રાશિફળ ૧૮ નવેમ્બર : શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ આ ૬ રાશિઓનાં જીવનમાં લાવશે ખુશહાલી

Posted by

મેષ રાશિ

આજે નોકરી કે વ્યવસાયમાં લાભ મળવાના સંકેત છે. વ્યવસાયના કારણે બહાર કોઈ જગ્યાએ પ્રવાસ થઈ શકે છે. તમારા ઉપરી અધિકારી પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસમાં કમી આવશે, પરંતુ વાણીમાં મધુરતા રાખવી. સંતાનના વાંચન-લેખન અને સ્વાસ્થ્યના વિષયમાં ચિંતા રહી શકે છે. વેપારીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક પરેશાની વધશે. ધૈર્ય શીલતામાં કમી આવશે. જીવનસાથી સાથે મતભેદ વધશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું.

વૃષભ રાશિ

આજે વ્યવસાયમાં અને આવકમાં વધારો થશે. ભાગ્ય તમારી સાથે છે અને સફળતાના શિખરો સર કરશો. મસ્તિષ્કમાં નવા નવા વિચારો આવશે. કોઈ આનંદોત્સવમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થઇ શકે છે પ્રસન્નતામાં વધારો થશે. મિત્રો સાથે મુલાકાતનો પ્રસંગ બની શકે છે. શૈક્ષણિક અને ભૌતિક કાર્યોના સુખદ પરિણામ પ્રાપ્ત થશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. વાતચીતમાં સંયમ રાખવું. કાર્યક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મિથુન રાશિ

આજે પોતાના કાર્યસ્થળ પર પોતાને સાબિત કરવા માટેનો દિવસ છે કારણ કે તમારા બોસને તમારા મહત્વનું અહેસાસ થશે. બહારના લોકોની સાથે પણ સંચાર વધારે રહેશે. બૌદ્ધિક કાર્ય કરવામાં રુચિ વધશે. નાના પ્રવાસની પણ સંભાવના રહેલી છે. આજે સેવા કાર્ય કરવા માટે દિવસ શુભ છે. કોઈ મિત્રના સહયોગથી વ્યવસાયનું વિસ્તરણ થઇ શકે છે. પરિશ્રમ વધારે કરવો પડશે. રોજિંદા કાર્યોમાં વિક્ષેપો આવશે. વાણીની કઠોરતાનો પ્રભાવ રહેશે.

કર્ક રાશિ

આજે તમારા જીવનસાથી તમારી પરેશાની ઓછી કરવામાં મદદ કરશે. કોઈ વિદ્વાન વ્યક્તિનું માર્ગદર્શન પ્રાપ્ત થશે. રાજકીય સહયોગ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કાર્ય પૂર્ણ થશે. નાની-મોટી તકરાર સંભવ છે. પરિવારમાં પણ બધા જ સદસ્ય તમને સહયોગ આપશે. ઇજા પહોંચવાની આશંકા રહેલી છે તેથી ગાડી ચલાવતા સમયે ખૂબ જ સાવચેત રહેવું. ચિંતા અને તણાવમાં કમી આવશે. મોટા કાર્યો કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.

સિંહ રાશિ

આજે તમને બૌદ્ધિક ચર્ચા અને સમાધાનમાં સફળતા મળશે. સ્વજનો-મિત્રોની સાથે પર્યટનનો આનંદ લઇ શકશો. દાંપત્યજીવનમાં નિષ્ફળતા અને મધુરતા આવશે. સમાજમાં ખ્યાતિ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમે રોમેન્ટિક મૂડમાં રહેશો. પરિવાર માટે સમય કાઢવો આજે થોડો મુશ્કેલ રહેશે. મહિલાઓએ અતિ લાગણીશીલ બનીને કોઈ નિર્ણય ના લેવા નહિતર છેતરાઈ શકો છો.

કન્યા રાશિ

મિત્રો તરફથી લાભ થશે. મિત્ર તમારા પક્ષમાં તમારી સાથે રહીને તમારી મદદ કરતા નજર આવશે. આજે તમને વધારે વિચારો પરેશાન કરી શકે છે, પરિણામ સ્વરૂપ તમને માનસિક થાકનો અનુભવ થશે. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ફક્ત તેના પર એકાગ્ર રહીને જ કાર્ય કરવું. આજે તમારું સ્વાસ્થ્ય થોડું કમજોર રહી શકે છે. ક્રોધ વધારે માત્રામાં ના આવે તેની કાળજી રાખવી. નાના ભાઈ-બહેનો કે મિત્રો પર તમે પૈસા વધારે ખર્ચ કરી શકો છો.

તુલા રાશિ

આજનો દિવસ તમારા સંપૂર્ણ વૈવાહિક જીવનનો સૌથી સ્નેહપૂર્ણ દિવસમાંથી એક રહી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો થાક અથવા આળસનો અનુભવ થઈ શકે છે. વ્યાવસાયિક રૂપથી નવી વિચારધારા અપનાવી શકશો. બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું. તમે પોતાના ઘર પર સોહાર્દપૂર્ણ વાતાવરણ બનાવવામાં સફળ રહેશો. તમારે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા રહેશે અને અન્ય લોકોની સાથે દલીલ કરવાથી બચવું. આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ છે.

વૃશ્ચિક રાશિ

આજે વ્યવસાયનો કોઈ મોટો અવસર તમને મળી શકે છે. આજે તમારા તમામ કાર્ય પૂર્ણ થશે અને તેમાં તમે સફળ પણ રહેશો. ઘર બહાર પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. ઉત્સાહ જળવાઈ રહેશે. ભાઈ-બહેનો સાથે પણ તમારા સંબંધો મધુર રહેશે. પારિવારિક જીવનમાં માંગલિક કાર્યોના અવસર આવશે. આજે જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે. સમયની અનુકૂળતાનો લાભ લેવો. તમને પોતાના વ્યવસાયના સંબંધમાં એક નવો અવસર મળવાની સંભાવના રહેલી છે. કલા અને સંગીતના પ્રત્યે રૂચિ રહેશે.

ધન રાશિ

નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની કૃપાદ્રષ્ટિથી તમારા માટે પ્રગતિ સંભવ છે. નોકરીમાં કામનું ભારણ રહેશે. વ્યવસાય સારો ચાલશે. પાર્ટનર તરફથી સહયોગ પ્રાપ્ત થશે તમને પોતાના વૈવાહિક જીવનમાં પ્રેમ અને રોમાન્સનો આનંદ પ્રાપ્ત થશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ વ્યક્ત કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. નવા વસ્ત્રો પર ખર્ચ થશે. તમારા પોતાના નિર્ધારિત કાર્યોને પૂર્ણ કરી શકશો. વાતચીતમાં સંતુલિત રહેવાના પ્રયાસ કરવા.

મકર રાશિ

જો તમે પોતાની ચીજોનું ધ્યાન નહીં રાખો તો તેની ખોવાઈ જવાની કે ચોરી થવાની સંભાવના રહેલી છે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે. શત્રુઓ સક્રિય રહેશે. કોઈપણ પ્રકારના વિવાદમાં પડવું નહીં. વ્યવસાયમાં લાભ મળવાની સંભાવના રહેલી છે. જમીન નિર્માણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસો સફળ થશે. આર્થિક મુદ્દાને લઇને કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે. નોકરીમાં પરિવર્તનની સંભાવના બની રહી છે. આશા-નિરાશાના મિશ્રિત ભાવ મનમાં રહેશે.

કુંભ રાશિ

આજે વ્યવસાયમાં કોઈ ભાગીદાર બનાવો છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં સહકર્મી તમને સાથ આપશે. કોઈ અંગત વ્યક્તિ સાથે બોલાચાલી થઈ શકે છે, જેનાથી તમારા હૃદયને ઠેસ પહોંચી શકે છે. રોકાણ કરવા માટે સારા સમયની પ્રતિક્ષા કરવી. નોકરીયાત લોકો નવી નોકરીની શોધ કરી શકે છે. આજે સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે. કામમાં ઉત્સાહની કમી નજર આવશે. વ્યવસાય ખૂબ જ ઝડપથી આગળ વધવાના યોગ બની રહ્યા છે. પાણીથી દૂર રહેવું. બિનજરૂરી લડાઈ-ઝઘડાઓથી બચવાના પ્રયાસ કરવા.

મીન રાશિ

આજે તમારી કોઈ પરિચિત વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. રોકાણ અનુકૂળ લાભ આપશે. જોખમી કાર્યો ટાળવા. મિત્રો અને સ્નેહીજનોની સાથે આનંદદાયી ભેટ થશે. પ્રવાસ પણ આનંદદાયક રહેશે. સંતાનના વાંચન-લેખન અને સ્વાસ્થ્યના વિષયમાં ચિંતા રહેશે. આજે દિવસ ભાગદોડ ભરેલો રહેશે. માનસિક મૂંઝવણમાં રહી શકો છો. વ્યવસાય અનુકૂળ ચાલશે. ઊંઘ પૂરી ના થવાથી માનસિક વ્યગ્રતા રહેશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૮ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *