી પાર્ટીમાં ભાગ લેશો જ્યાં તમારી એક પ્રતિભાશાળી વ્યક્તિને મળશો, જે તમારી ચિંતાઓનો અંત લાવશે. તમે મિત્રો સાથે ક્યાંક જવાનું વિચારશો, જેમાં તમારે પોતાનાં પિતાજીની સલાહ લેવી વધુ સારું રહેશે. તમારી માતાજીની તબિયત બગડવાનાં કારણે તમે પરેશાન રહેશો.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે ખુબ જ ફળદાયી રહેશે. તમારે તેનો પુરો ફાયદો ઉઠાવવો પડશે. હરવા-ફરવા દરમિયાન તમને અમુક મહત્વપુર્ણ જાણકારી મળશે, જે તમારા અધુરા રહેલાં કામ પણ પુરા થઈ શકે છે. જો તમારે કોઈ વ્યક્તિની સલાહ લેવી હોય તો અનુભવી વ્યક્તિની જ લેવી, તો જ તે તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા મનની ઈચ્છાઓ પુરી થશે, જેનાં લીધે તમે પ્રસન્ન રહેશો. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર સાંભળવા મળી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ખુબ જ મહેનત કરવી પડશે તો જ તેમને સફળતા મળશે.

મકર રાશિ

નોકરી શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે કારણ કે તેમને વધુ સારી તક મળી શકે છે. બિઝનેસમાં તમે સારા ફાયદાની અપેક્ષા રાખશો પરંતુ મન મુજબ ફાયદો ના થવાનાં લીધે તમને થોડી પરેશાની થશે. તમે તમારી દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમુક પૈસા પણ ખર્ચ કરશો. તમારી સામે એકસાથે ઘણા બધા કામો આવશે પરંતુ તમારે એ બાબત તરફ ધ્યાન આપવું પડશે કે પહેલાં ક્યાં કામ કરવાં અને બાદમાં ક્યાં કામ પુરા કરવા જોઈએ. માંગલિક ઉત્સવમાં જોડાઇ શકો છો.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે. નોકરી સાથે જોડાયેલા જાતકોએ પોતાના જુનિયરની ભુલોને માફ કરવી પડશે તો જ તેઓ પોતાનું કામ સમયસર પુરું કરી શકશે. તમે કોઈ મિત્રનાં ઘરે કોઈ આમંત્રણમાં જશો, જેનાં માટે તમે કોઈ ભેટ પણ લઈ શકો છો. જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદનો અંત લાવવો પડશે નહિતર તે લાંબા સમય સુધી ચાલી શકે છે. જો આજે વેપાર કરતા લોકોનાં મનમાં અમુક વિચારો આવે છે તો તમારે તેનાં પર અમલ કરવો પડશે તો જ તમે તેનો લાભ મેળવી શકશો.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે બહારનાં લોકો સાથે સમય પસાર કરશો તે વધુ સારું રહેશે. તમે ઘરનાં લોકો સાથે સમય પસાર કરશો અને તેમની સમસ્યાઓ સાંભળશો સાથે જ તેને ઉકેલવાનાં પ્રયાસ કરશો. તમે તમારા લાંબા સમયથી અધુરા રહેલાં કાર્યને પુર્ણ કરવામાં સફળ રહેશો. કાર્યક્ષેત્રમાં તમને ખુબ જ સંઘર્ષ કર્યા બાદ સફળતા મળી શકે છે પરંતુ તમે તમારા મોટાભાગનાં ખર્ચાઓ અંગે ચિંતિત રહેશો તેથી તમારે બિનજરૂરી ખર્ચાઓ કરવાથી બચવું પડશે નહિતર તમે તમારા એકઠા કરેલા પૈસા પણ ખર્ચ કરી શકો છો. ધર્મ પ્રત્યે તમને રુચિ વધશે.

Advertisement