રાશિફળ ૧૯ સપ્ટેમ્બર : આજે આ ૮ રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, મળશે ઇચ્છિત ફળ, વાંચો રાશિફળ

Posted by

મેષ રાશિ

આજે પરિવારના લોકો સાથે કલેશ થઈ શકે છે. સુખના સાધનો પર ખર્ચ થઈ શકે છે. સમાજમાં કોઈ મુદ્દાને લઈને તમે તમારી વાત બીજા સામે રાખી શકો છો જેનો પ્રભાવ અમુક લોકો પર સ્પષ્ટ જોવા મળશે. તમારા પોતાના કામો અન્ય લોકોને સોંપવા ના જોઈએ નહિતર તમારું કામ અધૂરું રહી શકે છે. આવકની અપેક્ષામાં ખર્ચ વધારે રહેશે. તમારો સારો સમય શરૂ થઈ ચૂક્યો છે. તમને કોઈ વિશેષ કામમાં બીજા લોકોની મદદ મળી શકે છે.

વૃષભ રાશિ

વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ સારો પસાર થશે. દરેક કામને ધૈર્ય અને સમજથી પૂર્ણ કરવું. તમારા કરિયર સાથે જોડાયેલ ઘણી સુવર્ણ તક મળશે. તમારા કામમાં પરિવર્તન થવાના યોગ બની રહ્યા છે. જો તમારે એક દિવસની રજા પર જવું હોય તો ચિંતા કરશો નહી. તમારી ગેરહાજરીમાં પણ બધા જ કામ યોગ્ય રીતે ચાલશે. વૈવાહિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે. કાર્ય કુશળતામાં ખામી આવશે. કોઈ મોટી ભૂલ થઈ શકે છે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો પસાર થઈ શકે. ખરાબ સંગતથી બચવું જોઈએ. વસ્તુઓ સંભાળીને રાખવી જોઈએ. અચાનકથી ધનલાભ થવાના યોગ છે. તેનાથી આર્થિક સ્થિતિ સંતુલિત થશે. પરિવારના લોકો તમારા દરેક નિર્ણયને માન આપશે. કોઈ મિત્રની પાર્ટીમાં જવાનું થઈ શકે છે. આજે કામકાજ સાથે જોડાયેલ મુસાફરી તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કોઈ જૂના મિત્રો કે સંબંધીઓ સાથે મુલાકાત થશે. તમને મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે.

કર્ક રાશિ

આજે તમે ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં સામેલ થઇ શકો છો. ઘરનું વાતાવરણ ખુશનુમા બનેલું રહેશે. અચાનક ધન લાભના અવસર મળી શકે છે. પરિવાર સાથે જોડાયેલ કોઇ કામ માટે થોડી ચિંતા રહેશે. કોઈ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. ધૈર્ય રાખવું જોઈએ. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. નસીબનો સાથ મળશે. મિત્રો અને સંબંધીઓ મદદ કરી શકે છે. તમને ઘરના વડીલોની ચિંતા રહેશે. આજના દિવસે તમારે જોખમી કાર્યોથી દૂર રહેવું જોઈએ.

સિંહ રાશિ

આજે કોઈ નવા કામની શરૂ કરવા માટે તમને તમારા પોતાના લોકોનો સાથ મળશે. તમારી આવકમાં વધારો થશે. તમે પારિવારિક જીવનમાં ખુશ રહેશો અને પરિવારના લોકો તમને માનસિક શાંતિ આપશે. અહંકારના લીધે તમારે કોઈ સંબંધોમાં કડવાશ આવી શકે છે. તેથી અહંકારથી દૂર રહેવું જોઈએ. વધારે પ્રયાસ કરવાથી લાભ મળી શકે છે. વ્યવસાય યોગ્ય રીતે ચાલશે. ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે. પોતાની મહેનતના દમ પર કંઈક નવું કરવાની ઈચ્છા થશે.

કન્યા રાશિ

નોકરી કે વ્યવસાય સાથે જોડાયેલ અમુક મુદ્દાનું સમાધાન નીકળી શકે છે. આજે દુર્ઘટનાથી તમને ઇજા થઇ શકે છે. તમારી ઓફિસમાં સારા પરિણામો મળશે અને તમારા સહકર્મી પણ તમને મદદ કરશે. તમને તમારા પરિવાર તરફથી ભરપૂર આનંદ મળશે. જોખમી કાર્ય કરવાથી પણ લાભ પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં આજનો દિવસ નબળો પસાર થશે. તમારા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. બધી જ ફરિયાદો આજે ગાયબ થઈ જશે. બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો થશે. રચનાત્મક કાર્યો પણ સફળ રહેશે.

તુલા રાશિ

આજે તમે કોઈપણ પ્રકારના વિવાદોને પ્રોત્સાહન ના આપો. જો તમે કોઈને સાચા હૃદયથી પ્રેમ કર્યો છે તો આજે તમારી તેની સાથે મુલાકાત થઇ શકે છે. તમારી આવકમાં સતત વધારો થશે. જેનાથી તમારા વિરોધીઓ પણ કમજોર પડશે અને તમને સમાજમાં સારું સ્થાન પ્રાપ્ત થશે. કોઈ બીજાના મામલામાં આજે દખલ કરવાનું ટાળવું જોઈએ. માંગ્યા વગર કોઈને પણ સલાહ આપવી નહી. સ્વાસ્થ્યને લઈને કોઈપણ પ્રકારનું જોખમ લેશો નહીં. ઉત્તેજના પર નિયંત્રણ રાખવું પડશે.

વૃશ્ચિક રાશિ

આજે પરિવારના કોઈ સદસ્યના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. દિવસની શરૂઆત કોઈ સારા કામ સાથે થશે. જરૂરિયાતમંદ ચીજોની જરૂરિયાત પૂરી થશે. આજે તમારા કામને લઈને કોઈ પણ પ્રકારની જીદ મનમાં રાખવી નહિ. કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ ચાલી રહી હતી તો તેનાથી મુક્તિ મળશે અને પારિવારિક જીવનમાં વ્યસ્તતાને કારણે તમારે અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક મદદ મળશે.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકોને રોજગાર પ્રાપ્તિ માટેના પ્રયાસ સફળ થશે. પરિસ્થિતિ પ્રમાણે તમારે અનુરૂપ થવાની કોશિશ કરવી જોઈએ. તમને આર્થિક રૂપથી પણ લાભની પ્રાપ્તિ થઇ શકે છે. તમારે વ્યવસાયિક કારણોના પ્રભાવ હેઠળ કોઈપણ પ્રકારનો વ્યક્તિગત નિર્ણય ના લેવો જોઈએ. મુસાફરી ફાયદાકારક રહેશે. વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે. અમુક મામલાઓમાં તમારા અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. તમારી પાસે અત્યારે જે કંઈ પણ છે તેમાં સંતુષ્ટ રહેવું જોઈએ. સમયનો સદુપયોગ કરવો જોઈએ.

મકર રાશિ

આજે તમને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે. આજે તમારી અમુક વાતોથી સંઘર્ષ અને તણાવના યોગ બની રહ્યા છે. તમારા કામમાં નવીનતા જોવા મળશે. તમારા પોતાના લોકો સાથે નિકટતા વધારવાની તક મળશે. તમને કોઈ શુભ સૂચના પ્રાપ્ત થઇ શકે છે. તમને તમારી મહેનતનું પૂરું ફળ મળશે. વિચાર્યા વગર કોઈપણ નિર્ણય ના લો. નહીંતર તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. તમારે તમારા બોલાયેલા શબ્દો પર ધ્યાન રાખવું પડશે.

કુંભ રાશિ

આજે તમારો મૂડી સ્વભાવ તમારા માટે અમુક સમસ્યાઓ ઉભી કરી શકે છે. સામાજિક કામોમાં સફળતા મળવાના યોગ છે. તમારા માન-સન્માનમાં વધારો થશે. તમને પરિવારના લોકોનો સહયોગ મળશે અને પરિવારમાં ખુશીનું મોજુ ફરી વળશે. જેનાથી તમે પણ ખુશ થશો. મિત્રો પાસેથી મદદ મળી શકે છે. અમુક નવા કામ કરવાની તક મળશે. જેના લીધે સમાજમાં તમારી પ્રશંસા થશે. શિક્ષણ અને નોકરીના ક્ષેત્રમાં સફળતા મળશે.  વ્યવસાયમાં યોગ્ય રીતે કામ ચાલતું રહેશે.

મીન રાશિ

આજના દિવસે તમને કોઈ ખાસ વ્યક્તિ પાસેથી કંઈક મળી શકે છે. પરિવારના મામલામાં થોડી ભાગદોડ કરવી પડી શકે છે. મુસાફરી પર જવાની સંભાવના હોય તો તેને ટાળી દો તો તમારા માટે સારું રહેશે. પ્રેમ જીવનમાં સફળતા મળશે અને તમારું કોઈ પ્રિય વ્યક્તિ તમારા ગુણગાન ગાશે. ઓફિસમાં ધીમી ગતિથી કામ કરવું પડી શકે છે જેનાથી તમારા માટે થોડી પરેશાની વધી શકે છે. કોઈ દુર્ઘટનાના કારણે તમને ઈજા ના પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નોકરીમાં પ્રગતિના અવસર બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *