મેષ રાશિ
આજે તમારે દરેક ડગલું સમજી વિચારીને રાખીને ચાલવું પડશે. વિદ્યાર્થીઓની કારકિર્દી માટે નવો બદલાવ આવશે. તમારી આવકમાં વધારો થશે પરંતુ વિરોધીઓથી થોડી સમસ્યા રહી શકે છે અને તેમના પર થોડો ખર્ચ પણ કરવો પડી શકે છે. જે લોકો સામાજિક કાર્યો સાથે જોડાયેલ છે. તેમની મુલાકાત કોઇ એવા વ્યક્તિ સાથે થશે. જેનાથી તેને લાભ થશે. તમે જમીનના સોદા કરવાની અને મનોરંજક પરિયોજનામાં ઘણા લોકોને જોડવાની સ્થિતિમાં હશો.
વૃષભ રાશિ
આજના દિવસે તમારે કોઈની સાથે ફક્ત નક્કર અને તર્કપૂર્ણ વાત કરવી જોઈએ. કાર્યક્ષમતા વધશે. જમીન કે મકાન ખરીદવાની યોજના બની શકે છે. દાંપત્ય જીવનમાં સ્થિતિ સુધરશે અને તમારા જીવનસાથી પાસેથી તમને કોઈ નવી વાત જાણવા મળી શકે છે. પ્રિયજનો અને સંબંધીઓમાં તમારી એક અલગ ઓળખાણ બનાવી શકો છો. ઘરમાં કોઈનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. મિત્રો સાથે સંબંધ મધુર રાખવાની આવશ્યકતા છે નહિતર આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે.
મિથુન રાશિ
આજે તમારે જોખમી કાર્ય કરવાથી દૂર રહેવું જોઈએ. કાર્યક્ષેત્રમાં સહયોગીઓ સાથે સારો તાલમેલ રહેશે. સંપત્તિના કામોમાં સફળતા મળશે અને કાર્યક્ષેત્રમાં તમારું માન વધશે. સંપત્તિમાં વધારો કરવાની કોઈ યોજના સફળ થઈ શકે છે. આજે તમારી અમુક મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. કોઈ મોટી સમસ્યાનું નિરાકરણ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. સારા સ્વાસ્થ્ય માટે તમારા જીવનમાં યોગ અને ધ્યાનને અપનાવો. આજે મસ્તીના મૂડમાં રહેશો.
કર્ક રાશિ
તમારા લવ પાર્ટનર પર વધારે પડતો વિશ્વાસ તમને દગો દઈ શકે છે. પરંતુ દાંપત્યજીવનમાં મધુરતા અને પ્રેમ જળવાઈ રહેશે. તમે નવા વિચારો સાથે તમારું કોઈ ખાસ કામ શરૂ કરી શકો છો. આજે તમારું ધ્યાન ધાર્મિક કાર્યોની તરફ રહેશે. જો તમે કોઈ તીર્થયાત્રા પર જવાનો વિચાર કરી રહ્યા હોય તો હાલનો સમય તમારા માટે શુભ છે. તમારી વિચારસરણી અને વ્યવહારને બેલેન્સ કરી શકશો. તમારા જીવનસાથી પર કોઈ પ્રકારનું દબાણ ના કરવું.
સિંહ રાશિ
આજે તમારા ખર્ચા વધી શકે છે તેથી થોડી સાવધાની રાખવી જોઇએ. આજે તમને બિનજરૂરી ખર્ચ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. મહેનતના દમ પર તેમને પોતાની કારકિર્દીમાં સફળતા મળશે. દાંપત્યજીવનમાં તણાવ રહેશે. જેથી જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે. કોઈ પરેશાનીની સ્થિતિ બનવા પર શાંત રહેવાની કોશિશ કરો. સામાજિક કાર્યોમાં સિદ્ધિઓ પ્રાપ્ત થશે.
કન્યા રાશિ
આજે લાંબાગાળાના રોકાણને ટાળવું જોઈએ અને પોતાના મિત્રો સાથે બહાર જઈને આનંદદાયક ક્ષણો પસાર કરવી જોઈએ. તમારા જીવનસાથી સાથે જરૂરી વાતો શેર કરો. વિરોધીઓની ચાલ અંગે સાવધાન રહેવું પડશે. તેનાથી તમે તેમના પર વિજય પ્રાપ્ત કરી શકશો. પ્રેમસંબંધો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. નવા લોકો સાથે મુલાકાત પ્રગતિના માર્ગ ખોલશે. વાણી પર નિયંત્રણ રાખવું પડશે. ગુસ્સો આવવો સ્વાભાવિક છે પરંતુ તમારો ગુસ્સાવાળો સ્વભાવ મધુર વાતાવરણને ભંગ કરી શકે છે તેનું ધ્યાન અવશ્ય રાખવું.
તુલા રાશિ
આજે તમે ઉતાવળમાં કોઈ એવો નિર્ણય ના લો જેનાથી તમને જીવનમાં આગળ જતાં પસ્તાવો થાય. જૂના મિત્રો સાથે મળવાનો યોગ છે. આજે તમને અમુક કામોમાં વધારે સમય લાગી શકે છે. તમારે ટેન્શન લેવાથી બચવું જોઈએ. આજે કોઈનો અભિપ્રાય તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. પરિવાર માટે સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે રોમેન્ટિક મૂડમાં રહેશો. સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. કામમાં વિલંબ થવાથી લાભની માત્ર સીમિત રહેશે.
વૃશ્ચિક રાશિ
આજે તમારું મનોબળ મજબૂત રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે. વ્યવસાયમાં તણાવની સ્થિતિ બનશે. લાંબી બિમારી ફરીથી બહાર આવી શકે છે. વ્યવસાયમાં પૈસા કમાવાના સારા અવસર મળશે. પ્રેમસંબંધમાં તમે કોઈને પ્રપોઝ કરી શકો છો. નાની-મોટી મુસાફરી થઇ શકે છે. મંદિરમાં ભોજન દાન કરો તમને સફળતા મળશે.
ધન રાશિ
આજે એક આધ્યાત્મિક શિક્ષક અથવા કોઈ અન્ય વડિલ તમને માર્ગદર્શન આપી શકે છે. સરકાર તરફથી લાભ થવાના યોગ છે. મોટા વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે. સાથે જ કાર્યક્ષેત્રમાં તમારા કામની ખુબ જ પ્રશંસા થશે. આજે તમારી સફળતામાં કોઈ અવરોધ આવશે નહી. તમારા મંતવ્યમાં પરિવર્તનના કારણે તમારી અને તમારા જીવનસાથી વચ્ચે ઝગડો થવાની સંભાવના છે. તમારી પાસે આજે એક સ્પષ્ટ મન હશે જેના કારણે તમે સાચો નિર્ણય લઈ શકશો.
મકર રાશિ
મકર રાશિના વેપારીઓએ ભાગીદારો સાથે ધૈર્ય થી કામ લેવું પડશે. આજે તમે તમારું કામ સખત મહેનત અને સમર્પણથી પૂરું કરી શકશો. જે જાતકો નોકરીની તલાશમાં છે તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે. પતિ-પત્નિની વચ્ચે થોડો તણાવ રહેશે. પ્રેમ માટે પણ આજનો દિવસ સામાન્ય પસાર થશે. બિમાર વ્યક્તિઓના સ્વાસ્થ્યમાં થોડો સુધારો આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પાર્ટનરની સાથે વિવાદ થવાની સંભાવના છે. પરિવારમાં તમારા માનમાં વધારો થશે.
કુંભ રાશિ
નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી. મિત્રો સાથે થોડી રકઝક થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. તમારી ઓફીસમાંથી તમને કોઈ કામ માટે બહાર મોકલી શકે છે જેની તમને ઈચ્છા નહી હોય. તમારા શત્રુઓ સક્રિય થઇ શકે છે. તેથી જરૂરી છે કે તમે સાવધાન રહો નહિતર તે તમારા માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે. તમારે અમુક ખાસ કામ પુરા કરવા માટે તમારા રૂટિનમાં થોડો બદલાવ કરવો પડી શકે છે.
મીન રાશિ
આજે તમારે તમારી ઓફિસમાં સહકર્મીઓ અને અધિકારીઓથી સાવધાન રહેવું પડશે. સાહસમાં વધારો થશે. મિત્ર અને પત્નીની મદદથી મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. પરિવારની સાથે મનોરંજનમાં સમય પસાર કરી શકશો. પૈસાની લેવડ-દેવડ કરવાથી બચવું જોઈએ. આજના સમયનો સદુપયોગ કરશો તો ફાયદો જરૂર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. લેખન અથવા સાહિત્યિક પ્રવૃત્તિમાં વિશેષ રુચિ રહેશે. જીવનમાં પ્રગતિના નવા માર્ગ પણ ખુલશે.