રાશિફળ ૧૭ ઓક્ટોબર : આજે શનિદેવની કૃપાનો લાભ ઉઠાવશે આ ૬ રાશિઓનાં જાતકો, સફળતાનાં દ્વાર ખુલશે

Posted by

મેષ રાશિ

અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે આજનો દિવસ શુભ છે. આજના દિવસે તમારે થોડી-ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં વધારો થશે. પરિશ્રમ વધારે કરવો પડી શકે છે. આવકમાં વધારો થશે. મિત્રો તરફથી સહયોગ મળશે. સ્વાસ્થ્યની બાબતે આજે થોડું વધારે ધ્યાન આપવું પડશે. રોગના કારણે વધારે ખર્ચ થવાની સંભાવનાઓ રહેલી છે. ગેરસમજના કારણે તમારા અને તમારા પ્રિયની વચ્ચે થોડી તકરાર થઈ શકે છે. પરિવારનાં લોકો સાથે વિવાદ કરવાનું ટાળવું.

વૃષભ રાશિ

સંયુક્ત વ્યવસાયમાં સામેલ લોકો વ્યવસાયિક યાત્રા માટે જઈ શકે છે, જે તેમના માટે ફાયદાકારક સાબિત થશે. કોઈ અન્ય જગ્યાએ જવું પડી શકે છે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવી. શરીરમાં સ્ફૂર્તિ ઓછી રહેવાના કારણે કાર્ય કરવાનો ઉત્સાહ ઓછો રહેશે. ઉચ્ચ અધિકારીઓની અપ્રસન્નતા પણ તમને આશ્ચર્યચકિત કરશે. પાડોશી સાથે સંબંધો મધુર બનશે. જીવનની દિશા નવો વળાંક લેશે.

મિથુન રાશિ

આજે તમારા જીવનસાથીની બેદરકારી સંબંધોમાં અંતર વધારી શકે છે. વ્યવસાયિક કાર્ય પ્રત્યે ભાગદોડ વધશે. પારિવારિક જવાબદારીમાં વધારો થશે. નોકરીમાં અધિકારીઓ સાથે મતભેદ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવનાઓ બની રહી છે. સંતાનના અભ્યાસ પ્રત્યે તમે સંતોષનો અનુભવ કરશો. પ્રતિષ્ઠામાં વધારો થશે. દરેક નવા સંબંધો પ્રત્યે ઊંડી નજર રાખવાની આવશ્યકતા છે. સારા વ્યવહારથી નવા મિત્રો બનશે. રાજકીય પ્રવૃત્તિઓમાં વધારો થશે.

કર્ક રાશિ

આજે તમારા પ્રિય સંબંધી કે મિત્ર તમને સાંજ સુધીમાં આશ્ચર્યચકિત કરી શકે છે. પૈસાની સમસ્યા હલ થઈ શકે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ હલ થશે. મિત્રો અને પરિવારના લોકોની સાથે પર્યટક સ્થળોએ જવાનો આનંદ પ્રાપ્ત કરી શકશો. નોકરીમાં પરિવર્તનનાં યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. આવકમાં વધારો થશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઇ શકશો. વ્યવસાય માટે પણ આજનો દિવસ લાભદાયક રહેશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય તમને પરેશાન કરી શકે છે.

સિંહ રાશિ

પરમાત્મા પ્રત્યે આસ્થામાં વધારો થશે. તમારા ખરાબ વર્તનના કારણે પરિવારના સદસ્યો તમારાથી નારાજ થઈ શકે છે. સ્નેહીજનો અને પરિવારના લોકોની સાથે વાદ-વિવાદ થવાની સંભાવનાઓ છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીમાં અધિકારીઓ તરફથી સહયોગ મળશે. પ્રગતિના માર્ગ ખૂલશે. સ્થાન પરિવર્તન થઈ શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સાવધાની રાખવી. કોઈની પણ સૂચના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહી.

કન્યા રાશિ

આજે તમારું અટવાયેલ ધન પરત મળવાના યોગ બની રહ્યા છે. તમારી સર્જનાત્મક શક્તિ આજે શ્રેષ્ઠ રહેશે. શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થતાનો અનુભવ કરી શકશો. દ્રઢ વિચારોની સાથે આજે તમે બધા જ કાર્યો પૂર્ણ કરી શકશો. કરિયરની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે અમુક સકારાત્મક પરિવર્તન લઈને આવી શકે છે. મહેનત બાદ તેનું ફળ મળવાના અણસાર છે. તમે પોતાના કાર્યોમાં આગળ વધી શકશો અને યોજના અનુસાર કાર્ય પણ પૂર્ણ કરી શકશો.

તુલા રાશિ

સ્વાસ્થ્યને નજર અંદાજ કરવાથી તણાવમાં વધારો થઇ શકે છે, તેથી ડોક્ટરની સલાહ તમારા માટે કારગર સાબિત થઈ શકે છે. બૌદ્ધિક ચર્ચામાં ના ઉતરવાની તમને સલાહ આપવામાં આવે છે. તમારા વિચારોમાં કાલ્પનિકતાનો સમાવેશ થઇ શકે છે, સારું રહેશે કે તેમનો ઉપયોગ તમે રચનાત્મક કાર્યોમાં કરો. ભોજનમાં મીઠાઈ મળી શકે છે. પ્રવાસની સંભાવનાઓ રહેલી છે. બિનજરૂરી ખર્ચ કરવાથી બચવું. આજે કામનું ભારણ વધારે રહેશે. વાતચીતમાં થોડી સાવધાની રાખવી.

વૃશ્ચિક રાશિ

જીવનસાથી તરફથી આદર મળશે, જો શક્ય હોય તો તેમની ઇચ્છા પૂરી કરવી. તમે તમારા ભાઈ-બહેનની સાથે સંબંધોમાં નિકટતાનો અનુભવ કરશો. તેમની સહાય પણ તમને મળશે. તમારે તમારી ખાણી-પીણી પર ધ્યાન આપવાની સાથે સાથે પોતાની આસપાસ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું. સંબંધોમાં ભાવનાની ઊંડાઈને તમે સમજી શકશો. પરિવારમાં રહેલાં એક સદસ્ય વિશે કોઈ સારા સમાચાર મળશે. ચિંતામુક્ત થઈ શકો છો. હરવા-ફરવાનું અને મનોરંજનનું સુખ મળશે.

ધન રાશિ

આજે તમારે પોતાની જવાબદારીઓથી ભાગવું નહી અને તેને સારી રીતે સમજીને પૂર્ણ કરો. પરિવારના કોઈ સદસ્યની સાથે વિવાદ થવાની સંભાવના છે. ધન ખર્ચ થઈ શકે છે. નવી પરિયોજનાને અમલમાં લાવવા માટે આજે સારો દિવસ છે પરંતુ કોઈપણ પ્રકારનો સોદો કરતા પહેલા દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરવી. સમયસર ભોજનનો આનંદ લઇ શકશો નહી. અનિંદ્રા પરેશાન કરશે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર આંખ બંધ કરીને જલ્દી વિશ્વાસ કરવો નહિ.

મકર રાશિ

પૈસાની બાબતમાં સુધારો લાવવાની પૂરી કોશિશ કરશો અને તેમાં તમે સફળ પણ રહેશો. આજે કોઈ તમારું અપમાન કરી શકે છે. મિત્રોની પાછળ ધન ખર્ચ થવાની સંભાવના રહેલી છે. કાર્યસ્થળ પર તમારે થોડી સાવચેત રહેવાની આવશ્યકતા છે. કોઈ ધાર્મિક સ્થળ પર જઈને જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી આધ્યાત્મિક શાંતિ મળશે. પેટ સંબંધિત બીમારીઓથી પરેશાન રહી શકો છો. નવા કાર્યોનાં આરંભમાં સફળતા મળવાની સંભાવના છે. મનમાં સ્થિરતા રહેશે. કોર્ટ-કચેરીના મામલા શાંત થશે.

કુંભ રાશિ

આજે તમારે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું. મિત્રો અને સંબંધીઓને સહયોગ કરવાનો અવસર મળશે. માનસિક રૂપથી સ્વસ્થ રહેશો. તમારું ધ્યાન ધાર્મિક કાર્યોનું તરફ વધારે રહેશે, જો તમે કોઈ તીર્થયાત્રા પર જવા માટે વિચાર કરી રહ્યા હોય તો હાલનો સમય તમારા માટે શુભ છે. તમારા કાર્યો યોજનાના અનુસાર પૂર્ણ થશે. આર્થિક લાભ થવાની સંભાવના છે. અધૂરા કાર્યો પૂર્ણ થશે. પિયરની તરફથી આનંદના સમાચાર મળશે. પારિવારિક ચિંતામાં વધારો થશે.

મીન રાશિ

આજે કોઇપણ પ્રકારનાં શારીરિક પડકારોનો સામનો કરવા માટે એકલા કામ કરવું અને સાવધાની રાખવી. પારિવારિક જીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થશે. આજનો દિવસ નોકરી-વ્યવસાયની બાબતમાં ખૂબ જ સારો રહેશે, તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. આજે તમે બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેશો પરંતુ પોતાની વાણી પર સંયમ રાખવું આવશ્યક છે. વૈચારિક રૂપથી આવેશમાં રહી શકો છો. અમુક રોકાયેલા કામો સમયસર પૂરા થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *