રાશિફળ ૧૯ ડિસેમ્બર : આજે આ ૬ રાશિનાં જાતકોને મળશે શનિ પીડામાંથી મુક્તિ, નહી રહે સાડાસાતીનો ભય

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરપૂર રહેશે. વ્યવસાયમાં સફળતાનું સૂત્ર મળશે. યશ અને માન-સન્માનમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. પરિવારનાં લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. વ્યવસાય સંબંધિત યાત્રાઓનાં યોગ બની રહ્યા છે, જેના લીધે તમને ધન લાભ પણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પોતાના મનને નકારાત્મક વિચારોથી દૂર રાખવું. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે. કોઈ સંબંધીની તરફથી આજે તમને કોઈ મોટો ઉપહાર મળી શકે છે.

વૃષભ રાશિ

નિર્માણ પ્રગતિ પર રહેશે. તમારી વાણીના કારણે મોટી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. જોખમી કાર્યોમાં રુચિ વધશે. પરિવારિક મામલાઓમાં ધન ખર્ચ થશે. ભાગીદારી વાળા કામમાં આર્થિક પ્રગતિની સંભાવના રહેલી છે. કોઈ પ્રકારની ધન પ્રાપ્તિ થવાથી ધન લાભ સારો થશે. મહિલા વર્ગનાં સહયોગથી લાભ થશે. રાજકારણમાં પ્રસિદ્ધિ મળશે. કાર્યમાં સફળતા અને યશ મળવાથી ઉત્સાહમાં વધારો થશે. માતાના સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવું પડશે.

મિથુન રાશિ

આજે તમને મિત્રો તરફથી ભરપૂર સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. નવા સંપર્કોથી લાભ થશે. પરિવારમાં અસંતોષ રહેશે. સામાજિક સ્તર પર તમે લોકોની મદદ કરવા માટે આગળ આવશો. જૂની સમસ્યાઓનો અંત થશે અને નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે, જેના લીધે કાર્ય કરવા માટે ઉત્સાહ જળવાઈ રહેશે. સંબંધોમાં આવી રહેલી અડચણો સમાપ્ત થશે. કોઈપણ કાર્ય કરતાં પહેલાં સકારાત્મક રહેવું, નહીતર તમારું કાર્ય અટકી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા જાતકોને સરકારી લાભ મળવાની સંભાવના રહેલી છે. તમે રિસ્ક લેવાનુ પસંદ કરશો અને તે તમને ફાયદો પહોંચાડશે. નોકરીયાત લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. તમને કામ સાથે જોડાયેલ કોઇ ખાસ ખુશખબરી મળી શકે છે. નાના ભાઈ-બહેનો સાથે સંબંધ વધારે મજબૂત થશે અને તેમની સાથે સમય પસાર કરી શકશો. તમારા મિત્રોને પણ આજે તમારી સાથે મુલાકાત કરવાના સારા અવસર મળશે. સંબંધી કે જૂના મિત્રોની મદદથી તમને વ્યવસાયમાં પ્રગતિ મળશે.

સિંહ રાશિ

જુના અટવાયેલા કાર્યો આજે પૂરા થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કાર્યક્ષેત્રમાં તમે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકશો. આજે પરિવારના લોકોની સાથે ધાર્મિક યાત્રાની યોજના બનાવશો. સ્વાસ્થ્ય પહેલાંની અપેક્ષાએ સારું રહેશે. વ્યવસાયમાં નફો થવાની સંભાવના રહેલી છે. પરિવારમાં તમારી આવશ્યકતા રહેશે. આજે મિત્ર કે પરિવારના સદસ્યોની સાથે ભોજનનો આનંદ ઉઠાવી શકશો. ઘર-પરિવારમાં ખુશીઓનું વાતાવરણ જળવાયેલું રહેશે.

કન્યા રાશિ

આજે આર્થિક પક્ષમાં મજબૂતી આવશે. નોકરીયાત લોકો માટે ખૂબ જ લાભકારી દિવસ રહેશે. દાંપત્યજીવનમાં આવી રહેલ તણાવથી મુક્તિ મળશે. કોઈ વિશેષ કામ માટે મિત્રો તરફથી સારી સલાહ મળશે, જેના લીધે તમારું કામ એકદમ સરળ થઈ જશે. કાર્યમાં સફળતા મળશે. સંતાનને સુખની પ્રાપ્તિ થશે, જેના લીધે તમે પણ સંતુષ્ટ રહેશો. શિક્ષણના મામલાઓમાં ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓનો પરાજય થશે. તમારે વ્યાયામ કરવાની જરૂરિયાત રહેશે.

તુલા રાશિ

આજે દિવસની શરૂઆતમાં તમારો સ્વભાવ ગરમ રહેશે. કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવું નહી. જો તમારામાંથી કોઈ નોકરીની તલાશ કરી રહ્યા હોય તો આજે તમારી તલાશ પૂરી થઈ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના કોર્સ પર ધ્યાન આપવું અને કમજોર વિષય પર ટીચરનું પણ માર્ગદર્શન લેવું જોઈએ. આજે ઘરની સમસ્યાઓથી ભાગવું નહી પરંતુ તેમને દૂર કરવાના પ્રયાસ કરવા. આજે ચતુરાઈ ભરેલી આર્થિક યોજનાઓથી બચીને રહેવું. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે ઘરનું કોઈ સદસ્ય ઘરના વિવાદોને ઉકેલવામાં તમારી મદદ કરી શકે છે. કામનું ભારણ વધારે રહેવાથી તમે પોતાના સહકર્મીઓ સાથે ગુસ્સામાં વાત કરશો, જેનું પરિણામ નકારાત્મક સાબિત થઈ શકે છે. વ્યવસાય કરતા લોકો આજે પોતાના ભાગીદારોના કારણે પીડિત થઈ શકે છે, તેથી સાવધાન રહેવાની જરૂરિયાત રહેશે. ઘરમાં કોઈ પવિત્ર કાર્ય પણ થઈ શકે છે. આજે પાડોશીઓની સાથે તમારો સંબંધ મધુર રહી શકે છે.

ધન રાશિ

પોતાની દિનચર્યામાં ફેરફાર કરવો. આજના દિવસને સારો બનાવવામાં પોતાની તરફથી કોઈ કસર બાકી રાખવી નહી. સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવારના વડિલથી આર્થિક લાભના સંકેત છે. તમારી વાણી આજે કોઈને દુઃખી કરી શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. સરકારી કામકાજ પૂર્ણ થશે. રોકાણ યોજનાઓ જે તમને આકર્ષિત કરી શકે છે, તેમના વિશે ઉંડાણપૂર્વક જાણવાની કોશિશ કરવી. પ્રેમ સંબંધોમાં નવી તાજગી આવશે.

મકર રાશિ

આજે તમારા અતિ આત્મવિશ્વાસથી જીવનમાં અમુક ચીજો પર નકારાત્મક પ્રભાવ પડશે. શારીરિક અને માનસિક રૂપથી પરેશાન રહી શકો છો. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલા છે તો આજે પરત મળવાની સંભાવના રહેલી છે. વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં અધિકારીઓનો સાથ મળી શકે છે. યાત્રાનાં યોગ છે. તમે બૌદ્ધિક રૂપથી વધારે રચનાત્મક રહેશો અને માર્ગ પ્રશસ્ત થશે.

કુંભ રાશિ

આજે તમારે પોતાની ખાણીપીણી પર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. ધૈર્યથી કામ લેવું અને સમસ્યાઓનો સામનો કરવો. ઈરાદામાં મજબૂતી ઉન્નતિનાં માર્ગ પ્રશસ્ત કરશે. તમે પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો અનુભવ કરશો. પોતાના કાર્ય પર અગ્રેસર રહેવું, સફળતા જરૂર મળશે. નાણાકીય મુદ્દાઓને લઈને તમે થોડા ચિંતિત રહી શકો છો. અંગત લોકો તમારી સાથે પારકા જેવો વ્યવહાર કરી શકે છે. બોલતા સમયે અને પૈસાની લેવડ-દેવડ કરતા સમયે સાવધાની રાખવી.

મીન રાશિ

કોઈ નવી સફળતાથી આજે વિદ્યાર્થીઓનું મન ઉત્સાહથી ભરપુર રહેશે. આજે તમારી આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. કાર્યથી સંબંધિત કોઈ લાંબી યાત્રા તમે કરી શકો છો. કાર્ય અને કરિયરમાં સફળતા મેળવવા માટે આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. સફળતા મેળવવા માટે અનૈતિક કાર્યોથી દૂર રહેવું. જે લોકો અધ્યયનમાં કાર્યરત છે, તેમની મહેનતનું ફળ મેળવવા માટે આજે એક સારો દિવસ છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *