આજનું રાશિફળ ૦૬ જુલાઇ ૨૦૨૩ : આજે ભગવાન શ્રી વિષ્ણુનાં આશીર્વાદથી આ ૫ રાશિ વાળા લોકોની આવકમાં વધારો થશે, દરેક કામમાં સફળતા મળશે

મેષ રાશિ : આજે તમે માનસિક રીતે પરેશાન રહેશો. ધંધામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરમાંથી બહાર જતાં સમયે વડીલોનાં આશીર્વાદ લઈને જવું તમારા માટે વધારે સારું રહેશે. લાંબા સમયથી અધુરા રહેલાં કાર્યો તમારા માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે, જેને તમારે અવશ્ય પુર્ણ કરવા જ પડશે. જો તમારા પરિવારમાં વાદવિવાદની સ્થિતિ ઉદભવે છે તો તેમાં પણ તમારે પોતાનાં ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહિતર તેનાથી તમારા સંબંધો બગડી શકે છે. બહેનનાં લગ્નમાં કોઈ અડચણ આવી રહી તો તે પણ સમાપ્ત થઈ શકે છે.

વૃષભ રાશિ : આજનો દિવસ તમારા પ્રભાવ અને ભવ્યતામાં વધારો લઈને આવશે. તમારી સ્થાવર મિલ્કતને લગતી કોઈપણ બાબતનો ઉકેલ આવશે. ભાઈઓ વચ્ચે અમુક વૈચારિક મતભેદ થઈ શકે છે, જેમાં તમારે પોતાની વાણી પર મધુરતા જાળવી રાખવી તમારા માટે વધારે સારું રહેશે. વિદેશથી વેપાર કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાં લીધે તેમનું મન પણ ખુશ થઈ જશે. ખર્ચાઓમાં વધારો થશે. તમને તમારું કોઈ અંગત વ્યક્તિ સમયસર મદદ ના કરવાનાં લીધે તમે તેનાથી નારાજ થઈ શકો છો. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે તમને કોઈ સરકારી યોજનાનો લાભ પણ મળશે.

મિથુન રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. લગ્નજીવનમાં જો કોઈ વિઘ્નો આવી રહ્યાં હતાં તો તેનો અંત આવશે. મિત્રો તરફથી તમને આર્થિક સહયોગ મળશે. બિઝનેસમાં તમને મન પ્રમાણે લાભ મળશે પરંતુ તમારે પોતાનાં આહાર પર ખાસ ધ્યાન આપવું પડશે અને વધુ પડતા તળેલા ખોરાકથી દુર રહેવું પડશે નહિતર પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. જે લોકો રાજકારણમાં પ્રયત્ન કરી રહ્યા છે, તેમને અમુક જાહેર સભાઓ યોજવાની તક મળશે.

કર્ક રાશિ : કર્ક રાશિ વાળા લોકોનાં ખર્ચાઓમાં વધારો થવાની સંભાવના રહેલી છે પરંતુ તમારા ફસાયેલા પૈસા પાછા મળશે. લાંબી યાત્રા પર જઈ શકો છો. મુસાફરી દરમિયાન વાહનનો ઉપયોગ કરવામાં સાવધાન રહેવું. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે. કોઈ મહત્વપુર્ણ કામ પર વધારે પૈસા ખર્ચ થઈ શકે છે. આ રાશિ વાળા લોકોએ પોતાનાં ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. કાર્યસ્થળ પર પરિસ્થિતિઓ તમારા માટે અનુકુળ રહેશે. વરિષ્ઠ અધિકારીઓ તમને સહકાર આપી શકે છે.

સિંહ રાશિ : સિંહ રાશિ વાળા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમને મોટી સફળતા મળશે. તમે તમારી યોજનાઓ અનુસાર તમારા કાર્યને પુર્ણ કરશો. બિઝનેસમાં તમને મોટો નફો મળી શકે છે. ભાગીદારોનો પુરો સહયોગ મળશે. જુનાં મિત્રોને મળવાનું રસપ્રદ બની શકે છે. તમને તમારા જીવનસાથી તરફથી કોઈ મોટા સારા સમાચાર મળવાની સંભાવના રહેલી છે. એકંદરે તમે તમારું જીવન સુખમાં પસાર કરશો.

કન્યા રાશિ : કન્યા રાશિ વાળા લોકોને કાર્યક્ષેત્રમાં ઘણી બધી અડચણોનો સામનો કરવો પડી શકે છે. તમારે કામમાં ધીરજ રાખવી. કાર્યક્ષેત્રમાં કરેલા કામ પણ બગડી શકે છે. તમને ધાર્મિક કાર્યમાં વધુ રસ રહેશે. તમે તમારા પરિવારનાં સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતનું શેડ્યુલ બનાવી શકો છો. દાંપત્યજીવનમાં ખુબ જ સામંજસ્ય રહેશે પરંતુ તમે પોતાનાં જીવનસાથીની લાગણીઓને સમજશો. લવ લાઈફમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

તુલા રાશિ : તુલા રાશિ વાળા લોકોએ તેમનાં નસીબ કરતાં તેમની મહેનત પર વધારે આધાર રાખવો પડશે. આ રાશિ વાળા લોકો પર ઈશ્વરની કૃપા રહેશે, જેનાં કારણે તમારા ભાગ્ય પર અસર પડશે. ભાગ્યનાં સિતારાઓ નબળા રહેશે. ઘણા કિસ્સાઓમાં તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે તેથી દરેક પડકાર માટે તૈયાર રહેવું. કોઈપણ નવા કાર્યમાં હાથ અજમાવતા પહેલા તમારે યોગ્ય રીતે વિચારી લેવું જોઈએ.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિ વાળા લોકોનાં વિદ્યાર્થીઓને વધારે લાભ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. વાહન સુખ મળશે. આ રાશિ વાળા લોકોએ ખરાબ સંગતથી દુર રહેવાની જરૂર રહેશે નહિતર તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. આ રાશિ વાળા લોકોને પૈસાની લેવડ-દેવડ કરવાથી બચવું પડશે નહિતર તમને નુકસાન થઈ શકે છે.

ધન રાશિ : ધન રાશિ વાળા લોકોને ધંધામાં નુકસાન સહન કરવું પડી શકે છે. ખાસ કરીને જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરી રહ્યા છો તો તમને વધારે લાભ નહીં મળે. વેપાર-ધંધાનાં ક્ષેત્રમાં કોઈ ફેરફાર કરવો નહિ. તમારી લવલાઈફ ખુબ જ મુશ્કેલ રહેશે. લવ પાર્ટનર સાથે મતભેદ થવાની સંભાવના રહેલી છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી રહેશે. તમે તમારા નકામા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. આવક અને ખર્ચાઓનું સંતુલન જાળવવું પડશે.

મકર રાશિ : મકર રાશિ વાળા લોકોનાં કરજ માં વધારો થવાની સંભાવના રહેલી છે. આર્થિક નિર્ણયો લેતી વખતે તમારે વિચારવું જોઈએ. શત્રુ પક્ષ તમારા પર હાવી થવાનાં પ્રયાસ કરશે. તમારે પોતાનાં ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. કોઈ મોટું રોકાણ કરવાથી બચવું. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. પરિવારનાં કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે, જેનાં લીધે તમે ખુબ જ ચિંતિત રહેશો.

કુંભ રાશિ : કુંભ રાશિ વાળા લોકોને તેમનાં બાળકો તરફથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડશે. લવ લાઈફમાં સમસ્યાઓ ઉભી થવાની સંભાવના નજર આવી રહી છે. આજે તમારે ખુબ જ કાળજી રાખવી પડશે. ખાસ કરીને આર્થિક યોજનાઓ પર ધ્યાન આપવું. વ્યવસાયમાં ભાગીદારોનાં કારણે તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

મીન રાશિ : મીન રાશિ વાળા લોકોને શારીરિક સમસ્યાઓમાંથી પસાર થવું પડશે. હવામાનમાં પરિવર્તનનાં કારણે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. સુખનાં સાધનોમાં ઘટાડો થશે. તમારે કામમાં ધીરજ રાખવાની જરૂર રહેશે. ઉતાવળમાં કોઈપણ કામ ના કરવું નહિતર તમારું કામ બગડી શકે છે. અમુક લોકો તમારા સારા વર્તનનો લાભ લેવાનાં પ્રયાસ કરશે. જુના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. શેરબજાર સાથે સંકળાયેલા લોકોને નુકસાનીનો સામનો કરવો પડશે.