મેષ રાશિ
મેષ રાશિનાં વિદ્યાર્થીઓનું મન આજે પુસ્તકોમાંથી હટીને પોતાના મિત્રોની સાથે મોજ-મસ્તી કરવામાં રહેશે. સ્વજનોની સાથે મુલાકાત થશે. માનસિક રૂપથી પણ પ્રસન્ન રહી શકશો. ધાર્મિક પ્રવાસ કરવાથી મન આનંદનો અનુભવ કરશે. વ્યવસાયમાં લાભના અવસર મળશે. બદલાતી ઋતુ સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. માતા પિતા સાથે મતભેદ થવાની સંભાવના છે, બિનજરૂરી ક્રોધ કરવો નહી. કોઈ પ્રબુદ્ધ વ્યક્તિનું માર્ગદર્શન મળી શકે છે. યાત્રા મનોરંજક રહેશે.
વૃષભ રાશિ
આજે મિત્રો અને સંબંધીઓ સાથે થોડી પરેશાની થઇ શકે છે. વૈચારિક રૂપથી નકારાત્મકતા તમારા પર પ્રભુત્વ જમાવવાની કોશિશ કરશે, સાવચેતી રાખવી. સ્વાસ્થ્ય બગડી શકે છે. કોઈ કાર્યમાં મન લાગશે નહી. જૂની સમસ્યાઓનું સમાધાન થવાના અણસાર નજર આવી રહ્યા છે. ભાગ્ય અને ધર્મ જેવી બાબતોમાં ધ્યાન કેન્દ્રિત થશે. આજીવિકાના ક્ષેત્રમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. ગૃહસ્થી, દાંપત્યથી સંબંધિત મામલાઓનો તણાવ ઓછો થઇ શકે છે. વ્યવસાય માલિકો અને નોકરિયાત લોકો માટે ધન લાભનો સમય છે.
મિથુન રાશિ
આજે તમે શારીરિક અને માનસિક રૂપથી સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેશો. તમને સફળતાની પ્રાપ્તિ થશે. પરિવારમાં માંગલિક પ્રસંગો બનશે. આજે નવા કાર્યો સંપાદીત થશે. ગંભીર સમસ્યાઓનું પણ સમાધાન મળશે, બગડતી ધનની સ્થિતિ હવે થોડી રાહત આપવા વાળી રહેશે. સ્વજનોની સાથે થયેલી મુલાકાત મનને પ્રસન્ન કરશે. સામાજિક રૂપથી તમારા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારા જીવનમાં આવનાર બધા જ પ્રકારના કષ્ટ સમાપ્ત થઈ જશે.
કર્ક રાશિ
આજે તમે તમારી ખોવાયેલી પ્રતિષ્ઠા પરત મેળવી લેશો. જવાબદારીઓનું ભારણ વધારે રહેશે. શારીરિક સ્ફૂર્તિ અને માનસિક પ્રસન્નતામાં ખામીનો અભાવ જોવા મળશે. પરિશ્રમના અનુસાર ફળ પ્રાપ્ત ના થવા પર નિરાશાનો અનુભવ થશે. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું નહીંતર સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. આજે કોઈ નવા કાર્યનો શુભારંભ ના કરવો. ખાણી-પીણી પ્રત્યે ખૂબ જ સાવધાની રાખવી. આજે કામનું ભારણ વધારે રહેશે. તમારી કાર્ય કુશળતા ઉભરીને સામે આવશે. ઇચ્છિત સહયોગ પણ મળશે.
સિંહ રાશિ
આજે તમારી આવકના નવા સ્ત્રોત બનશે. વાણી પર સંયમ રાખવું. કોઈની સાથે વાત વિવાદ કે મતભેદ થઈ શકે છે. ક્રોધ કરવાથી બચવું. પરિવારનો સહયોગ મળશે. આર્થિક વિષયોમાં સાવધાની રાખવી. કાર્યમાં સફળતાના કારણે ઉચ્ચ અધિકારી તમારા પર પ્રસન્ન રહેશે. વ્યવસાયમાં પ્રગતિના પણ યોગ છે. વેપારીઓને વ્યવસાયમાં લાભ થશે અને તેમના કાર્યક્ષેત્રમાં પણ વધારો થશે. તણાવ ખતમ થવાના કારણે તમારા કાર્યની ગતિ વધશે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઇ શકે છે.
કન્યા રાશિ
આજે તમારા વ્યવસાયની પ્રગતિ થશે. પત્નીની સાથે કલેશ થઈ શકે છે અથવા તો મતભેદ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. સંપત્તિના કાર્યોમાં સાવધાની રાખવી. વેપારીઓને વ્યવસાયમાં લાભ મળશે અને તેમના કાર્યક્ષેત્રમાં પણ વધારો થશે. અગાઉ કરવામાં આવેલ રોકાણથી તમને લાભ મળી શકે છે. સફળતાનો દ્વાર ખૂલી રહ્યો છે, નવા સંબંધોથી ફાયદો થશે.
તુલા રાશિ
આજે નોકરી અને વ્યવસાયમાં પરિશ્રમ કરવાથી સફળતા પ્રાપ્ત થશે. આળસ અને તણાવમાં વધારો થઇ શકે છે. પૈસાની બાબતમાં સુધારો લાવવાના અવસર મળી શકે છે. મનમાં શાંતિ અને પ્રસન્નતાનો ભાવ રહેશે. શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામ મળશે. વાણી પર સંયમ રાખવું. અમુક જૂના મિત્રો સાથે મુલાકાતો થઇ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવી. પરિવારજનોના વર્તનમાં પણ ખૂબ જ પરિવર્તન જોવા મળશે. આકસ્મિક ધન-લાભનાં અવસર મળશે. ઠંડા પ્રકૃતિના રોગો, તાવ વગેરેથી પીડિત થઇ શકો છો.
વૃશ્ચિક રાશિ
આજે તમે વ્યવહારિક અને તર્કસંગત વાતો તરફ ઝુકાવ મહેસૂસ કરશો. સ્નેહીજનો અને મિત્રોની સાથે મુલાકાત થશે. શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. થાક, અશક્તિ રહેવાના કારણે અસ્વસ્થતાનો અનુભવ કરશો. જમીન-મકાનની ખરીદી કરી શકો છો. સંતાનોની તરફથી સારા સમાચાર મળી શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખવું, જેના લીધે તમારી માનસિક એકાગ્રતા જળવાઇ રહેશે. કોઈ નવો અનુભવ તમને બદલી શકે છે. મિત્રોની મદદથી સફળતાનો રસ્તો સરળ રહેશે.
ધન રાશિ
આજે તમારી મહેનતથી કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. પરિવારનાં લોકો તમારી સાથે આજે આનંદપૂર્વક સમય પસાર કરશે. માનસિક રોગથી પણ તમે સંપૂર્ણ સ્વસ્થતાનો અનુભવ કરશો. પરિશ્રમ વધારે કરવો પડશે. તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. લાભના અવસર મળશે. આજનો દિવસ તમારા માટે મનોરંજનનો દિવસ છે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. તમને શિક્ષણ, નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત થશે.
મકર રાશિ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. કોઈ ચીજની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે તમે કોઈની મદદ લઈ શકો છો. આજે કામનું ભારણ વધારે રહેશે, તેથી શિથિલતા રહેશે. આકસ્મિક ધન લાભ થવાની સંભાવના છે. વાંચનમાં રસ વધશે. કોઈની સાથે વાદ-વિવાદ થઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે. આજે કોઇપણ કાર્યની પાછળ માનસિક સુખ શાંતિ ગુમાવ્યા વિના યોગ, ધ્યાન અને આધ્યાત્મિકતાનો આશરો લેવો વધારે સારું રહેશે. ખૂબ જ જલ્દી સફળતાના દ્વાર ખુલશે.
કુંભ રાશિ
જે લોકો રાત-દિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે તે આજે થોડો આરામ કરી શકે છે. મિત્રો અને પરિવારજનોની સાથે પ્રવાસ કે પર્યટન સ્થળ પર હરવા-ફરવાનો આનંદ ઉઠાવી શકશો. આવકના સ્ત્રોત વિકસિત થઇ શકે છે. સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં રહેશો અને તેમની સાથે મતભેદ પણ થઈ શકે છે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકશો અને નવા વસ્ત્રોની ખરીદી પણ કરી શકશો. માનસિક શાંતિ તો રહેશે પરંતુ વાતચીતમાં થોડી સાવધાની રાખવી.
મીન રાશિ
આજે તમારે ખૂબ જ સારું પ્રદર્શન કરવું પડશે, જેના લીધે તમને બધા લોકો પાસેથી તમારાના કામ માટે પ્રશંસા મળશે. માનસિક રૂપથી વ્યગ્રતા અને બેચેનીના કારણે કોઈપણ કાર્યમાં તમારું મન લાગશે નહી. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. મિત્રોની સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. આવકના સાધનોમાં વધારો થશે. આકસ્મિક ધન લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય પણ થોડું નરમ રહેશે. કોઈ ધાર્મિક સ્થળ કે માંગલિક પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળી શકે છે.