રાશિફળ ૧૯ જાન્યુઆરી : આજે આ ૫ રાશિઓ પર થશે હનુમાનજીનાં આશીર્વાદનો વરસાદ, દિવસ લાભકારી રહેશે

Posted by

મેષ રાશિ

પૈસાનું રોકાણ કરવા માટે આજનો દિવસ ખાસ રહેશે. વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે. તમે કોઈ લાંબી યાત્રા પર જઈ શકશો. તીર્થયાત્રાનાં યોગ પણ બની રહ્યા છે. ધાર્મિક આચરણ કરશો. વ્યવસાય ગતિ પકડશે. મનમાં કોઈ વાતને લઈને અસમંજસની સ્થિતિ રહેશે. દાંપત્યજીવનમાં રોમાન્સના અવસર પ્રાપ્ત થશે. કોઈપણ પગલું ભરતા પહેલાં વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી. પોતાની કાર્યકુશળતા વધારવા માટે નવી ટેકનીકનો સહારો લેવો.

વૃષભ રાશિ

આજે તમારા જૂના મિત્રો તમને મળીને ખૂબ જ ખુશ નજર આવી શકે છે. અભિમાનમાં આવીને કડવી વાણી બોલવી નહી, નહીંતર જીવનસાથી દુઃખી થઈ શકે છે. કામકાજની બાબતમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. રોકાણ કરવા માટે અને અનુમાનના આધાર પર પૈસા લગાવવાની દ્રષ્ટિએ આજે દિવસ સારો નથી. પ્રેમ જીવનની બાબતમાં દિવસ સામાન્ય રહેશે. આર્થિક અને વ્યાવસાયિક મામલાઓમાં સુધારાનાં પ્રયાસો સફળ રહેશે. જીવિકાનાં ક્ષેત્રમાં પ્રગતિ થશે.

મિથુન રાશિ

ઘણી બધી જવાબદારીઓની સાથે પરિવારના મોરચા પર એક વ્યસ્ત દિવસ રહેશે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું અતિ આવશ્યક રહેશે, નહિતર દુર્ઘટના થઈ શકે છે. પરિવારનાં લોકો તમને સાંત્વના આપશે. આજે તમારે પોતાના જીવનસાથી સાથે દલીલ કરવાથી બચવું જોઈએ. શિક્ષણના ક્ષેત્રમાં સારા પરિણામ મળશે. પ્રેમ જીવનની દ્રષ્ટિએ પણ દિવસ સારો રહેશે. કોઇ પરિવારનાં સદસ્યનાં કારણે તણાવમાં રહી શકો છો.

કર્ક રાશિ

આજે શુભ સમાચારની પ્રાપ્તિ થશે. મહત્વપૂર્ણ લોકોની સાથે વાતચીત કરતા સમયે પોતાના શબ્દોની વ્યવસ્થિત પસંદગી કરવી. આજે તમારું ભાગ્ય તમારી ઘણા પ્રકારે મદદ કરશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉતાર-ચઢાવ ભરેલો રહેશે. નોકરીમાં સારા પરિણામ મળશે. કાર્યસ્થળ પર ચીજો સુચારુ રૂપથી ચાલશે. આજે તમારા બાળકોના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહી શકો છો. આજે અમુક લોકોને જ સકારાત્મક પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે.

સિંહ રાશિ

તમારે પોતાના જીવનસાથીના મંતવ્યને મહત્વ આપવું જોઈએ, જે લાંબા સમયે તમારા માટે ફાયદાકારક રહેશે. આજે તમને પોતાનું કોઈ જૂનું કરજ ચુકવવામાંથી રાહત મળશે. તમારે યાત્રા કરવી પડશે, જેમનો આર્થિક લાભ પણ તમને થશે. નાના બાળકોને પિતા તરફથી કોઈ સારી ગિફ્ટ મળશે. દાંપત્યજીવનમાં થોડો તણાવનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય મજબૂત રહેશે. આજે અમુક લોકો માટે આવકનો એક વધારે સ્ત્રોત પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

જીવનસાથીના પ્રત્યે પ્રેમમાં વધારો થશે. પોતાની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં વૃદ્ધિનો અનુભવ કરશો. તમારા ભાઈ-બહેન તમને પર્યાપ્ત રૂપથી સહયોગ કરશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં થોડું પરિવર્તન કરવા વિશે વિચારશે, જે તેમના ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. દિનચર્યાને લઈને તમારો આત્મવિશ્વાસ તમારી ગતિવિધિઓને ઝડપી બનાવશે. રાજકારણી લોકોને પણ થોડો ફાયદો મળવાની આશા રહેલી છે.

તુલા રાશિ

આજનો દિવસ પરિવારનાં મોરચા પર એક ખુશનુમા દિવસ રહેશે. પ્રેમની બાબતમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. તમે પોતાના પ્રિયની સાથે કોઈ જગ્યાએ ફરવા જશો. આજે તમારા ખર્ચાઓ ખૂબ જ વધારે રહેશે. ધન લાભના સારા અવસર મળશે. ભાગ્યનો તમને પૂરો સાથ મળશે. પરિવારનું વાતાવરણ તમને ખુશી આપશે. ઘર-પરિવાર પર ધ્યાન આપી શકશો. રોકાણની બાબતમાં તમારે સમજદારીથી કામ લેવું પડશે. ઘણા આશ્ચર્યજનક સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારું ધ્યાન ધાર્મિક કાર્યોમાં લાગેલું રહેશે. લોકો તમને કોઈને કોઈ કામ માટે શોધી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલી અમુક સમસ્યાઓનો સામનો કરવો પડશે. જે લોકો પ્રેમમાં છે, તેમને સારો અનુભવ થશે. આજે અચાનકથી તમારા ઘરે કોઈ મિત્ર આવી શકે છે, જેના લીધે ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનશે. નોકરીયાત લોકો માટે આજે એક સામાન્ય દિવસ રહેશે. આજે નવું કામ શરૂ કરવાની યોજના બનશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

ધન રાશિ

આજે તમારું કોઈ નવું મિત્ર બની શકે છે. અભ્યાસ કરવાના પ્રયાસોમાં સફળતા મળશે. તમે મહત્વપૂર્ણ લાભના કારણે પ્રસન્ન રહેશો. આજે તમને વ્યવસાયમાં કોઈ મોટી કંપની તરફથી ડીલની ઓફર મળશે. કાર્યસ્થળ પર સારા સમાચાર મળવાની સંભાવના છે, જે તમારા જીવનમાં ફાયદાકારક પરિવર્તન લાવનાર સાબિત થશે. આજે તમારા દરેક કાર્યોમાં માતા-પિતાનો પૂરો સહયોગ મળશે, જેના લીધે તમે પોતાના જીવનમાં આગળ વધવામાં સક્ષમ રહેશો.

મકર રાશિ

નવા કાર્યનો પ્રારંભ કરવા માટે સમય શુભ છે. આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. પોતાના કામના ક્ષેત્રમાં ધ્યાન આપવું કારણકે ત્યાં તમારી કોઈ કમજોરીનો ફાયદો ઉઠાવી શકે છે. યાત્રા કરતા સમયે પોતાના સામાનનું ધ્યાન રાખવું. લવમેટ એકબીજાની ભાવનાઓની કદર કરશે. ધન લાભના પ્રબળ યોગ બનશે. ભાગદોડ કરવા છતાં પણ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. બુદ્ધિ-વિવેકથી સફળતા મળશે.

કુંભ રાશિ

આજે તમે ખૂબ જ પૈસા કમાઇ શકો છો. જીવનસાથીની સાથે એક આરામદાયક દિવસ પસાર થશે. વરિષ્ઠ અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે અને તમને એક નવી જવાબદારી સોંપી શકે છે. ઓફિસમાં અટવાયેલું કામ જલ્દી પૂરું થશે. દાંપત્યજીવનની ખુશીઓમાં વધારો થશે. આજે વેપારીઓ માટે વધારે લાભ મેળવવાનો દિવસ રહેશે. ઇચ્છિત નોકરી કરવા માટે વધારે પ્રયાસો કરવા પડી શકે છે. ગરીબોને અન્નનું દાન કરવું. આર્થિક પક્ષ મજબૂત રહેશે.

મીન રાશિ

આવક વધારવાના તમારા પ્રયાસોમાં આજે તમને જરૂર સફળતા મળશે. સ્વાસ્થ્ય બાબતે પરેશાન રહેશો. વેપારીઓ માટે એક સારો દિવસ રહેશે. આજે તમારે કોઈપણ પ્રકારના વિવાદમાં પડવાથી બચવું પડશે. તમે કોઈ વિચારમાં ખોવાયેલા રહી શકો છો, જેના લીધે કોઈ ખાસ અવસર તમારા હાથમાંથી નીકળી શકે છે. આજે કોઈ નવું કાર્ય કરવું નહી. ખાસ કરીને જો તમે નોકરી કરી રહ્યા છો તો સમાધાનની વિચારધારા અપનાવવી.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૯ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *