રાશિફળ ૧૯ નવેમ્બર : આજે ૬ રાશિઓનાં જાતક રહેશે ખુશહાલ, લાંબા સમયથી ચાલી રહેલા કષ્ટોમાંથી મળશે મુક્તિ

Posted by

મેષ રાશિ

આજે તમારે સંબંધોમાં ઔપચારિકતા રાખવી નહિતર મતભેદ થવાની સંભાવના રહેલી છે. તમારા વિચારેલ દરેક કાર્ય પૂરા થશે. સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે. દાંપત્ય જીવનની વાત કરવામાં આવે તો આજે તમને સારા પરિણામ મળશે અને તમારા જીવનસાથી સાથે તમારા સંબંધ મધુર બનશે. પૈસાની બાબતમાં કોઈની સાથે વિવાદમાં પડવું નહી. પરિવારમાં બધાની સાથે કોઈ ખાસ બાબતને લઇને વાતચીત થશે. આજે સમાજમાં માન તથા યશમાં વધારો થવાના યોગ બની રહ્યા છે.

વૃષભ રાશિ

આજે તમારા ઉત્સાહથી લોકો ખુશ રહેશે. પારિવારિક જીવન આજે ખૂબ જ સુખદ રહેશે. જિદ્દી વ્યવહારનાં કારણે અન્ય લોકોની સાથે સંઘર્ષ થવાની સંભાવના રહેલી છે. આજે તમને આળસ મહેસુસ થશે. તમારે પોતાની ખાણી-પીણી હેલ્ધી રાખવી જોઈએ. અમુક મામલાઓમાં તમે થોડા લાગણીશીલ પણ રહેશો. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રહેશે, જેનાથી તમારા કામકાજમાં સુધારો આવશે અને તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. આરામ કરવા માટે સમય કાઢી શકશો.

મિથુન રાશિ

તમારી સાચી રણનીતિથી શત્રુઓ પરાસ્ત થશે. તમારે પોતાનો સમય અને પ્રયાસ તે ચીજમાં લગાવવા જોઈએ જેને તમે માનો છો અને સર્વશ્રેષ્ઠ કરવા માંગો છો. ઓફીસનાં કામકાજને આજે તમે ખૂબ જ જલ્દી પૂર્ણ કરી શકશો. પરણિત લોકોનું જીવન ખુશહાલ રહેશે. તમને નવા સ્ત્રોતથી ધનની પ્રાપ્તિ થશે. અચાનકથી ભાગ્યમાં વધારો થશે અને કંઈક સારું કામ બની જશે જેનાથી તમને અચાનક ધન લાભ થઈ શકે છે. આજે મિત્રોથી સાવધાન રહેવાની જરૂરિયાત છે.

કર્ક રાશિ

જો આજે તમે અન્ય લોકોની વાત માનીને રોકાણ કરશો તો આર્થિક નુકસાન લગભગ નક્કી છે. સાસરીયાના કોઈ વ્યક્તિ સાથે કોઇ વાતને લઇને સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે રુચી રહેશે. તમારી પાસે અમુક નવી જવાબદારીઓ આવી શકે છે જેને તમે સફળતાપૂર્વક નિભાવશો. આજે તમારા ખર્ચાઓ થોડા વધારે રહેશે, જેના લીધે તમારે માનસિક પરેશાનીનો સામનો કરવો પડશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે.

સિંહ રાશિ

જીવનસાથી તરફથી સહયોગ મળશે. મિત્રોની સાથે સારો સમય પસાર થશે. સાસરીયાના લોકો સાથે કોઇ વાતને લઇને પરેશાની ઉત્પન્ન થઇ શકે છે. તમારે પોતાના ભવિષ્યના વિશે થોડુ વિચારવાની જરૂરિયાત રહેશે. આજે તમારા ઘર પર અચાનકથી કોઈ સંબંધીનું આગમન થશે. આજે તમારા ખર્ચાઓ થોડા વધારે રહેશે, જેના લીધે તમારે માનસિક પરેશાનીનો સામનો કરવો પડશે. નવું કાર્ય પ્રારંભ કરવાનું મન બનશે.

કન્યા રાશિ

કચેરીનાં મામલામાં સફળતા મળવાનાં યોગ બની રહ્યા છે. ગેરસમજણ દુર કરવાના પ્રયાસ કરવા. કોઈ જગ્યાએથી શુભ સમાચાર મળી શકે છે. પારિવારિક મોરચા પર કોઈ ખુશખબરી મળી શકે છે. આજના દિવસે યાત્રા પર જવાથી બચવું. સમય ના આપી શકવાના કારણે તમારા જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે. વ્યવસાયમાં સારો એવો લાભ પ્રાપ્ત થશે. નોકરીમાં તમારો પ્રભાવ વધશે. સગા-સંબંધી અને મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રના લીધે અચાનક યાત્રા કરવી પડી શકે છે.

તુલા રાશિ

જો તમે કલાના ક્ષેત્ર સાથે જોડાયેલ છો તો તમારી પ્રગતિના નવા રસ્તા ખુલ્લા નજર આવશે. પારિવારિક જીવનમાં સંભાળીને વાણીનો ઉપયોગ કરવો નહીતર મતભેદ થઈ શકે છે. કોઈની ચાપલૂસીના કારણે તમારી ઈમેજ ખરાબ થઈ શકે છે. પોતાના જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે થોડી રાહ જોવી પડી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ થઇ શકે છે. ઉધાર લેવડ-દેવડથી આજે તમારે બચવું જોઈએ. જો બની શકે તો કોઈ નવું કાર્ય આજના દિવસે જ સંપન્ન કરી લેવું.

વૃશ્ચિક રાશિ

વકીલની પાસે જઈને કાનૂની સલાહ લેવા માટે આજે ખૂબ જ સારો દિવસ છે. કામની પ્રાથમિકતા નક્કી કરવી જેનાથી તમારું વિચારેલું કાર્ય આજે પૂર્ણ થઇ જશે. પોતાના સપનાનું ઘર ખરીદવાનું તમારું સપનું ખૂબ જ જલદી પૂરું થશે. અભ્યાસમાં સફળતા મેળવવા માટે મહેનત કરતા રહેવું. લવ લાઈફ સારી રહેશે પરંતુ સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની થઈ શકે છે મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ રહેશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

ધન રાશિ

તમારા ધંધાની આવકમાં વધારો થશે. માતા તરફથી ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આજે કોઈ નવો પ્રોજેક્ટ કે યોજના આરંભ કરવી શુભ રહેશે. કાર્યક્ષેત્ર પર કોઈ કામને સમયસર પૂર્ણ કરવામાં સફળ રહેશો. પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઈ ખુશખબરી મળી શકે છે. તમારા કાર્યોમાં આવેલા અવરોધથી પરેશાન થશો. આજે ધૈર્ય જ તમારા કામમાં આવશે. નાના ભાઈ-બહેનો અને સહકર્મીની તરફથી પૂર્ણ સહયોગ મળશે. આવશ્યક કાર્યોના પ્રોજેક્ટ બની શકે છે.

મકર રાશિ

પોતાના જીવનસાથીને મેળવવા માટે તમારે થોડી મહેનત કરવી પડી શકે છે. આજે તમારું કોઈ અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે. યાત્રા મંગળકારી રહેશે. પરિવારમાં કોઈ ગેરસમજણને ખૂબ જ જલ્દી ઉકેલવાની કોશિશ કરવી. કોઈ બિઝનેસ ટ્રિપ પર જવું લાભદાયક સાબિત થશે. માર્કેટિંગ અને સેલ્સવાળા લોકો માટે આજનો દિવસ ઉત્સાહવર્ધક રહેશે. ખૂબ જ જટિલ બાબતને ઉકેલવામાં આજે સફળતા મળશે. તમારી બેદરકારીના લીધે રોગ અને કષ્ટનું જોખમ બનેલું રહેશે.

કુંભ રાશિ

આજે વેપારીઓ માટે ઉત્તમ દિવસ છે. કામકાજમાં વધારો થઈ શકે છે. લવ લાઇફના મામલામાં ખૂબ જ સારો દિવસ છે પરંતુ પ્રેમી પર દબાણ કરવાથી બચવું. પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઇ કાનૂની વિવાદમાં પડી શકો છો. આર્થિક રોકાણમાં નુકસાનનો ડર સતાવશે. બધાના આશીર્વાદનાં લીધે સફળતા મેળવી શકશો. વાણીમાં કડવાહટનો ભાવ રહેશે. વાતચીતમાં સંતુલન બનાવીને રાખવું. અમુક લોકોને આજે સારું એવું ધન પ્રાપ્ત થઇ શકે છે.

મીન રાશિ

દામ્પત્યજીવનની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. આજે તમે પોતાના પરિવાર માટે સમય કાઢી શકશો. બહાર જવાનો કાર્યક્રમ બનાવશો તો સારું રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈ બાબત લઈને પરેશાન રહી શકો છો. સંયમથી કામ લેવું. આજે તમને પોતાના લવ પાર્ટનર પાસેથી સાચો પ્રેમ મળશે. કોઈ પ્રોપર્ટી ખરીદવા વિશે વિચારી શકો છો. અન્ય લોકો પર ક્રોધ કરવાથી બચવું. ઘરમાં શાંતિ જાળવી રાખવી. વ્યવહારમાં નમ્રતા રાખવી.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૯ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *