રાશિફળ ૧૯ ઓક્ટોબર : આ ૪ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે આજનો દિવસ, કરિયરની પ્રગતિના અવસર થશે પ્રાપ્ત

Posted by

મેષ રાશિ

આજે શિક્ષાના ક્ષેત્રમાં સારા પરિણામની આશા રાખી શકો છો. હદથી વધારે તણાવ તમારા સ્વાસ્થ્ય માટે સારો નથી. ખરાબ સ્વાસ્થ્ય તમારું કામ પણ બગાડી શકે છે તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. ધાર્મિક કાર્યોની તરફ આકર્ષિત થઇ શકો છો. સંપત્તિ સાથે જોડાયેલ કોઈ પરેશાન કરનાર સમાચાર મળી શકે છે. દૂર કે નજીકની યાત્રા થઈ શકે છે. કોઈ કામને નસીબના ભરોસે છોડવું નહી.

વૃષભ રાશિ

તમારી દ્રષ્ટિ અને પ્રતિભા તમારા સહકર્મીઓને પ્રભાવિત કરશે. વ્યક્તિગત ઉપલબ્ધિઓને પોતાની પ્રાથમિકતા બનાવવી. જો તમે વ્યવસાય કરી રહ્યા છો અને હાલમાં જ તમે કોઈ નવું કામ શરૂ કર્યું છે તો આજે તમે તેના પ્રચારમાં વ્યસ્ત રહેશો. વિધાર્થીઓ પોતાના કરિયરના વિશે ભ્રમીત થશે અને પોતાના માતા-પિતાની સલાહ લેશે. પ્રોફેશનલ જીવનમાં તમારી પ્રગતિ થશે. પ્રેમી યુગલો આજે સાથે સારો સમય પસાર કરશે.

મિથુન રાશિ

આજે તમારું કામ યોગ્ય રીતે પૂરું થશે. કાર્યક્ષેત્રમાં તમારા સન્માનમાં વધારો થશે. માનસિક શાંતિ માટે તમારી ખાલી બેસી રહેવાની આદત ખતરનાક સાબિત થઈ શકે છે. આજે તમને કોઈ સારી એવી તક મળી શકે છે. જો તમે આ તકનો લાભ ઉઠાવો છો તો તમને સારો ફાયદો મળી શકે છે. વૈવાહિક જીવનમાં આજે કોઈ મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. સંબંધોમાં ત્યાગથી જ મધુરતા આવશે. આજે તમારે થોડી સાવધાની રાખવાની પણ જરૂરિયાત છે.

કર્ક રાશિ

આજે તમને યશ અને સન્માન મળશે. જરૂરિયાતમંદ લોકોને ખાવાની વસ્તુનું દાન કરવું. આજે તમારી તબિયત બગડી શકે છે. કોઈપણ મોટો વ્યવસાયિક નિર્ણય લેવા માટે આજનો દિવસ સારો નથી. આજે વ્યવસાય સાથે જોડાયેલ કોઇપણ મોટો નિર્ણય ના લેવો. વૈવાહિક જીવનમાં તણાવ રહેશે. જૂની ભૂલના લીધે નુકશાન થઇ શકે છે. પૈસાને લઈને આજે તમારી ચિંતામાં વધારો થઈ શકે છે. નાની-નાની વાતોમાં પણ આજે તમને ખુશી શોધવાનો અવસર મળશે.

સિંહ રાશિ

આજે તમે ધાર્મિક કાર્યોની તરફ આકર્ષિત થશો. તમારી પાસે તમારી મહત્વપૂર્ણ યોજનાઓ અને કાર્યોને વિકસિત કરવા માટે અને લાગુ કરવા માટે ખૂબ જ સમય હશે. તમે તમારી યોજના અનુસાર કામ કરશો અને યોગ્ય સમય પર બધા જ કાર્યો પુરા કરવામાં સફળ રહેશો. માનસિક રૂપથી આજનો દિવસ શાંત રહેશે. પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાની જરૂરિયાત છે. પૈસાની વાત કરીએ તો આજે તમારું બજેટ થોડું ડગમગી શકે છે. અંતમાં સખત મહેનત કરવી પડશે.

કન્યા રાશિ

આજે તમે પોતાના પરિવાર કે માતા-પિતાની સાથે કોઈ મંદિરમાં દર્શન કરવા માટે જશો. દિવસના બીજા ભાગમાં અચાનક તમે કોઈ મુસીબતમાં મુકાઈ શકો છો પરંતુ યોગ્ય સમયે મિત્રોની મદદથી તમારી આ સમસ્યાનું સમાધાન થઇ જશે. રચનાત્મકતા અને કલ્પનાશક્તિ તમારી સારી આદતો છે, તેને પ્રોત્સાહન આપવા અને તેના માટે જરૂરિયાત અનુસાર સહયોગ લેવાની સલાહ આપવામાં આવે છે. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

તુલા રાશિ

નિંદ્રાનો અભાવ રહેશે. માતા-પિતાની સાથે થોડો સમય પસાર કરવો. ભાઈ-બહેન તરફથી સહયોગ મળશે. આજે કોઈ સાથે ઝઘડો કરવાથી બચવું. પ્રમોશનના નવા રસ્તા ખુલશે. જોકે બપોરના સમયે તમારે સામાન્યથી વધારે મહેનત કરવી પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા સતત પરેશાન કરતી રહેશે. અભ્યાસ કરનારા લોકોનું પરિણામ સારું આવશે, જેના લીધે પરિવારના બધા લોકો તમારા પર ગર્વ મહેસૂસ કરશે. તમારી આસપાસનું કોઈ વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે.

વૃશ્ચિક રાશિ

સંતાનોના વિશે દુવિધામાં રહેશો. પારિવારિક સુખનો અભાવ રહેશે. આજે ભાઈઓની સાથે વિવાદ થઈ શકે છે. આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા અવશ્ય મળશે. આજે તમારે બિનજરૂરી બાબતોમાં પડવાથી બચવું જોઈએ. તમારી આસપાસનું વાતાવરણ તમારા અનુરૂપ રહેશે. તમારી માતાના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવની સંભાવના છે પરંતુ તે જલ્દી જ સ્થિર થઈ જશે. આજે તમારું મન થોડું વિચલિત રહી શકે છે.

ધન રાશિ

જો તમે લાંબા સમયથી કોઈ પરિણામની રાહ જોઇ રહ્યા હોય તો આજે તે આવી શકે છે. તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું જોઈએ. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ખૂબ જ વધારે ધ્યાન રાખવાની આવશ્યકતા છે. તમારી આસપાસનું વાતાવરણ તમારા અનુરૂપ રહેશે નહી, જેના લીધે તમે તણાવમાં આવી શકો છો. વાહન ખૂબ જ સાવધાનીપૂર્વક ચલાવવું. સહયોગીઓની સમસ્યાઓને ધૈર્યથી હલ કરવાના પ્રયાસ કરવા. તમારા વ્યવસાયમાં નવી વિચારધારા તમારા કાર્યોને નવું રૂપ આપશે.

મકર રાશિ

કીમતી વસ્તુઓ સંભાળીને રાખવી. ધનના માર્ગમાં ઘણા અવરોધો આવશે. સારી યાત્રાના યોગ છે. સારું રહેશે જો આજે તમે શાંત રહો. આજે તમારું આર્થિક સંતુલન બગડી શકે છે. તેથી ખર્ચ કરતા સમયે સાવચેતી રાખવી. સારી વાત એ છે કે આજે કાનૂની પક્ષ તમારું મજબૂત રહેશે. વ્યવસાય અને નોકરીમાં સહકર્મીઓની તરફથી સહયોગમાં કમી આવશે. આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું પડશે. પ્રેશરને યોગ્ય રીતે હેન્ડલ કરવું.

કુંભ રાશિ

આજે કોઈ મોટી સમસ્યાનું સમાધાન થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. સ્વસ્થ અને ખુશહાલ રહેશો. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે આજે ઉત્તમ સમય છે. જો તમે વ્યવસાયમાં વધારો કરવાની યોજના બનાવી રહ્યા હતા તો આજે તમને ભાગ્યનો સાથ મળશે. આજે તમે માનસિક તાણનો શિકાર બની શકો છો. પોતાના જીવન પર નિયંત્રણ રાખવું અને કોઈના કહેવા કે કંઈપણ કરવા પર કોઈપણ પ્રકારની ચિંતા ના કરવી. નવું વાહન ખરીદવાનો કાર્યક્રમ આજના દિવસ માટે મોકૂફ રાખો તો વધુ સારું રહેશે.

મીન રાશિ

આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આજની સ્થિતિ તમને તમારા દ્રષ્ટિકોણ પર દ્રઢ બની રહેવાની અપેક્ષા રાખે છે. સ્વાસ્થ્ય, નોકરી, શિક્ષા અને યાત્રા માટે સમય અનુકૂળ છે. વિરોધીઓ તમને પરેશાન કરવાની કોશિશ કરશે. તમારા કોઈ કાર્યમાં સમસ્યા ઊભી કરવાની કોશિશ કરશે પરંતુ તે આપમેળે જ પરાજિત થઈ જશે. ખૂબ જ પરિશ્રમ કર્યા બાદ થોડો સમય પોતાના માટે પણ કાઢી શકો તો સારું રહેશે. વાદ-વિવાદથી બચવું. સરળતાથી સફળતા મળશે નહી, ધૈર્ય રાખવાની જરૂરિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *